મધથી મધુરું છે

(ચિત્રમાં હજી આકાશ ભૂરું છે…      …જૂહુ બીચ, ૨૦૧૭)

*

પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!

ચાખું છું, થૂકું છું સતત, એ નકરું તૂરું છે,
સાચવ્યું છે એના માટે એ મધથી મધુરું છે.

શોધું છું પંચતંત્રનો એ કાચબો બધે;
જેને મળું છું, સસલું છે- આરંભે શૂરું છે.

સાવ જ ભૂંસી નંખાયો નથી લીલો રંગ, દોસ્ત!
એથી જ ચિત્રમાં હજી આકાશ ભૂરું છે.

શબ્દો પીધા કે બીજી બધી પ્યાસ થઈ ખતમ,
એથી વધુ છે કંઈ કે જે માટે હું ઝૂરું? છે?

વિચાર એ વિચારીને પાછો વળી ગયો-
માથાં જ કૂટવા છે તો અહીંયા શું બૂરું છે?

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૩-૨૦૧૮)

*


(ઠસ્સો…       …નાનો પતરંગો, કૉર્બેટ, ૨૦૧૭)

21 thoughts on “મધથી મધુરું છે

  1. પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
    ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!

    Kya baat!

  2. પૂરું ભરી દીધું? જરા જુઓ, શું પૂરું છે?
    ઇચ્છા! આ કેવું પાત્ર છે? કાયમ અધૂરું છે!

    શોધું છું પંચતંત્રનો એ કાચબો બધે;
    જેને મળું છું, સસલું છે- આરંભે શૂરું છે
    વાહ

    • આમાં લાઈક કોમેન્ટ આપવી હોય તો કેવી રીતે લખાય ખ્યાલ નથી તો જણાવશોજી પી

  3. વાહ મસ્ત
    ચાખું છું, થૂકું છું સતત, એ નકરું તૂરું છે,
    સાચવ્યું છે એના માટે એ મધથી મધુરું છે.

  4. વાહ !
    વિચાર એ વિચારીને ………. તો અહીંયા શું બૂરું છે ?

    અદ્ભૂત, મઝા આવી ગઈ.

  5. ઇચ્છાપાત્ર અને કાચબાવાળો શેર અદ્ભુત સરસ રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *