સાત સાત વર્ષ… …સાથ સાથ આપ…

OLYMPUS DIGITAL CAMERA

 *

સપ્તપદીના સાત પગલાં… અઠવાડિયાના સાત વાર… સપ્તર્ષિના સાત ઋષિઓ… ઇન્દ્રધનુષના રંગો સાત… સંગીતના સાત સૂર… સપ્તસિંધુની નદીઓ સાત… સાત અજાયબીઓ… સાત પાપ – કામ, ક્રોધ, મદ, ઇર્ષ્યા, પ્રમાદ, લોભ અને કુભક્ષણ… સાત સમંદર… સાત આકાશ… સાત પાતાળ..

…અને નેટ-ગુર્જરી પર મારી આ વેબસાઇટના સાત વર્ષ… ખરું પૂછો તો એક સ્વપ્ન જેવું લાગે છે. આ સાઇટના કારણે જ મારી કવિતાનો કાયાકલ્પ થયો અને મિત્રોનો મુશળધાર વરસાદ જિંદગીની ધરતી પર થયો… આ સાઇટના કારણે જ મારા બે પુસ્તકો આકાર પામ્યા… અને આ સાઇટના કારણે જ હું મારી ખોવાયેલી જાતને કદાચ પાછો મળી શક્યો છું…

આ વર્ષે ગુજરાત સાહિત્ય પરિષદ દ્વારા મારા ગઝલસંગ્રહ “શબ્દો છે શ્વાસ મારા”ને થોડા દિવસો પહેલાં જ પુરસ્કૃત કરવામાં આવ્યો એ ધન્ય ઘડી પર ફેસબુક પર 350થી વધુ પ્રતિભાવો, 600 જેટલા likes, 100થી વધુ SMS, ઢગલાબંધી ફોન-કોલ્સ અને ઇ-મેલ્સ…

મને તો આપ સહુનો આ સ્નેહ-પુરસ્કાર પરિષદના એવૉર્ડ કરતાં પણ વધુ મોટો લાગ્યો… ખૂબ ખૂબ આભાર…

મળતા રહીશું… શબ્દોના રસ્તે… શ્વાસોની ગલીઓમાં…

-વિવેક

darpan purti_vivek

34 thoughts on “સાત સાત વર્ષ… …સાથ સાથ આપ…

  1. સુરતના વતનીને જે ગૌરવ અનુભવાય એ વ્યક્ત કરવા માટે શબ્દો ઓછા પડે, સ્વ. શ્રી મનહરભાઈના એક સ્નેહી તરીકે જે આત્મિય ભાવ એમના પુત્ર માટે અનુભવાય એનુ વર્ણન કરવા શબ્દો શોધવા પડે, અને એક ડોક્ટર તરીકે કવિને તો પોખવા જ રહ્યા……….
    ડો. વિવેકભાઈ આપે અમને સૌને, સુરતીઓને ખાસ કરીને વિદેશસ્થિત સુરતીઓને જે ગુજરાતી સાહિત્યનો રસાસ્વાદ કરાવ્યો છે તે અમુલ્ય છે, અને રહેશે, આવતા અનેક વરસો સુધી ગુજરાતી સાહિત્ય રસિકોને આપના બ્લોગ દ્વારા સહિત્યની રસલહાણ કરાવતા રહો એ જ શુભકામનાઓ……

  2. સફળતાના સાત વર્ષની વધામણી.
    બ.ટે.ને આપેલ મુલાકાતમાં તમારા સરસ વિચારો જાણી શકાયા.
    હૃદયથી શુભેચ્છાઓ મિત્ર.

  3. Pingback: કમાલ નોખા છે – વિવેક મનહર ટેલર (Happy 7th Birthday to vmtailor.com) | ટહુકો.કોમ

  4. વિવેકભાઈ,

    નેટજગતમાં સાત વર્ષની યાત્રા પૂર્ણ કરવા બદલ હૃદયપૂર્વક અભિનંદન! શબ્દો છે શ્વાસ મારાને મળેલ પુરસ્કાર બદલ પણ હાર્દિક અભિનંદન. આપની આ કાવ્યયાત્રા ચાલતી જ રહે અને ભાવકોને પરિતોષ આપતી રહે એ જ શુભકામના!

  5. માત્ર સાત સાત વર્ષ નહી
    શ્વાસ શ્વાસ ચાલે ત્યાઁ લગી આપની આ કાવ્યપ્રવૃત્તિનો દીપક જલતો રહે તેવી શુભકામનાઓ વિવેકભાઈ

  6. સાત વર્ષ કંઇ ઓછા ના કહેવાય “મૌલિકતા ભારોભાર ભરી હોય તો બસ ચાલ્યા કરો, લાગણી ને શબ્દ મા વહાવ્યા કરો,
    શબ્દો ને શ્વાસ ગણી ચાલશો તો જીવશો લાંબુ,
    કાવ્ય ના દરિયા મા અમને ડૂબાડ્યા કરો.
    ખુબ ખુબ અભિનંદન અને સાચા હૃદય થી શુભ કામના.

  7. સાત વર્ષ કંઇ ઓછા ના કહેવાય “મૌલિકતા ભારોભાર ભરી હોય તો બસ ચાલ્યા કરો, લાગણી ને શબ્દ મા વહાવ્યા કરો,
    શબ્દો ને શ્વાસ ગણી ચાલશો તો જીવશો લાંબુ,
    કાવ્ય ના દરિયા મા અમને ડૂબાડ્યા કરો.
    ખુબ ખુબ અભિનંદન અને સાચા હૃદય થી શુભ કામના.

  8. આ સફળતાને શગમોતીડે વધાવવાનો હૈયે હરખ છે…….!

    હૃદયથી શુભેચ્છાઓ મિત્ર………!!

    સ્નેહ…..!!!

  9. સ્પષ્ટવક્તા….સ્વદ્રષ્ટા… કવિ અને તબીબ પછી, પહેલા નિખાલસ માણસ… બધું એક વ્યક્તિના વ્યક્તિત્વમાં -નામે, વિવેક મનહર ટેલર.
    મિત્ર હોવાનું ગૌરવ છે અમને….
    ખૂબ-ખૂબ અભિનંદન અને આશીર્વાદ સાથે….એક શેર

    મળતાવડાપણું જ વધાવાય છે “મહેશ”
    બીજા બધા સ્વભાવ તફાવત બની શકે !

    -ડૉ.મહેશ રાવલ

  10. બધું હજી એનું એ જ છે.
    એ જ ઘર છે.
    એ જ હું છું.
    એ જ મારો પ્રેમ,
    એ જ પ્રતીક્ષા.
    મારા ઘરના લાકડાના દરવાજા
    પણ
    હજી
    ચોવીસ કલાક ખુલ્લા જ રહે છે.

    શુભેચ્છાઓ……….

  11. શબ્દની સફરના અહીં સાત વર્ષ પૂર્ણ કરવા બદલ દિલથી અભિનંદન અને અઢળક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *