આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી

આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી,
રણ હવે થઈ ગ્યું છે જક્કી

આ રણ નથી, લાખો ને ક્રોડો ઇચ્છાઓના અશ્મિનો નાગો રઝળાટ છે,
દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;
ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…

રણ તો છે યુગયુગનું તરસ્યું, તું અનરાધાર વરસે ને તોય નહીં ભીંજે
પણ તારા એક રણદ્વીપની આશામાં ખાલીપો છોડી ન જાય ક્યાંય બીજે
રૂંવે રૂંવે ને ઢૂવે ઢૂવે પ્રતીક્ષા પણ રણ શું છે એટલુંય લક્કી ?

– વિવેક મનહર ટેલર
(૧૭-૨/૦૮-૦૩-૨૦૧૮)

 

15 thoughts on “આ રણ નથી ઠાર્યું ઠરાય એવું નક્કી

  1. દોડો દોડો ને હાથ આવે નહીં એવા ઝાંઝવાનો અંતહીન પથરાટ છે;…વાહ, ખૂબ સરસ.

  2. રણ તો છે યુગયુગનું ……
    ખુબ જ ચોધાર
    ખુબ જ ગમ્યું સર….

  3. રણ તો છે યુગયુગનું ……
    ખુબ જ ચોટદાર
    ખુબ જ ગમ્યું સર….

  4. Outstanding creation sir.
    Felt visualisation of poetry script and greatest part you aligned with open ended awaited desire and the sand is nothing but the ash of that
    So superb.

    Cactus 🌵 you used with great sophistication and unbiased thought for them who strive for this.

    Great.

  5. ને આટલું ઓછું હો એમ થોરિયાવ સાલા, પકડી પકડીને ભરે બક્કી…..
    ક્યાં બાત…. વાહ ગમ્યું …

  6. ઇચ્છાનો નાગો રઝળપાટ આહહહહા ખૂબ સુંદર બંધ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *