શું કહેવું? કેમ કરી કહેવું?
ન પૂનમ, ન બીજ,
ન મસ્તી, ન ખીજ,
શું આને કહેવાય છંછેડવું?
તું તો કહેતો’તો કે મસ્તી-મજાક તારા લોહીનો ભાગ નથી, લોહી છે,
ને વાયરાની એકધારી છેડખાની પર જ તો મધુમાલતી મૂળે મોહી છે.
શું કહેવું? કેમ કરી કહેવું?
રે ચતુર સુજાણ,
શું છે તને જાણ
કે રાહ જોઈ જીવતું બટેરવું?
પ્રાણ અને પ્રકૃતિ સાથે જ જાય એવું કહેતું આવ્યું છે લોક સદીઓથી,
પણ તારો બદલાવ તો એવો કે દરિયે જળ બંધ કર્યું લેવાનું નદીઓથી;
શું કહેવું? કેમ કરી કહેવું?
હોય જ્યાં અપેક્ષા
પણ મળે ઉપેક્ષા
એ જીવતરને કેમ હવે વેઠવું?
– વિવેક મનહર ટેલર
(૧૦-૧૦-૨૦૨૩)
વાહ..
@ ભરત વિંઝુડા:
ખૂબ ખૂબ આભાર
વાહ
@ અનામી મિત્રઃ
ખૂબ ખૂબ આભાર
ફરિયાદી સંવેદનની રમતિયાળ રજુઆત..
@મિતા ઝવેરીઃ
ખૂબ ખૂબ આભાર
વાહહ
@ શૈલેષ ગઢવી:
ખૂબ ખૂબ આભાર
ખૂબ સુંદર ગીત…
@ રમેશ મારુ:
ખૂબ ખૂબ આભાર
Wah
@ રચના શાહ:
ખૂબ ખૂબ આભાર
ગમી જાય એવું ગીત.
@ લતાબેન :
ખૂબ ખૂબ આભાર
ન પૂનમ, ન બીજ
પૂનમ ને બીજ અને ચંદ્ર!
@ હરિહરભાઈ :
ખૂબ ખૂબ આભાર
આહા.. ખૂબ સરસ ગીત
@ સેજલ દેસાઈ:
ખૂબ ખૂબ આભાર
Khub saras
@ અનામી મિત્ર
ખૂબ ખૂબ આભાર
Khub saras
@ જગદીપભાઈ:
ખૂબ ખૂબ આભાર
પ્રવાહી લય, નવી રીતનો આકાર અને અંતરાનો બંધ કલ્પનોની નવીનતા
સ્વરૂપમાં પ્રયોગોના અવકાશનો સદુપયોગ.
@ કુમારભાઈ:
આને કહેવાય કવિદૃષ્ટિ! વાહ…
ખૂબ ખૂબ આભાર