
યે શામ મસ્તાની… નક્કી તળાવ, આબુ, જુલાઈ ૨૦૨૬
અલગ અલગ રહે કાંઠા છતાં સતત જોડે,
નદીને રાહ ચીંધે, છેક મંઝિલે છોડે.
વિચાર હોય બધાના અલગ-અલગ છોને,
કશુંક સૌને છતાં એક તાંતણે જોડે.
જીવન ન હોય સો મીટરની રેસ એ રીતે,
મૂકીને શ્વાસને હોડે, બધા સતત દોડે.
સમગ્ર સૃષ્ટિની સંવેદના થીજી ગઈ છે,
બધાને એ જ પ્રતીક્ષા છે- કોઈ ઝંઝોડે.
હશે શું એ જ સબંધોનું બીજું નામ જીવન?
રહી શકાય ન જોડે, છતાંય ના તોડે
કલાને નામે નકી છળ કશું કર્યું જ હશે,
કવિ! કવિતા કલમ અન્યથા ન તરછોડે.
– વિવેક મનહર ટેલર
(૨૯-૦૪-૨૦૨૬)

સ્થિતપ્રજ્ઞ…. Toad rock, આબુ, જુલાઈ ૨૦૨૬
Waah.. કવિ કલમ અન્યથા ન છોડે.. વાહ..
@ નીરજા પારેખ:
ખૂબ ખૂબ આભાર
વાહ સરસ ગઝલ વાહ
@ આસિફખાન પઠાણ:
ખૂબ ખૂબ આભાર
Waah super 👌
@ અમીષા પારેખ:
ખૂબ ખૂબ આભાર
Waah super 👌
વાહ… ઝંઝોડે
@ વ્રજેશ મિસ્ત્રી:
ખૂબ ખૂબ આભાર
Beautiful expression on the complexity of human ties 👌
@ જ્યોતિ પટેલ:
સંતર્પક પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભાર
નદી ‘ને’ માં ‘ને’ ની જરુર હતી?
@ ગુજરાતી:
નદીને રાહ ચીંધે
નદી રાહ ચીંધે
બંનેના અર્થ અલગ ન થાય?
વાહ.. દરેક શેરની પોતાની આગવી વિશેષતા.. આંખ વાંચીને આગળ વધી જાય એવું શક્ય જ ન થયું.. વાંચો અને વાહ સાથે જ…
@ મીના છેડા:
મનનીય પ્રતિભાવ બદલ દિલથી આભારી છું…