
પડ્યે રાખે જો એકધારો
ચાતકની પ્યાસ અને તરસ્યાની આશ સમો મેઘોય તો લાગે ગોઝારો…
અર્થહીનદળકટકબનીજાયસઘળુંજોકાઢીલોવચ્ચેથીઅવકાશ,
શબ્દો કે સગપણ કે ઇચ્છા કે ફોરાં – ખાય પોરો તો જ વર્તાશે હાશ!
શ્વાસમાંય ઉચ્છવાસનો અવકાશ ન હોય તો એય થઈ જાશે મૂંઝારો. .
પછી દીસે ના આરો-ઓવારો…
અટકે તો મેઘ; નહીં અટકે તો મેઘ નહીં, ડૂમા ને ડૂસકાં છે રોકડાં,
પાણી મપાઈ જશે, માપવા જો જઈશ તું પીડાના ઇંચ અને દોકડા;
માટીના માટી ફેર માટી થઈ જાશે ને માટી ખુદ દેશે દેકારો-
લ્યા! તું તો સધિયારો કે હત્યારો?
– વિવેક મનહર ટેલર
(૨૩-૦૭-૨૦૨૬)

વાહહહ… અદ્ભૂત અને અલગ ગીત 🙏🙏
@ કિરણ જોગીદાસ:
ખૂબ ખૂબ આભાર
સરસ રચના..🌹🌹 પરંતુ ચોથી પંક્તિમાં.. કે કે બે વખત પ્રયોજવાનું કારણ ના સમજાણું…કવિ શ્રી..
@ દિલીપ ધોળકિયા શ્યામ
બે વાર કે લખાયા છે એ ટાઇપિંગની ક્ષતિ છે. સુધારી લીધું. ધ્યાન દોરવા બદલ અને રચનાને વધાવવા બદલ આભાર
સરસ ગીત
@ કૌશલ યાજ્ઞિક:
ખૂબ ખૂબ આભાર
Khub saras Rachana….akdharo varse j che….
@અનામી મિત્ર:
ખૂબ ખૂબ આભાર
સરસ ગીત
@વિજય રાજ્યગુરુ:
ખૂબ ખૂબ આભાર
Best Poem about rain. …
@ અનિલ વાળા:
આપના આ સદભાવનો ઋણી છું… આભાર
Khub saras👌
@ અમીષા પારેખ
ખૂબ ખૂબ આભાર
વાહ! ભાવકોએ પણ આબુપર્વત તિર્થોની યાત્રા માણી. ફોટા અને રચનાએ તો વરસાદી ટાઢક આપી. ધુબાકા, ગોરંભો પ્રયોગ ગમ્યો. એકધારો તો એવ્યો હત્યારો જ લાગે. “જે પોષતું તે મારતું” એવુંસ્તો. કવિ વિવેક મનહર ટેલર કવિતા આપે કે આસ્વાદ કરાવે ઑલવેઝ મનહર જ હોય. એમના લયસ્તરોનો હું નશેડી છું. લયસ્તરોનો ઋણી છું. કાવ્યાનંદ 😊
@ ભગીરથ પંડ્યા:
ફોટા અને રચના – ઉભયને બિરદાવવા બદલ દિલથી આભારી છું. લયસ્તરો માટે પણ અલગથી આભાર
સરસ ગીત.. ગમ્યું.
વચ્ચેની સ્પેસ કાઢી પ્રેક્ટિકલ બતાવી દીધું … વાહ..
@ લતા હિરાણી:
આપની બાજનજરે આ કરામત ચડી એનો ખૂબ ખૂબ આનંદ
હૃદયપૂર્વક આભાર
વાહ ખૂબ સુંદર ગીત
@ આસિફખાન આસિરઃ
ખૂબ ખૂબ આભાર
સરસ ગીત!👌👍
આભાર અનામી મિત્ર…
સરસ ગીત!👌👍
@ રીના પરીખ:
ખૂબ ખૂબ આભાર
Beautiful! Space ( avkash) is the ultimate requirement for everything ….everything should be in proper dose.
@ Jyoti Patel:
Thanks for such a wonderful response. In fact, I was waiting for your feedback.
સરસ ગીત રચના….ગમ્યું.
@શ્યામ ઠાકોર
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ. સુરતમાં પડી રહેલાં મુશળધાર વરસાદ અને એની પછી સર્જાતી પરિસ્થિત ને આબેહૂબ કંડારી છે ગોઝારો શબ્દ વાપરી ઉપેક્ષિત ભાવ રજૂ કર્યો તે વેદનાને વધુ દૃશ્યમાન કરે છે
અદ્ભુત કવિ વિવેક ભાઈ…
@ રાકેશ ઠાકર:
સંતર્પક અભિપ્રાય પાઠવવા બફલ આભાર…
ખૂબ સરસ
આભાર અનામી મિત્ર
વાહ ખૂબ સરસ પિક્ચર અને ગીત
@ મીના પારેખ:
ખૂબ ખૂબ આભાર
અર્થહીનદળકટકબનીજાયસઘળુંજોકાઢીલોવચ્ચેથીઅવકાશ
મિત્ર ! રચના તો સરસ જ ! પણ જે કહેવું હોય એ કઈ રીતે કહી શકાય એ માટે જ્યારે પણ તું અદ્ભુત પ્રયોગ પંક્તિ રચે છે ત્યારે એ માણવાની મજા તો અવર્ણનીય હોય છે
@ મીના છેડા:
શબ્દો વચ્ચેથી જે અવકાશ મેં શોષી લીધો હતો એ તારા સુધી પહોંચ્યો એનો આનંદ,,,
ખૂબ ખૂબ આભાર
સચોટ ગીત… અંગત અને જગત બન્નેનાં સંવેદન સરસ ઝિલાયા છે.. 👌👍
@ જ્યોતિ રામાણી:
સરસ પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ રચના.
શબ્દો કે સગપણ કે ઇચ્છા કે ફોરાં –બંધ થોડો વધુ ગમી ગયો.
આ બંધની ઉપરની પંક્તિ કંઈક નીચે બતાવ્યું છે એ રીતે વંચાય છે, જોઈ લેજો.
અર્થહીનદળકટકબનીજાયસઘળુંજોકાઢીલોવચ્ચેથીઅવકાશ,
@ કમલેશ શુક્લઃ
એ પંક્તિ એ રીતે જ લખી છે. ધ્યાનથી આખો બંધ તથા લતા હિરાણી અને મીના છેડાના પ્રતિભાવો વાંચશો તો વાત સમજાશે.
ખૂબ ખૂબ આભાર
Very nice
@ મેહુલ ભટ્ટઃ
ખૂબ ખૂબ આભાર
આ કાવ્યમાં આબુના મેઘમય વાતાવરણ અને પ્રકૃતિના સૌંદર્ય સાથે માનવીના અંતરભાવોને અદ્ભુત રીતે સાંકળવામાં આવ્યા છે.
મેઘ, ચાતક અને તરસનું ચિત્ર આબુના વરસાદી માહોલને જીવંત બનાવે છે, જ્યારે સતત વરસતો વરસાદ ક્યારેક ગોઝારો બની જાય છે.
‘અવકાશ’નું રૂપક માત્ર પ્રકૃતિમાં જ નહીં, પરંતુ શ્વાસ, શબ્દો, સગપણ અને લાગણીઓમાં જરૂરી ખાલી જગ્યાનું મહત્ત્વ સમજાવે છે.
વરસાદની જેમ પીડા પણ માપી શકાતી નથી—એ ભાવને ‘ઇંચ અને દોકડા’ના પ્રયોગથી અસરકારક બનાવ્યો છે.
આમ, આબુનું મેઘ, ધુમ્મસ અને વરસાદી સૌંદર્ય અંતે જીવનના સધિયારા કે હત્યારાના પ્રશ્નમાં રૂપાંતરિત થાય છે, જે કાવ્યને ઊંડો દાર્શનિક સ્પર્શ આપે છે.. સરસ રચના
@ પ્રીતિ પૂજારા:
વાહ… સમય ફાળવીને આટલો સરસ વિશદ પ્રતિભાવ પાઠવવા બદલ ખૂબ ખૂબ આભારી છું… સાઇટ ઉપર દરેક રચનાની સાથે હું મારા લીધેલા ફોટોગ્રાફ્સ પણ મૂકતો હોઉં છું. આ ફોટૉગ્રાફ અને કવિતા વચ્ચે કોઈ સંબંધ હોય એ જરૂરી નથી, એટલું આપની જાણ ખાતર… ગીત અને ફોટા બંને અલગ હોવા છતાં આપે ઉભય વચ્ચેનો સૂક્ષ્મ તંતુ પકડી પાડ્યો એનો આનંદ…
ખૂબ ખૂબ આભાર
સુંદર ગીત…
@ રાજુ નાગરઃ
ખૂબ ખૂબ આભાર
વાહ! પાણીની જેમ જ વહેતો લય અને તદ્દન નવા વિષય પર નું ગીત.
@ જિજ્ઞા વોરાઃ
રચનાને વિષય ગમ્યા એનો હર્ષ્..
આભાર છું…
ખૂબ સુંદર રચના સર 💐💐💐
@ જિજ્ઞા રાઠોડ:
ખૂબ ખૂબ આભાર
વાહ વાહ ખુબ સરસ…. અટકે તો મેઘ; નહીં અટકે તો મેઘ નહીં
સધિયારો કે હત્યારો?
ખુબ સરસ…
@ મનીષા:
ખૂબ ખૂબ આભાર…
વાહ જી….સુંદર …
@ રક્ષા શુક્લઃ
ખૂબ ખૂબ આભાર
વિવેકભાઈ,
પાણી મપાઈ જશે, માપવાજો જઈશ તું!
અસરકારક, અફલાતૂન રચના માટે અભિનંદન
@ મુક્તિદા કુમાર ઓઝા
પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર
વિવેકભાઈ,
પાણી મપાઈ જશે, માપવાજો જઈશ તું!
અસરકારક, અફલાતૂન રચના માટે અભિનંદન
🙂
વાહ ખુબ સરસ કવિતા
@વ્રજલાલ સાવલિયા:
ખૂબ ખૂબ આભાર
વાહ….ખૂબસરસ ગીત
@જિગીષા દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
વાહ 👌🏻👌🏻
@ રમેશ મારુઃ
ખૂબ ખૂબ આભાર