એક પગમાં મોજું છે ને…

એક પગમાં મોજું છે ને એક પગ છે ખાલી,
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

બીજું મોજું લઈને મમ્મી પાછળ મૂકે દોડ,
એ પહેલાં હું એવી છૂ કે જલ્દી આવે રોડ;
રોડ ઉપરના કંકર-પથ્થર પગને આપે તાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ખુલ્લા પગને રસ્તો એવી રીતે કરતો ‘હેલો’,
મોજાંવાળા પગને મોજું લાગે છે જમેલો,
કાઢું કે ન કાઢું કરતી ઠેઠથી ઠેઠ લગ મ્હાલી.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

ઘરમાં ઘુસતાં જ મમ્મી ડોળા કાઢતી સામે આવી,
મને જોઈને એનો ગુસ્સો થઈ ગ્યો હવાહવાઈ;
બીજું મોજું કાઢી બોલી: ‘આવ, મારી વ્હાલી’.
સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.

– વિવેક મનહર ટેલર
(૧૫-૦૫/૨૫-૦૭-૨૦૧૮)

15 thoughts on “એક પગમાં મોજું છે ને…

  1. ઘરમાં ઘુસતાં જ મમ્મી ડોળા કાઢતી સામે આવી,
    મને જોઈને એનો ગુસ્સો થઈ ગ્યો હવાહવાઈ;
    બીજું મોજું કાઢી બોલી: ‘આવ, મારી વ્હાલી’.
    સાવ જ નવ્વી સ્ટાઇલ પહેરી હું મૉર્નિંગ વૉક પર ચાલી.
    Nice

  2. ખુલ્લા પગને રસ્તો એવી રીતે કરતો ‘હેલો’,
    મોજાંવાળા પગને મોજું લાગે છે જમેલો,
    Masti નું song sir 👌👌👌👌👌

  3. ખુલ્લા પગને રસ્તો એવી રીતે કરતો ‘હેલો’,
    મોજાંવાળા પગને મોજું લાગે છે જમેલો,
    😊

  4. મોજવાળા પગને મોજું લાગે છે ઝમેલો…
    ક્યા બાત વિવેકભાઈ…
    સુંદર બાળગીત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *