ઉન્માદ શાનો લોહીમાં, શેં રવરવાટ છે?
શબ્દોનો શ્વાસમાં ફરી શું સળવળાટ છે?
પાણી પીધું જે વાવમાં ઉતરી તેં બાર હાથ,
ત્યાં માત્ર ખાલીપો અને નકરો ઉચાટ છે.
કોણે છે તૂટવાનું અને વહેશે પહેલું કોણ?
આંખોના ચોરે લોકમાં આ ચણભણાટ છે.
એકાદી તારી યાદ ત્યાં ભૂલી પડી કે શું?
મનનું સમસ્ત નેળિયું, જો મઘમઘાટ છે.
એરૂ અણીના ટાંકણે આભડ્યો મૌનનો,
બાકી જીવનના પાનાં તો સૌ કડકડાટ છે.
– વિવેક મનહર ટેલર
ઓક્ટૉબર-નવેમ્બર, ૨૦૧૧
Wahhhhhh જીવનના પાનાં તો સૌ કડકડાટ છે
Wah wah ne Wahhhh
Wonderful
મનનાં નેળિયે મઘમઘાટ… ખુબ ગમ્યું. મજાની ગઝલ.
દમદાર ગઝલ. અભિનંદન
સારી ગઝલ ..
Waaahhh……
वाह बहुत अच्छे
वाह
વાહ…. મઘમઘાટ.. મસ્ત
ખુબ સરસ રચના