એ દાબ રહી ગયા છે

(યાયાવર…..                                     સુરખ્વાબ! કબીરવડ, ૨૭-૦૬-૨૦૧૦)

*

સંબંધમાં હજીપણ એ દાબ રહી ગયા છે.
પીછાં ખરી ગયાં પણ રુઆબ રહી ગયા છે.

એથી જ તો મુસાફર અટકી રહ્યો જીવનભર,
મંઝિલ ને રસ્તા ગાયબ, અસબાબ રહી ગયા છે.

યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે.

વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.

લૂટો, લૂટો, લૂટી લો, લૂટ્યો નહીં લૂટાશે-
આંખોમાં એક જણની બે ખ્વાબ રહી ગયાં છે.

– વિવેક મનહર ટેલર
(૦૮-૦૧-૨૦૧૮)

(અક્સ…..                                  વારકા બીચ, ગોવા, ૦૧-૦૫-૨૦૧૮)

25 thoughts on “એ દાબ રહી ગયા છે

  1. “ લૂટો, લૂટો, લૂટી લો, લૂટ્યો નહીં લૂટાશે-
    આંખોમાં એક જણની બે ખ્વાબ રહી ગયાં છે.”
    – વિવેક મનહર ટેલર – Mast
    Raktbij sam khwabo…

  2. આહહા… યાયાવરી કરીને આંસુ ઊડી ગયાં પણ
    આંખોના કોરા કાંઠે સુરખાબ રહી ગયાં છે

  3. આ શેર આબાદ જીલાયો છે..

    વર્ષો પછી હું એને ભેટ્યો તો એમ લાગ્યું,
    બાકી બધું જ ગાયબ, આદાબ રહી ગયા છે.
    જોરદાર..

  4. દરેક શેરની એક અલગ મજા આપતી સુંદર ગઝલ છેલ્લા વિશે શું કહેવું અદ્ભૂત શેર

    • એથી જ તો મુસાફર અટકી રહ્યો જીવનભર,
      મંઝિલ ને રસ્તા ગાયબ, અસબાબ રહી ગયા છે.

      ફરી વાંચવાની મજા આવી !

  5. મત્લાને મક્તામાં જાદુગરી સાહેબ…

  6. સમય ફાળવીને બહુમૂલ્ય પ્રતિભાવ પાઠવનાર તમામ મિત્રોનો હૃદયપૂર્વક આભાર…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *