આપણા કજિયા-બખેડાનો કોઈ અંત ખરો?
‘હું‘ની લંકા જે દહે, એવો કો‘ હનુમંત ખરો ?
‘માંગ, માંગે તે દઉં‘ – કહી તો દીધું એને, પણ
હું અહમ્ ત્યાગી શકું, એટલો શ્રીમંત ખરો?
બેઉ જણ બેઉને, છે એમ સ્વીકારી ન શકે
તો એ સંબંધ ખરા અર્થમાં જીવંત ખરો?
બેઉ જણ પામ્યા પરાજય, હતી કેવી આ રમત?
જિંદગી! તું જ કહે કોણ છે જયવંત ખરો?
શ્વાસ તું મારો છે એ કહું તો છું પણ શ્વાસની જેમ
તુર્ત પડતો મૂક્યો હો એવો કોઈ તંત ખરો?
એકદા ઠીક પણ આ ત્યાગ-મિલન પળપળનાં,
વેઠવાં કેમ એ શીખવાડે એ દુષ્યંત ખરો.
ક્યાં લગી રહેવું અલગ થઈ બે કિનારા, હે પ્રભુ?
પુલ બાંધી શકે વચ્ચે તો તું ભગવંત ખરો.
આજથી છુટ્ટા – કહીનેય સદા ત્યાંના ત્યાં,
કોઈ તો તંત ઉભય વચ્ચે, હા, સાદ્યંત ખરો.
થાય ઝઘડો તો તું દીઠી ન ગમે, ને પાછો
રોમરોમેથી હું તારા ભણી ઢળકંત ખરો
પોતપોતાની રીતે છો ને ખીલો, પણ યારો!
જો ખરો, પુષ્પ ખરે એ રીતે મહેકંત ખરો
– વિવેક મનહર ટેલર
(૦૭/૦૬/૨૦૨૨-૦૯/૧૧/૨૦૨૪ )
વાહ.. ખૂબ સરસ
@ વારિજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
પહેલા બે શેરનાં લીલા તોરણ વચ્ચેથી પસાર થતી ગઝલનો રસાલો અંત સુધી સુંદર..
@માના વ્યાસ:
કેવો સ-રસ પ્રતિભાવ! ખૂબ ખૂબ આભાર
સાદ્યંત સુંદર રચના અભિનંદન કવિ
@ કાસિમ શેખ ‘સાહિલ’
ખૂબ ખૂબ આભાર
Super 😍❤️
@અમી:
ખૂબ ખૂબ આભાર
બહુ સરસ
@ કિશોર બારોટઃ
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ ગઝલ.,👌
@ યોગેશ સામાણીઃ
ખૂબ ખૂબ આભાર
વાહ… ખૂબ મજાની કવિતા.
@ પૂજ્ય બાપુઃ
ખૂબ ખૂબ આભાર
Wah
@ રચના –
ખૂબ ખૂબ આભાર
Very nice 👍 wah ખૂબ સરસ રચના
@ વિનોદ માણેક ચાતક –
ખૂબ ખૂબ આભાર
વાહ, સરસ ગઝલ ! કવિ પોતાને જ પ્રશ્ન પૂછે અને પોતે જ સમાધાન શોધે ! 👌👌🌺🌸
@ ધૃતિ મોદી –
આપે બરાબર મુદો પકડ્યો.
ખૂબ ખૂબ આભાર