ગયું એ આવતું નથી ફરી, ઉદાસ ના થા આમ,
પુરાણા ઘાવ હૈયે સાચવી ઉદાસ ના થા આમ.
ગયું એ આવતું નથી કદી, ઉદાસ ના થા આમ,
સ્મરણ બધું જ રાખે સાચવી, ઉદાસ ના થા આમ.
સમીપ હોય ના એ ના જ હોય એવું તો નથી,
નજર ન પહોંચે ત્યાં શું કઈં નથી? ઉદાસ ના થા આમ.
વહી ગયું એ પાછું ના ફરે એ સત્ય છે છતાં,
કદી શું જળ વિના રહે નદી? ઉદાસ ના થા આમ.
તું જેને ખોતર્યા કરીને તાજા રાખે છે સતત,
સમય એ ઘાવ પણ જશે ભરી, ઉદાસ ના થા આમ.
જરા તો ખ્યાલ કર, સ્વયં ઉદાસી થઈ જશે ઉદાસ,
તને સતત ઉદાસ નીરખી, ઉદાસ ના થા આમ.
– વિવેક મનહર ટેલર
(૧૧-૧૧-૨૦૨૨)
Wah… wah
આભાર જયંતભાઈ
Waah!
આભાર અમી
વાહ ખૂબ મજાની ગઝલ
આભાર બાપુ
છેલ્લો શેર વિશેષ ગમ્યો.
આભાર કિશોરભાઈ
વાહ વાહ મજબૂત ગઝલ
આભાર આસિફખાન
સરસ રચના.. સાથે બોલતી તસ્વીરો…
@તનુ પટેલ:
ખૂબ ખૂબ આભાર
“ગયું એ આવતું નથી કદી, ઉદાસ ના થા આમ,
સ્મરણ બધું જ રાખે સાચવી, ઉદાસ ના થા આમ.” Big Yes !
વિવેક મનહર ટેલર -((૧૧-૧૧-૨૦૨૨)