પંદરમી વર્ષગાંઠ પર…

પંદર વર્ષ… દોઢ દાયકો… શબ્દને શ્વાસમાં પરોવીને શરૂ કરેલી આ મજલ આટલો લાંબો સમય ચાલશે એ તો સ્વપ્નેય વિચાર્યું નહોતું. દોઢ દાયકાની શીતનિદ્રા બાદ કલમ ફરી હાથ ઝાલી અને આ બ્લૉગ શરૂ કર્યો એ વાતને પણ આજે દોઢ દાયકો થઈ ગયો… શબ્દો સાચે જ શ્વાસ સાથે એકરસ થઈ ગયા હોવાનું અનુભવાય છે. કવિતાના મોટાભાગના પ્રચલિત પ્રકારો ઉપરાંત દેશી-વિદેશી કાવ્યોના અનુવાદ અને આસ્વાદને પણ સંગાથી કવિમિત્રો અને ભાવકોએ દિલથી વધાવી લીધા એનો પણ આનંદ છે…

આપ સહુ મિત્રોના નિરંતર સ્નેહ વિના આમાનું કશું જ શક્ય નહોતું. આપના સ્નેહ અને આશીર્વાદની આ વર્ષા બારમાસી રહે એ અભ્યર્થના સાથે આપ સહુનો હૃદયપૂર્વક આભાર માનું છું…

દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે થોડો સમય કાઢીને અહીં આવતા રહેજો..
મળતા રહીશું, શબ્દોના રસ્તે…

અંતઃકરણપૂર્વક આભાર, મિત્રો…

22 thoughts on “પંદરમી વર્ષગાંઠ પર…

  1. Happy Birthday to Shabdo Chhe Shwaas Maahraa. It has been a pleasure to read the words and feel the life of the words coming from you. Thank a million for maintaining & creating this Blog. Your writing is really good. Much appreciated.

  2. અભિનંદન સાહેબ…અથાગ પરિશ્રમ માટે…લોકપ્રિયતા માત્ર

  3. Congratulations Sir,
    I have been following ur website since 2 years.
    And find really thrilled to read many gazals songs

    And the unique shers..

    May u get more and more sucess

  4. *લોકપ્રિયતા માટે…..

    અગાઉ ટાઈપિંગ મિસ્ટેક્તથી ‘માત્ર’ લખાઈ ગયું…સૉરરી

  5. આપની શબ્દ યાત્રાનાં વીતેલા દોઢ દાયકા માટેની આપની શબ્દ સાધનાને સલામ..
    આ યાત્રા નિરંતર ઘણાં દાયકાઓ સુધી ચાલતી રહે, અને ચિરંજીવ રહે એવી હાર્દિક શુભેચ્છા…,,

  6. આનંદ ખૂબ ,ખૂબ ખૂબ આનંદ

    આપની , આપના શબ્દોની અને આપના અથાગ સફળ પ્રયત્નોની જય હો……હૃદયથી, કરેલી સફર માટે ખૂબ ખૂબ અભિનંદન અને કરવાની બાકી સફર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ 💐💐👍🍫

  7. વાહ…. ખુબ સરસ વિવેકભાઈ  
    ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ 

  8. વાહ, અભિનંદન
    આવી જ રીતે કાયમ શબ્દો ની શરણમાં રહીને સેવા કરતા રહો એવી શુભકામનાઓ

  9. Khoob abhinandan Dhodh Dayako Shtabdio ni safar puri kare aevi shubhkamnaon sir 💐
    Niyamit ne shushatit ( Shbdo ) swasho no lay humesha Kayam rahe… 🙏🏻😊

  10. ખૂબ ખૂબ અભિનંદન…. અવનારી પેઢી આ શબ્દ શ્વાસ ને ધબકતો રાખે અને સદીઓ ઉજવાય… તેવી શુભકામના….

  11. “શબ્દો છે શ્વાસ મારા”….સોળમાં વર્ષમાં પ્રવેશ, super sixteen….
    વિચાર પુષ્પોની એક આખી માળા પણ દરેક ફૂલનો સ્વતંત્ર એકમ..બીજા શબ્દોમાં કહું તો આત્મસંવાદની ક્ષણોને અપાયેલો શબ્દદેહ…આપની અભ્યાસદ્રષ્ટિ અને શબ્દનિષ્ઠાનો લાભ અમને મળતો રહે છે…
    અવિરત સર્જન થાય અને ભાવકોના હૃદયમાં સચવાય એવી માં સરસ્વતી અને પરમાત્માને પ્રાર્થના સાથે હૃદયપૂર્વકનો ઉમળકો અને આવકારનું નજરાણું પાઠવું છું

  12. આરંભે શૂરા.. વર્ષોથી સતત ગુણ જાળવીને શ્વાસ સાથે શબ્દોની મજલ ખેડતાં ખેડતાં લોકોને અદ્ભુત રસ પીરસતા રહ્યા હોય એ અંતે પૂરા નહીં પણ સંપૂર્ણ શૂરા બનીને સાહિત્યને સમૃદ્ધ કરે છે. એવા કવિ મિત્રને આજે સ્નેહપૂર્વક શુભેચ્છા

  13. આપની આ યાત્રા અવિરત ચાલતી રહે

    ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ

  14. આપની શબ્દ યાત્રા ને શત શત સલામ
    અભિનંદન અને આનંદ
    ડૉ વિવેક

  15. ડો.વિવેકભાઈ,
    આપને ખુબ ખુબ અભિનદન, ” શબ્દો છે શ્વાસ મારા ” સાથે શરુઆત જોડાયેલો રહ્યો છું, અને પરદેશમાં ગુજરાતી સાહિત્યનો જે આનંદ પ્રાપ્ત થયો છે તે વ્યક્ત કરવા માટે મારા જેવા સૌ વિદેશીઓ પાસે શબ્દો મર્યાદિત થઈ રહે છે, આજના જન્મદિવસની અનેક અનેક શુભકામનાઓ…શુભેચ્છાઓ….
    આપના પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરી રહ્યો છું…….

  16. વાહ… અભિનંદન વિવેકભાઈ. ‘શબ્દો છે શ્વાસ મારા’ની આટલી લાંબી મજલ પાછળ તમે કરેલો દાખડો અને સાહિત્ય માટેની તમારી પ્રીતિ કારણભૂત છે. મને બરાબર યાદ છે કે આજથી 13 વરસ પહેલાં જ્યારે હું મુંબઈ રિયલ એસ્ટેટમાં નોકરી કરતો હતો ત્યારે પહેલી વખત ઈન્ટરનેટ વાપરવા મળ્યું હતું. ત્યાં ઓફિસમાં બપોરના સમયે કંઈ કામ ન હોય ત્યારે તમારા આ બ્લોગમાંથી હું કવિતાઓની પ્રિન્ટ કાઢી ઘરે લઈ જતો ને રાતે વાંચતો. આ સફર હજી વધુ વિસ્તરે અને સમૃદ્ધ બને એવી શુભેચ્છાઓ વિવેકભાઈ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *