બૉર્ડ ‘હૉલિડે’નું…

બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર,
એક ફળ ક્યારેક તો આવે ને ભૂખી ડાળ પર?!

જિંદગી એક જ સહારે જીવવા નિર્ધાર્યું’તું,
જિંદગી નીકળી ગઈ સાચે જ એક જ આળ પર.

એમને ત્યાં સૂર્ય જેવા હાલ ઇચ્છાના થયા,
જાવું’તું તો ઠેઠ ભીતર, થીજી ગઈ પડશાળ પર.

દાણે દાણે જે રીતે ખાનારનું લખ્યું હો નામ,
એમ મારું દિલ લખાયું છે તમારી જાળ પર.

મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.

બૉર્ડ મારી ‘હૉલિડે’નું પાછો સૂતો સોમવાર,
કેટલા વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!

– વિવેક મનહર ટેલર
(૧૪/૧૫-૧૨-૨૦૧૭)

15 thoughts on “બૉર્ડ ‘હૉલિડે’નું…

  1. બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
    એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર!
    Desire is life ( જીવ)
    superb

    જિંદગી એક જ સહારે જીવવું નિર્ધાર્યું’તું,
    જિંદગી નીકળી ગઈ સાચે જ એક જ આળ પર.
    elegation makes determination to prove otherwise way.
    Awesome

    એમને ત્યાં સૂર્ય જેવા હાલ ઇચ્છાના થયા,
    જાવું’તું તો ઠેઠ ભીતર, થીજી ગઈ પડશાળ પર.
    Here comparison with sun is not matching with second line ( સૂયૅની ઉપમા અલંકારિત વાક્ય)

    દાણે દાણે જે રીતે ખાનારનું લખ્યું હો નામ,
    એમ મારું દિલ લખાયું છે તમારી જાળ પર.
    Second line ( જાળ) meaning does not come out.

    મન રહ્યું બંધિયાર એમાં લપસી ગઈ સૌ ઝંખના,
    વાંક પાણીનો હતો પણ આળ છે શેવાળ પર.
    Superb

    બૉર્ડ મારી ‘હૉલિડે’નું પાછો સૂતો સોમવાર,
    કેટલા વર્ષો પછી ઊતર્યો છે એ હડતાળ પર!
    Seems Doctor’s line great.

    • Thanks a lot for such an elaborated reply…

      એમને ત્યાં સૂર્ય જેવા હાલ ઇચ્છાના થયા,
      જાવું’તું તો ઠેઠ ભીતર, થીજી ગઈ પડશાળ પર.

      – સૂર્યનો તડકો પડશાળ સુધી તો આવી શકે છે પણ ઘરની ભીતર પ્રવેશી શકતો નથી એ વૈજ્ઞાનિક તથ્યને ઇચ્છા સાથે સાંકળ્યું છે… ઇચ્છા તો છે પ્રિય વ્યક્તિના ઘરની, મનની, દિલની ઠે..ઠ ભીતર સુધી પહોંચવાની પણ કંઈક છે જે પડશાળથી આગળ વધવા જ દેતું નથી…

  2. બેસવું ક્યાં લગ પ્રતીક્ષાની આ સૂની પાળ પર?
    એક ફળ ક્યારેક તો આવે આ ભૂખી ડાળ પર…
    👌🏻 Mast…

  3. ભાઈ ભાઈ…
    ત્રીજો અને ચોથો શેર ખુબ પ્રભાવશાળી…
    બંને જગ્યાએ ‘આળ’ શબ્દના અલગ અર્થથી ચમત્કૃતિ…
    મત્લા પણ ગમ્યો… હડતાળ😀…

    🙏

  4. વાંક પાણી નો હતો, પણ આળ છે શેવાળ
    પર …….
    ખુબ સરસ કલ્પના. …

  5. એમને ત્યાં સૂર્ય જેવા હાલ ઇચ્છાના થયા,
    જાવું’તું તો ઠેઠ ભીતર, થીજી ગઈ પડશાળ પર.

    વાહ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *