બોલો તો કેટલીક દૂરી છે ?!

P6042379
(એક, દો, તીન…          ..સી વર્લ્ડ, ઓર્લેન્ડો (ફ્લોરિડા)ની શામુ વ્હેલની વિશ્વવિખ્યાત કલાબાજી)

*

શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…

જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !

ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!

યુદ્ધમાં વ્યસ્ત છે, તને શી ખબર, તારો રથ શી રીતે વિજયને વર્યો ?
આંગળી જે ધરી ધરીમધ્યે એ કઈ ઇચ્છાની સબૂરી છે ?!

ક્રૌંચવધના સમય જે દર્દ હશે, દર્દ એવું જ આજે જન્મ્યું છે;
હૈયું તારું વીંધાયું ત્યાં ને અહીં એ જ પંક્તિઓ પાછી સ્ફુરી છે.

મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

– વિવેક મનહર ટેલર
(૧૧/૧૩-૦૩-૨૦૧૧)

P6042053
(કલાબાજી…                                   …ડોલ્ફિન શૉ, ઓર્લિન્ડો (ફ્લોરિડા)

16 thoughts on “બોલો તો કેટલીક દૂરી છે ?!

  1. સહુથી પહેલાં તો સુખદ અને આનંદપ્રદ પ્રવાસ પછી ધરતીનો છેડો(ઘર) મુબારક વિવેકભાઈ…!
    રચના પણ સરસ લાગી.
    વતનથી દૂર,વતનમાં મળીએ એમ અહીં કેલિફોર્નીયામાં શ્રી રઈશભાઈ,જયશ્રી,ઊર્મિ અને તમને સ-પરિવાર મળવાનો લ્હાવો મળ્યો એનો આનંદ છે.
    વધુ રૂબરૂ….!

  2. ચાલી ચાલીને લાગણીઓનો નીકળે દમ તો પડશે પરસેવો,
    બાકી હૈયા ને આંખની વચ્ચે, બોલો તો કેટલીક દૂરી છે ?!
    very nice….

  3. રચનાનું પ્રવાહીપણું અને ભાવ ગમ્યો. ગઝલ માં આ પંક્તિઓ યાદ રાખવા ખૂબજ જરૂરી છે.

  4. અમેરિકા આવી મનોંરંજન કરાવ્યું અને કર્યું તેથી આંનદ!

    જે કબૂલાત હમણાં આપે કરી એ હકીકતમાં શું જરૂરી છે ?
    આપના દિલમાં જે જે વાત હતી, આપની આંખમાં ઢબૂરી છે !

    ઉપરની લીટી વાંચીને થયું કે દિલ સહોળું એટલે નીચેની પંક્તિઓ…

    દિલ ડહોળાય મારું, ના! હા! કરતા રહોછો તમે હંમેશ!
    તો ભલે! આપું દિલ મારું તમને? રાખું અંગ દુર હંમેશ!

    વાહ! વાહ! તમને, આવીને જાય તે જ ઊર્મિ છે ને?
    આપીને સાથ પાછા વાળે વહેણ! તે જ મારી શાંતિ?

    મારું નામ વિવક! પાછો ગયોને મારે દેશ
    હુકારું તમને, વિનયથી કહું, તમે રહો પરદેશ

  5. *

    શબ્દ હડતાળ પર જઈ બેઠા, ઊર્મિ આજન્મ સૌ ફિતૂરી છે,
    આ ગઝલ પૂરી કેમ થાય હવે ? આપણી વારતા અધૂરી છે…
    વાહ ખૂબ સરસ ગઝલ બની ગઈ…અભિનંદન સોરી નીકળતી વખતે આપને ફોન ના કરી શકી ..વતનમાં ખેરીયતથી પહોંચી ગયા એતલે બસ રઈશભાઈ અને આપની યાદ હમેશા દિલમા રહેશે..
    સપના

  6. તુ સ્વદેશ પરત તો આવ્યો પણ તારી સાથે સાથે અમેરીકાનુ ક્લાઇમેટ પણ લેતો આવ્યો છે કે શુ !!!
    ધગધગતી ગરમી પછી તારા અને વરસાદ બન્નેના આવવાના સમાચાર સાથે જ મળ્યા.

    Welcome back

    મેઘલી રાત પણ નથી નડતી, શું નડે કેડીઓ વિજન કોઈ ?
    આપમેળે જ મેળવે મંઝિલ, ઝંખનાઓ ગજબની નૂરી છે.

    મસ્ત વાત !!!

  7. હતી સાવ નાનકડી બેઠક પણ અમલ અફીણ જેવું ઘણું હતુ
    નશો હવે ચઢ્યો “ગરમાળો”વાંચતા વાંચતા
    આભાર્

  8. ગરમાળો અને શબ્દો…વાઁચી લીધાઁ.
    હવે સુરતની મોજો માણીશુઁ.તમે અહીઁ
    ને તહીઁ મજા જ ના મિજાજમાઁ છો.
    સીડી.સરસ બનાવી છે…ભૈ !યાર ,જરા
    છોક્રરાઁનુઁ પણ ધ્યાન રાખજો.,ઉપરનુઁ
    કાવ્ય ગમ્યુઁ છે.આભાર !રઇસભૈ ને નમસ્કાર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *