અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

ભાંખોડિયાભેર ચાલતું બાળક બે પગે ઊભું થાય, ચાલતું થાય, ટીન-એજમાં હૉર્મોન્સના ઘોડે સવારી કરતું થાય અને અંતે અઢાર પૂરાં કરી પાકટ વયનું થાય એ આખોય ઘટનાક્રમ એના જન્મદાતા માટે આનંદ અને ગર્વની યાત્રા સમો હોય છે…

ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની મારી વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે અઢાર વર્ષ પૂરાં કરી વયસ્ક બની છે…

વીતેલા અઢાર વર્ષમાં મેં એનું કર્યું એનાથી વિશેષ આ વેબસાઇટે મારું ઘડતર કર્યું છે એમ કહું તો એમાં જરાય અતિશયોક્તિ નથી. નિયમિતતાની સાથોસાથ એણે મને કટિબદ્ધતાના પાઠ પણ શીખવાડ્યા. એક-એકથી ચડિયાતા મિત્રો અપાવ્યા અને પુષ્પગુચ્છ અને કંટક –ઉભયને સમાનભાવે સ્વીકારતાં પણ શીખવ્યું.

૧૮ વર્ષ..
૭૦૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…

મારી આ સાહિત્યસફર પણ એટલે જ સંભવ બની છે કે મિત્રોએ મને ક્યાંય એકલો પડવા નથી દીધો… વાચકમિત્રોના એકધારા સ્નેહનો હું સદૈવ ઓશિંગણ રહીશ.

…શક્ય હશે ત્યાં સુધી આ સફર જારી જ રહેશે… હા, આપના અનવરત સાથની અપેક્ષા રહેશે… જોડે રહેજો રાજ…

આભાર.
વિવેક

33 thoughts on “અઢારમી વર્ષગાંઠ નિમિત્તે થોડી ગુફ્તેગૂ…

  1. ૧૮ વર્ષની યુવાન દીકરીની જેમ સુંદર, શીતલ, સ્વપ્નિલ જેવી
    આપની શબ્દ ઉર્મિઓ અમને પણ યુવાન અને ખુશહાલ રાખે છે….. જુગ જુગ જીવો..અભિનંદન..

  2. આટલી વ્યસ્તતા વચ્ચે આટલી શબ્દપ્રીત હોય એ જ અધિકારપૂર્વક કહી શકે કે “શબ્દો છે શ્વાસ મારાં”
    અઢળઅભિનંદન સર…🙏💐💐💐

  3. ખૂબ ખૂબ ખૂબ શુભેચ્છાઓ..આપની આ શબ્દસફર અવિરત રહે…🙏💐

  4. That’s a milestone… The site just become young… Long way to go… And we are sure it will… Excellent commitment doc💐💐

  5. ખૂબ લાંબી અને વિવિધ રસથી તરબતર આ સાહિત્ય સફર માટે આપને ખૂબ ખૂબ અભિનંદન. આ યાત્રા આમ જ અવિરત પ્રવાહે ચાલી રહે એવી અઢળક શુભેચ્છા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *