એક એક કરતાં ઓગણીસ ગયાં…

હાથમાં કલમ લઈને કાગળ પર છેલ્લી કવિતા ક્યારે લખી હશે એ યાદ નથી… ટેકનોલોજી એ હદે સદી ગઈ છે કે કવિતા હવે સીધેસીધી મોબાઇલમાં કે કમ્પ્યુટરના કી-બૉર્ડ પર જ લખાય છે. વરસે-બે વરસે એકાદવાર કવિતા છપાવવા માટે સામયિકોને મોકલતો હોઈશ… સામયિકોના રસ્તે થઈ આપ સહુ સુધી પહોંચવાના બદલે જે ટેકનોલોજી કાવ્યસર્જનનું ઉપાદાન બની છે, એનો જ હાથ ઝાલીને આપના સુધી પહોંચવું મને વધારે પસંદ પડે છે… અને આ પસંદગીને આજે એક એક કરતાં ઓગણીસ વરસ પૂરાં થયાં… જાણું છું કે આમાંનું કશું જ આપ સહુના એકધારા સ્નેહ અને સંગાથ વિના શક્ય જ નહોતું…

આપનો આ સ્નેહ અને સંગાથ કદમ કદમ પર બનાવી રાખજો…

૧૯ વર્ષ…
૭૦૦થી વધુ રચનાઓ..
૧૬૦૦૦ થી વધુ પ્રતિભાવો…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
વેબસાઇટની લિન્ક આપના મિત્રમંડળોમાં પણ મોકલજો. આભાર…

અસ્તુ!

અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

ભાંખોડિયાભેર ચાલતું બાળક બે પગે ઊભું થાય, ચાલતું થાય, ટીન-એજમાં હૉર્મોન્સના ઘોડે સવારી કરતું થાય અને અંતે અઢાર પૂરાં કરી પાકટ વયનું થાય એ આખોય ઘટનાક્રમ એના જન્મદાતા માટે આનંદ અને ગર્વની યાત્રા સમો હોય છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે અઢાર વર્ષ પૂરાં કરી વયસ્ક બની છે…

વીતેલા અઢાર વર્ષમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.

૧૮ વર્ષ..
૭૦૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

મારી આ સાહિત્યસફર પણ એટલે જ સંભવ બની છે કે મિત્રોએ મને ક્યાંય એકલો પડવા નથી દીધો… વાચકમિત્રોના એકધારા સ્નેહનો હું સદૈવ ઓશિંગણ રહીશ.

…શક્ય હશે ત્યાં સુધી આ સફર જારી જ રહેશે… હા, આપના અનવરત સાથની અપેક્ષા રહેશે… જોડે રહેજો રાજ…

આભાર.
વિવેક

ચિત્રલેખા : ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’

ગમતાંનો ગુલાલ… …કારણ કે આ સફર આપ સહુના સ્નેહ વિના સંભવ જ નહોતી…

‘ચિત્રલેખા’ના ૭૨મા વાર્ષિક અંકની વિશેષ પૂર્તિમાં ‘૫૧ ગૌરવવંતા ગુજરાતી’માં સ્થાન પામવા બદલ સમસ્ત ચિત્રલેખા પરિવારનો હૃદયપૂર્વક આભાર.

સત્તરમી વર્ષગાંઠ પર….

*

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે સત્તર વર્ષ પૂરાં કરી રહી છે…

ગીત, ગઝલ, અછાંદસ, સૉનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી, આકારકાવ્ય, ફ્યુઝન કાવ્ય અને બાળકાવ્ય – સાહિત્યના જેટલા પ્રકાર મારા માટે સંભવ બન્યા, એમાં યથાશક્તિ ખેડાણ કરવાની મારી વિનમ્ર કોશિશોને સદૈવ આપ સહુનો બિનશરતી પ્રેમ સાંપડતો રહ્યો છે એ જ મારું સદભાગ્ય…

૧૭ વર્ષ..
૬૫૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

આપ સહુ સ્નેહીજનો અને કવિમિત્રોની એકધારી હૂંફ અને સ્નેહ વિના આ કદી સંભવ બન્યું ન હોત… શરૂઆતથી માંડીને આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી સાથે ને સાથે રહ્યાં છો, એ જ રીતે આગળ ઉપર પણ સદૈવ મારી સંગાથે જ રહેશો એ જ અપેક્ષા…

મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

અસ્તુ!

*

પંદરમી વર્ષગાંઠ પર…

પંદર વર્ષ… દોઢ દાયકો… શબ્દને શ્વાસમાં પરોવીને શરૂ કરેલી આ મજલ આટલો લાંબો સમય ચાલશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. દોઢ દાયકાની શીતનિદ્રા બાદ કલમ ફરી હાથ ઝાલી અને આ બ્લૉગ શરૂ કર્યો એ વાતને પણ આજે દોઢ દાયકો થઈ ગયો… શબ્દો સાચે જ શ્વાસ સાથે એકરસ થઈ ગયા હોવાનું અનુભવાય છે. કવિતાના મોટાભાગના પ્રચલિત પ્રકારો ઉપરાંત દેશી-વિદેશી કાવ્યોના અનુવાદ અને આસ્વાદને પણ સંગાથી કવિમિત્રો અને ભાવકોએ દિલથી વધાવી લીધા એનો પણ આનંદ છે…

આપ સહુ મિત્રોના નિરંતર સ્નેહ વિના આમાનું કશું જ શક્ય નહોતું. આપના સ્નેહ અને આશીર્વાદની આ વર્ષા બારમાસી રહે એ અભ્યર્થના સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય કાઢીને અહીં આવતા રહેજો..
મળતા રહીશું, શબ્દોના રસ્તે…

અંતઃકરણપૂર્વક આભાર, મિત્રો…

આજે રાત્રે… વિવેક ટેલર – લાઇવ

કાર્યક્રમ માણવાનું ચૂકી જનાર પણ રસ ધરાવનાર મિત્રો હજી પણ આ લિન્ક ઉપર કાર્યક્રમ માણી શકશે:

https://m.facebook.com/story.php?story_fbid=929420060885242&id=158975330884646

*

*

આજે રાત્રે… હું આપની પ્રતીક્ષા કરીશ…

વિવેક મનહર ટેલર – લાઇવ
સૉલો પરફૉરમન્સ
૪૫ મિનિટ નૉન-સ્ટોપ કવિતા
ગીત-ગઝલ અને ગ્લૉબલ કવિતાઓનો રંગબિરંગી ગુલદસ્તો..

૧૬ મે, ૨૦૨૦ : શનિવાર ~ રાત્રે બરાબર ૯.૦૦ વાગ્યાથી

http://facebook.com/Gazalsk3k/live

આપની ઉપસ્થિતિ વિના બધું અધૂરું… આપ આવશો ને?

સૌજન્ય: કુણાલ દામોદ્રા (Gazals)

*


ચૌદમી વર્ષગાંઠ પર…

આખરે એક-એક કરતાં ચૌદ વર્ષ પૂરાં થઈ ગયાં… શ્રી રામે જેટલો સમય વનવાસમાં કાઢ્યો એટલો સમય મેં આપના સહવાસમાં વીતાવ્યો… ચૌદ વર્ષમાં છસોથી વધુ પૉસ્ટ્સ થઈ… ૧૪૦૦૦ જેટ્લા પ્રતિભાવો મળ્યા; અને મળ્યો આપ સહુનો અનવરત સ્નેહ…. જેણે મારી કવિતાને ઘડવામાં અનૂઠો ભાગ ભજવ્યો છે.

સોશ્યલ મીડિયાઝના આક્રમણ સામે વેબસાઇટ્સ અને બ્લૉગ્સ ક્યાં સુધી ટકી શકશે એ તો ખબર નથી પણ જ્યાં સુધી આપ સહુનો સ્નેહ સાંપડતો રહેશે, ત્યાં સુધી શબ્દોમાં પરોવીને મારા શ્વાસ લ્ઈને આપને મળવા આવતો રહીશ…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય મારા માટે ફાળવીને અહીં હાજરી પૂરાવવાનું ચૂકશો નહીં…

સહુનો અંતઃકરણપૂર્વક આભાર…

તેરમી વર્ષગાંઠ પર બે વાત…

૧૩ વર્ષ…
૬૦૦ પૉસ્ટ્સ…
૧૩૫૦૦થી વધુ પ્રતિભાવ…

૨૯-૧૨-૨૦૦૫થી ૨૯-૧૨-૨૦૧૮. એક-એક કરતાં તેર વર્ષ આપ સહુના સ્નેહ અને સાથના પ્રતાપે વીતી ગયાં. સોશ્યલ મિડીયાની આંધી વેબસાઇટ્સના સૂર્યને કદી ઓલવી નહીં શકે એવી શ્રદ્ધા દિલમાં લઈને આ યાત્રા આજ સુધી ચાલુ રાખી છે અને શક્ય બનશે ત્યાં સુધી ચાલુ જ રાખવાનું નિર્ધાર્યું છે.

સમય ફાળવીને આપ સહુ રચનાઓ વાંચવા જે રીતે અહીં પધારો છો એ જ રીતે થોડી પળ વધુ કાઢીને આપનો બહુમૂલ્ય પ્રતિભાવ પણ આપશો તો એ આ યાત્રામાં પ્રાણવાયુનું કામ કરશે…

આપનો સ્નેહ સાંપડતો રહેશે ત્યાં સુધી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં અચૂક મળીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

આભાર… 

નોટબુકના પાનાંથી શાળાના પાઠ્યપુસ્તક સુધી…

કવિતા લખવાનું તો છેક પાંચમા ધોરણમાં સાડા નવ વર્ષની વયે જ શરૂ કરી દીધું હતું એટલે ગુજરાતી વાચનમાળામાં નરસિંહ-મીરાં, અખો-દયારામ, નર્મદ-ન્હાનાલાલ, ઉ.જો.-સુન્દરમની હારોહાર ક્યારેક મારું નામ પણ આવશે એવું સ્વપ્ન પણ સેવ્યું હતું… આજે આપ સહુ મિત્રો-સ્નેહીઓ સાથે ખુશીના આ સમાચાર વહેંચતા અત્યંત હર્ષોલ્લાસની લાગણી અનુભવું છું કે મહારાષ્ટ્ર રાજ્ય પાઠ્યપુસ્તક મંડળના ધોરણ દસમાના પાઠ્યપુસ્તક “ગુજરાતી સાહિત્યભારતી”માં મારી ગીતરચનાનો પાઠ તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ – vmtailor.com પરથી આગળ વધીને પાઠ્યપુસ્તક સુધીની આ મુસાફરી આપ જેવા મિત્રોના એકધારા સ્નેહ અને લગાતાર પ્રોત્સાહન વિના શક્ય જ નહોતી… એટલે પાઠ્યપુસ્તક મંડળની સાથોસાથ આપ સહુ પ્રિયજનોનો પણ હૃદયપૂર્વક આભાર માનું છું…

 

૧૨ – ૧૨ દિન યે આયે…

૧૨ – ૧૨ દિન યે આયે… બાર-બાર દિલ યે ગાયે…

૨૫૦૦-૨૬૦૦ વર્ષ પહેલાં લાઓ ત્ઝુએ સાચું જ કહ્યું હતું, ‘a journey of a thousand miles begins with a single step’ (હજાર માઇલોની મુસાફરી એક પગલાંથી શરૂ થાય છે.) બાર વર્ષ પહેલાં ધવલ શાહની મદદથી ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ શરૂ કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું… એક-એક પગલાં ભરતાં ભરતાં આજે વિશ્વાસ નથી બેસાતો કે બા-બાર વર્ષનાં વહાણાં વાઈ ગયાં… બિલાડીના ટોપની જેમ ફાટી નીકળેલી અન્ય સેંકડો વેબસાઇટ્સની જેમ મારી સાઇટ પણ નિષ્ક્રિય કે મૃત ન થઈ જાય એની તકેદારી રાખવામાં મારી અંદરના કવિનું સતત સંમાર્જન થતું રહ્યું… વેબસાઇટની એક-એક પોસ્ટની સાથોસાથ મેં સતત મારો વિકાસ થતો અનુભવ્યો છે… અને આ વિકાસ શક્ય જ નહોતો, જો મિત્રો પોતાની વ્યસ્ત દિનચર્યામાંથી સમય ફાળવીને વેબસાઇટની મુલાકાત ન લેતા હોત…

દિવસે દિવસે દેડકાના પેટની જેમ ફૂલી રહેલ સોશ્યલ મિડિયાઝની સામે વેબસાઇટ્સ કેટલો સમય ટકશે એ તો ખબર નથી પણ હા, એક વાત નિશ્ચિત છે… સોશ્યલ મિડિયાઝ ગમે એટલાં લોકપ્રિય કેમ ન હોય, એ પાણીના પરપોટા છે… ક્ષણજીવી છે… સોશ્યલ મિડિયાઝ પર મૂકાતી રચનાઓ અને એના પર મિત્રોદ્વારા અપાતા પ્રતિભાવો – આ બધું જ અલ્પજીવી છે. વેબસાઇટ પર મૂકાતી રચનાઓ અને વાચકોના પ્રતિભાવો – આ બધું જ ચિરંજીવી છે…

મિત્રોના પાવન સ્નેહપગલાં આ વેબસાઇટ પર પડતાં રહેશે ત્યાં સુધી તો આ યાત્રા નહીં જ અટકે… દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અચૂક મળતા રહીશું… આપ પણ યાદ રાખીને દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે અહીં મુલાકાત લેવાનું ચૂકશો નહીં…

૧૨ વર્ષ…
૫૭૦ જેટલી પૉસ્ટ્સ…
૧૩૦૦૦થી વધુ પ્રતિભાવો…

આભાર, દોસ્તો!

આપનો સહૃદયી,
વિવેક

એક – એક કરતાં અગિયાર થયાં…

IMG_0018

૧-૧ કરતાં આજે ૧૧ વર્ષ પૂરાં થયાં. દર વરસે હું કહું છું કે આ વેબસાઇટને મેં ઘડી છે એના કરતાં વધુ તો આ વેબસાઇટે મને ઘડ્યો છે. મારી લઘરવઘર અસ્તવ્યસ્તતાને નિયમની સાંકળથી બાંધી લઈને આ વેબસાઇટે અને મારી વહાલી લયસ્તરો.કોમે મને નિયમિતતાના જે પાઠ ભણાવ્યા છે એ કાવ્યલેખનથી માંડીને કસરત સુધીના દરેક ક્ષેત્રે મને ડગલે ને પગલે ફાયદાકારક નિવડ્યા છે. જીવનના આ મુકામે હું ચોક્કસ જ કહી શકું કે શબ્દો છે સાચે જ શ્વાસ મારા. સોશ્યલ મિડિયાનું ચોકોરથી થયેલું આક્રમણ ગભરાવનારું હતું. ગુજરાતી વેબસાઇટ્સનો મૃત્યુઘંટ સંભળાતો હતો પણ હવે રહી રહીને થાય છે કે સોશ્યલ મિડિયાઝ અને ગુજરાતી વેબસાઇટ્સ બંને સમયની નદીની આજુબાજુ એકસાથે ચાલ્યા કરતા કિનારાના જેમ સહઅસ્તિત્વ ભોગવશે. સોશ્યલ મિડિયાઝ પર બધું જ હંગામી અને ક્ષણજીવી છે. ગઈકાલે જે ટોચ ‘બકો’ ભોગવતો હતો, ત્યાં આજે ‘કવિ’ જઈ બેઠો છે ને આવતીકાલે કોઈ બીજું જ હશે. પણ વેબસાઇટ્સ એ ઘરના ખૂણામાં સચવાઈ રહેતી તિજોરી સમી છે. એ કાયમી છે. એ કાયમી જ રહેશે. સોશ્યલ મિડિયા પર આવતા લોકોના પ્રતિભાવ પણ ક્ષણિક જિંદગી જ ભોગવે છે જ્યારે વેબસાઇટ ઉપર સમય ફાળવીને આપવામાં આવેલા પ્રતિભાવ પણ સમયની થપાટથી ભુંસાવાથી પર રહે છે. અને એટલે જ દર વરસે મારી આ વેબસાઇટ્સમાં શ્રદ્ધા વધતી જાય છે અને એટલે જ હું હજી દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે આપને મળવા હાજર થઈ જતો હોઉં છું.

૧૧ વર્ષ

લગભગ ૫૫૦ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

મારી આ શબ્દયાત્રા શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, બારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે

સદૈવ આપનો જ,

વિવેક

scsm_11

સાપ્તાહિક કોલમ ~ એક નવી શરૂઆત…

એક નવી શરૂઆત… “ગુજરાત ગાર્ડિયન” દૈનિકમાં દર મંગળવારની પૂર્તિમાં મારી કોલમનો પ્રારંભ… “ગ્લોબલ કવિતા” – અન્ય ભાષાની કવિતાઓનો ગુજરાતી અનુવાદ તથા ટૂંકો આસ્વાદ….

01

જેનીએ ચૂમી લીધો મને

જેનીએ ચૂમી લીધો મને જ્યારે અમે મળ્યા-
જે ખુરશીમાં એ બેઠી હતી એમાંથી ઊછળીને;
કાળ ! ચોર ! તને આદત છે બધી મીઠી વસ્તુઓ
તારી યાદીમાં સમાવી લેવાની, આ પણ નોંધ !
કહેજે કે હું થાકી ગયો છું, કહેજે કે હું દુઃખી છું,
કહેજે કે આરોગ્ય અને સંપત્તિ -બંને મને ચૂકી ગયાં છે,
કહેજે કે હું ઘરડો થઈ રહ્યો છું, પણ ઉમેરજે,
કે જેનીએ ચૂમી લીધો મને.

– જેમ્સ લે હન્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

કવિતાના શબ્દો અને સામાન્ય વાતચીતના શબ્દોમાં તાત્વિક રીતે કંઈ જ ફરક નથી. તો પછી એવું શું હશે જે વાતચીતના શબ્દોને કવિતાની કક્ષાએ લઈ જતું હશે ? જેમ્સ લે હન્ટની આ કવિતા પર નજર નાંખીએ.

પહેલી નજરે જોઈએ તો માણસ પ્રેમમાં પડે ત્યારે સાવ સરળ બાબત પણ કેવી ઉત્તેજના, કેવો ગર્વ જન્માવે છે એનું સર્વાંગસંપૂર્ણ ઉદાહરણ ! એક ચુંબન. સાવ સામાન્ય ઘટના. વિદેશમાં તો બિલકુલ સાહજિક બાબત. પણ ચુંબન કરવાની સામાન્ય પ્રણાલિને ખુરશીમાંથી ઊછળીને ચુંબન કરવામાં આવે છે એમાં જે ‘ઉછળવા’ની ક્રિયા કવિ ઉમેરે છે એ આખી વાતને અસામાન્ય બનાવી દે છે. આગળ જોઈએ તો કવિ સમય સાથે ગુફ્તેગૂ માંડતા નજરે ચડે છે. સમય પર આરોપ છે કે એ બધી મીઠી વાતો પોતાની યાદીમાં સમાવી લેતો હોય છે. ભલભલી યાદોને ચોરી લેતો સમય ઊછળીને કરવામાં આવેલા ચુંબનની આ અનૂઠી ક્ષણ ચૂકી ન જાય એ માટેની કવિની ટકોર વાતને કાવ્યની કક્ષાએ લઈ જાય છે. વાતચીતના શબ્દો કઈ રીતે કાવ્યનું સ્તર આંબી શકે છે એ સમજવા માટે આ કવિતાના શબ્દો અને એની રચના –બંને મદદરૂપ થઈ શકે છે.

લાંબા અંતરાલ પછી કાવ્યનાયક નાયિકા સાથે મુખામુખ થાય છે ત્યારે આનંદના ઉમળકામાં નાયિકા ઊછળીને એને એક ચુંબન ચોડે છે. ઘટના બસ આટલી જ છે. આ ચુંબન, આ સ્નેહાવિર્ભાવ આલિંગન કે પથારી સુધી પણ લંબાતો નથી. પણ ચુંબન પાછળનો જે ઉમળકો છે, જે આવેશ છે એ સ્પર્શી જાય છે. કેમકે કાવ્યનાયક ઊંમરના છેલ્લા પડાવ પર આવી ઊભો છે. સ્વાભાવિક છે કે કાવ્યનાયિકા પણ જરાવસ્થામાં જ છે. નાયક સ્વીકારે છે કે એ થાકી ગયો છે, હારી ગયો છે, દુઃખી પણ ઘણો છે અને તન-મન-ધન, ત્રિવિધ રીતે જીવનમાં નિષ્ફળ ગયો છે. આરોગ્ય કથળ્યું છે. ખિસ્સામાં નિર્ધનતા ભરેલી છે, મનમાં હતાશા. જીવન હારી જતું હોય છે, માણસ હારી જતો હોય છે પણ પ્રેમ ? પ્રેમ કદી હારતો નથી. પ્રેમ જ ખરું પ્રેરકબળ છે જે જીવનની સાંકડી ગલીમાંથી સોંસરા કાઢી આપે છે આપણને.

એક અવસ્થા સુધી માણસ પોતાની સ્થિતિ સામે સતત લડતો રહે છે પણ પછી એક સમયે એ પરિસ્થિતિને સ્વીકારી લેવાની સમ્યક્ અવસ્થા પર આવી ઊભે છે. ગાલિબ યાદ આવી જાય: ‘रंज़ से खूंगर हुआ इंसान तो मिट जाता है रंज़, मुश्किलें मुझ पर पडी इतनी कि आसान हो गई । (માણસ જ્યારે દુખનો આદિ થઈ જાય છે, ત્યારે દુઃખ મટી ગયેલું અનુભવાય છે. મુસીબતોનો બોજ જ્યારે સહનશક્તિની તમામ હદો પાર કરી જાય છે ત્યારે એ મુસીબતો પછી મુસીબત જણાતી નથી.) નાયક પોતાના હારેલ-થાકેલ ઘડપણને સ્વીકારીને નાયિકાની સન્મુખ આવી ઊભે છે કેમકે બધું જ હારી દીધા પછી પણ સ્નેહ પરની શ્રદ્ધા હજી ગત થઈ નથી. સુન્દરમે લખ્યું હતું, ‘જગતની સર્વ કડીમાં સ્નેહની સર્વથી વડી.’ નાયિકાનું ચુંબન સ્નેહની આ સર્વથી વડી કડીની પ્રતીતિ કરાવે છે.

નાયક સમયને જે ઉપાલંભ આપે છે આગળ કહ્યું એમ આ કાવ્યનો પ્રાણ છે. સમય ભલભલા ઘાનું સિદ્ધ ઔષધ છે. સારું-નરસું બધું જ સમય પોતાના પાલવમાં ભેદભાવ વિના સમાવી લે છે. પણ કવિ એને જે ચીમકી આપે છે એની મજા છે. કવિ સમયને કહે છે કે તું તારી ડાયરીમાં બધું જ નોંધી લેજે. મારી બરબાદી, મારો વિનાશ, મારી રોગિષ્ઠાવસ્થા, મારું ઘડપણ – બધું જ પણ હું જ્યારે જેનીને મળ્યો ત્યારે જેનીએ આ ઉંમરે પણ ખુરશીમાંથી ઊછળીને મને જે ચુંબન કર્યું એ નોંધવાનું ભૂલીશ નહીં કેમકે આ ચુંબન, આ સ્નેહ, નાયકની તમામ મોરચે થયેલી હાર પછી પણ નાયકનો સ્નેહપૂર્વક સ્વીકાર એ નાયકની જિંદગીની સાચી ઉપલબ્ધિ છે. આ જીત, આ પ્રાપ્તિ, આ દોલત સંસારની સમસ્ત સંપત્તિ કરતાં વધુ મૂલ્યવાન છે. સ્નેહ જ જીવનનો સાચો અર્થ છે.

રચનાની દૃષ્ટિએ જોઈએ તો અંગ્રેજીમાં જવલ્લે વપરાતા ટ્રોકેઇક મીટર (સ્વરભારવાળો શબ્દાંશ પછી સ્વરભારહીન શબ્દાંશ)નો અહીં પ્રયોગ થયો છે. સામાન્યરીતે અંગ્રેજી કવિતામાં આયેંબિક પેન્ટામીટરનો પ્રયોગ વધુ થાય છે જેમાં લઘુ-ગુરુ એમ સ્વરભારની યોજના જોવા મળે છે પણ અહીં સ્વરભારનો પ્રયોગ આનાથી ઊલટી રીતે –ગુરુ-લઘુ, ગુરુ-લઘુ – થાય છે. જેના કારણે કાવ્યપઠનની પદ્ધતિ પણ બદલાય છે જે અલગ પ્રકારની ફ્લેવર સર્જે છે. મૂળ અંગ્રેજી કવિતામાં અબઅબ-કડકડની પ્રાસરચના પણ પરંપરાથી જરા ઉફરી ચાલે છે. આ કવિતા વિશ્વ સાહિત્યમાં એટલી બધી પ્રસિદ્ધ થઈ છે કે ઢગલાબંધ લોકોએ આની પ્રતિ-કવિતાઓ પણ રચી છે.

એવી વાયકા છે કે ફ્લુની લાંબી બિમારીમાંથી ઊઠીને હન્ટ જ્યારે થોમસ કાર્લાઇલને મળવા જાય છે ત્યારે એની પત્ની જેન વેલ્શ કાર્લાઇલ ખુરશીમાંથી ઉછળીને એને ચૂમે છે. બે દિવસ પછી હન્ટનો નોકર આ કવિતા જેનને આપી જાય છે.
*

Jenny kiss’d me when we met,
Jumping from the chair she sat in;
Time, you thief, who love to get
Sweets into your list, put that in!
Say I’m weary, say I’m sad,
Say that health and wealth have miss’d me,
Say I’m growing old, but add,
Jenny kiss’d me.

– James Henry – Leigh Hunt

લ્યો… એક દાયકો પૂરો !!

Vivek Tailor

*

દસ વર્ષ પહેલાં જ્યારે આ વેબસાઇટ શરૂ કરી ત્યારે એવું લાગતું હતું કે ગુજરાતી વેબસાઇટ્સ એ ગુજરાતી ભાષાનું નવું સરનામું છે. પ્રિન્ટ મિડિયાના વળતાં પાણી થશે અને ઓન-લાઇન સાહિત્ય ચોકોર છવાઈ જશે એમ લાગતું હતું. શરૂઆતમાં મારી આ કલ્પના ખરી પડતી પણ જણાઈ. શરૂ થયાના થોડા જ વર્ષોમાં ગુજરાતી વેબસાઇટ્સ ખાસ્સું કાઠું કાઢતી નજરે ચડી. સાઇટ્સમાં વૈવિધ્ય પણ દેખાયા. પણ છેલ્લા બે-ત્રણ વર્ષમાં પરિસ્થિતિમાં ફરી નવો વળાંક નજરે ચડી રહ્યો છે. વૉટ્સ-એપ અને ફેસબુકના આક્રમણ સામે વેબસાઇટ્સની લોકપ્રિયતામાં ખાસ્સો ઘટાડો થયેલો અનુભવાય છે. પણ તોય એ હકીકત નકારી શકાય એમ નથી કે ફેસબુક અને વૉટ્સ-એપ એ વહેતાં તરલ માધ્યમ છે જ્યારે વેબસાઇટ્સ ધ્રુવતારક સમી અવિચળ છે એટલે ઘટતી લોકપ્રિયતાના સામા વહેણમાં પણ તરતા રહેવાનું ચાલુ રાખ્યું છે.

૧૦ વર્ષ

૫૨૫ પૉસ્ટ્સ

૧૨૦૦૦થી વધુ પ્રતિભાવ

આ આપ સહુના અવિરત સ્નેહનો જ અનર્ગળ આવિર્ભાવ છે. મારી આ શબ્દયાત્રા આજપર્યંત ચાલુ જ છે અને શ્વાસપર્યંત ચાલુ જ રહે એવી અભિલાષા સાથે આપ સહુનો એકધારો સદભાવ પણ અપેક્ષિત છે…

ચાલો ત્યારે, અગિયારમા વર્ષમાં પણ મળતા રહીશું દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે…

સદૈવ આપનો જ,

વિવેક

*

scsm_10_yrs

નવમી અજાયબી…? નવમી વર્ષગાંઠ…

IMG_7698

*

નવ વર્ષ પહેલાં આજના દિવસે આ સાઇટ શરૂ કરી પહેલવહેલી પૉસ્ટ મૂકી હતી ત્યારે હું સાતત્યપૂર્ણ બ્લૉગિંગના નવ નવ વર્ષ પૂરાં કરી શકીશ કે પાંચસોથી વધુ પૉસ્ટ મૂકી શકીશ એવું કોઈકે મને કહ્યું હોત તો મને એ વાત દુનિયાની નવમી અજાયબી જેવી જ લાગી હોત.. એક-એક શનિવાર કરતાં કરતાં આજે આ સાઇટ શરૂ કર્યાના નવ વર્ષ પણ પૂરાં થયાં અને એક-એક કરતાં થોડા સમય પૂર્વે જ પાંચસો પૉસ્ટનો મેજિક ફિગર પણ સ્પર્શી શકાયો…

*

આ આખી સફરનું શ્રેય હું ત્રણ જણને આપીશ:

૧) વૈશાલી… પંદર વર્ષની શીતનિદ્રામાંથી જગાડી જેણે શબ્દ સાથે મારું પુનઃસંવનન કરાવી આપ્યું.

૨) ધવલ… જેણે આ સાઇટ વિશે કલ્પના કરી, મને સમજાવ્યો અને સાઇટનું સર્જન પણ કરી આપ્યું.

૩) આપ સહુ વાચક મિત્રો… જેમના સ્નેહ વિના આ સાઇટનું એક ડગ ભરવું પણ શક્ય નહોતું…

*

દસમા વર્ષમાં પ્રવેશતી વેળાએ હું મારી જાત પરના નિયંત્રણમાં થોડી હળવાશ લાવવા વિચારું છું… હવેથી દર શનિવારના બદલે દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે મળીશું… શબ્દોના રસ્તે… શ્વાસના સરનામે…

IMG_1087

(વર્ષ ૨૦૧૪માં અસ્મિતા પર્વ ખાતે કાવ્યપઠન….)

જન્મદિવસ મુબારક, વહાલી વૈશાલી…

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

*

આઠમી સપ્ટેમ્બર… મારી જિંદગીનો સહુથી મહત્વનો માઇલસ્ટૉન… વૈશાલીની વર્ષગાંઠ… મારા કાવ્યસર્જનના કારણે એ મારા પ્રેમમાં પડી અને વચ્ચે પંદર-પંદર વર્ષ સુધી શીતનિદ્રા ભોગવ્યા પછી એણે જ પુનઃ કાવ્યસર્જન સાથે મારું અનુસંધાન સાધી આપ્યું… મારા ઘરને, મારા સંસારને ચોકોરથી સાચવી લઈને એણે સતત મને મોકળાશ આપી છે અને એ જ મોકળાશના કારણે હું આજે જ્યાં છું, ત્યાં છું !

મારી એક-એક કવિતા, એક-એક શબ્દ, એક-એક શ્વાસ એના આજીવન ઋણી હતા, છે અને રહેશે…

જન્મદિવસની અઢળક મબલખ શુભકામનાઓ,

વહાલી વૈશાલી

*

champakaran

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek Tailor

Vai by Vivek

ભરબપોરે સૂર્યાસ્ત…. (મૃગેશ શાહ – રીડગુજરાતી.કોમ)

*

ઓનલાઇન ગુજરાતી સાહિત્યના એકલહથ્થુ ભેખધારી અને પાયાના ખેલાડીઓમાં મોખરાના એક ગણી શકાય એવા મૃગેશ શાહ હવે આપણી વચ્ચે નથી….

મગજમાં લોહીની નસ ગંઠાઈ જવાના (Superior Sagittal and Cavernous Sinus Thrombosis) કારણે માત્ર પાંત્રીસ વર્ષની કુમળી વયે મૃગેશ પર વડોદરા ખાતે ગઈ ૨૦મીએ ન્યુરોસર્જરી કરવામાં આવી. સર્જરી બાદ મૃગેશની તબિયત કથળી. કોમામાંથી બહાર જ આવી ન શક્યા અને ૦૫/૦૬/૨૦૧૪ના રોજ બપોરે ૧૨.૧૫ કલાકે એમનું દેહાવસાન થયું…

ઓનલાઇન ગુજરાતી ગદ્ય તથા પદ્યના સહુથી વિશાળ ખજાના- રીડગુજરાતી.કોમનો આમ અકાળે અંત આવશે એવું કોણે ધાર્યું હોય ?

મિત્ર મૃગેશને ભાવભીની શ્રદ્ધાંજલિ…

*

readgujarati

કાવ્યપઠન વિડિયો @ અસ્મિતાપર્વ

અસ્મિતાપર્વમાં કાવ્ય પાઠ કરવા આમંત્રણ મળે એ કોઈપણ કવિ માટે મોટી ઉપલબ્ધિ ગણાય છે… આ વર્ષે આ લહાવો મને પણ મળ્યો હતો. કેટલાક મિત્રોએ આ કાવ્યપાઠ આસ્થા ચેનલ પર જીવંત પ્રસારિત થયેલો જોયો હશે તો કેટલાકે આ વિડિયો ક્લિપ યુ-ટ્યુબ અથવા ફેસબુક પર પણ જોઈ લીધી હશે…

મારા વેબ-મિત્રો માટે આ વિડિયો અહીં ઉપસ્થિત છે…

*

*

આપના પ્રતિભાવોની પ્રતીક્ષા રહેશે…

BA Semester III

BA Sem III

બિચારી યુનિવર્સિટીએ સાડા ત્રણ મહિના જેટલો લાં…બો સમય પરિણામ આપવા માટે લીધો… દુનિયાની આ પહેલી યુનિવર્સિટી હશે જે ચાર મહિનાના સેમેસ્ટરમાં સાડા ત્રણ મહિના સુધી પરિણામ જ ન આપે… આવનારી પરીક્ષા વચ્ચે ફક્ત પચ્ચીસ દિવસ બચ્યા છે અને તોય હજી બધા પરિણામ આ યુનિવર્સિટી આપી શકી નથી…

કોઈ પરીક્ષાનું પરિણામ ૨૧% છે તો કોઈનું ૨૭%, કોઈનું ૪૨% તો કોઈનું ૭૦%… જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એ સહેજે સમજી શકાય છે કે નબળા છે માટે જ નાપાસ થયા છે… એ લોકોને પરીક્ષાના ત્રણ અઠવાડિયા પહેલાં માંડ માંડ ખબર પડે છે કે કયા કયા વિષયમાં અને કેટલા કેટલા વિષયમાં એમણે નવા સેમેસ્ટરના બધા વિષયની સાથોસાથ મહેનત કરવાની છે… વાહ ! એકવાર નાપાસ થાવ તો બીજીવાર પાસ થઈ જ ન શકાય એવી જડબેસલાક પદ્ધતિ આપણી યુનિવર્સિટીએ તો શોધી કાઢી છે…

એની વે, ચોથા સત્રની પરીક્ષાઓ ઢૂકડી આવી ઊભી હોવાથી એક નાનકડું વેકેશન ભોગવી લેવાનું મન થાય છે…

પરીક્ષા પતે પછી ફરી મળીશું…

આઠમી વર્ષગાંઠ પર…

Viv

*

૨૯ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ મિત્ર ધવલની આંગળી પકડીને મેં બ્લૉગવિશ્વમાં પ્રવેશ કર્યો એ વાતને આજે આઠ વર્ષ પૂરાં થયાં. દર શનિવારે એક સ્વરચિત કાવ્ય મારા પાડેલા ફોટોગ્રાફ્સ સાથે મૂકવાનો ઉપક્રમ કેટલીક લાંબા-ટૂંકા ગાળાની અનિયમિતતાને બાદ કરતાં જળવાઈ રહ્યો છે એ વાતનો સંતોષ છે. જો કે આ નિયમિતતા માટે હું મારા કરતાં વધુ આપ સહુને નિમિત્તરૂપ ગણું છું… આપ સહુના સ્નેહના કારણે જ સતત લખતા રહેવાનું બન્યું છે…

આ વરસે જો કે ૧૪ નવેમ્બર પછી લગભગ બે મહિનાનું વેકેશન લઈ લીધું ત્યારે વાચકમિત્રો તરફથી કોઈ ખાસ પ્રતિભાવ ન મળતાં એમ પણ થયું કે આ સાઇટની હવે કોઈને જરૂર જણાતી નથી તો મારે આ વેકેશન કાયમી જ કેમ ન કરી નાંખવું ? પણ વાડકીવ્યવહાર-વાચકો ખરી ગયા બાદ જે થોડા-ઘણા સાચા વાચકમિત્રો રહી ગયા છે એમના માટે અલવિદાનો ઓપ્શન હાલ પૂરતો મુલ્તવી રાખ્યો છે:

ફક્ત હું એમના માટે ગઝલ લખું છું ‘મરીઝ’,
આ ચાર પાંચ જે મારો કમાલ સમજે છે. (મરીઝ)

અને હા, હું દર વરસે કહું છું અને દર વરસે કહેતાં રહેવાનું મન થાય એવી વાત એ જ છે કે આપનો સ્નેહ એ મારી સાચી ઊર્જા છે.. આપના પ્રેમ અને સદભાવના કારણે જ હું ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા સન્માનિત થઈ શક્યો. અને આપના અનવરત પ્યારના કારણે જ હું દર શનિવારનો વાયદો પૂરો કરવા કોશિશ કરતો રહું છું… આ કોશિશોના અંતે હું જ્યારે-જ્યારે પણ ફરીને જોઉં છું ત્યારે-ત્યારે સમજી શકું છું કે આપનો સ્નેહ જે મારી કોશિશોનું ચાલકબળ છે એ મારી આ સાઇટને ઘડે છે એના કરતાં વધુ મને ઘડે છે… હું સાઇટનું સર્જન કરું છું એ મારો મિથ્યાભ્રમ છે, સાઇટ મને ઘડે છે એ જ એકમાત્ર નક્કર હકીકત છે…

મળતા રહીશું… શબ્દોના રસ્તે, શ્વાસોના સથવારે… દર શનિવારે !

*

GLF

(અમદાવાદના મિત્રોને આ કાર્યક્રમમાં પધારવા સહૃદય નિમંત્રણ છે)

વેકેશન પછી…

એકતરફ બી.એ.ના ત્રીજા સેમેસ્ટરની પરીક્ષા આવી ઊભી અને બીજીતરફ સાઇટમાં તકનીકી સમસ્યા ઊભી થઈ હોવાથી ઘણા લાંબા સમય પછી એક વેકેશન લેવું પડ્યું… આ વખતે કોઈ કવિતાના બદલે થોડી ફોટો-પોએમ્સ માણીએ…

*

aavo

path

naavDi

maarg

khander

fulo par

rang

બર્થ ડે ગિફ્ટ…

સામાન્ય રીતે વર્ષગાંઠ પર ભેટ મેળવવાનો રિવાજ છે… મારે આપવી છે… (આંશિક ભેટ, હં કે!)

ગયા ડિસેમ્બરમાં મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર મળ્યો. ડિસેમ્બર મહિનામાં જ આપ અત્યારે આ જે સાઇટ વાંચી રહ્યા છો એણે સાત વરસ પૂરા કર્યા અને આજે સોળમી માર્ચે મેં જિંદગીના બેતાળીસ વર્ષ પૂરા કરી તેતાળીસમા વર્ષમાં પ્રવેશ કર્યો… આ ત્રિવિધ ખુશીના પ્રસંગે મારા બંને પુસ્તકો અને ઑડિયો સીડીનો સેટ આપ સહુને લગભગ ૪૦% ડિસ્કાઉન્ટ સાથે મળી શકશે…

 

Three in one_Vivek

 

બંને પુસ્તકો તથા ઑડિયો સીડીના સેટની કિંમત:

  • ભારતમાં: રૂ. ૨૨૫ (રૂ ૩૫૦ના બદલે) (કુરિઅર તથા બેંક ચાર્જિસ સાથે)
  • વિદેશમાં : $ ૧૧.૫ (પોસ્ટેજ ચાર્જ સાથે)

 

e-bay પરથી આ પુસ્તકો અને સીડી મંગાવવા માટે નીચે નામ ઉપર ક્લિક કરો:

 

પુસ્તક અને ઑડિયો સીડીનું પ્રાપ્તિસ્થાન:

સુરત :

  • આયુષ્ય હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ.  (9824125355)

અમદાવાદ:

  • રચના પ્રશાંત શાહ: 32, રમેશ પાર્ક સૉસાયટી, પંચશીલ બસ સ્ટેન્ડ પાસે, ઉસ્માન પુરા. (079-27561084)

મુંબઈ:

  • મીના છેડા, ગોરેગાંવ. (9930177746)

અમેરિકા:

  • શાર્દૂલ પંડ્યા:  ડેટ્રોઇટ: misspandya@hotmail.com, 001-586-264-0388
  • જયશ્રી ભક્ત, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા:  write2us@tahuko.com
  • મોના નાયક, ન્યૂ જર્સી : urminosaagar@yahoo.com

સાત સાત વર્ષ… …સાથ સાથ આપ…

OLYMPUS DIGITAL CAMERA

 *

સપ્તપદીના સાત પગલાં… અઠવાડિયાના સાત વાર… સપ્તર્ષિના સાત ઋષિઓ… ઇન્દ્રધનુષના રંગો સાત… સંગીતના સાત સૂર… સપ્તસિંધુની નદીઓ સાત… સાત અજાયબીઓ… સાત પાપ – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ… સાત સમંદર… સાત આકાશ… સાત પાતાળ..

…અને નેટ-ગુર્જરી પર મારી આ વેબસાઇટના સાત વર્ષ… ખરું પૂછો તો એક સ્વપ્ન જેવું લાગે છે. આ સાઇટના કારણે જ મારી કવિતાનો કાયાકલ્પ થયો અને મિત્રોનો મુશળધાર વરસાદ જિંદગીની ધરતી પર થયો… આ સાઇટના કારણે જ મારા બે પુસ્તકો આકાર પામ્યા… અને આ સાઇટના કારણે જ હું મારી ખોવાયેલી જાતને કદાચ પાછો મળી શક્યો છું…

આ વર્ષે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને થોડા દિવસો પહેલાં જ પુરસ્કૃત કરવામાં આવ્યો એ ધન્ય ઘડી પર ફેસબુક પર 350થી વધુ પ્રતિભાવો, 600 જેટલા likes, 100થી વધુ SMS, ઢગલાબંધી ફોન-કોલ્સ અને ઇ-મેલ્સ…

મને તો આપ સહુનો આ સ્નેહ-પુરસ્કાર પરિષદના એવૉર્ડ કરતાં પણ વધુ મોટો લાગ્યો… ખૂબ ખૂબ આભાર…

મળતા રહીશું… શબ્દોના રસ્તે… શ્વાસોની ગલીઓમાં…

-વિવેક

darpan purti_vivek

ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પુરસ્કાર…

A_SCSM_front_final

*

પ્રિય મિત્રો,

સમાચાર આનંદના હોય અને આપ સાથે એ વહેંચવાના ન હોય તો એ આનંદ સાવ અધૂરો ન લાગે? છેલ્લા સાત-સાત વર્ષોથી ઇન્ટરનેટના માધ્યમ વડે આપ સહુ સ્નેહીજનો સાથે એવો તો દિલી નાતો બંધાઈ ગયો છે કે જાણે આખીય નેટ-ગુર્જરી મને મારો પોતાનો પરિવાર જ લાગે છે…

સુરત ખાતે હાલમાં ગુજરાતી સાહિત્ય પરિદનું સત્તાવીસમું અધિવેશન – જ્ઞાનસત્ર- ચાલી રહ્યું છે.

ગઈ કાલે આ જ્ઞાનસત્રના પ્રથમ દિવસે ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી “પ્રથમ સર્જનાત્મક પુસ્તક”નું વર્ષ ૨૦૧૧ માટેનું પારિતોષિક પરિષદના પ્રમુખશ્રી વર્ષા અડાલજાના વરદ હસ્તે મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા” માટે એનાયત થયું….

આપ સહુ મિત્રોનો અનવરત સ્નેહ જ મારી આ વેબસાઇટ અને એ દ્વારા ગઝલસંગ્રહ સ્વરૂપે પ્રકાશિત થઈ શક્યો છે… આથી આ પુરસ્કાર હું આપ સહુને જ અર્પણ કરું છું…

આભાર !

વિવેક

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

OLYMPUS DIGITAL CAMERA

રોલ-રિવર્સલની મજા…

Viv_study

જીવન એટલે મારા માટે અનવરત સ્વપ્નો જોવા અને એને સાકાર કરવાની કોશિશ કરતા રહેવાની ઘટના.  સાહિત્યમાં બેચલર ઑફ આર્ટ્સ થવાની મારી નાનપણની મહેચ્છાને આજે એકતાળીસમા વર્ષે આકાર આપી રહ્યો છું. એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BA (Higher English)પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો છે.

આમ તો લયસ્તરોના નિમિત્તે કવિતાના અંતઃસત્ત્વ સુધી પહોંચવાની નિયમિત તક ફરજના ભાગરૂપે મળતી જ રહે છે પણ પરીક્ષા નિમિત્તે સાહિત્યનું વધુ વિગતે Dissection કરી શકાય એ ભાવનાથી આ કાર્યમાં પ્રવૃત્ત થયો છું…

મારા ઘરે આજકાલ આવા દૃશ્ય જોવા મળે છે:

“પપ્પા ! વાંચો વાંચો, પરીક્ષા આવી…. મમ્મીઇઇઇઇ જો…! આ પપ્પા વાંચવાને બદલે મોબાઇલ પર વાતો જ કર્યા કરે છે”

– આવી ઘટના કેટલાના જીવનમાં બને છે? દીકરા-દીકરી પર મા-બાપ જાસૂસી કરે એ તો ઘર-ઘરની વાર્તા છે પણ બાપ પરીક્ષા આપતો હોય અને દીકરો જાસૂસી કરતો હોય એવા ‘રોલ રિવર્સલ’માં કેટલી મજા આવે !

25/10 થી 3/11 સુધી મારી ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા છે.

તમે લોકો મને બેસ્ટ ઓફ લક કહી શકો છો !

થોડો સમય વેબસાઇટ પર વેકેશન જાહેર કરું છું. પરીક્ષા બાદ ફરી મળીશું…

ગદ્યના આકાશમાં એક પગલું….

કવિતા તો હું નિયમિતપણે કરતો રહું છું અને કવિતાના અલગ-અલગ સ્વરૂપોમાં મારી જાતને ચકાસવાની કોશિશ પણ પણ કરતો રહું છું. પણ જેટલું મને પદ્ય આકર્ષે છે એટલું જ ગદ્ય પણ મને ગમે છે. સમય મળ્યે ગદ્યસાહિત્યના અલગ-અલગ આયામો ચકાસવાની પણ મારી નેમ છે…. હાલ, એક અદભુત ઇરાની ફિલ્મનો રિવ્યૂ જે તાજેતરના “નવનીત સમર્પણ”માં છપાયો એનું વિહંગાવલોકન… આખો લેખ તો આખા આઠ પાનાં ભરીને છે એટલે એના માટે તો તમારે ઓક્ટોબર મહિનાનો અંક જ ખરીદવો પડશે…

અહીં તો માત્ર એક ઝલક…

*

Navneet_COP

navneet_cover

રજાની મજા….

સાઇટમાં છેલ્લા ઘણા સમયથી ઊભી થયેલી તકનિકી સમસ્યાઓનું મૂળ શોધવા અને શક્ય બને તો સુધારો કરવા માટે હાલ પૂરતું એક નાનકડું વેકેશન…

મળતા રહીશું…. શબ્દોના રસ્તે !

સસ્નેહ,

આપનો જ,

વિવેક

છઠ્ઠી વર્ષગાંઠ- શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે…!

OLYMPUS DIGITAL CAMERA

*

૦૨-૦૨-૨૦૦૫ના રોજ લગભગ પંદર વર્ષ લાંબી શીતનિદ્રા બાદ “વૃક્ષ” ગઝલસ્વરૂપે મારું પહેલું રિ-અવેકનિંગ થયું. અને એ જ વર્ષની ૨૯મી ડિસેમ્બરના રોજ “શબ્દો છે શ્વાસ મારા” નામે મારો બ્લૉગ શરૂ કર્યો એ મારું બીજું રિ-અવેકનિંગ ગણી શકાય. મારી પુનર્જાગૃતિને સતત સજીવન રાખવામાં મારી પોતાની સર્જકતા કરતાં પણ આ બ્લૉગ અને એ નિયમિતપણે અપડેટ કરવાની મારી કટિબદ્ધતા અને પ્રતિભાવ સ્વરૂપે મળતા આપ જેવા દિલકશ મિત્રોએ વધુ અગત્યનો ફાળો ભજવ્યો. એક-એક કરતાં છ વર્ષ પૂરાં થઈ ગયાં અને સાડી ત્રણસોથી વધુ રચનાઓ અહીં પૉસ્ટ થઈ ગઈ જેના પર મિત્રોએ લગભગ સાડા નવ હજાર જેટલા લેખિત પ્રતિભાવો આપ્યા.   સાઇટ મીટર ચાલુ કર્યા પછી છેલ્લા સડા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ યુનિક વિઝિટર્સ અને અઢી લાખથી વધુ ક્લિક્સ… આપના આ પ્રેમલ પ્રતિસાદનો પ્રતિઘોષ આપી શકવા માટે હું સાવ વામણો છું, દોસ્તો…

આ વર્ષમાં મારા બે પુસ્તકો- “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલસંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સીડી “અડધી રમતથી”નો સેટ પ્રકાશિત થયો. જેને આપ સહુનો સ્નેહભર્યો પ્રતિસાદ પણ સાંપડ્યો. (કોઈ મિત્રોને આ સેટ મેળવવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરે)

દર શનિવારે vmtailor.com પર મારાથી શક્ય હશે ત્યાં સુધી આપણે સતત મળતા રહીશું… હું દર શનિવારે આપની રાહ જોતો રહીશ.

અંતે, જે મેં આગળના વર્ષે કહ્યું હતું એ જ ફરીથી કહીશ:

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…

મળતા રહીશું, શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે !

વિવેક

*

અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:

1

(ફૂલછાબ (રાજકોટ), ગુલછાડી…          …મધુકાન્ત જોષી, 18-09-2009)

*

2

(દિવ્ય ભાસ્કર ‘વુમન ભાસ્કર’…   …કાજલ ઓઝા-વૈદ્ય, 21-12-2010)

*

3

(દિવ્ય ભાસ્કર, કળશ…                          ….મનોજ શુક્લ, 26-01-2011)

*

4

(સંદેશ (સુરત)…                                   …મેહુલ દેસાઈ, 19-12-2010)

*

5

(ગુજરાત સમાચાર ‘શતદલ’…    …જય વસાવડા, 09-11-2011)

*

6

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…     ….ક્ષિતિજ નાયક, 26-04-2011)

7

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…      …પ્રિયંકા વિસરીયા-નાયક, 17-05-2011)

(શ્રી જવાહર બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિનો અતિલોકપ્રિય શેર ટાંકતી વખતે લેખકને મારું નામ યાદ આવે એને મારે શું ગણવું? )

*

8

(દિવ્ય ભાસ્કર, રણમાં ખીલ્યું ગુલાબ’…  …ડૉ. શરદ ઠાકર, 24-07-2011)

*

9

(દિવ્ય ભાસ્કર, ‘ડૉક્ટરની ડાયરી’…     …ડૉ. શરદ ઠાકર, 21-09-2011)

*

10

(ગુજરાત મિત્ર, 14-07-2011)

*

11

ફૂલછાબ (રાજકોટ)…       … સ્નેહા પટેલ, 13-07-2011)

આમ ચાલે છે અમેરિકા… કડી 2

ગયા શનિવારે આપણે અમેરિકાને ગતિશીલ રાખતા કેટલાક પ્રકારના વાહન જોયા… આ કડીમાં બાકીના એવા કેટલાક પરિબળો જે અમેરિકાને સદૈવ ચલાયમાન રાખે છે… આ સિવાય પણ સેંકડો પ્રકારના સાધન-વાહન અમેરિકામાં હોવના જ પણ મારી નજરે દોઢ મહિનામાં જે પણ અલગ અલગ ‘વેરાઇટિઝ’ ચડી એનો આ નાનકડો રસથાળ આ અઠવાડિયે ફરી એકવાર… કલમના બદલે આજે કેમેરાની કવિતા… આશા છે આપને ગમશે…
*

P5198592

(ટાઇટેનિકના પંથે…..??)

*

P1013641

(ઝીપ…ઝેપ્પ…ઝુમ્મ…..                               ….સામા કાંઠે કેનેડા)

*

P6062614

(આ તો તારી ને મારી વાત… )

*

P5177814

(મનના માલિક તારી મોજના હલેસે ફાવે ત્યાં એને હંકારી તું જા)

*

OLYMPUS DIGITAL CAMERA

(એણે આભનું નિશાન ભલું તાક્યું, બાકી ન કાંઈ રાખ્યું…)

*

OLYMPUS DIGITAL CAMERA

(મહાસાગરમાં હું એક બિંદુ…. )

*

OLYMPUS DIGITAL CAMERA

(तू किसी रेल सी गुजरती है, मैं किसी पुल सा थरथराटा हूँ…)

*

P5106433

( અરે… અમેરિકામાં આ વાહન પણ???? )

*

P5167334

(મશીન અને મોટરની દુનિયાથી દૂર )

*

P5177697

(ગોરસ લ્યો રે… કોઈ ગોરસ લ્યો રે….)

*

OLYMPUS DIGITAL CAMERA

(કૂતરા ગાડી)

*

OLYMPUS DIGITAL CAMERA

(એક વાહન આ પણ… )

*

P1013374

(ધ બેસ્ટ થિંગ ઇન અમેરિકા…..)

*

P1013592

(અને આ વાહન બધામાં ઉત્તમ, ખરું ને? )

આમ ચાલે છે અમેરિકા…

અમેરિકાના ફોટોગ્રાફ્સનો એક ભાગ આપે અગાઉ માણ્યો. આજે આ બીજી કડીમાં અમેરિકામાં મારા કેમેરાની અડફેટે ચડી ગયેલી એવી કેટલીક વસ્તુઓ જે આખી દુનિયાને ફોજદારી લાકડીથી હંકારતા અમેરિકાને હંકારે છે…  આશા રાખું કે અલગ અલગ અંદાજમાં મારી સાથે આ બધા વાહનોમાં બેસીને અમેરિકા ફરવાનું આપ સહુને પણ ગમશે…

*

P5136947
(ઊંચે નીચે રાસ્તે ઔર મંઝિલ તેરી દૂર… )

*

P5065551
(જૂનું એટલું સોનું… વિન્ટેજ કાર! )

*

OLYMPUS DIGITAL CAMERA
(કભી તો મિલેગી, કહીં તો મિલેગી…           ….મારા દીકરાની ડ્રીમ કાર)

*

P1013744
(મનુભાઈની મોટર ચાલી પમ પમ પમ…          …લિમોઝીનનો ઠાઠ)

*

P5096309
(નગરને ગળી જતી ભીડ… )

*

P5157191
(સીધાં ગોડઝીલાના મોંઢામાં જ, હં કે…)

*

P5167244
(પુલ વિનાના કાંઠા વચ્ચે જિંદગી જીવાઈ ગઈ… )

*

P5177530
(આપણી રગોનું લોહી લાલ, ન્યુ ર્કની રગોમાં પીળું…)

*

P5167281
(એની કોમેન્ટ્સ ?)

*

P5167445
(ન્યુ યૉર્ક શહેર બતાવું ચાલો… )

*

P5188225
(નાની તો નાની, પણ મારી ગાડી મને વહાલી…)

*

P1013343
(પંછી બનું, ઊડતી ફિરું, મસ્ત ગગનમેં… )

*

P5178141
(ઉડે ઉડે રે પતંગ મોરી ઉડે રે…)

*

બાકીના વાહનોની મુલાકાત આવતા અઠવાડિયે રાખીએ??

અમેરિકાની મારી કાવ્ય-યાત્રા…

૪૫ દિવસ… પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ : અમેરિકાની ધરતીના ચારેય ખૂણાઓને અછડતું સ્પર્શી લીધું. ધરતીની વિશાળતા, કુદરતે ખોબલે ખોબલે આપેલું અસીમ સૌંદર્ય અને એ જાળવી રાખવા માટેની ત્યાંની સરકાર અને નાગરિકોની કુનેહદૃષ્ટિ અને કટિબદ્ધતા, વિશાળ માર્ગો, સ્વચ્છતા અને શિસ્તપાલન ગમી ગયા. દોઢ મહિનાના આ પ્રદીર્ઘ પર્યટન દરમિયાન ડેટ્રોઇટ, શિકાગો, ન્યૂ જર્સી, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલિસ અને છેલ્લે હ્યુસ્ટન ખાતે કાવ્યપઠનના નાના-મોટા કાર્યક્રમો કર્યા. મોટા ભાગના કાર્યક્રમમાં રઈશ મનીઆર અને અડધામાં મોના નાયક ‘ઊર્મિ’ સંગાથી કવિ હતા. અમેરિકાના ગ્લૉબલ ગુજરાતીઓએ જે રીતે ગંભીર કાવ્યરચનાઓને બિરદાવી એ જોઈને એ સહુને બિરદાવ્યા વિના નથી રહી શકાતું… અમેરિકન ગુજરાતીઓનું આ સવાઈ ગુજરાતીપણું ફરી ફરીને આ ધરતી પર ખેંચી લાવશે એવું લાગે છે.

પ્રસ્તુત છે આ કાર્યક્રમોની નાનકડી ઝલક…

****

પહેલો કાર્યક્રમ: ડેટ્રોઇટ @ પહેલી મે, 2011- ગુજરાત સ્થાપના દિન

P1013970
(કવિનો પારંપારિક પોશાક પહેરવાની હિંમત…)

*

P1013961
(એક ઔર ગઝલ હો જાય… )

****

બીજો કાર્યક્રમ: શિકાગો @ સાત મે, 2011

P5075687
(કવિ શ્રી આદિલ મન્સૂરીની પુણ્ય સ્મૃતિમાં…)

*

OLYMPUS DIGITAL CAMERA
(ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે….)

*

OLYMPUS DIGITAL CAMERA
( મને કંઈક મારામાં જડતું રહે છે…)

****

ત્રીજો કાર્યક્રમ: ન્યૂ જર્સી @ ચૌદમી મે, 2011

OLYMPUS DIGITAL CAMERA
(ચેલો કહે અને ગુરુ સાંભળે… વાહ! ધન્ય ઘડી…)

*

OLYMPUS DIGITAL CAMERA
(કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને…)

****

ચોથો કાર્યક્રમ : સાન ફ્રાન્સિસ્કો @ 21મી મે, 2011

OLYMPUS DIGITAL CAMERA
( ગુરુઓ અને ચેલાઓની રમઝટ…)

*

OLYMPUS DIGITAL CAMERA
(આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે…)

*

OLYMPUS DIGITAL CAMERA
(એ હાથમાંય જો, રેખા વગર શું છૂટકો છે ?)

****

પાંચમો કાર્યક્રમ: લોસ એન્જેલિસ @ 22મી મે, 2011

OLYMPUS DIGITAL CAMERA
(મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ… )

*

OLYMPUS DIGITAL CAMERA
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…)

*

OLYMPUS DIGITAL CAMERA
(શ્રોતાઓ ગેલમાં તો કવિ પણ રંગમાં…)

****

છઠ્ઠો કાર્યક્રમ: હ્યુસ્ટન @ સાતમી જુન, 2011

v2
( પ્રદીપ બ્રહ્મભટ્ટના ઘરે આગમન…)

*

vivektailorvisit-39

(મને કંઈક મારામાં જડતું રહે છે… )

*

v1
(કવિ અને કવિતાનો શંભુમેળો)

આજે અને કાલે…

OLYMPUS DIGITAL CAMERA
(બુશ્કીલ ફૉલ્સ, પેનસિલવેનિયા, 13 મે, 2011)

કવિતાનું ઝરણું તત્પર છે અમેરિકાના પશ્ચિમ કિનારાને ભીંજવવા માટે… બે બેક-ટુ-બેક કાર્યક્રમ… કેલિફૉર્નિયામાં…સહૃદય મિત્રોને ભાવભીનું નિમંત્રણ…

*

સાન ફ્રાંસિસ્કો

21/05 (શનિવાર): સાંજે 5.30 વાગ્યે

Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે. Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035

[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]

*

લોસ એન્જેલિસ

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

અનેકાંત કમ્યુનિટિ સેન્ટર અને જૈન સેન્ટર ઑફ સધર્ન કેલિફૉર્નિયા પ્રસ્તુત કરે છે ગુજરાતી ગઝલ એક્સ્ટ્રાવગાંઝા, બપોરે 2.30 વાગ્યે. Jain Centre Culture Complex, 8072 Commonwealth Avenue, Buena Park, CA 90621.

*

OLYMPUS DIGITAL CAMERA
(બુશ્કીલ ફૉલ્સ, પેનસિલવેનિયા, 13 મે, 2011)

અમેરિકા – ફોટોગ્રાફ્સ – ૧

આજે અમેરિકામાં ડેટ્રોઇટ અને શિકાગો પછી મારો ત્રીજો કાર્યક્રમ :

ન્યુ જર્સી

14/05 (શનિવાર): બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે

ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902

[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

****

****

અને, આજે કવિતાના બદલે મારા અમેરિકાના પ્રવાસના શરૂઆતના દિવસોની એક નાનકડી ઝલક…

*

OLYMPUS DIGITAL CAMERA
(કેમ ભાઈ, મારો ફોટો પાડતા પહેલાં મારી રજા લીધી? )

*

OLYMPUS DIGITAL CAMERA
(ગગનચુંબી મહાલયો…                 …ડેટ્રોઇટ ડાઉનટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(મૂલ્ય તારું શૂન્ય છે….                    …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(અમે કતારબંધ ઊભા, હવે તો કોઈ વસંત દ્યો…..)

*

OLYMPUS DIGITAL CAMERA
(એક અકેલા ઇસ શહરમેં…             …રિવર ફ્રંટ, ડેટ્રોઇટ ડાઉન ટાઉન)

*

OLYMPUS DIGITAL CAMERA
(પારદર્શક કાચ થઈને આમ ક્યાં નીકળ્યા તમે? … જી.એમ. મોટર્સ)

*

OLYMPUS DIGITAL CAMERA
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…                …બેલે આઇલેન્ડ)

*

OLYMPUS DIGITAL CAMERA
(સુરતમાં ગાંઠીયા, અમેરિકામાં પૉપકોર્ન !!)

*

OLYMPUS DIGITAL CAMERA
(મન મળી ગયું એની મેળે મેળામાં…              …બેલે આઇલેન્ડ, ડેટ્રોઇટ)

*

OLYMPUS DIGITAL CAMERA
(ગોરી… આ તું મલકે છે કે પછી રસ્તો…. )

*

OLYMPUS DIGITAL CAMERA
(કૂદવાને આતુર…                               …. સ્ટર્લિંગ હાઇટ્સ, ડેટ્રોઇટ)

ક્યાંથી મેળવશો આ ઑડિયો CD તથા પુસ્તકો?

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

બંને પુસ્તકો તથા ઑડિયો સીડીના સેટની કિંમત:

  • સુરતમાં: રૂ. 250 (રૂ 350ના બદલે)
  • ગુજરાત તથા મુંબઈમાં: રૂ. 320 (કુરિઅર તથા બેંક ચાર્જિસ સાથે)
  • વિદેશમાં : $ 35 (પોસ્ટેજ ચાર્જ સાથે)

છૂટક કિંમત: (ભારતમાં રૂ. 50 તથા વિદેશમાં $ 9 પોસ્ટેજ ચાર્જ અલગથી ઉમેરવો)

  • શબ્દો છે શ્વાસ મારા (ગઝલ સંગ્રહ) : રૂ. 125 ($ 10)
  • ગરમાળો (કાવ્યસંગ્રહ) : રૂ. 110 ($10)
  • અડધી રમતથી (ઑડિયો સીડી) : રૂ. 115 ($8)

પુસ્તક અને ઑડિયો સીડીનું પ્રાપ્તિસ્થાન:

સુરત :

  • આયુષ્ય હૉસ્પિટલ અને કાર્ડિયાક સેન્ટર, 47, સ્વીટી સૉસાયટી, ઉમાભવનની ગલીમાં, ભટાર રોડ.  (9824125355)
  • બુક વર્લ્ડ, કનકનિધિ, ગાંધી સ્મૃતિ ભવનની સામે, નાનપુરા. 0261-2461414)
  • બુક પૉઇન્ટ, ભૂલકા ભવન સ્કૂલની પાછળ, ભૂલકાં ભવન માર્ગ, રાંદેર રોડ. (0261-2744231)

અમદાવાદ:

  • રચના પ્રશાંત શાહ: 32, રમેશ પાર્ક સૉસાયટી, પંચશીલ બસ સ્ટેન્ડ પાસે, ઉસ્માન પુરા. (079-27561084)

મુંબઈ:

  • મીના છેડા, ગોરેગાંવ. (9930177746)

અમેરિકા:

  • શાર્દૂલ પંડ્યા:  ડેટ્રોઇટ: misspandya@hotmail.com, 001-586-264-0388
  • જયશ્રી ભક્ત, સાન ફ્રાન્સિસ્કો, કેલિફોર્નિયા:  write2us@tahuko.com
  • મોના નાયક, ન્યૂ જર્સી : urminosaagar@yahoo.com

સુરેશ દલાલની કલમે રાધાની આંખ…

DB1DB2

(‘હયાતીના હસ્તાક્ષર’, શ્રી સુરેશ દલાલ…                        …દિવ્ય ભાસ્કર, રવિ પૂર્તિ, ૧૦-૦૪-૨૦૧૧)

*

યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે.

 

જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!
તીરથને મંદિરો પડતાં મેલીને કદી જાત આ ઝુરાપાની નદિયુંમાં નાખ

રાધાનાં શમણાંના સાત રંગ રોળાયા
તંઇ જઈ એક મોરપિચ્છ રંગાયું
હૈડું ફાડીને પ્રાણ ફૂંક્યા કંઈ ઘેલીએ
એ દી’ આ વાંસળીએ ગાયું
મોરલીની છાતીથી નીકળતા વેદનાના સૂર સખી! સાંખી શકે તો જરી સાંખ!
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

ગોધૂલીવેળાની ડમરીમાં ડૂબકી દઈ
આયખું ખૂંદે છે ખાલીખમ પાદર
રાહનાં રૂંવાડાને ઢાંકવા પડે છે કમ
ચોર્યાસી લાખ તણી ચાદર
છો ને ભવાટવિ ઊગી અડાબીડ પણ ધખધખતી ઝંખનાને વળશે ન ઝાંખ
જમુનાના જળ કદી ઓછાં ન થાય એનું કારણ પૂછો તો કહું રાધાની આંખ!

– વિવેક મનહર ટેલર

કવિના તાજેતરમાં પ્રગટ થયેલા સંગ્રહ ‘ગરમાળો’માંથી આ ગીત લઉં છું. એમનો એક બીજો કાવ્યસંગ્રહ પણ હમણાં પ્રગટ થયો એનું નામ છે ‘શબ્દો છે શ્વાસ મારા.’ ગીત ગઝલ, અછાંદસ મુક્તક-આ બધું કવિની કલમને વશ છે. કવિએ પ્રથમ પંક્તિથી જ એક કાલ્પનિક ચમત્કારિક કૃતિ સર્જી છે. આ ચમત્કાર પાછળ કોઈ કથા, દંતકથા કે પૌરાણિક કથા હોય તો મને ખ્યાલ નથી. પણ યાદ છે ત્યાં સુધી અમેરિકામાં આત્મીય મોરારિબાપુએ જમુનાના જળની વાત કરતા આવો એક પ્રસંગ ટાંકયો હતો. મૂળ આનંદ તો કવિએ લયમાં ઝીલેલી જે વાત છે એનો છે.

આ યમુનાના જળ કદીયે ઓછાં નથી થતાં કારણ કે રાધાની આંખ સતત આંસુથી છલકાતી રહે છે. રાધાની આંખ જ તીર્થધામ છે. મંદિરોને પડતા મૂકવાની વાત છે. આ બધાં તીર્થધામો કે મંદિરો એ તો રાધાના ઝુરાપામાં પડતા મૂકવા જેવાં છે. એક એક પળ ગોપી હોય છે પણ પળે પળેનું સાતત્ય એ રાધા છે. રાધાને પણ એના સપનાં તો હોય, પણ એ સપનાંના સાતે રંગ રેલાઈ ગયા પછી એક મોરપિચ્છ થયું. જ્યારે હૃદય ફાટફાટ થયું ત્યારે તો એની ઘેલછામાંથી વાંસળીનું ગીત સૂર રૂપે પ્રગટયું. મોરલીમાં પણ ચિક્કાર વ્યથા છે. જન્મોજન્મની કથા છે. એની વેદનાના સૂર વીંધી નાખે એવા છે. એને જીરવવા સહેલા નથી. જીરવવું અને જીવવું એ બન્ને લગભગ અશક્ય છે.

સાંજનો સમય છે. ગોધૂલીની વેળા છે. એની ડમરીમાં આખું આયખું ડૂબકી મારે છે અને ખાલીખમ પાદર થઈને ખૂંદે છે. અહીં ફાટફાટ લાગણી છે પણ લાગણીવેડા નથી. ખુલ્લેઆમ કથન છે પણ વેવલાવેડા નથી. ચોર્યાસી લાખના ફેરાની ચાદર ઓછી પડે એવાં રૂંવાડાઓ છે. માત્ર આ એકાદ આયુષ્યની વાત નથી પણ સમગ્ર ભવાટવિની વાત છે. ઝંખના છે પણ દઝાડે એવી છે અને એ ઝંખના પણ એવી છે કે એને કદી ઝાંખપ ન લાગે. રાધા અને કૃષ્ણનો પ્રેમ સનાતન અને અમર છે. યમુનાના જળ કે રાધાની આંખ કદી સુકાવાનાં નથી. આ સાથે આ કવિનું બીજું ગીત જોઈએ જેથી કવિની ગીતની ગુંજાશનો ખ્યાલ આવે.

બળબળતા વૈશાખી વાયરા
ધગધગતી રેતીને રંજાડે, સંઈ! જયમ આંખ્યું ને કનડે ઉજાગરા

હળું હળું વાયરાનું બળું બળું ડિલ ચીરે
થોરિયાના તીખા તીણા નહોર
સન્નાટો ચીસ દઈ ફાટી પડે ને તંઈ
ગુંજી રે આખ્ખી બપ્પોર
સુક્કાભઠ્ઠ બાવળના એક-એક કાંટા પર તડકા માંડીને બેઠા ડાયરા
બળબળતા વૈશાખી વાયરા

સીમ અને વગડો ને રસ્તા બળે છે
એથી અદકું બળે છ મારું મંન
રોમ-રોમ અગ્નિ તેં ચાંપ્યો કેવો
લાગે ટાઢા આ ઊના પવંન
બળઝળતી રાત્યું ને ઝાકળ જયમ ઠારે ઈંમ આવ અને ઠાર મુંને, ઠાકરા!
બળબળતા વૈશાખી વાયરા

હયાતીના હસ્તાક્ષર, સુરેશ દલાલ

અમેરિકા… હું આવી રહ્યો છું…

way to success (12X18)
(લિબર્ટી પાર્ક, ન્યુ જર્સી…                                 ….. નવેમ્બર, ૨૦૦૯)

*

ઘણા લાંબા સમયથી આ મુલાકાત અટવાયા કરતી હતી… વચ્ચે એકવાર ઊડતી મુલાકાત લેવાનું થયું પણ જે રીતે મારે અમેરિકા આવવાની ઇચ્છા હતી એ આ વખતે પૂરી થશે એમ લાગે છે… લગભગ દોઢ મહિનો અને અમેરિકાના અલગ-અલગ ખૂણાઓ અને ઢગલાબંધ મિત્રો સાથે મુલાકાત… અદભુત રોમાંચ અનુભવી રહ્યો છું…

અમેરિકાના મારા મિત્રો આ તારીખો નોંધી લે…  મારી આ શબ્દ-યાત્રાના સહભાગી થવા આપ સહુને મારું નેહભીનું નિમંત્રણ છે…

* * *

28/04 (ગુરુવાર) : મુંબઈ થી ડેટ્રોઇટ

01/05 (રવિવાર): કાર્યક્રમ (ડેટ્રોઇટ)
સમન્વય પ્રસ્તુતિ સાહિત્ય સંધ્યા, સાંજે ચાર વાગ્યે @ Costick Center, 28600 Eleven Mile Road, Farmington Mills, MI
[734-620-2233, 734-306-1180, 248-7608005]

*

07/05 (શનિવાર): કાર્યક્રમ (શિકાગો)
શિકાગો આર્ટ સર્કલ દ્વારા આયોજિત કાર્યક્મ, સાંજે 6 વાગ્યે. Elk Grove Village High School Auditorium, 500 West Elk Grove Blvd., Elk Grove Village, IL 60007
[(847) 803-9560, 757-6342, 566-2009, 490-0600]

*

12/05 (ગુરુવાર): ડેટ્રોઇટથી ન્યુ જર્સી

14/05 (શનિવાર): કાર્યક્રમ (ન્યુ જર્સી)
ગુજરાતી લિટરરી ઍકેડેમી ઓફ નોર્થ અમેરિકા આયોજિત મહેફિલે ગઝલ, બપોરે બરાબર ૨:૩૦ વાગ્યે @ Ramada Inn, 999 Route 1 South, North Brunswick, NJ 08902
[973-628-8269, 973-812-0565, 973-633-9348, 732-968-0867, 718-706-1715, 205-824-5349, 781-983-4941, 973-471-5344]

*

19/05 (ગુરુવાર): ન્યુ જર્સીથી કેલિફોર્નિયા

21/05 (શનિવાર):
કાર્યક્રમ (સાન ફ્રાંસિસ્કો)
Desi Aericans of Gujarati Language Origin DAGLO (ડગલો) પ્રસ્તુત કરે છે “શબ્દોના રસ્તે”, સાંજે 5.30 વાગ્યે.
Shreemaya Krishnadham ( Shreenathji Haveli ), 25 Corning Avenue, Milpitas, CA 95035
[408-410-2372, 408-607-4979, 408-425-9640 ]

*

22/05 (રવિવાર): કાર્યક્રમ (લોસ એન્જેલિસ)

29/05 (રવિવાર) : લોસ એન્જેલિસથી ફ્લોરિડા (ઓર્લેન્ડો)

06/06 (સોમવાર) : ફ્લોરિડાથી હ્યુસ્ટન

09/06 (ગુરુવાર): હ્યુસ્ટનથી ભારત પરત…

* * *

આ બધા કાર્યક્રમમાં કવિ શ્રી રઈશ મનીઆર અને મોના નાયક મારા સાથી મિત્રો છે. અમેરિકામાં વસતા મિત્રો મારો સંપર્ક dr_vivektailor@yahoo.com અથવા 91-9824125355 પર કરી શકે છે..

*

skyline

(વિશ્વવિખ્યાત સ્કાય-લાઇન, ન્યુ યૉર્ક….            …નવેમ્બર, ૨૦૦૯)

ઑડિયો સી.ડી. અને ક્ષમાપ્રાર્થના…

A_CDsticker_final

મારા બે કાવ્યસંગ્રહો અને ઑડિયો સી.ડી.નો સેટ ખરીદનાર તમામ સ્નેહીજનોની આજે મારે માફી માંગવાનું થયું છે… કાવ્યસંગ્રહોની સાથે ઑડિયો સી.ડી. પણ મળવી જ જોઈતી હતી પણ કોઈક કારણોસર ત્રેવીસમી ફેબ્રુઆરીએ મારો એ ઈરાદો બર ન આવ્યો અને સી.ડી.નું માત્ર વિમોચન જ થયું, વિતરણ ન થઈ શક્યું….

કોઈક કારણોસર ઑડિયો સી.ડી. હજી તૈયાર થઈ શકી નથી. એ માટે સહુ સ્નેહીમિત્રોની ક્ષમા પ્રાર્થું છું…

શબ્દોનું સ્વરનામું – પહેલી કડી

બીજી કડી: લયસ્તરો.કોમ
ત્રીજી કડી: ટહુકો. કોમ
ચોથી કડી: ગાગરમાં સાગર.કોમ

*

ત્રેવીસમી ફેબ્રુઆરી, 2011ની એ સાંજ મારા જીવનની સહુથી અગત્યની બની રહેવા સર્જાઈ હતી… સુરત ખાતે ગાંધી સ્મૃતિભવનમાં એક અલગ જ અંદાજમાં મારા બે પુસ્તકો ‘ શબ્દો છે શ્વાસ મારા’ (ગઝલસંગ્રહ) તથા ‘ગરમાળો’ (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સી.ડી. ‘અડધી રમતથી’નું વિમોચન થયું પણ આખી વાત થઈ જરા હટ કે…

‘ગઝલ ને ગીતને એ વારાફરતી પહેરે છે, કવિની પાસે શું વસ્ત્રોની બે જ જોડી છે?’ એમ રઈશભાઈ નેપથ્યમાંથી બોલ્યા અને પડદો ખુલ્યો… બે ખૂણે મૂકેલા આદમકદના બે પુસ્તકો પર પ્રકાશ પડ્યો, ઉમરાવજાન ફિલ્મનું સંગીત રેલાયું અને તાળીઓના ગડગડાટ વચ્ચે ‘ગઝલ’ના પાત્રમાં ત્વિષા શુક્લ-શાહ નૃત્ય કરતી કરતી મંચ પર આવી…

DS2_4799

બીજા છેડે ગુજરાતી ગીતનું સંગીત પીરસાયું અને ‘ગીત’ના પાત્રમાં જાનકી ઠાકર ગરબાના તાલે ઠુમકતી પધારી…

DS2_4802

ગીત અને ગઝલના પ્રારંભિક સંવાદ પત્યા કે તબીબ મહાશય પધાર્યા… ક્લિનિકમાં બેસીને ગુજરાતી વેબસાઇટ્સ પર કામ કરતા નજરે ચડ્યા એવામાં એમનો ફોન રણક્યો. ઇમરજન્સી આવી અને ભાગ્યા…

DS2_4804કાય્રક્ર

ઇમરજન્સી પતાવીને એપ્રન કાઢીને પાછા ફરી એ તો પાછા લેપટોપ પર વેબસાઇટ્સ લઈ ચોંટ્યા એટલે ગીત-ગઝલે એમનો ઉધડો લીધો… ક્યાંથી કાઢો છો આટલો સમય? અને આટલો સમય કાઢો છો તો ગીત પહેલાં લખ્યું કે ગઝલ?

DS2_4810

ના બહેન… ન તો ગીત પહેલાં આવ્યું કે ન તો ગઝલ.. પહેલાં આવ્યું જોડકણું… સાડા નવ વર્ષની ઉંમરે… નારગોળના દરિયાકિનારે…

184641_1438588543349_1792087610_840443_7095389_n

..અને આ સાંભળો, શરૂઆતના દિવસોની ગઝલ… ભૂમિ જે ખુદ કંસનું પૂજન કરે, ક્હાન એને ક્યાંથી વૃંદાવન કરે?

180763_1438590703403_1792087610_840445_1672235_n

કંસની વાત કરી કે તરત જ કંસમહારાજ પધાર્યા, અમારા શાળાજીવનની વાતો કરવા માટે… ડૉ. તીર્થેશ મહેતા સાક્ષાત અને અમેરિકાથી ધવલ શાહ વિડિયો ક્લિપ ઉપર…

DS2_4821

શાળાજીવનની મારી કાવ્યપ્રવૃત્તિની વાત થાય તો કોલેજની કેન્ટિન કેમ બાકી રહે? મિત્રો સાથે ટોળટપ્પાં, ચા અને સોનેરી વરસોની સોનેરી વાતો…

180763_1438590863407_1792087610_840449_7658485_n

કોલેજકાળની મારી કાવ્યપ્રવૃતિ, છંદનો કુછંદ, સ્પર્ધાઓ અને કન્યાઓના સંભારણાં ડૉ. નીરવ શાહના મોઢે…

183852_1438593863482_1792087610_840458_4766387_n

બગલથેલો અનેચપ્પલ – કોલેજકાળના પોશાકમાં એક ગઝલ હો જાયે…

183852_1438593943484_1792087610_840460_4126788_n

પ્યાર હમેં કિસ મોડ પે લે આયા…

180058_1438597543574_1792087610_840465_6324387_n

કોલેજની વાત પતી કે મહાનુભાવો પધાર્યા… કવિશ્રી સુરેશ દલાલ, પન્ના નાયક તથા રાજેશ વ્યાસ મિસ્કીનની વિડિયો ક્લિપ્સ સાથે કવિના સ્વાંગમાં અનુસંધાન…

183592_1438725866782_1792087610_840742_1312299_n

નેપથ્યમાં પાવર પોઇન્ટ પર નાના-મોટા માઇલ સ્ટોન્સ….

183592_1438725826781_1792087610_840741_4693739_n

હવે પધારે છે ગુજરાતી કવિતાની સૌથી વિશાળ વેબસાઇટ લયસ્તરો.કોમના સ્થાપક અને સંચાલક, ધવલ શાહ… અમેરિકાથી વિડિયો ક્લિપ…

DS2_4841

સાથે જ અમેરિકાથી ટહુકો.કોમની જયશ્રી પણ વિડિયો ક્લિપ્સની મદદથી આ વિમોચનમાં હાજર થઈ ગઈ…

DS2_4844

અને ધવલ અને જયશ્રી આવે તો મોના કેમ બાકી રહી જાય? ઊર્મિસાગર.કોમની શુભકામનાઓ પણ વિડિયો સ્વરૂપે સમારોહમાં આવી ચડી…

IMG_8490

અને આ આજના દિવસનો આખરી વેશ… સુટ-બુટમેં આયા કનૈયા…

184908_1438602463697_1792087610_840473_7115847_n

મારી કાયમની બહેનપણીના પડખે મને બૂમ પાડીને ઘસડી લાવતા રઈશભાઈ…

180058_1438597663577_1792087610_840468_8283414_n

મારા દિલની બે-એક વાતો… નેપથ્યમાં પાવર પોઇન્ટ પર અમે બંને…

DS2_4854

હજી તો મારે ઘણું કહેવાનું છે, સાંભળો…

IMG_8503

તેરા સાથ હૈ કિતના પ્યારા…

184908_1438602583700_1792087610_840476_3823654_n

લઈ હાથ હાથમાં ભલે જીવ્યાં ઘણાં વરસ, પહેલાં દિવસની છે છતાં અકબંધ એ તરસ; ડગલે ને પગલે આપદા સો સો ભલે નડી, જે ગઈ, જે છે ને જે જશે એ જિંદગી સરસ !

180058_1438597703578_1792087610_840469_3868499_n

અને દોડતો આવ્યો અમારો લાડકવાયો સ્વયમ્ ગાલ લગા ગાલ લગા કરતો કરતો… અલ્યા! નાટકની સ્ક્રીપ્ટમાં આમ ભેટી પડવાનું તો લખ્યું નહોતું… પપ્પા પર આટલી બધી વહાલી આવી ગઈ!!!

DS2_4874

વહાલી મમ્મીના ચરણોમાં…

179884_1438611263917_1792087610_840483_5321936_n

આંસુ ન લૂંછ, મમ્મી…. પપ્પા પણ આજે અહીં હાજર જ છે… આગળ વધ અને મારા બંને પુસ્તકોનું તારા હાથે પપ્પાની હાજરીમાં વિમોચન કર…

179884_1438611303918_1792087610_840484_736533_n

બસ…. હવે પછીના વારતા લયસ્તરો.કોમ પર…

અતિથિ વિશેષ : આપણે બધા

આપે ત્રેવીસમી ફેબ્રુઆરી તારીખ તો નોંધી જ લીધી હશે…. હવે આપ સહુના માટે આ આમંત્રણ પત્રિકા…. સમય કાઢી જરૂર પધારશો.  આપને અંગત આમંત્રણ પત્રિકા જોઈતી હોય તો આપનું સરનામું મને dr_vivektailor@yahoo.com પર મેલ કરવા વિનંતી છે…

01_Card_cover 01_Card_front_final 01_Card_back_final

*

આપણો જ કાર્યક્રમ અને આપણે બધા જ અતિથિ વિશેષ…

*

A_SCSM_front_final A_CDsticker_final GarmaaLo

-આપની પ્રતીક્ષામાં,

વિવેક

ત્રેવીસમી ફેબ્રુઆરી…

A_CDsticker_final

ત્રેવીસમી ફેબ્રુઆરી…

આ દિવસ આપની ડાયરીમાં નોંધી રાખજો, દોસ્તો !  કેમકે આ દિવસ આપના એકધારા સ્નેહ અને હૂંફના કારણે જ મારી જિંદગીમાં આવ્યો છે…

આ દિવસે મારા બે પુસ્તકો ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ તથા ઑડિયો સીડી ‘અડધી રમતથી…’નું વિમોચન ગાંધી સ્મૃતિભવન, સુરત ખાતે થશે… સાથે જ ગાર્ગી વોરા, અમન લેખડિયા અને રાહુલ રાનડે રજૂ કરશે મારા ‘શબ્દોનું સ્વરનામું’ – જાણીતા-માનીતા ગુજરાતી ગીત-ગઝલનો મનહર કાર્યક્રમ…

આપ જો સુરત રહેતા હો અથવા આ દિવસે જો સુરત આવી શક્તા હો તો આપ સહુને મારા આ કાર્યક્રમમાં સહભાગી થવા મારું સ્નેહભીનું આમંત્રણ છે.

આપનું સરનામું જો મને dr_vivektailor@yahoo.com પર મોકલી આપશો તો આપને આમંત્રણ પત્રિકા પહોંચાડવામાં મને સુવિધા રહેશે…

આભાર !

A_SCSM_front_final

*

GarmaaLo


પાંચમી વર્ષગાંઠ પર…

Vivek tailor

વહાલસોયા વાચકમિત્રો,

શ્વાસમાં શબ્દ વણીને કમ્પ્યૂટર પર ટિક્..ટિક્.. કરીને આપ સહુના હૃદય સુધી પહોંચવાની શરૂઆત કરી એ વાતને આજે પાંચ વર્ષના વહાણાં વાઈ ગયાં… ત્રણસોથી વધારે પૉસ્ટ અને સાડા સાત હજારથી વધુ પ્રતિભાવો…  કોણે કહ્યું કે પ્રેમને અવાજ નથી હોતો ?   છેલ્લા અઢી વર્ષમાં ઇકોતેર હજારથી વધુ યુનિક વિઝિટર્સ અને દોઢ લાખથી વધુ ક્લિક્સ… આપનો આ પ્રેમ અવિરત કાને પડતો રહ્યો છે…

છેલ્લા ચારેક વર્ષમાં ચોવીસેક જેટલા સાહિત્યલક્ષી સામયિકો અને અખબારોમાં ૧૩૦ જેટલા કાવ્યો પ્રકાશિત થયાં એ પણ આ સાઇટના જ કારણે…

આવનારું વર્ષ મારા માટે વધુ ખાસ છે…  આ વેબસાઇટે મને અને મારામાંના કવિને સતત જીવતો રાખ્યો છે. આ વેબસાઇટમાંથી પસંદ કરેલ કવિતાઓ આવનાર વર્ષની ત્રેવીસમી ફેબ્રુઆરીએ ‘શબ્દો છે શ્વાસ મારા’ અને ‘ગરમાળો’ નામે પુસ્તકાકાર લેશે. એ ઉપરાંત મેહુલ સુરતીના સંગીત-સ્વરાંકનમાં એક ઑડિયો સીડી પણ એ જ દિવસે તૈયાર થશે. આ સમારોહમાં પધારવા માટે આપ સહુને મારું આગોતરું આમંત્રણ છે.

પુસ્તકોની અને સીડીની તૈયારીના કારણે લાંબા સમયથી સર્જન પ્રક્રિયા શીતનિદ્રામાં ગરકાવ થઈ છે પણ દર શનિવારે કોઈ ને કોઈ બહાને અને કોઈને કોઈ રીતે આપણે અહીં મળતા જરૂરથી રહીશું…

છઠ્ઠા વર્ષમાં પ્રવેશતી વખતે પણ આપ સહુના સ્નેહ, સદભાવ અને માર્ગદર્શનની એવી જ અપેક્ષા રાખું છું…

આભાર !

Sandesh
(‘ખટ્ટા-મીઠા’ , સં. મેહુલ નયન દેસાઈ…                                  …સંદેશ, 19-12-2010)

*

vimochan
(ગૌરવ ગટોરવાળાના સંગ્રહ ‘પળનું પરબીડિયું’ના વિમોચન પ્રસંગે, 16-05-2010)
(દિવ્ય ભાસ્કર, 22-05-2010)
(ગુજરાત મિત્ર, 23-05-2010)
(શહીદ-એ-ગઝલ, જૂન-ઑગસ્ટ, 2010)

*

Pranvaayu2
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે… )

*

pranvaayu1
(‘પ્રાણવાયુ’ મેડિકલ મેગેઝિનના લોકાર્પણ નિમિત્તે)

*

155377_10150318321165013_579230012_15823148_1996554_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

60648_10150318322690013_579230012_15823183_4064450_n
(મીના છેડાના વાર્તા સંગ્રહ ‘સંબંધ નામે દરિયો’ના લોકાર્પણ નિમિત્તે… …મુંબઈ, 23-11-2010)

*

facebook
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

facebook2
(‘ફીલિંગ્સ’ના કવર પેજ પર ફેસબુકના સંદર્ભે…                                …01-07-2010)

*

woman bhaskar 2
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

*

woman Bhaskar 1
(દિવ્ય ભાસ્કરની વુમન ભાસ્કર પૂર્તિમાં કાજલ ઓઝા વૈદ્યની અડફટે ચડી ગયેલો શેર)
(21-12-2010)

અરુણાચલ (ફોટોગ્રાફ્સ)

ગયા અઠવાડિયે આસામની એક ઝલક જોઈ… આ અઠવાડિયે જઈએ અરુણાચલ પ્રદેશ, the land of dawn-lit mountains!! આશા છે આ રંગો જેટલાં મને ગમ્યાં છે, એટલાં આપને પણ ગમશે જ…

*

Please click on each photograph to see enlarged view

*

PB079137
(મને પાનખરની બીક ના બતાવો…                        ….દિરાંગ)

*

OLYMPUS DIGITAL CAMERA
(અમે ગ્લૉબલ વૉર્મિંગથી અણજાણ…          …જસવંતગઢ, તવાંગ જતાં)

*

PB089621
(આજીવન જાનીવાલીપીનારા હતા…            તવાંગ જતાં)

*

PB100072
(અમે બરફનાં પંખી…                 …ભારત- ચીન સરહદ જતાં)

*

PB100162
(આજ ધરતી પર ઉતરી આવ્યું છે આખું સ્વર્ગ…   ..ભારત- ચીન સરહદ જતાં)

*

PB109934
( શું ભૂરું, શું લીલું, આખું જીવન અહીં સૂરીલું…   … ભારત-ચીન સરહદ જતાં)

*

PB079046
(અહીં ફરફરે છે ધજા મૌનની….                   …દિરાંગની આસપાસ)

*

PB079131
(કીવીના બગીચાઓ…                              …દિરાંગ)

*

PB078831
(ગુસપુસ…                                                              …દિરાંગ)

*

PB078912
(ઘર ઘર કી કહાની…                                                         …દિરાંગ)

*

PB078969
(કયું માથું મોટું?…       …સ્વયમ્, દિરાંગની આસપાસ)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચક-ચક, ચીં-ચીં, કૂ-કૂ, કા-કા, ખળખળ વહે રગોમાં…       દિરાંગ)

*

PB089265
(ના હં, આ કંઈ અમેરિકાનો ફોટો નથી….                 …તવાંગની આસપાસ)

*

PB079174
(નિઃશબ્દ….                                                           …દિરાંગ ગરમ ઝરા પાસે)

*

PB120556
( સમયના શરીરે કરચલીનું જાળું, હજો હોકલી સમ આ ઘડપણ હૂંફાળું)

*

PB078933
(ડાંગર અને યક્ષકન્યા…                   …દિરાંગ પાસે)

*

PB079222
(તમે જ કોઈ શીર્ષક આપો હવે…         ..કિનચીન નામનું બાળક, દિરાંગના બજારમાં)

અવર્ણનીય આસામ (ફોટોગ્રાફ્સ)

નવેમ્બર, 2010ની ત્રણ તારીખથી લઈને સોળ સુધી પૂર્વ ભારતના આસામ અને અરૂણાચલમાં વિહરવાનું થયું. ભારતના અન્ય કોઈ પણ ખૂણામાં આટલું અને આવું વણબોટ્યું કુંવારું સૌંદર્ય આ પૂર્વે જોયું નથી…  થયું, થોડી સુંદરતા તમારી સાથે પણ વહેં ચી લઉં… કલમની કવિતાના સ્થાને કેમેરાની કવિતા ચાલશે ને?!

*

To see enlarged view, please click on photographs.

*

PB068397
(લોહીમાં સૂર્યોદય સમો કલશોર થઈ ગયો…                        …નામેરી)

*

OLYMPUS DIGITAL CAMERA
(બાળગેંડો…                                                  …કાઝીરંગા અભયારણ્ય)

*

OLYMPUS DIGITAL CAMERA
(રખે કોઈ મારો રસ્તો ‘ક્રોસ’ કરવાની ગુસ્તાખી કરતાં…                       )

*

OLYMPUS DIGITAL CAMERA
(                                                                     ….અમને બચાવશો???)

*

PB057526
(તમારી આવતીકાલ માટે અમે કુરબાન કરી છે અમારી આજ… નામેરી)

*

PB058000
(ફૂલને પણ આંખ હોય, હં…                        …નામેરી)

*

PB058044
(જંગલી છોડ સુંદર ન હોય?                 .. જિયા ભોરોલીના કાંઠે, નામેરી)

*

PB068413
(સૂર્યસ્નાન કરતા હિમશૃંગો…  ..સે-લા પાસ, નામેરીથી જોતાં)

*

PB068546
(ઓય મા… બધા ડબ્બા ખાલી?                                         સેસા ગામ)

*

PB068626
(અથવા વળાંકે ઊભેલો વિશ્વાસ મોકલું…             …અરુણાચલ જતાં)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચાહ બરબાદ કરેગી, હમેં માલુમ ન થા…    …આયોરા રિસૉર્ટના રૂમમાંથી)

*

OLYMPUS DIGITAL CAMERA
(ઠસ્સો…                                        …સ્નેક બર્ડ, કાઝીરંગા અભયારણ્ય)

*

PB058257
(એક સાંજ અસમિયા રંગોને નામ…                                     કાઝીરંગા)

સુરેશ દલાલની કલમે મારો ‘ગરમાળો’

દોસ્તો,

સુરેશ દલાલ એની પીંછીનો એક લસરકો મારે અને તમારું રેખાચિત્ર દોરી આપે એવું શમણું કયા કેન્વાસે ન જોયું હોય! આવા જ એક શમણાંની ફળશ્રુતિ આજના ‘ચિત્રલેખા’માં… આ આનંદ આપ સાથે ન વહેંચું તો નગુણો કહેવાઉં કેમકે મારી જિંદગીના બધા જ રંગોના આપ જ શરૂઆતથી સાક્ષી રહ્યા છો… ‘ગરમાળો’ અને ‘શબ્દો છે શ્વાસ મારા’ થોડા મહિનામાં જ આપના હાથમાં મ્હોરશે…

-વિવેક

*

GarmaaLo no kavi

આરબનું ઊંટ…

પ્રિય મિત્રો,

ગયા વરસે અમેરિકા આવવા નીકળ્યો ત્યારે પાછળ ઘરે રિનોવેશનનું ભૂત દાખલ કર્યું. પણ એ તો આરબના ઊંટ જેવું સાબિત થયું. ધીમે ધીમે ઊંટ આ તંબુમાં દાખલ થતું ગયું અને અમે લોકો લગભગ ઘર બહાર થઈ ગયા…  આમાંના કેટલાક ફોટોગ્રાફસ થોડા સમય પહેલાં ફેસબુક પર પણ મૂક્યા હતા.  આ કામ હજી કેટલો સમય ચાલશે એ કહેવું અશક્ય છે.પણ હાલ પૂરતું આ સાઇટ ઉપર અનિયતકાલિન વેકેશન જાહેર કરું છું… થોડો આરામ કરી લઉં એ પછી ફરી મળીશું…

*

P2024444
…પછી આ ઘર, આ ઓરડા, આ દ્વાર મળે ન મળે…

*

P3255267
ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું….

*

P3255269
કશુંક તો રંધાઈ રહ્યું છે…

*

P3255265
મુસાફિર હૂઁ, યારોં ! ન ઘર હૈ, ન ઠિકાના…

*

P3255264
મેરા કુછ સામાન તુમ્હારે પાસ પડા હૈ…

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ…

PA232490

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ… આજે આ વેબસાઇટ શરૂ કર્યાના ચાર વર્ષ પૂરાં થયાં. એ દિવસ યાદ આવે છે જ્યારે મારા અતિપ્રિય ‘કન્વેન્શનલ ગુજરાતી ફૉન્ટ્સ’ છોડી યુનિકોડ અપનાવવા તૈયાર પણ નહોતો. પણ ધવલની આંગળી ઝાલીને જે દિવસે આ વિશ્વમાં પ્રવેશ કર્યો એ દિવસથી જાણે કે આખેઆખી જિંદગીમાં સમૂચ્ચુ પરિવર્તન જ આવી ગયું.

આ સાઇટ મને વિશ્વભરના ગુજરાતીઓના ઘરમાં લઈ ગઈ. અમેરિકાના નુવાર્ક એરપૉર્ટ પર ફ્લાઇટ ચૂકી જવાના કારણે એક દિવસ રોકાવું પડ્યું પણ જરાય ડર ન લાગ્યો ત્યારે આ સાઇટની ખરી કિંમત સમજાઈ… મારા વેબ-મિત્રો મને એકલો પડવા દે એમ નથી. મહામૂલી મિત્રતાની વિશ્વવ્યાપી ભેટ ચાર વર્ષમાં જેટલી હું આ સાઇટ દ્વારા કમાઈ શક્યો છું એ કદાચ ચારસો વર્ષમાં અન્યથા કમાઈ શક્યો ન હોત.

૨૫૦ જેટલી રચનાઓ… લગભગ ૬૦૦૦ જેટલા પ્રતિભાવો… કુલ ચાર વર્ષમાંથી સાઇટમીટર શરૂ કર્યું એના છેલ્લા માત્ર દોઢ વર્ષમાં ૪૫૦૦૦ જેટલા મુલાકાતીઓ અને એક લાખથી વધુ ક્લિક્સ… રોજના આશરે ૮૪ મુલાકાતીઓ અને ૧૯૦ જેટલી ક્લિક્સ…  (ગયા વર્ષે આ સરેરાશ ૬૮ અને ૧૬૩ હતી !!)

ગયા વર્ષે છેલ્લા બે વર્ષમાં નાનાવિધ સામયિકોમાં પ્રકાશિત રચનાઓની સંખ્યા ૫૪ હતી જે આ વર્ષના અંતે ૯૦ જેટલી થઈ…

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

…અને આ કશું પણ આપના સતત સાથ અને હૂંફ વિના શક્ય જ નહોતું…

આભાર !