
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા… ….કેવલાદેવ પક્ષી અભયારણ્ય ૨૦૨૫
રહે આ દુનિયામાં મારી સાથે.
હું તને હાથ પકડીને ખેંચી લાવ્યો છું અહીં.
ત્યાં તારી પાસે તારી પોતાની એક દુનિયા હતી જ,
છતાં તુંય દોરવાઈ આવી મારી સાથે આ દુનિયામાં
મારા પર ભરોસો રાખીને
નવી દુનિયા બનાવવા માટે.
આપણી દુનિયા બનાવવા માટે.
આ દુનિયામાં સ્વર્ગ હશે એવું મેં કહ્યું નહોતું.
રૌરવ નર્ક પણ છે જ અહીં.
ક્યાં નથી?
આ દુનિયા સંપૂર્ણ નથી.
અહીં તકલીફો છે. અપમાનો અને તિરસ્કારો અને
પીડાઓ – શું શું નથી અહીં?
તારી દુનિયા કદાચ વધારે સરળ હતી,
રસ્તા ઓછા ઉબડખાબડ હતા અને
વળવળાંક ને ચઢાવઉતાર પણ આનાથી ઓછા જ હતા.
મારી એકલાની દુનિયા પણ ઠીકઠાક જ હતી.
હુંય ખુશ જ હતો એમાં.
પણ તોય હું તને હાથ ખેંચીને લઈ આવ્યો આ દુનિયામાં.
તું પણ ખેંચાઈ આવી. હવે ફરિયાદ શાની?
ઈંટ ઉપર ઈંટ આપણે બંનેએ મળીને જ ગોઠવી છે.
આપણે સાથે મળીને આકાશ વણ્યાં છે અને આપણે બંનેએ
સામે ચાલીને હાથેપગે સ્વયં ખીલાઓ ઠોકી
વેદનાઓ પણ વલૂરી છે.
હવે ફરિયાદ શાની?
અધૂરી છે?
ક્ષતિયુક્ત છે?
જે હોય તે… છે તો છે…
આ આપણી દુનિયા છે.
તારી જે હતી કે મારી જે હતી એ દુનિયામાં બધું હતું, આપણે નહોતાં.
અહી ઘણું બધું નથી, પણ આપણે છીએ.
રહે આ દુનિયામાં મારી સાથે
કાયમ માટે.
વિવેક મનહર ટેલર
(૧૨-૧૧-૨૦૨૪)

ઠસ્સો… ….Bay-backed shrike, કેવલાદેવ પક્ષી અભયારણ્ય, ભરતપુર, ફેબ્રુઆરી ૨૦૨૫
બહુ જ સરસ
@ મીતા મેવાડા:
ખૂબ ખૂબ આભાર
…પણ આપણે છીએ.
વાહ.. હ્દયસ્પર્શી અભિવ્યક્તિ
@ સુનીલ શાહ:
ખૂબ ખૂબ આભાર
@ રચના:
આભાર બહેના
વાહ.. ખૂબ સરસ રચના
@ વારીજ લુહાર:
ખૂબ ખૂબ આભાર
વાહ.. ખૂબ સરસ રચના
@ અનામી મિત્ર:
ખૂબ ખૂબ આભાર
સરસ..
આભાર
સરસ.. વાસ્તવિક
@શર્મિષ્ઠા:
ખૂબ ખૂબ આભાર
KAVI GIRISH SHARMA SHAGIRD
ખુબ સરસ છે
@ કવિ ગિરીશ શર્મા શાગિર્દ:
ખૂબ ખૂબ આભાર
Praful Pandya
આપણી ગુજરાતી ભાષામાં આવી સુંદર અછાંદસ રચના લખાય છે તે જાણીને સવિશેષ આનંદ ! કાવ્ય વાંચતા જ આ દુનિયા મારામાં રહેવા આવી ગઈ છે.હવે હું છું અને મારી આ દુનિયા છે.હ્રદયમાં આવીને રહી જાય એવી કવિતાઓ જૂજ હોય છે.તમારી આ રચના આવો જાદૂ કરી બતાવે છે.કવિશ્રી વિવેક મનહર ટેલરને હાર્દિક અંભિનંદન !
@ પ્રફુલ્લ પંડ્યા:
આપ જેવા સમર્થ સર્જકનો પ્રતિભાવ સવિશેષ આનંદ પ્રદાન કરે છે..
ખૂબ ખૂબ આભાર
ઘના સમયથેી હુ તમારા કવિતાનિ રાહ જોઈ રહ્યો હતો. ખુબ સરસ રચના કરેી છે.
@ પુષ્કર રાઠોડ;
એકાદ બે અપવાદને બાદ કરતાં હું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં રચના પોસ્ટ કરતો જ રહું છું
ખૂબ ખૂબ આભાર
પંખીની તસ્વીરો સહિત અછાંદસ કાવ્ય સ-રસ સરસ
@ તનુ પટેલ:
કવિતા ઉપરાંત તસ્વીરો તરફ પણ ધ્યાન આપવા બદલ સવિશેષ આભાર