સુંદર કન્યા…

સુંદર કન્યા સ્મિત ઝરે પણ બોલે નહિ કંઈ,
મુજ શ્વાસ ન ભીતર ઉતરે, નીકળે બાહર પણ નંઈ.

મૌનના પડદા સાત હો તો પણ ચીરી દઈએ,
સ્મિતની મોનાલિસાને ક્યાંથી ઉકલીએ?
વાદળ હો કાળાં તો એને નીચવી દઈએ,
વીજળીના ચમકારા બોલો, કેમ પકડીએ?
ચાંદ ખીલ્યો પણ ચાંદનીનું એક ટીપું નઈં
આગિયાના ઝબકારે મારગ ક્યમ સૂઝે તંઈ?

દ્વાર ક્રોધના ખોલવાનું તો કંઈકે સહેલું,
સ્મિતની સીડી પર થઈ ચડવું, ભારે કપરું;
શબ્દ વેર્યા હો તો અર્થોને ચુગી લઈએ,
કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
બોલો, હજીયે મૌન જ રહેશો? કહેશો નહીં કંઈ?
સમજણ સાથે જાત પાથરી દેશું રે સંઈ!

– વિવેક મનહર ટેલર
(૩૦-૦૭-૨૦૧૮)

13 thoughts on “સુંદર કન્યા…

  1. કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
    વાહ ખૂબ સરસ રચના

  2. મૌનના પડદા સાત હો તો પણ ચીરી દઈએ,
    સ્મિતની મોનાલિસાને ક્યાંથી ઉકલીએ?

    Mast…👌🏻
    Anek aayamo

  3. સરસ,સરસ,સરસ……
    મૌનના પડદા ખોલવાની વાત છે……અને ચીરવાની વાત ……..ખુબ ભાવસભર રજુઆત………………..અભિનદન…..આભાર……

  4. શબ્દ વેર્યા હો તો અર્થોને ચુગી લઈએ,
    કેવું મુશ્કેલ મૌનની માયાજાળથી છૂટવું?
    બોલો, હજીયે મૌન જ રહેશો? કહેશો નહીં કંઈ?
    સમજણ સાથે જાત પાથરી દેશું રે સંઈ!

    સુંદર ભાવ👌👌👌👌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *