‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર…

સામયિકમાં છપાવવા માટે કવિતા મોકલી હોય અને એ છપાય એ તો સામાન્ય, પણ ગુજરાત સાહિત્ય અકાદમીના મુખપત્ર ‘શબ્દસૃષ્ટિ’ના કવરપેજ પર તંત્રી પોતાની પસંદગીની રચના મૂકે એમાં આપણી રચનાનો સમાવેશ થાય એ તો સ્વપ્ન બરાબર જ. જુન 2023ના શબ્દસૃષ્ટિના કવરપેજ ઉપર મને સાંપડેલ આવું સુખદ આશ્ચર્ય આપ સહુ સાથે વહેંચું છું…

નોટબુકના પાનાંથી શાળાના પાઠ્યપુસ્તક સુધી…

કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…

 

ચાર સોનેટ – એક સાથે…

“નવનીત સમર્પણ’ના તાજા જુલાઈના અંકમાં એકીસાથે પ્રકાશિત થયેલા મારા ચાર સોનેટ-કાવ્યો…ચારેય સોનેટ-કાવ્ય અલગ અલગ છંદમાં છે, એટલું આપની જાણ ખાતર…

આ ચારેય સોનેટ અને એના વિશે વાચકમિત્રોના રસપ્રદ અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો:

1) અજંટાની ગુફાઓ

2) હોત હું જો કલાપી…  (આ સોનેટ મંદાક્રાન્તા છંદમાં છે. નવનીતમાં છપાયેલી માહિતી ખોટી છે)

3) ભૂકંપ

4) દિવસો

sonnet1

sonnet2

સુરેશ દલાલની કલમે રાધાની આંખ…

DB1DB2

(‘હયાતીના હસ્તાક્ષર’, શ્રી સુરેશ દલાલ…                        …દિવ્ય ભાસ્કર, રવિ પૂર્તિ, ૧૦-૦૪-૨૦૧૧)

*

યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.

 

જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ
એ દી’ આ વાંસળીએ ગાયું
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી! સાંખી શકે તો જરી સાંખ!
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

ગોધૂલીવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
ચોર્યાસી લાખ તણી ચાદર
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

– વિવેક મનહર ટેલર

કવિના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ ‘ગરમાળો’માંથી આ ગીત લઉં છું. એમનો એક બીજો કાવ્યસંગ્રહ પણ હમણાં પ્રગટ થયો એનું નામ છે ‘શબ્દો છે શ્વાસ મારા.’ ગીત ગઝલ, અછાંદસ મુક્તક-આ બધું કવિની કલમને વશ છે. કવિએ પ્રથમ પંક્તિથી જ એક કાલ્પનિક ચમત્કારિક કૃતિ સર્જી છે. આ ચમત્કાર પાછળ કોઈ કથા, દંતકથા કે પૌરાણિક કથા હોય તો મને ખ્યાલ નથી. પણ યાદ છે ત્યાં સુધી અમેરિકામાં આત્મીય મોરારિબાપુએ જમુનાના જળની વાત કરતા આવો એક પ્રસંગ ટાંકયો હતો. મૂળ આનંદ તો કવિએ લયમાં ઝીલેલી જે વાત છે એનો છે.

આ યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે. રાધાની આંખ જ તીર્થધામ છે. મંદિરોને પડતા મૂકવાની વાત છે. આ બધાં તીર્થધામો કે મંદિરો એ તો રાધાના ઝુરાપામાં પડતા મૂકવા જેવાં છે. એક એક પળ ગોપી હોય છે પણ પળે પળેનું સાતત્ય એ રાધા છે. રાધાને પણ એના સપનાં તો હોય, પણ એ સપનાંના સાતે રંગ રેલાઈ ગયા પછી એક મોરપિચ્છ થયું. જ્યારે હૃદય ફાટફાટ થયું ત્યારે તો એની ઘેલછામાંથી વાંસળીનું ગીત સૂર રૂપે પ્રગટયું. મોરલીમાં પણ ચિક્કાર વ્યથા છે. જન્મોજન્મની કથા છે. એની વેદનાના સૂર વીંધી નાખે એવા છે. એને જીરવવા સહેલા નથી. જીરવવું અને જીવવું એ બન્ને લગભગ અશક્ય છે.

સાંજનો સમય છે. ગોધૂલીની વેળા છે. એની ડમરીમાં આખું આયખું ડૂબકી મારે છે અને ખાલીખમ પાદર થઈને ખૂંદે છે. અહીં ફાટફાટ લાગણી છે પણ લાગણીવેડા નથી. ખુલ્લેઆમ કથન છે પણ વેવલાવેડા નથી. ચોર્યાસી લાખના ફેરાની ચાદર ઓછી પડે એવાં રૂંવાડાઓ છે. માત્ર આ એકાદ આયુષ્યની વાત નથી પણ સમગ્ર ભવાટવિની વાત છે. ઝંખના છે પણ દઝાડે એવી છે અને એ ઝંખના પણ એવી છે કે એને કદી ઝાંખપ ન લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ સનાતન અને અમર છે. યમુનાના જળ કે રાધાની આંખ કદી સુકાવાનાં નથી. આ સાથે આ કવિનું બીજું ગીત જોઈએ જેથી કવિની ગીતની ગુંજાશનો ખ્યાલ આવે.

બળબળતા વૈશાખી વાયરા
ધગધગતી રેતીને રંજાડે, સંઈ! જયમ આંખ્યું ને કનડે ઉજાગરા

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીખા તીણા નહોર
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે આખ્ખી બપ્પોર
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા
બળબળતા વૈશાખી વાયરા

સીમ અને વગડો ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો
લાગે ટાઢા આ ઊના પવંન
બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!
બળબળતા વૈશાખી વાયરા

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

હર જનમમાં મને આ સફર મળે…

ફરી એકવાર એક પ્રકાશિત રચના, કોઈ પૂર્વભૂમિકા વિના…

vivek_kavita
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

*

kavita_chal nikLi paDie aa varsaad ma
(‘કવિતા’, ડિસે. 10- જાન્યુ.11…             …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

શોષણ V/s સમર્થન

થોડા સમય પહેલાં ગઝલ નામે ગઝલમાં અચાનક નજરે ચડી ગયેલી મારી એક રચનાની વાત કરી. આજે ફરી એવી જ એક વાત કરવી છે. ગઝલ ગરિમા 2009ના અંકમાં મારી રચના પ્રકાશિત થઈ છે એની જાણ એક મિત્રે SMS વડે કરી હતી… રચના તો પ્રકાશનાર્થે મેં જ મોકલાવી હતી પણ એ રચના પ્રકાશિત થઈ છે એની જાણ સંપાદક તરફથી કદી કરવામાં ન આવી… પુરસ્કાર જેવો શબ્દ તો ગુજરાતી સંપાદકોના શબ્દકોશમાં હોતી જ નથી, એક નકલ મોકલાવવાનો વિવેક પણ એ કરી શક્તા નથી…

સુરતમાં ‘બુક વર્લ્ડ’ ખાતેથી હું પુસ્તકો ખરીદું છું. એમણે ગઝલ ગરિમાની લગભગ ડઝન-દોઢ ડઝન પુસ્તિકાઓ મંગાવી. સંપાદક કમ પ્રકાશકે રિટેઇલરને પણ એક ટકો ડિસ્કાઉન્ટ આપ્યું નહીં એ છતાં બુક વર્લ્ડના શ્રી સરવૈયાએ ખોટ ખાઈને પંદર ટકા ડિસ્કાઉન્ટ મને આપ્યું…

…ખેર… ગઝલ ગરિમામાં પ્રકાશિત થયેલ આ મારી પહેલી અને આખરી કૃતિ છે કેમકે શોષણ કોઈ પણ સ્વરૂપમાં હોય, એ ખોટું જ છે… એનું સમર્થન કદી હોઈ શકે નહીં !

Ghazal Garima 2009_aaj varSho pachhi

*

Ghazal Garima 2009

સરહદ વગરની વાત…

46_vadhato jashe dhime dhime to paN lagaav le
(સરહદની નજદીક.. ….…ચિતકૂલ, કિન્નૂર વેલી, હિ.પ્ર., નવેમ્બર,૨૦૦૭)

*

છેલ્લા કેટલાક દિવસોથી નેટ બંધ છે. અચાનક અનુભવ થઈ રહ્યો છે કે નેટનું કેવું વ્યસન થઈ પડ્યું છે!  હજી થોડા દિવસો નેટ બંધ જ રહેશે એટલે નેટ-જગતની ગતિવિધિઓ પર નજર રાખી શકાશે નહીં. પણ અન્ય એક પ્રકાશિત રચના આપ સહુ સાથે ‘શૅર’ કરવાનું મન થયું એટલે હાજર થયો છું…

*

Kavita_ek binsarhadi ghazal
(’કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

મને ક્યાંયે જડી ન મારી જાત…

island
(લીલો ખાલીપો…                                    ….વરસો પહેલાં આબુ ખાતે)

*

નવું ન લખાય ત્યારે જૂનું વાગોળવું વધુ સારું નહીં ?

*

kavita_shwaas na dora ma

(‘કવિતા’, એપ્રિલ-મે-2010….                 …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

ગઝલ નામે ગઝલ

OLYMPUS DIGITAL CAMERA
(શબ્દનું ઝાકળ…                                  …શબરીધામ, ૧૪-૦૮-૨૦૦૯)

*

કોઈ બુકશૉપમાં પુસ્તક ખરીદવા ઊભા હોઈએ, એક પછી એક ચોપડી ઊઠલાવતાં હોઈએ અને અચાનક કોઈ એક પુસ્તકનું કોઈ એક પાનું તમારું નામ ચિત્કારી ઊઠે તો કેવું અનુભવાય? સુરત ખાતે બુકવર્લ્ડ મારી નિયમિત જાતરાનું એક ધામ છે. એક સાંજે રમેશ પુરોહિત સંપાદિત પુસ્તકોમાંના એકમાં મારી આ ગઝલ જડી આવી… ખૂબ જ આનંદ થયો અને સાથોસાથ આંચકો પણ અનુભવાયો. સંપાદકે ગઝલ છાપતાં પૂર્વે અનુમતિ લેવું તો જરૂરી ન જ સમજ્યું, પુસ્તક છપાયાં પછી પણ જાણ ન કરી. પુરસ્કારની વાત તો આકાશકુસુમવત્ જ છે પણ એક નકલ પણ મોકલાવવાનો ધર્મ ન સમજ્યો…  નિયમિત પુસ્તકો ખરીદવાનું વ્યસન ન હોય તો આવી કોઈ ગઝલ કોઈ પુસ્તકમાં છપાઈ છે એમ કદી ખબર પડે? ખેર, આપણે તો આ ગઝલનો આનંદ લઈએ, ખરું ને?

*

ghazal naame ghazal_janmi java ni

*

ghazal naame ghazal_cover page

સુરેશ દલાલની કલમે મારો ‘ગરમાળો’

દોસ્તો,

સુરેશ દલાલ એની પીંછીનો એક લસરકો મારે અને તમારું રેખાચિત્ર દોરી આપે એવું શમણું કયા કેન્વાસે ન જોયું હોય! આવા જ એક શમણાંની ફળશ્રુતિ આજના ‘ચિત્રલેખા’માં… આ આનંદ આપ સાથે ન વહેંચું તો નગુણો કહેવાઉં કેમકે મારી જિંદગીના બધા જ રંગોના આપ જ શરૂઆતથી સાક્ષી રહ્યા છો… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

મારી ગઝલો ગાંધીવાદી છે…

One
(અજબ કરામત કરી, ચિતારે રંગપ્યાલીઓ ભરી…      …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

*

બે પ્રકાશિત રચનાઓ આજે ફરીથી મમળાવીએ… બે ઘડી બેસીએ અને દિલ હાશકારો અનુભવે એવું ઘર કબર પહેલાં મળે ખરું ? અને કવિની રચનામાં શું હોય છે? સત્ય? નકરું સત્ય! કેમકે કવિ માટે તો શબ્દ જ એનું સૂતર, ચરખો અને ખાદી પણ છે…  ખરું ને?!

*

Brahmanaad_jyaa dil ne haash
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_paapaNo varShothi
(બ્રહ્મનાદ, માર્ચ-એપ્રિલ, ૧૦…             …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Two
(ઊડતું વાદળ…                        …ઝરવાણી, રાજપીપળા, ૧૧-૦૭-૧૦)

એક ગઝલ અને એક ગીત…

4
(ઠસ્સો…                       …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Laughing Dove   ~ Stigmatopelia senegalensis)

*

પ્રિય મિત્રો,

એક પ્રકાશિત ત્રિપદી ગઝલ અને એક શ્યામ-ગીત પુનઃ અવલોકન માટે….

*
Shabd-srushti_vaank chhe ema
(શબ્દ સૃષ્ટિ, એપ્રિલ-2010….    તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)

*

Buddhiprakash_Shyaam tara range
(બુદ્ધિ પ્રકાશ, જાન્યુઆરી,2010… તંત્રી શ્રી મધુસૂદનભાઈ પારેખ / રમેશભાઈ શાહ)

*

7
(લીલું મેઘધનુષ… …કચ્છ, ઑક્ટોબર, 2009)
(Indian Roller  ~ Coracias benghalensis)

એક વેશ્યાની ગઝલ (ફરી એકવાર)…

Sunset
(આથમતા રંગ…               …કિરો ડુંગર, છારી-ઢંઢ, કચ્છ, ઓક્ટૉબર-૨૦૦૯)

*

આ ગઝલ જ્યારે નેટ પર રમતી મૂકી હતી ત્યારે વિક્રમસર્જક પ્રતિભાવો જન્માવશે એની કલ્પના નહોતી પણ ગઝલ મૂકી અને ચારે બાજુથી ઈંટ અને કાંટા વરસવા શરૂ થયા અને જેવો આ વરસાદ શરૂ થયો કે તરત જ મિત્રતાની છત્રીઓ પણ મઘમઘી ઊઠી… આક્રમણ પણ દોસ્તોનું જ અને બચાવ પણ દોસ્તો તરફથી જ… એક આખી પૉસ્ટ મારે આપણી નિર્દંભ સંસ્કૃતિની મૂળભૂત પારદર્શિતા અને હાલની નકરી દંભ અને અપારદર્શક્તા વચ્ચેના વરવા વિરોધાભાસ અંગે કરવી પડી..

મૂળ ગઝલ અને એ વિશે મળેલા પ્રતિભાવ આપ અહીં જોઈ શકો છો:  “એક વેશ્યાની ગઝલ

આપણી સંસ્કૃતિ ખરેખર કેવી હતી એ વિશેની વાતો અને મિત્રોના ઢગલાબંધ પ્રતિભાવ આપ અહીં માણી શકો છે:  “એક વેશ્યાની ગઝલ – મારે કંઈક કહેવું છે

કોઈ સંપાદક આ ગઝલ છાપવાની હિંમત પણ નહીં કરે એ વિચારથી આ ગઝલ આજ સુધી ક્યાંય મોકલાવી પણ નહોતી પણ ‘શહીદે-ગઝલ’ના સંપાદક શ્રી શકીલ કાદરીનું કામ અને જિગર બે વરસ સુધી પ્રમાણ્યા પછી અ ગઝલ એમને મોકલી આપી અને સામી છાતીએ તરતા આ તંત્રીએ આ ગઝલ છાપવાનું જોખમ ઊઠાવ્યું એ બદલ એમનો આભાર પણ માનું છું…

Shahid-e-ghazal
(શહીદે-ગઝલ, માર્ચ-મે-૨૦૧૦….                        …તંત્રી શ્રી શકીલ કાદરી)

*

પ્રકાશિત રચનામાં થોડી છાપ-ભૂલ રહી ગઈ હોવાથી આખી ગઝલ પણ સાથે બીડું છું:

રાતને ધિક્કારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય,
રાત કેવળ પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરનું આભ છો આળોટતું લાગે પગે,
પિંજરામાં આમ તો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

રાત આખી ખણખણાટી, હણહણાટીમાં જતી,
ને સવારે હાંફતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

ભૂખ, પીડા, થાક ને અપમાનના અશ્વો લઈ
રથ સતત હંકારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય.

દુનિયાભરની વાત બેઠો છે દબાવીને છતાં,
હર્ફ ના ઉચ્ચારતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય ?

જ્યાં કદી ના આથમે અંધારું એ શેરીનું નામ
લાલ બત્તી પામતો બે જાંઘની વચ્ચેનો સૂર્ય !

***

સૂક્ષ્મ અર્થ જોવાની તૈયારી હોય અને મનના મકાનના બારી-બારણાં ખુલ્લા રાખવાની પારદર્શિતા હોય તો અને તો જ આ ગઝલ હકીકતે એક વેશ્યાના દુઃખને સમજીને લખવામાં આવી છે એ વાત તરત સમજી શકાશે.

વેશ્યા તો રાત્રે કામ કરે છે તો પછી સૂર્ય શી રીતે એની વેદનાનું પ્રતીક હોઈ શકે? સૂર્ય કદાચ એના વાસ્તવ અને સ્વપ્નની વચ્ચેનો તફાવત ગાઢો બનાવે છે, એની રાતોની વાસ્તવિક્તા અને એના દિવસોના સ્વપ્નો !

વેશ્યાનું વિશ્વ જન્મે છે અને ટકે છે એના ગુહ્યાંગ પર, બે જાંઘની વચ્ચે ! આપણા ‘કહેવાતા’ સભ્ય અને સુસંસ્કૃત સમાજમાં પૂરી પ્રામાણિક્તાથી કહેવું હોય તો કહી શકાય કે વેશ્યાને આપણે મનુષ્ય તરીકે કદી સ્વીકારી નથી… એ એક શરીર માત્ર છે અને મુખ્યત્વે યોનિ અને સ્તન… એ એક સ્ત્રી નથી, કામવાસના સંતૃપ્તિનું મશીન માત્ર છે. અને આ મશીન ક્યાં વસે છે એ આપણે સહુ જાણીએ છીએ.

સૂર્ય આપણા અસ્તિત્વની મૂળ રોશની છે. સૂર્ય જિંદગીનો મૂળ સ્ત્રોત છે. સૂર્ય આપણા હોવાપણાંની શરૂઆત છે. અને એટલે જ જ્યારે મારે વેશ્યાની વાત કરવી હોય તો ‘બે જાંઘની વચ્ચેનો સૂર્ય’થી વધુ “સભ્ય” કોઈ અન્ય રદીફ જડી નહીં કેમકે આ સ્ત્રીના અસ્તિત્વની શરૂઆત પણ ત્યાંથી જ થાય છે, એનું અસ્તિત્વ નભે પણ એના પર જ છે અને ખતમ પણ ત્યાં જ થાય છે…

હું આશા રાખું છું કે સુજ્ઞ ગુજરાતી વાચકો પાસે એટલું નિર્દંભ હૃદય તો છે જ કે આ ગઝલ નાકનું ટેરવું દબાવ્યા વિના વાંચી શકે… બાકી આ દેશમાં મરાઠી ન શીખી શકો તો રાજ્ય છોડી જવું પડશે એવું કહેનાર તાનાશાહો હજી જીવે છે અને એમની ધમકી માનનાર જીવડાં જેવા લોકો અને એમનો વિરોધ કરવાની હિંમત ન દેખાડી શકનાર શિક્ષિતો અને રાજકારણીઓ પણ છે જ…

ગરમાળો….

14
(ગરમાળો…                                            ….બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)

*

ઉનાળો પૂરબહાર સળગી રહ્યો છે ત્યારે એક પીળબહાર ગીત…

*

Navneet Samarpan_GarmaaLo

*

03
(પીળવત્તર સ્વપ્નો…                               ….બારડોલી, ૧૪-૦૫-૨૦૧૦)

રંગ રંગ વાદળિયાં

European Roller
(રંગ રંગ વાદળિયાં……                                        .. કચ્છ, ઓક્ટો ‘૦૯)
(નીલકંઠ  ~  European Roller  ~  Coracias garrulus)

*

વહાલા દોસ્તો,

ત્રણ ગમતી ગઝલોનો ત્રિરંગી ગુલાલ આજે આપ સહુ માટે ફરીથી…

*

Shahid-e-ghazal_jagat jyare jyare
(‘શહીદે ગઝલ’, ડિસે-09-ફેબ્રુ,10…        ….તંત્રી શ્રી શકીલ કાદરી)

*

Kavilok_fari paachhaa
(‘કવિ’, ઓક્ટોબર,2009…           …તંત્રી પ્રો. શ્રી મનોજકુમાર શાહ)

*

Kavilok_reti
(‘કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2010…            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

સમયની છીપમાં રેતીનો કણ…

વહાલા મિત્રો,

મારી કેટલીક મનપસંદ ગઝલો આજે ફરી એકવાર આપ સહુ માટે… ઇચ્છાનું ખરું મૂલ્યાંકન એ અધૂરી હોય ત્યારે થાય કે પૂરી થઈ જાય ત્યારે ? સમયની છીપમાં રેતીનો કણ થઈને સ્વાતિબુંદ માટે પ્રતીક્ષારત્ હોય એથી વિશેષ પ્રણયની તીવ્રતા શી હોઈ શકે વળી? પ્રેમમાં તો કાંકરો થઈને નદીમાં ડૂબી જઈ અસ્તિત્વ એકાકાર કરી દેવાનું હોય, ભલેને લોકો સમજે કે ડૂબી ગયો !

આપને ગમી આ ગઝલો?

P2074690
(પ્રભુના પ્રેમનો ટપાલી…                     …શબરીધામ, ૦૭ -૦૨-૨૦૧૦)

*

Feelings_chhe hath hath ma
(‘ફીલિંગ્સ’, જાન્યુઆરી,2010…          …તંત્રી: શ્રી વિજય રોહિત)

*

Feelings_shabd na raste
(‘ફીલિંગ્સ’, માર્ચ, 2010…                  …તંત્રી: શ્રી વિજય રોહિત)

*

Kavi_maro padchhayo
(“કવિ”, જાન્યુ-ફેબ્રુ, 2010 …                  …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ )

વિઝન… રી-વિઝન…

દોસ્તો,

ફરી એકવાર થોડું રી-વિઝન… ત્રણ અલગ અલગ સામયિકોમાં પ્રકાશિત ત્રણ અલગ અલગ તરેહની રચનાઓ… એક ગીત, એક દ્વિભાષી ગઝલ અને એક રેગ્યુલર ગઝલ…

*

Uddesh_kachch
(ઉદ્દેશ- જાન્યુઆરી, 2010……                                               ….તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Opinion_sardad ki do aur
(ઓપિનિયન-ફેબ્રુઆરી, 2010…   …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

*

Samvedan_dukho e j maro
(સંવેદન- માર્ચ, 2010….                          …તંત્રી શ્રી જનક નાયક)

પીળું-પીળું


(પીળચટ્ટી શ્રદ્ધા…                        ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

ફરી એકવાર પ્રકાશિત રચનાઓની ગલીઓમાં એક લટાર… એક પીળું-પીળું ગરમાળિયું ગીત અને એક પીળી પીળી પ્રતીક્ષાની ગઝલ…

*

Kavita_piljhaan najaro
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦…              …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

*

Kavita_tu nathi to shu thayu
(‘કવિતા’, ડિસે, ૦૯- જાન્યુ, ૧૦…              …તંત્રી શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)

વિહંગાવલોકનની તક….

Pelican
(ઉડાન….                   ….નળ સરોવર, ૧૦-૦૧-૨૦૧૦)
(પેણ ~ Great White Pelican (Rosy) ~ pelecanus onocrotalus)

*

ફરી એકવાર ત્રણ પ્રકાશિત રચનાઓ… મારા માટે આ આર્કાઇવ્ઝ અપડેટ કરવાનો એક રસ્તો તો ખરો જ, પણ એ બહાને મારી જૂની રચનાઓ ફરી ફરીને મમળાવવાની મને ય એક તક મળે છે… હા, એક એવી વિહંગાવલોકન કરવાની તક આપના માટેય ખરી જ !

*

Uddesh_thobh godhuli nu taanu
(‘ઉદ્દેશ’, ડિસેમ્બર-૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રબોધ જોશી)

*

Brahmanaad_gaya bhav ni vyatha
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

*

Brahmanaad_pag tyaji ne paglu
(‘બ્રહ્મનાદ’, નવે.-ડિસે., ૨૦૦૯…         …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)

શરાબ, સ્મરણ અને કવિતા…

જૂની ગલીઓમાં ક્યારેક ફરી ફરીને પાછાં જવાની પણ એક મજા છે. શરાબ અને સ્મરણ જેટલાં જૂનાં હોય એટલા વધુ સબળ… કવિતા વિશે શું આ સાચું હોઈ શકે? માણી લીધેલી કૃતિઓ પુનઃ માણવી ગમે ખરી? કેટલીક પ્રકાશિત રચનાઓ ફરી એકવાર… બે ગીત અને ત્રણ અછાંદસ… ગમશે ?

*

Samvedan_shyam tara range
(“સંવેદન”, નવેમ્બર,2009…..     …તંત્રી : શ્રી જનક નાયક)

*

Kavilok_hawa na be zoka
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009…      …તંત્રી: શ્રી ધીરુ પરીખ)

*

Kavilok_Tu kaheto hato ne
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009…      …તંત્રી: શ્રી ધીરુ પરીખ)

*

Kavilok_bharbappore khetar na
(“કવિલોક”, જુલાઈ-ઑગસ્ટ, 2009…      …તંત્રી: શ્રી ધીરુ પરીખ)

*

Samvedan_jivto jaagto maanas
(“સંવેદન”, નવેમ્બર,2009…..     …તંત્રી : શ્રી જનક નાયક)

ત્રિવેણી

PA252870
(ઊડતી ક્ષણો…                          …ટોપણસર તળાવ, માંડવી, કચ્છ, ૨૫-૧૦-૨૦૦૯)
(Painted Stork ~ જંગધીલ ~ ઢોંક ~ Mycteria leucocephala)

*

Kumar_chhut chhe tane
(‘કુમાર’, દિપોત્સવી અંક, ઑક્ટોબર-૨૦૦૯..        .. તંત્રી: શ્રી ધીરુ પરીખ)

*

Ghazal vishwa_be chaar shwaas ni
(‘ગઝલ વિશ્વ’, ઑક્ટોબર-૨૦૦૯…       …તંત્રી શ્રી : રાઅજેશ વ્યાસ ‘મિસ્કીન’)

*

Opinion_tara naam no
(‘ઑપિનિયન’, ઑગસ્ટ-૨૦૦૯…           …તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

(કાવ્યનું શીર્ષક : ‘શાંત’)

*

PA252881
(જંપતી ક્ષણો…                       …પેઇન્ટેડ સ્ટૉર્ક, ટોપણસર તળાવ, માંડવી)

એક ઓર બીલીપત્ર…

PB033309
(એક અકેલા….             …દેવબાગ, કારવાર, કર્ણાટક, નવે-૨૦૦૮)

*

આ વખતે ફરીથી ત્રણ પ્રકાશિત રચનાઓ… એક ઓર બીલીપત્ર… પણ આ વેળાએ ત્રણ અલગ-અલગ સામયિકોમાં છપાયેલી ત્રણ રચનાઓ)

Ghazalvishwa_be chaar shvaas ni
(“ગઝલ વિશ્વ”, જુન, ૨૦૦૯….             …તંત્રી : શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

*

shabd-shrushti_jara aa paankh ne
(“શબ્દ-સૃષ્ટિ”, સપ્ટેમ્બર, ૨૦૦૯….               …તંત્રી: શ્રી હર્ષદ ત્રિવેદી)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

***

Feelings_pachhi kon nikale
(“ફીલિંગ્સ”, ૦૧-૦૯-૨૦૦૯….                                 …તંત્રી: શ્રી વિજય રોહિત)
(આ રચના અને એના વિશેના મિત્રોના મંતવ્યો આપ અહીં પુનઃ અવલોકી શકો છો)

બીલીપત્ર

OLYMPUS DIGITAL CAMERA
(શરમના શેરડા….                 ..શબરીધામ, આહવા, ૧૫-૦૮-૨૦૦૯)

*

આજે ફરી એકવાર કવિલોક (જુલાઈ-ઑગસ્ટ, ૨૦૦૯)માં છપાયેલી ત્રણ અછાંદસ રચનાઓનું બીલીપત્ર આપ સહુને માટે…

*

Kavilok_hawa na be zoka
(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)

*

Kavilok_Tu kaheto hato ne

(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)

*

Kavilok_bharbappore khetar na
(આ રચના અને એના વિશે વાચકમિત્રોના મંતવ્યો આપ અહીં ફરીથી માણી શક્શો)

* * *

ચાર ગઝલોનો ગુલદસ્તો…

OLYMPUS DIGITAL CAMERA
(પ્રેમગાન…             …મારા બાગનો રંગીન સિપાહી, ૦૫-૦૫-૨૦૦૯)
(સિપાહી બુલબલ ~ Red Whiskered Bulbul ~ Pycnonotus jocosus)

*

“શહીદે-ગઝલ” (તંત્રી શ્રી શકીલ કાદરી) ના જૂન-ઓગષ્ટ, ૨૦૦૯ના અંકમાં પ્રકાશિત ચાર ગઝલોનો રંગીન ગુલદસ્તો આજે ફરી એકવાર આપ સહુ માટે.

Shahid-e-ghazal_radi radi ne

*

Shahid-e-ghazal_Chandani

*

Shahid-e-ghazal_Hoy maaro daakhalo ne

*

Shahid-e-ghazal_Ked chhu sadio thi

*

રિ-વિઝન

IMG_0243
(એક સે ભલે દો…                          ……સાંગલા ગામ, કિન્નૂર વેલી, નવે.૦૭)

*

આજે ફરી એકવાર તાજા પ્રકાશિત રચનાઓની ગલીમાં એક નાનકડી લટાર. આમ તો આ સહુ રચનાઓ આપ આ સાઇટ ઉપર ક્યારેક માણી જ ચૂક્યા છો પણ તોય આશા રાખું છું કે આ રિ-વિઝન કંટાળાજનક નહીં નીવડે…

Kumar_kakadti Thandi Ma

(“કુમાર”, જુલાઈ 2009….                         ….તંત્રી શ્રી ધીરુ પરીખ)

*

Akhand Aanand_Chhu suraj paN

(“અખંડ આનંદ”- જુલાઈ, 2009…               …તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)

*

Taadarthya_badhu boli ne shu thaashe

(“તાદર્થ્ય” – જુલાઈ 2009…..             ….તંત્રી શ્રી સવિતાબેન મફતતભાઈ ઓઝા)

*

Opinion_Piljhaan najaro

(“ઓપિનિયન”, 26 જુન, 2009…..           ….તંત્રી શ્રી વિપુલ કલ્યાણી)

***

પંચામૃત

વહાલા મિત્રો,

ફરી એકવાર મારી પાંચ તાજી પ્રકાશિત રચનાઓનો પુષ્પગુચ્છ… આ બહાને જૂની ગઝલોને ફરીથી મમળાવવાનો મોકો જે મને મળે છે એને આપ સહુમાં વહેંચવાનું પણ  બને છે…

Uddesh_patra ma vanchato jan
(‘ઉદ્દેશ’, માર્ચ-2009…             …તંત્રી શ્રી પ્રબોધ જોશી)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)

*

Samvedan_hawa dekhi e taaju shvasato nathi

(‘સંવેદન’, એપ્રિલ-2009…              …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)

*

Samvedan_dunyavi andher vachche

(‘સંવેદન’, એપ્રિલ-2009…          …તંત્રી શ્રી જનક નાયક)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)

*

Brahmanad_najaryu ni vagi gayi faans

(‘બ્રહ્મનાદ’, મે-જુન, 2009…        …તંત્રી શ્રી પ્રભુદાસ ત્રાસડિયા)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)

*

Kavilok_shu chhutko chhe

(‘કવિલોક’, માર્ચ-એપ્રિલ, 2009…          …તંત્રી શ્રી ધીરૂ પરીખ)
(આ રચના અને એના વિશેના આપ સહુના વિચાર સાથે આપ અહીં પુનઃસંધાન સાધી શકો છો)


સપનાના પાંચ રંગ…..

પ્રિય મિત્રો,

પ્રકાશિત રચનાઓના આર્કાઈવ્ઝમાં લાંબા સમય પછી પાંચ રચનાઓનો ઉમેરો… હવે જ્યારે ગઝલસંગ્રહ અને કાવ્યસંગ્રહની માનસિક તૈયારીઓ કરવા માંડી છે ત્યારે આ રચનાઓનું અંગત મૂલ્ય વધી જાય છે… આપ સહુ મિત્રોના પ્રેમ, પ્રોત્સાહન અને સતત સહકારના કારણે જ સપનાંઓ પચરંગી થઈ શક્યા છે… જેમ શબ્દો મારા શ્વાસ છે એમ આપ સહુનો સ્નેહ છે મારી સાચી પ્રાણશક્તિ…

Kavilok_Khush chhu ke padachhaya

(’કવિલોક’, જાન્યુ-ફેબ્રુ-૨૦૦૯…           … તંત્રી :શ્રી ધીરુ પરીખ)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Ghazal Vishwa_Chhu suraj paN raat ne

(’ગઝલવિશ્વ’, ડિસેમ્બર-૨૦૦૮…         … તંત્રી :શ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીન’)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Ek swapna paachhu padatu

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                  … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Samvedan_Tu hardam harjanam maari hati

(’સંવેદન’, ફેબ્રુ-૨૦૦૯…                 … તંત્રી : શ્રી જનક નાયક)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

Gujarat Mitra_E prem chhe

(’ગુજરાતમિત્ર-સન્નારી પૂર્તિ’…               ….૧૪-૦૨-૨૦૦૯)

(આ ગઝલ એના વિશે મિત્રોના અંતરંગ અભિપ્રાય આપ પુનઃ અહીં માણી શકો છો)

*

ખુશબૂનાં પગલાં…

P1115564

(ખુશબૂનાં પગલાં…                  ….મારા બગીચાનું મોતી, જાન્યુઆરી, ૨૦૦૯)

*

Buddhiprakash_jagat jyare jyare

(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી, ૨૦૦૯…         …તંત્રી શ્રી: મધુસૂદન પારેખ, રમેશ શાહ)

આ ગઝલ અને એના વિશે મિત્રોના ૬૬ જેટલા પ્રતિભાવો આપ અહીં ફરીથી માણી શકો છો.

વસંતપંચમી પર…

P1175834
(તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો….             ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)

*

Feelings_Kore badan bahar pachhi kon nikale
(“ફીલિંગ્સ”….                            … ૧ ફેબ્રુઆરી, ૨૦૦૯)
(આ રચના અને એના વિશે મિત્રોના મંતવ્ય આપ અહીં ફરીથી માણી શકો છો)

*     *     *     *     *     *     *     *

સહુ  મિત્રોને વસંતપંચમીની શતરંગી વધાઈ…  આજના દિવ્યભાસ્કરમાંથી બેએક રંગીન ક્લિપ્સ આપ સહુ માટે…

Divya Bhaskar_Vasant Panchmi
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ….                                        ….૩૧-૦૧-૨૦૦૯)

*

Divya Bhaskar_Mane na puchh ke
(દિવ્ય ભાસ્કર, સીટી પ્લસ પૂર્તિ….                                                          ….૩૧-૦૧-૨૦૦૯)

*

Divya Bhaskar_Mane na puchh ke_highlight

(આ આખી ગઝલ અને એના વિશેના આપ સહુ દોસ્તોના અભિપ્રાય આપ અહીં પુનઃ માણી શકો છો)

રંગ

P1175830
(રમ્યઘોષા….                                   ….પદમડુંગરી, વ્યારા, ૧૮-૦૧-૨૦૦૯)

*

ફરી એકવાર મારી ખૂબ મનગમતી ગઝલ… એક તરસનો રંગ, એક પ્રતીક્ષાનો રંગ, એક વેદનાનો તો એક સર્જનનો રંગ… એક રંગ ઘેરો તો એક ઘેરુઓ…કેટકેટલા રંગોના લપેડાઓ મહીં ભર્યા પડ્યા છે !

*

Kavi_Ek ghero rang chhe
(‘કવિ’…..                                                   …ડિસે. ૨૦૦૮)
( આ ગઝલ અને એના વિશે આપ સહુ મિત્રોના પ્રતિભાવ આપ અહીં વાંચી શકો છો)

વર્ષના છેલ્લા દહાડે…

PC284873
(સુરતના આંગણે વિદેશી મહેમાન….                   ….ઑસ્ટ્રેલિઅન સીગલ, ૩૦-૧૨-૨૦૦૮)

*

ગયા વર્ષની આખરી પોસ્ટમાં છેલ્લા બે વર્ષ દરમિયાન પ્રકાશિત રચનાઓનો આંક લખ્યો ત્યારે જ દિલમાં થોડું કઠ્યું હતું… એક રચના વધુ પ્રકાશિત થઈ હોત તો? ૫૪ની જગ્યાએ ૫૫નો આંકડો ન થઈ જાત? બે પાંચડા એકસાથે જોવાનું આંખને પણ ગમે ને! અને મારી આ અભિલાષાનો પડઘો પાડતું હોય એમ વર્ષના છેલ્લા દિવસે કવિલોકનો આ અંક હાથમાં આવ્યો….

Kavilok_Kavita
(કવિલોક…                                          …નવેમ્બર-ડિસેમ્બર, ૨૦૦૮)
આ કવિતા અને એના વિશેના આપના પ્રતિભાવ આપ પુનઃ અહીં માણી શકો છો.

બે ગઝલો…

વ્હાલા દોસ્તો,

પ્રકાશિત ગઝલના આર્કાઈવ્ઝમાં આજે બે વધુ ગઝલો….

Gujaratmitra- Nava varsh Ni
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ…        …૦૧-૧૧-૨૦૦૮)

આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.

*

Gujaratmitra- Saptapadi
(ગુજરાત મિત્ર, સન્નારી પૂર્તિ…         …૨૯-૧૧-૨૦૦૮)

આ ગઝલ અને એના વિશે આપ સહુના અભિપ્રાય આપ અહીં માણી શકો છો.

સાલ મુબારક…

IMG_0749

નૂતન વર્ષાભિનંદન !

*

ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ,
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું !

*
સહુ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…! થોડા દિવસો માટે ગોવા-કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યો હોવાથી આ બ્લૉગ પર બે અઠવાડિયાનું એક નાનકડું વેકેશન લઈ રહ્યો છું…

*

આપણને ગમતી વસ્તુ અન્યને પણ ગમી જાય ત્યારે એ વસ્તુ હોય એનાથીય વધુ વહાલી લાગે છે. આ ગઝલનું પણ કૈંક એવું જ થયું. મુંબઈથી મિત્ર મીના છેડાનો ફોન આવ્યો કે તારી ગઝલનો રશીદ મીરે આસ્વાદ કરાવ્યો છે ત્યારે ગુજરાત સમાચાર શોધવાનું કામ હાથ ધરવું પડ્યું. કઈ ગઝલ હતી અને શું આસ્વાદ હતો એ તો આપ જાતે જ જોઈ લ્યો, દોસ્તો! આભાર, ડૉ. રશીદભાઈ!

Gilchhadi
(“ગુજરાત સમાચાર” – સહિયર પૂર્તિ…..                 …૨૧-૧૦-૨૦૦૮)

કોઈ એમ મારામાં પડતું રહે છે…

PC032176
(હૂંફ…..                             ….રણથંભોર, રાજસ્થાન, નવે.-૨૦૦૬)

*

Kavita - Jagat jyare jyare
(“કવિતા”, ઑગસ્ટ-સપ્ટે., 2008….         …તંત્રી શ્રી સુરેશ દલાલ)

*

(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં ફરીથી માણી શકો છો.)

વધુ ચાર પ્રકાશિત રચનાઓ…

પ્રકાશિત રચનાઓના આલ્બમમાં વધુ ચારનો ઉમેરો…

Navneet samarpan - two Ghazals
(“નવનીત સમર્પણ”, ઑક્ટોબર-2008….        …તંત્રી શ્રી દીપક દોશી)

(‘દુન્યવી અંધેર વચ્ચે મૂકી ગઝલો વાંચજો’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(‘મને શબ્દ જો મળે રાહમાં’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

*

ghazal Vshwa - two Ghazals
(“શહીદે ગઝલ”, સપ્ટે-નવે. 2008…         …તંત્રી શ્રી શકીલ કાદરી)

(‘એક ઘેરો રંગ છે મારી ભીતર’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

(‘મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું’ – આ રચના અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

दस का दम કે દસ કદમ..?…

दस का दम…! ના…આ ટી.વી. પર આવતા સલમાનખાનના બહુચર્ચિત ગેમ-શૉની વાત નથી.. આ વાત છે છેલ્લા થોડા સમયમાં અલગ-અલગ સામયિકોમાં પ્રગટ થયેલી પણ નેટ-ગુર્જરી પર પીરસવાની રહી ગયેલી મારી દસ પ્રકાશિત રચનાઓની. આજે શનિવાર, તા. ૧૩-૦૯-૨૦૦૮થી શરૂ કરીને પ્રતિદિન એક પ્રકાશિત ગઝલ આ જ પૉસ્ટ પર અપલોડ કરતો રહીશ જેથી પ્રતિદિન આ સાઈટની મુલાકાત લેનાર મિત્રને એક જ નવી પ્રકશિત રચના સાથે ભેટો થાય. ટૂંકમાં, આ દસ કા દમ નહીં પણ મારા દસ કદમ છે જેમાં કદમ-કદમ પર આપનો સાથ-સંગાથ અનુભવવાનું મને ગમશે…

(1-2)

Shabd Srushti - Two Ghazals
(“શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર, 2008….                           ….તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)

*

(3)

Kavita-Kaalja maa kaal na
(“કવિતા”, જુન-જુલાઈ, 2008…..         …..તંત્રી શ્રી સુરેશ દલાલ)

*

(4)

Kavi - kaya kaarano thi
(“કવિ” (સુરતના કવિઓનો વિશેષાંક), ઑગસ્ટ,2008…               …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(5)

Priyjan - manaavi na shake
(“પ્રિયજન”, ઑગસ્ટ, 2008…           …તંત્રી શ્રી: દોસ્ત મેર)

*

(6)

Buddhi prakash - Mane shabd
(“બુદ્ધિપ્રકાશ”, ઑગસ્ટ, 2008……             ….તંત્રી શ્રી મધુસૂદન પારેખ)

*

(7)

Kavi - mane na puchh ke tara
(“કવિ”, એપ્રિલ-2008….                   …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(8)

Kavi - ked Chhu sadio thi
(“કવિ”, એપ્રિલ-2008….           …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)

*

(9-10)

Kavilok- Two Ghazals
(“કવિલોક”, મે-જૂન-2008….             …તંત્રીશ્રી ધીરુ પરીખ)

દુર્ભેદ્ય ગઢનો પહેલો કાંગરો…

P1011405
(શ્વેત સમુદ્ર….               ….પટ્ટાયા, થાઈલેન્ડ, ૨૧-૦૮-૨૦૦૮)

*

‘ગુજરાતી સાહિત્ય પરિષદ’ના માસિક મુખપત્ર ‘પરબ’માં પહેલવહેલીવાર મારી ગઝલ. ઢગલોક સાભાર પરતના ધૈર્ય તોડી નાંખે એવા પત્રો બાદ પહેલીવાર આ દુર્ભેદ્ય ભાસતા ગઢનો એક કાંગરો આ મહિને ખર્યો… એનો આનંદ પંડેથી કાઢીને નેટ-ગુર્જરી પર…

Parab - Paani Bharel Vaadalo
(‘પરબ’, ઑગસ્ટ, 2008…..                        ….તંત્રી: શ્રી યોગેશ જોષી)

*

(આ ગઝલ ‘પરબ’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને ‘સંવેદન‘ સામયિકોમાં તથા જનક નાયક સંપાદિત ગઝલે-સુરત પુસ્તકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

ઉમેરો

P9114526
(કળા…ખાલી મોરનો જ ઈજારો?                    ….ઑગસ્ટ, ૨૦૦૭)

*

પ્રકાશિત કૃતિઓની શૃંખલામાં ત્રણ વધુ કૃતિઓનો ઉમેરો. જુન-૨૦૦૮ના “સંવેદન” માસિકમાં પ્રગટ થયેલી ત્રણ ગઝલો. (તંત્રી શ્રી જનક નાયક)

Samvedan - Paani bharel vaadalo ne
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત નવનીત સમર્પણ, બુદ્ધિપ્રકાશ, શબ્દસૃષ્ટિ, અને જનક નાયક સંપાદિત ગઝલે-સુરતમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

*

Samvedan - Hu kashu pan kahu to
(આ ગઝલ અને એ વિશે મિત્રોના પ્રતિભાવ અહીં જુઓ)

*

Samvedan - mane na puchh ke
(આ ગઝલ ‘સંવેદન’ ઉપરાંત લંડનથી પ્રગટ થતા ઑપિનિયન, કવિલોક, ગઝલવિશ્વ તથા કવિ સામયિકમાં આ અગાઉ પ્રગટ થઈ ચૂકી છે. આ ગઝલ અને એ વિશે મિત્રોના આ બ્લૉગ પરના પ્રતિભાવ અહીં જુઓ)

હોઠે આવીને રોકાઈ ગયેલી વાત…

કેટલીક વાતો રૂબરૂમાં થઈ શક્તી નથી. હોઠ લગી આવે છે અને પાછી વળી જાય છે. આવી જ કોઈક પાછી વળી જતી વાતની આ વાત… શું આ જ ગઝલ છે? પણ મારી અને તમારી વચ્ચે તો કોઈ એવી વાત જ નથી જે હોઠેથી આવીને પાછી વળી ગઈ હોય… એક વધુ પ્રકાશિત રચના… મારા આર્કાઈવ્ઝમાં ફરી એકવાર ઉમેરો ! આભાર…

Shahide-ghazal_Hothe aavi vaat je
(શહીદે ગઝલ, જુન-ઑગષ્ટ-08….            …તંત્રી: શ્રી શકીલ કાદરી)
( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…)

નવા આકાશ…

શનિવારે સવારે મારી વેબસાઈટ પર મારી નવી રચના માણવા આવનાર વાચકમિત્રોને આજે ફરી એકવાર ધરમ-ધક્કો… આજે ફરી મારી એક પ્રકાશિત રચના જ અહીં મૂકું છું. નાની નાની સફળતાઓના આ નાના નાના આનંદને આપ સહુ સાથે વહેંચ્યા વિના આગળ વધવાનું ગમતું નથી. મારી કાવ્ય-યાત્રામાં જેટલો હું મારી સાથે રહ્યો છું, આપ સહુ પણ એટલા જ મારી સાથે શરૂઆતથી રહ્યા છો. મારી એક-એક કવિતાને મિત્રોનો જેટલો સાથ અને સદભાવ સાંપડ્યો છે એટલો ભાગ્યે જ કોઈ અન્ય કવિને સાંપડ્યો હશે અને એના માટે ઇન્ટરનેટના આ માધ્યમનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે.

Kavilok- Naso ma Bhavna Na
(‘કવિલોક’ …..                             ….તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)

શું છૂટકો છે ?

લખવાનું કામ જ્યારે બંધ હોય ત્યારે છપાવવાનું યાદ આવે… લાંબા સમયથી ગઝલ-લેખન અટક્યું છે ત્યારે ગઝલ-પ્રકાશનનું કાર્ય અનવરુદ્ધ ચાલતું રહે એમ કરવાની ઈચ્છા રહે છે… ગઝલ-વિશ્વના છ મહિના મોડા પ્રકાશિત થયેલા અંકમાંની આ ગઝલ આપ પૉસ્ટ તરીકે અહીં તથા પ્રકાશિત રચના સ્વરૂપે અહીં માણી ચૂક્યા છો…

Ghazal Vishwa- Mane na puchh
(ગઝલ વિશ્વ, ડિસે.,2007…     ….સંપાદક: રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અંકિત ત્રિવેદી)

ઊઘડી ગ્યાં સાતે પાતાળ

પ્રકાશિત રચનાઓની શ્રેણીમાં વધુ એક ગીત… આગળ પગલું ભરવું દોહ્યલું થઈ પડે એમ ભરબપ્પોરે કોઈની નજરની ફાંસ વાગી જાય ત્યારે ભરચક્ક મેળાની વચ્ચોવચ્ચ જાતના ઓગળી જવાના કોઈ અહેસાસને કંડારતું અને મને ગમતું આ ગીત કવિતાના પૃષ્ઠ પરથી સીધું આપના માટે…

Kavita- Najaryu ni vaagi gayi faans

(‘કવિતા’, એપ્રિલ-મે: ૨૦૦૮…. …તંત્રી: શ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ ગીત અને એના વિશેના મિત્રોના અગાઉના પ્રતિભાવ આપ અહીં ફરી એકવાર માણી શકો છો)

હર ક્ષણ ઝઝૂમવાનું…

ખૂબ નાનો હતો ત્યારથી અખંડ આનંદ વાંચતો. નાનપણથી જ પ્રશિષ્ટ વાચન તરીકે એની છાપ મનમાં દૃઢ. કવિતા લખતો થયો ત્યારે પણ કદી આ પાનાંઓ પર મારું નામ આવશે એવું વિચાર્યું નહોતું. આજે ચાર મહિનાના ટૂંકા ગાળામાં મારી બાળપણની સ્મૃતિઓ સાથે અવિનાશીપણે સંકળાયેલા આ પૃષ્ઠો પર બીજી વાર મારી ગઝલ જોઈ જે અ-ખંડ આનંદ થઈ રહ્યો છે એ તમને તો કહું જ ને ?

Akhand Anand-apr-08

Akhand anand - Shwaso na taankana thi
(અખંડ આનંદ, એપ્રિલ-2008….             ….સંપાદક શ્રી હરિકૃષ્ણ પાઠક)

આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો…

પ્રકાશિત રચનાઓ…

શબ્દ સૃષ્ટિના અંકમાં છપાયેલી આ ગઝલથી સહુ મિત્રો પરિચિત છે જ… આ સાથે દિવ્ય-ભાસ્કરના નેટ-એડિશનમાં પ્રગટ થયેલા ગીતની લિન્ક પણ અહીં મૂકું છું. પ્રકાશિત રચનાઓ અહીં મૂકતા રહેવાનો હવેનો મારો મુખ્ય હેતુ એક કાયમી રેકૉર્ડ રહે એ પણ છે.

Divya Bhaskar

વધુ બે પ્રકાશિત રચના…


(થીજેલી કવિતા…           ….ઘાસ, ઝરણું અને પ્રકૃતિ, સાંગલા વેલી, નવે.-૦૭)

*


(“બુદ્ધિપ્રકાશ”, જાન્યુઆરી-૦૮…..          …તંત્રી: શ્રી મધુસૂદન પારેખ)

*

(“કવિ”, ફેબ્રુઆરી-૦૮…..            …તંત્રી: શ્રી પ્રો. મનોજકુમાર શાહ)

ગઝલે સુરત

કોઈ પણ શહેરના હયાત તમામ ગઝલકારોને એક જ જગ્યાએ સમાવી લે એવો જાજરમાન મુશાયરો બે પૂંઠાની વચ્ચે કદાચ આ અગાઉ થયો નથી. ૨૦ જાન્યુઆરી, ૨૦૦૮ના રોજ સાહિત્ય સંગમ, સુરત ખાતે સુરતના હયાત ૪૧ જેટલા ગઝલકારોની કુલ ૭૬ જેટલી રચનાઓને સમાવી લેતી પુસ્તિકા “ગઝલે સુરત”ના લોકાર્પણવિધિ નિમિત્તે યોજાયેલા કવિ સંમેલનમાં પુસ્તકમાં સ્થાન પામેલા મોટા ભાગના કવિઓએ પોતાની રચના જનસમુદાય સમક્ષ રજુ કરી હતી. કોઈ પ્રતિષ્ઠિત પ્રકાશન સંસ્થાના પુસ્તકમાં મારી ગઝલો પ્રગટ થવાનો આ મારો પ્રથમ અનુભવ હતો. આ પુસ્તકમાં પ્રગટ થયેલી મારી ગઝલો અહીં રજૂ કરી છે અને આ તમામ ગઝલકારોના ચુનંદા શેરનું સંકલન પણ આપ ‘લયસ્તરો’ ખાતે કડી-1 અને કડી-2 મુકામે માણી શકો છો…


(“ગઝલે સુરત”….            …સં. જનક નાયક; પ્ર. સાહિત્ય સંગમ, સુરત; કિં. રૂ. 25)
પ્રાપ્તિ સ્થાન: સાહિત્ય સંગમ, બાવા સીદી, પંચોલી વાડી સામે, ગોપીપુરા, સુરત- 395001.
ફોન. 0261-2597882/2592563

.

*

.

હરિયાળો રણદ્વીપ

પ્રિય મિત્રો,

આજકાલ કવિતા અને કવિ વચ્ચે છત્રીસનો આંકડો ચાલી રહ્યો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ભાગ્યે જ કશું લખાયું હશે એટલે શું પીરસવું અને શું ન પીરસવાની દ્વિધા ભોગવ્યા પછી આજે ફરીથી નવા વર્ષની મને મળેલી અન્ય એક ભેટ લઈને આપ સૌ સમક્ષ આવ્યો છું. ઝાંઝવાના ખુલ્લા પગ લઈને પથરાળા રસ્તે નીકળ્યો હતો ત્યારે ખ્યાલ ન્હોતો કે હરિયાળો રણદ્વીપ મારી પ્રતીક્ષામાં હશે. મારા આ હરિયાળા રણદ્વીપ પર આપ સૌનું ફરી એકવાર સ્વાગત છે…


(“કવિતા” – ડિસેમ્બર, ૨૦૦૭ – જાન્યુઆરી,૨૦૦૮…. ….તંત્રીશ્રી સુરેશ દલાલ, હિતેન આનંદપરા)
(આ રચના આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો અને એના છંદ-બંધારણને લઈને થયેલી મીઠી નોંક-ઝોંક અને મજાની જ્ઞાનગોષ્ઠિ આપ અહીં માણી શકો છો. આ અગાઉ ‘કવિતા’માં પ્રગટ થયેલી રચનાઓ 1,2,3 પણ આપ માણી શકો છો.)

નવા વર્ષની પહેલી ટપાલ…

નવા વર્ષના પહેલા જ દિવસે ટપાલમાં ‘નવનીત સમર્પણ’ની બબ્બે પ્રત આવી એ જોતાંની સાથે હૈયું એક ધબકારો ચૂકી ગયું. આમ તો આગળ ટપાલ દ્વારા જાણ થઈ જ ગઈ હતી પણ ‘નવનીત’ના પૃષ્ઠો પર આ અગાઉ પોતાનું નામ કદી જોવાયું નહોતું એટલે પુસ્તક ખોલતીવેળાએ રૂંવાડા ઊભા થઈ ગયા. મારા એ અકબંધ રોમાંચને આપ સૌ સાથે કેમ ન વહેંચું ? અરે, ધ્યાન રહે… આ રોમ-રોમ કંઈ આજે શિયાળાની ઠંડીના કારણે ખડા નથી થઈ ગયા,હંઅઅ… 

 


(‘નવનીત સમર્પણ’, જાન્યુઆરી-૨૦૦૭…..                   …..સંપાદક: શ્રી દીપક દોશી)

(‘ગત-અનાગત’વાળી ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો)
(‘પાણી ભરેલાં વાદળો’વાળી ગઝલ પણ અગાઉ અહીં પ્રકાશિત થઈ ચૂકી છે)

ત્રીજા વર્ષમાં પ્રવેશતી વેળાએ…

પ્રિય મિત્રો,

નાતાલ અને આવનાર નવા વર્ષની શુભકામનાઓ !

શબ્દોને શ્વાસમાં ભરીને આદરેલી સફરનું આજે બીજું વર્ષ પૂર્ણ થયું. “શબ્દો છે શ્વાસ મારા” જો આજે ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઈટ તરીકે અધિકારપૂર્વક આદર પામી હોય તો એના સાચા હકદાર આપ સૌ છો. વેબસાઈટ શરૂ કરી ત્યારે ખબર ન્હોતી કે રસ્તો ભલેને લાંબો હોય, અહીં ક્યાંય કાંટા નથી મળવાના. જ્યાં જ્યાં પગલું માડ્યું ત્યાં ગુલાબની પાંખડીઓ જ પથરાયેલી હતી. એટલે આખી સફરમાં કદી એકલું લાગ્યું જ નહીં અને રસ્તો પાણીની જેમ કપાતો જ ગયો. આ વેબસાઈટે મને બે જ વર્ષમાં જેટલા દિલદાર મિત્રો રળી આપ્યા છે, એટલા ગયેલી આખી જિંદગીમાં પણ પામી શક્યો ન્હોતો. વેબસાઈટ ઉપર, ઈ-મેઈલ દ્વારા, ટેલિફોન પર કે રૂબરૂમાં જે પણ મિત્રોએ વિધાયક અને નિર્ણાયક ટિપ્પણીઓ સતત આપતા રહી મારા શબ્દોને સાચૂકલો શ્વાસ પૂરો પાડ્યા કર્યો છે એ તમામ મિત્રોનો આ તકે દિલથી આભાર માનું છું અને સ્વીકારું છું કે આભાર શબ્દ મને આજ પહેલાં આવડો નાનો કદી લાગ્યો ન્હોતો.

“શબ્દો છે શ્વાસ મારા”નું બીજું વર્ષ એકંદરે મારા માટે ખાસ્સું ફળદાયી પણ નીવડ્યું. ‘કુમાર’, ‘કવિતા’, ‘કવિલોક’, ‘કવિ’, ‘બુદ્ધિપ્રકાશ’, ‘કાવ્યસૃષ્ટિ’, ‘ગઝલ વિશ્વ’, ‘સંવેદન’, ‘મુંબઈ સમાચાર’, ‘અખંડ આનંદ’ તથા લંડનથી પ્રગટ થતા ‘ઑપિનિયન’ જેવા અગિયાર અલગ-અલગ સામયિકોમાં મારી કુલ્લે ઓગણીસ જેટલી રચનાઓ પ્રકાશિત થઈ અને કેટલીક સ્વીકારાઈ હોવાની જાણ થઈ. તમામ સામયિકોના સંપાદકમંડળનો પણ અહીં આભાર માનું છું.

ત્રીજા વર્ષમાં આજે પ્રવેશ કરી રહ્યો છું ત્યારે મારા શબ્દો અને દૃષ્ટિ-બંનેને બિરદાવનાર તમામ મિત્રોનો ફરી એકવાર ઋણસ્વીકાર કરી દર શનિવારે એક કૃતિની કટિબદ્ધતા જાળવી રાખવાના નિયમ તરફની પ્રતિબદ્ધતા પુનઃ દોહરાવું છું.

આભાર !

વિવેક મનહર ટેલર.


(“અખંડ આનંદ”, ડિસેમ્બર-૨૦૦૭….           ….તંત્રી શ્રી હરિકૃષ્ણ પાઠક)


(“કવિલોક”, સપ્ટે-ઓક્ટો- ૨૦૦૭…..            …તંત્રી શ્રી ધીરુ પરીખ)

ફરી એકવાર…

આ વર્ષની પ્રકાશિત રચનાઓમાં ફરી એકવાર થોડો ઉમેરો… આ વર્ષે વારંવાર પ્રકાશિત રચનાઓ લઈને આપ સૌ મિત્રોને મળવાનું શક્ય બની રહ્યું છે એ મારા માટે તો ખુશીની વાત છે જ. સાભાર પરતના પત્રો કરતાં સાભાર સ્વીકૃતિના પત્રોની સંખ્યા વધે એ કોને ન ગમે? પણ એક વાત કહું? મારી આ નાની નાની સફળતા પાછળનું ખરું ચાલકબળ અન્ય કંઈ નહીં, પણ આપનો એકધારો પ્યાર અને પ્રોત્સાહન જ છે. મારા સ્વપ્નોને વાસ્તવની ધરતીનો આધાર આપવા માટે ‘આભાર’ શબ્દ થોડો નાનો પડે છે, શું કરું?

(‘સંવેદન’ – સપ્ટેમ્બર-ઑક્ટોબર,૨૦૦૭…. …સંપાદક: જનક નાયક)


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)

.


( આ ગઝલ આપ અગાઉ અહીં માણી ચૂક્યા છો)