૪૫ દિવસ… પૂર્વ-પશ્ચિમ-ઉત્તર-દક્ષિણ : અમેરિકાની ધરતીના ચારેય ખૂણાઓને અછડતું સ્પર્શી લીધું. ધરતીની વિશાળતા, કુદરતે ખોબલે ખોબલે આપેલું અસીમ સૌંદર્ય અને એ જાળવી રાખવા માટેની ત્યાંની સરકાર અને નાગરિકોની કુનેહદૃષ્ટિ અને કટિબદ્ધતા, વિશાળ માર્ગો, સ્વચ્છતા અને શિસ્તપાલન ગમી ગયા. દોઢ મહિનાના આ પ્રદીર્ઘ પર્યટન દરમિયાન ડેટ્રોઇટ, શિકાગો, ન્યૂ જર્સી, સાન ફ્રાન્સિસ્કો, લૉસ એન્જલિસ અને છેલ્લે હ્યુસ્ટન ખાતે કાવ્યપઠનના નાના-મોટા કાર્યક્રમો કર્યા. મોટા ભાગના કાર્યક્રમમાં રઈશ મનીઆર અને અડધામાં મોના નાયક ‘ઊર્મિ’ સંગાથી કવિ હતા. અમેરિકાના ગ્લૉબલ ગુજરાતીઓએ જે રીતે ગંભીર કાવ્યરચનાઓને બિરદાવી એ જોઈને એ સહુને બિરદાવ્યા વિના નથી રહી શકાતું… અમેરિકન ગુજરાતીઓનું આ સવાઈ ગુજરાતીપણું ફરી ફરીને આ ધરતી પર ખેંચી લાવશે એવું લાગે છે.
પ્રસ્તુત છે આ કાર્યક્રમોની નાનકડી ઝલક…
****
પહેલો કાર્યક્રમ: ડેટ્રોઇટ @ પહેલી મે, 2011- ગુજરાત સ્થાપના દિન
(કવિનો પારંપારિક પોશાક પહેરવાની હિંમત…)
*
****
બીજો કાર્યક્રમ: શિકાગો @ સાત મે, 2011
(કવિ શ્રી આદિલ મન્સૂરીની પુણ્ય સ્મૃતિમાં…)
*
(ત્યારે પ્રથમ ગઝલની રજૂઆત થઈ હશે….)
*
( મને કંઈક મારામાં જડતું રહે છે…)
****
ત્રીજો કાર્યક્રમ: ન્યૂ જર્સી @ ચૌદમી મે, 2011
(ચેલો કહે અને ગુરુ સાંભળે… વાહ! ધન્ય ઘડી…)
*
(કકડતી ઠંડીમાં બધાય ગાત્ર ગાળીને…)
****
ચોથો કાર્યક્રમ : સાન ફ્રાન્સિસ્કો @ 21મી મે, 2011
*
(આ પાર ઉતારી દે કે ઉસ પાર કરી દે…)
*
(એ હાથમાંય જો, રેખા વગર શું છૂટકો છે ?)
****
પાંચમો કાર્યક્રમ: લોસ એન્જેલિસ @ 22મી મે, 2011
(મારી ગઝલમાં મારા જીવનના ન અર્થ શોધ… )
*
(જરા આ પાંખને ઓછી પ્રસારીએ, આવો…)
*
(શ્રોતાઓ ગેલમાં તો કવિ પણ રંગમાં…)
****
છઠ્ઠો કાર્યક્રમ: હ્યુસ્ટન @ સાતમી જુન, 2011
( પ્રદીપ બ્રહ્મભટ્ટના ઘરે આગમન…)
*
(મને કંઈક મારામાં જડતું રહે છે… )
*
હ્યુસ્ટનના આંગણે આપને માણ્યા, એક ગઝલનેી મહેફીલ માણી,કવિતાનું પઠન થયું.સમય ફાળવી હ્યુસ્ટન ગુજરાતી સાહિત્યને આવો સુંદર લ્હાવો મળ્યો તેના માટે હ્યુસ્ટન, ગુજરાતેી સાહિત્ય સરિતા આપનિ હ્ર્દય પુર્વક આભાર વ્યક્ત કરે છે.
” એક શ્યામ શોહામણી બની ગઈ,
ગઝલ,કવિતા જિવંત બની ગઈ.”
બાઁકે બિહારી જુદા જ દેખાઓ છો.
સારા માણસોનાઁ વખાણ શેઁ થાય ?
ગુરુ ચેલા દોનો ખડે,કાકો લાગુઁ પાય ?
બલિહારી ગુરુ આપકી જિન ચેલો દિયો બતાય !
ન્યુ જર્સી કાર્યક્રમની એક હરતી ફરતી જીવંત ઝલક :
http://urmisaagar.com/saagar/?p=5231
અરે ! હું તો સાંભળવા માટે હેડફોન લઇને બેસી ગઇ,પણ આ તો ફક્ત ફોટા જ છે !!! વિવેકભાઇ,
મોનાની જેમ દ્રશ્ય અને શ્રાવ્ય પણ બધા જ પ્રોગ્રામનું ન મૂક્યુ? !!
ચાલો, કંઇ વાંધો નહિ.તમારી વિઝિટ પરસ્પર (તમને અને સૌને) સફળ થઇ એનો આનંદ.વિશ્વદીપભાઇની વાતને મારું સમર્થન….
ગમ્યુ…!!
સર તમારી લાક્ષણીક અદાઓ ખુબ જ સુંદર છે….!!
આ બધા પ્રોગ્રામના વિડીયો હોય તો DVD આપજો….!!
સર એક વિડીયો તો મળ્યો urmisaagar.com પરથી….
ખરે છે આંખથી સૌની એ આંસુ છે સરખા,
પરંતુ હાથમાં સૌના રુમાલ નોખા છે…!!
ખુબ જ સુંદર….
જીવનના યાદગાર સમયમાંનો એક સમય – આનંદ
વાહ વિવેક્ભાઇ તમે તો આપણા સુરત નુ નામ રોશન કર્યુ ભવિશ્ય મા પણ આગળ્ વધતા રહો એવી શુભેચછા
ખુબ જ ગર્વ નેી લાગણેીઓ ઉભરાઇ રહેી …..આ અન્તરમા…..આમ જ સફળ્તા તારા કદમ ચુમતેી રહે….!લાક્શ્ણેીક અદાઓ અને સુન્દેર ફોટાઓ…..!
આપે ગુજરાતી ભાષાની લોક ઉજાણી કરી એક લહર જગાવી.આયોજકો અને કવિમિત્રોને
ખૂબખૂબ અભિનંદન..સુંદર કાર્યક્રમ.
રમેશ પટેલ(આકાશદીપ)
કોણ મારા ગામ, ગલીઓ, ઘર સતત ધમરોળતું ?
હું જ શું પોતે નથી ને ક્યાંક તો વંટોળિયો ?!
લાગે છે કે, અત્યાર સુધી દેશ અને રાજ્ય ઘમરોળતો આ વંટોળિયો હવે વિદેશમા પણ ધમાલ કરી મુકશે….
અભિનંદન
ખુબ જ સુન્દર
ખુબ જ સુન્દર
” એક શ્યામ શોહામણી બની ગઈ,
ગઝલ,કવિતા જિવંત બની ગઈ.”
અભિનંદન………..
સરસ યાત્રા અને સ્મૃતીમા રહી જાય એવા ફોટોગ્રાફ્સ બદલ આભાર………………
એ હાથમાંય જો, રેખા વગર શું છૂટકો છે ? ખુબ જ ગમ્યુઁ મારી વહાલી રેખા ને
માનનિય વિવેકજી,
તમારા અમેરિકાના અને કાવ્યમય મુસાફરીના સર્વે ફોટ જોયા, ખૂબજ સરસ છે.
શ્રી વિવેકભાઈ,
મને તો ઘેર બેઠા અમેરીકા માણવા મળી ગયું. ખૂબ ખૂબ આભાર.
શ્રી વિવેકભાઈ સપ્રેમ નમસ્કાર,
-અ-દના માનવી છે આ વાત,
-મે-લી દોટ વિદેશ ધરતીમાત,
-રિ-જ્યા જ્યાં લોક ગામેગામ,
-કા-ઢી સમય ગુરૂ ચેલાએ આમ્,
-ની-કટતા માણી પીધાં ગેયના જામ,
-મા-પ્યા અમેરિકાના ચારે છેડા આશા ફ્ળે
-રી-પીટ થાશે પાછી સફર એવી દુવા મળે
-કા-ર્યક્રમ કર્યા કાવ્યના ગામેગામ્,
-વ્ય-સ્ત રહ્યા ને રાખ્યા સૌ ને ઠામેઠામ
-યા-હોમ કરી પડો ફતેહ છે આગે,
-ત્રા-સે નહિ કદિ સવાઈ ગુજુ આજે.
‘અમેરિકાની મારી કાવ્ય યાત્રા’ ની વિગત વાંચી આનંદ થયો.
લી. ચન્દ્રકાન્ત લોઢવિયા.
હ્યુસ્ટનને આંગણે વિતાવી એક સાંજ
ગઝલ અને મિલનની મઝા માણી આજ
આનંદ થયો.
વિવેકભાઇ,
જય જલારામ.
આપની અમેરીકાની યાત્રા યાદગાર રહી એજ આ અમેરીકામાં વસતા ગુજરાતીઓનો આનંદ છે. અને હવે તમે ફરી પરિવાર સહિત અમેરીકા આવો તો તમને ગુજરાતી પરિવારોનો સહવાસ મળશે જે યાદગાર બની જ રહેશે. ક્યારે આવો છો?
‘શીતળ સવારના મંદ વાયરે ગઝલ જો સાંભળવા મળી જાય
વિવેકભાઇની મધુરવાણીથી પ્રેમભાવના જગતમાં વહેતી થાય’
આપના આભારી
પ્રદીપ બ્રહ્મભટ્ટ
તથા પરિવારના હ્યુસ્ટનથી જય જલારામ.
http://www.aapnugujarat.co.cc
આ વેબસાઈટ પર તમારી પોતાની કોઈપણ સાહિત્ય કૃતિ જેમકે કવિતા, ગઝલ, શાયરી, વાર્તા, મુક્તક, કહેવતો વિગેરે…પબ્લીશ કરવા ઈચ્છતા હોવ તો નીચેના ઈ-મેઈલ પર કૃતિ અને લેખકની સંપૂર્ણ માહિતી, અરજી સાથે મેઈલ કરો.
(નોંધ: બીજા દ્વારા રચિત કૃતિ માટે ની અરજી સ્વીકારવામાં આવશે નહી. કૃતિ મેઈલ કરનારની જ હોવી જોઈએ.)
info@aapnugujarat.co.cc
વિવેકભાઇ,
શબ્દ યાત્રાના થોડા સુખદ સમ્ભારણાઓ તમારા બ્લોગની દિવાલે ચોટાડો તો મઝા આવે !
આનંદ…આભાર
અભીનન્દન ખુબ ખુબ આભાર.
સરસ.
અભીનન્દન. ખુબ ખુબ આભાર.
સરસ.