વિવસ્વાન* મોઢું ફુલાવીને બેઠો,
‘નથી ઊગવું’ કહી ન જાણે ક્યાં પેઠો.
અને તારલાઓય જિદ્દે ચડ્યા છે,
નિયત સ્થાનથી સહેજ પણ ના ડગ્યા છે;
પડી છે સવાર,
છતાં અંધકાર
ગગનની અટારીથી ઉતરે ન હેઠો,
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.
અમારા ગગનથી જે વહેતો થયો છે,
એ ચાંદો શું કંઈ આવું કહેતો ગયો છે?-
ન કોઈ દિવાકર,
ન કોઈ શશિયર,
હવે બારમાસી અમાસોને વેઠો…
વિવસ્વાન મોઢું ફુલાવીને બેઠો.
– વિવેક મનહર ટેલર
(૦૨-૦૯-૨૦૨૪)
(*વિવસ્વાન= સૂરજ)
વાહહ વાહહ.. ગગનની અટારી..
બારમાસી અમાસોને વેઠો..!
અચ્છા હે.
@વ્રજેશઃ
ખૂબ ખૂબ આભાર
વાહ.. નવીન કલ્પનોનું સરસ ગીત..
@ગૌરાંગ ઠાકર:
ખૂબ ખૂબ આભાર
અનન્ય કલ્પન ! વાંચતા જ મનની અંદરના બાળકે આંખો પટપટાવી… ખરેખર આ વાત સાચી? 😊
બહુ સરસ! મજા આવી ગઈ!
@ મીના છેડાઃ
મજાના પ્રતિભાવ બદલ ખૂબ ખૂબ આભાર..
મજા આવી
@ લતા હિરાણીઃ
ખૂબ ખૂબ આભાર..
મસ્ત
@ ગિરીશ શર્મા:
ખૂબ ખૂબ આભાર…
વાહ સુંદર ગીત
વાહ
@આસિફખાન આસિર:
ખૂબ ખૂબ આભાર…
વાહ જી વાત.. નવાં જ કલ્પનો. મોજ પડી
@સુનીલ શાહ:
ખૂબ ખૂબ આભાર
વાહ જી વાહ્.. નવાં જ કલ્પનો. મોજ પડી
અદ્ભુત… કશ્યપ ના પુત્ર,,, વિવાસ્વાન.. સૂર્ય ને રૂસણા નો હક!!! ખરેખર વિચારશીલ કરી દીધી..
@યાદવ કવિના નકુમ:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સરસ, સુંદર શબ્દાંકન સર,શશિયર શબ્દ અદ્ભૂત
👌👌
@જયશ્રી પટેલ:
ખૂબ ખૂબ આભાર
બહુ સરસ્. તમે અમેરેીકામા ક્યા છોૂ ? તમને મલવુ હોય તો કઈ આશા ખરેી ?
@ પુષ્કરજી:
હું સુરત, ગુજરાત ખાતે રહું છું…
અમેરિકા ઓક્ટોબર મહિનામાં એક એક મહિના માટે આવ્યો હતો..