રાત રોજ જ
શમણાંઓ બિછાવે;
લેવા હો એ લો.
જરૂરતની
સાંકળથી- બંધાયા
બંને વર્ષોથી.
પરસ્પરને
આલિંગીએ કે ‘હું’ને
પોતપોતાના?
રજાઈ રોકે
ઠંડી : શું ઓઢી બેઠાં
આપણે બંને?
રાતરાણી દે
ટકોરા; બારી ખોલો
એ.સી. રૂમની.
હું તો આગળ
નીકળી ગયો; ક્યાંથી?
હજી યાદ છે?
– વિવેક મનહર ટેલર
(૧૩-૧૨-૨૦૧૭)
વાહ
વાહહહહ
વાહ
રાતરાણી દે ટકોરા ….. વાહ વિવેકભાઈ.
જરૂરત ની સાંકળ થી બંધાયા
વાહ
રાતરાણી દે
ટકોરા; બારી ખોલો
એ.સી. રૂમની.
– વિવેક મનહર ટેલર –
Sugandhi vivek…
રાત રાણી નો ટકોરો વાહહહહહ સાહેબ
વાહ સચોટ વાત કરી!!
રાતરાણી દે
ટકોરા; બારી ખોલો
એ.સી. રૂમની.
– વિવેક મનહર ટેલર
વાહ, સરસ!
અદ્દભુત…..
સહુ મિત્રોનો આભાર….