
હા, બિંબને કહી દો નજરને રોકે નહિ,
આભાસ થઈને સત્યને એ ટોકે નહિ.
‘તું બોલ, શું કરશે નજરને રોકીને?’:
-મેં બિંબને પૂછ્યું, ‘તું કહેશે?’ તો કે’, ‘નહિ!’
પોતે જ નહિ, બસ, એ જ એ નજરે ચડે,
તો આયના એવા તમે તોડો કે નહિ?
ભ્રમણાઓ સૌ તોડી તને મળવું જ છે,
તે પણ અહીં, આ જન્મમાં, પરલોકે નહિ.
મળવા છતાં જો મળવા જેવું થાય ના,
તો માન દઈ પૂછો કે સાથે છો કે નહિ?
સાથે રહી પણ સાથે ના રહેવાય તો,
ઉપચાર કરવાનો છે જાતે, કો’કે નહિ.
ખોલો જ નહિ મનમાં પડેલી ગાંઠ જો,
તો કામના એક્કેય સૉરી-ઓ.કે. નહિ.
આંખો કહે ‘સૉરી’ ને સાંભળશે નજર,
તો બિંબ પણ એને કોઈ દિ’ રોકે નહિ.
– વિવેક મનહર ટેલર
(૦૩-૧૦-૨૦૧૯)



























(મને પાનખરની બીક ન બતાવો… …સાપુતારા, ૨૦૧૮)
(દીપમાળ…. …ગોવા, ૨૦૧૮)


(યાયાવર….. સુરખ્વાબ! કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)

(ચિત્રમાં હજી આકાશ ભૂરું છે… …જૂહુ બીચ, ૨૦૧૭)
(આલ્બર્ટ હૉલ, જયપુર, ૨૮-૧૦-૨૦૧૪)
