પાંપણોનો માર્ગ પથરાળો હશે


(ઉત્તર પ્રવેશદ્વારની કમાન, બૌદ્ધ સ્તૂપ, સાંચી….         …નવેમ્બર, 2005)

ગત-અનાગત બેયનો ફાળો હશે,
લોહીઝાણ એથી શું વચગાળો હશે ?

હું હજી નીચે છું બસ એ વાતથી
થાય છે સાબિત, ઉપરવાળો હશે !

સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
પાંપણોનો માર્ગ પથરાળો હશે.

વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં –
ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

-વિવેક મનહર ટેલર

45 thoughts on “પાંપણોનો માર્ગ પથરાળો હશે

  1. વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    – સરસ !

  2. હું હજી નીચે છું બસ એ વાતથી
    થાય છે સાબિત, ઉપરવાળો હશે !

    વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    atyant marmik vaat ghani j aasanathi kahevayi chhe

    khub sundar…

  3. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    ખુબ સરસ વીવેકભાઈ..!

  4. હું હજી નીચે છું બસ એ વાતથી
    થાય છે સાબિત, ઉપરવાળો હશે !

    સુંદર…. ડૉક્ટર તમે પણ …. 🙂

    u write as if u r writing to win, i say that because well it is very very tough for a reader to say what was the best part of ur ghazal… because each one is different and unique. so it feels like each word is out to be prized

  5. પાંપણોનો માર્ગ પથરાળો હશે…

    એક વાત આ સંદર્ભે યાદ આવી ગઇ (ઓશો રજનીશનું વિધાન હોવાનું યાદ છે, કદાચ ભુલો પણ પડ્યો હોઉં…)
    Life is like flow of water thru’ road of rocks.

    આપની રચનાઓ અને ફોટોગ્રાફ પણ અદ્ભુત હોય છે!

  6. I agree with SV…

    આજે તો હુંય નક્કી ન કરી શકી કે કયો શેર મને સૌથી વધુ ગમ્યો….
    બધા જ અશઆર એકદમ સ-રસ છે!!!

    પેન લેતામાં ઉમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

    આ તો બહુ મજાની વાત કરી… સાચે જ હોં, આ શબ્દનાં નખરાં તો ખરેખર બહુ જ ભારી છે… જ્યારે ધારો ત્યારે જ હારા એ નથી ઉમટતાં!! 🙂

    વિવેક, એક મૂંઝવણ થઈ ગઈ છે… આ ‘ઉમડશે’ અને ‘ઉમટશે’ નો ફર્ક સમજાવશો પ્લીઝ?

  7. ઊમડવું અને ઊમટવું- એ બંને સમાનાર્થી શબ્દો જ છે. અર્થ છે, ઊલટભેર ધસવું… મારાથી જોડણીની ભૂલ થઈ છે એ સુધારી લઉં છું… આભાર!

  8. સુંદર ગઝલ… નવા જ પ્રતીકો…..

    આ વાચક વર્ગ સામે હવે મીટર પણ મૂકો તો કેવું?
    આ એક નાની ગઝલ ગોષ્ઠિ જ છે ને?

    ગાલગાગા ગાલગાગા ગાલગા (આજ મીટર છે ને?)

    આની સાથે આપના પઠનની એમપી૩ પણ આપી હોય તો?

    ******

    ગત-અનાગત બેયનો ફાળો હશે,
    લોહીઝાણ એથી શું વચગાળો હશે ?
    (શું) એથી લોહીઝાણ વચગાળો હશે?

    ******

    છો તમે વિવેકભાઇ એટલે,
    આટલું સાહસ જુઓ સહસા થયું.

    ક્યાંક લાગ્યો સહેજ ખટકો વાંચતાં,
    વાચકે લીટી બીજી બદલી દીધી!

  9. પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

    wow siir so nice pls con,,,,

  10. પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

    સાવ સાચી વાત તમે ખુબ સુંદર રીતે વ્યક્ત કરી….

  11. પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

    I really liked this…

  12. હું હજી નીચે છું બસ એ વાતથી
    થાય છે સાબિત, ઉપરવાળો હશે !

    સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.

    બહુજ સ-રસ ,

    શ્વાસ ને ફરી શબ્દોમાં ઊતાર્યા….
    થેન્ક્યુ….આભાર….

    ચેતન ફ્રેમવાલા

  13. વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    Fantastic, I really liked this one.

    સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    altimate one

    Great ghazal

  14. fdkhfisdhAH h;lawfhlwk;hfldshalnk asd gshdlfsdhilgfyasdoighnlgknsdl gsalg shgssaghsail;ihglsrgluihrghsg;alsrhkglish

  15. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    wow! very nice!

  16. ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં –
    ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

    ……………………….

    ખરેખર હશે ખરો?

  17. પંચમભાઈની વાત વિચારવા જેવી છે હોં મિત્ર વિવેક!! તમારા અવાજમાં તમારું ગઝલ-પઠન જો સાંભળવા મળે તો તો અમારી મજા દુગનીય નઈં પણ ચોગની-છગની થઈ જશે… 🙂

  18. Nakh Shikh sari gazal Chhe.Gotata E nabLo sher jadato nathi
    Ek BE VAAT YAAD AVI
    1.hotho pe jalaqn aankhme tufan sa kyuN hai
    Is shaher me har Shakhs pareshaan sa kyuN hai.
    ~~~~badhaj aa VachgaLa na samay ma lohiluhaN ek saathe pasar thayi rahya chhiye.KoN konje dilaso ape ?

    2. Shabd to NakhraLoj chhe, Bhalbhalane muNzavi naakhe chhe.Koine tabe thayo nathi koe ne thashe nahi.

    3. PapaN vishe Kaifi ne yaad karo ” palkoNki thaNdi sej per sapaniN ki psariyaN soti hai (anupama)

  19. Dear Vivek,

    You are something man,

    I luv to read all your poems

    do you remember Jignesh badami ( jeevan Bharti)

    I am brother of him & now in canada

    Thanxs

    Shreepal

  20. વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    This brings the whole composition to a diff. height. બેફામ સાહેબ ની યાદ આવી ગઈ….good luck always

  21. વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    Excellent…!

  22. PatharaLi PaNpaN reminds me of one light incident. city Bhavnagar is famous for it’s Humor-
    Ramesh Parekh was reading his Ghazal He said
    a” Dariya m.N hoiy ene moti Kehvaay, paN AAnkho.N hoy ene shu.N ?
    Me pucchyu.N le bol have Tun”
    one listner got up said “Rameshbhai, ene motiyo kahvay i”

  23. I Really Love your Creation…….

    Bhagwan Ne Prarthana Karu chhu k Nirantar Tamara taraf thi Avi Sahitya ni sarvani vehti rahe..

    I also pray for your long happy and health life.

    Keyur.P.Joshi
    Block C/308, Shrinandnagar Part-1,
    Vejalpur,
    Ahmedabad – 380 051
    Gujarat (INDIA)
    09825951195

  24. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    to aej papan na raste bahar avi gai ek bahu varsho juni swarachana
    ……………………………………………………………………………………………….
    “તું”
    અને આ
    કોરી તારી આંખો
    તેમા ભરાયેલું એક “ચુપ”
    અને વિચારોનું ગહન ગૂઢ યુધ્ધ
    અને ધ્વનિ રહિતના સંસ્કારી શાંત પ્રહારો
    અને હવા જેવી પાતળી આરપાર થરકતી દિવાલો
    અને લૂથી ગોઠવાયેલી રણરેત જેવુ ઉનુ ઉનુ મન
    અને…..
    છમ્મ!!!!!!!!!
    જેવુ થઇને
    પડ્યા કરે છે
    તેમા મારી સળંગ સંવેદનાના
    મખમલ જેવા કૂણા ભીના ભીના
    યુગોના અબિડ વનની સાવ પેલે પારના
    વરાળ થઇ વળી મારા સુધીજ પાછા વળતા
    છતાય ભીંજવ્યા કરતા અને વળતી સફરની તૈયારી આદરતા
    મારા સ્પન્દનો
    અને
    “હું”

    (જોડણી ભૂલો માટે ક્ષમા યાચુ.)

  25. સર્વાંગ સુંદર ગઝલ
    પેન લેતામાં ઊમડશે, ધાર્યું’તું,
    ધાર્યું ન્હોતું, શબ્દ નખરાળો હશે.
    આપણા સૌનો અનુભવ

  26. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    ખુબ જ સરસ ગઝલ છે વિવેકભાઈ… અભિનંદન…

  27. ક્યાં શે’રની તારીફ કરુ? આવુ લખ્યા કરશો તો કેટલા ચાહવાવળા બનશે? સુભાન અલ્લાહ!!

    સપના

  28. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

  29. હું હજી નીચે છું બસ એ વાતથી
    થાય છે સાબિત, ઉપરવાળો હશે !

    સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે.

    વરસો રાખે એને ક્ષણમાં છોડે જીવ,
    મૃત્યુનો દેહ ઓર રૂપાળો હશે ?

    ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં –
    ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !

    awweesome as always

  30. સ્વપ્નને કહેજો પગરખાં વાપરે,
    પાંપણોનો માર્ગ પથરાળો હશે. વાહ!! આખિ રચના ખુબ સુનદર ૬એ!!!

  31. ઝાંઝવાના પગ લઈ સૌ દોડતાં –
    ક્યાંક તો રણદ્વીપ હરિયાળો હશે !
    Superb !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *