ચાર વર્ષ ? હા, ચાર વર્ષ…

PA232490

ચાર વર્ષ ? હા, ચાર વર્ષ… આજે આ વેબસાઇટ શરૂ કર્યાના ચાર વર્ષ પૂરાં થયાં. એ દિવસ યાદ આવે છે જ્યારે મારા અતિપ્રિય ‘કન્વેન્શનલ ગુજરાતી ફૉન્ટ્સ’ છોડી યુનિકોડ અપનાવવા તૈયાર પણ નહોતો. પણ ધવલની આંગળી ઝાલીને જે દિવસે આ વિશ્વમાં પ્રવેશ કર્યો એ દિવસથી જાણે કે આખેઆખી જિંદગીમાં સમૂચ્ચુ પરિવર્તન જ આવી ગયું.

આ સાઇટ મને વિશ્વભરના ગુજરાતીઓના ઘરમાં લઈ ગઈ. અમેરિકાના નુવાર્ક એરપૉર્ટ પર ફ્લાઇટ ચૂકી જવાના કારણે એક દિવસ રોકાવું પડ્યું પણ જરાય ડર ન લાગ્યો ત્યારે આ સાઇટની ખરી કિંમત સમજાઈ… મારા વેબ-મિત્રો મને એકલો પડવા દે એમ નથી. મહામૂલી મિત્રતાની વિશ્વવ્યાપી ભેટ ચાર વર્ષમાં જેટલી હું આ સાઇટ દ્વારા કમાઈ શક્યો છું એ કદાચ ચારસો વર્ષમાં અન્યથા કમાઈ શક્યો ન હોત.

૨૫૦ જેટલી રચનાઓ… લગભગ ૬૦૦૦ જેટલા પ્રતિભાવો… કુલ ચાર વર્ષમાંથી સાઇટમીટર શરૂ કર્યું એના છેલ્લા માત્ર દોઢ વર્ષમાં ૪૫૦૦૦ જેટલા મુલાકાતીઓ અને એક લાખથી વધુ ક્લિક્સ… રોજના આશરે ૮૪ મુલાકાતીઓ અને ૧૯૦ જેટલી ક્લિક્સ…  (ગયા વર્ષે આ સરેરાશ ૬૮ અને ૧૬૩ હતી !!)

ગયા વર્ષે છેલ્લા બે વર્ષમાં નાનાવિધ સામયિકોમાં પ્રકાશિત રચનાઓની સંખ્યા ૫૪ હતી જે આ વર્ષના અંતે ૯૦ જેટલી થઈ…

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

…અને આ કશું પણ આપના સતત સાથ અને હૂંફ વિના શક્ય જ નહોતું…

આભાર !

75 thoughts on “ચાર વર્ષ ? હા, ચાર વર્ષ…

  1. ડો. વિવેક્ભાઇ,

    “પા પા પગલીનો પૂરો થયો પાઠ,
    શુભકામના ! ધન્ય “શબ્દ.”.નો ઠાઠ !”

    અગણિત અભિનંદન !

  2. અભિનંદન મિત્ર…. ખૂબ ખૂબ અભિનંદન…

    ફરી એકવાર એક વાત યાદ કરાવું? ૨ દિવસમાં ૨૦૧૦ આવી રહ્યું છે..! 🙂

  3. વિવેકભઈ,

    અભિનંદન …. ખૂબ ખૂબ અભિનંદન… આગળ વધો…ખુબ આગળ વધો……..

  4. આજે તમારા એક ગીત “આ તડકાને કેમ કરી વાળું? તારા સ્મરણોને કેમ કરી ખાળું?” વિષે ટહુકોમાં મારો પ્રતિભાવ આપ્યો. મન થયું, સાથે સાથે અહીં તમારી ચાર વર્ષની સંતોષપ્રદ યાત્રા માટે અભિનંદન આપું. ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ અભિનંદન.

  5. चार वर्षनी यात्रामां चार युगोनो निचोड चार पुरषार्थ द्वारा आपीने चारेय दिशाओ अने चारेय उपदिशाओना गुर्जरभाषकोनो स्नेह सम्पादन करीने विवेके चारेय वेदोना अधिष्ठाता चतुर्मुख ब्रह्मानुं सर्जकत्व निभाव्युं – विवेक टेलर विवेक चतुर्वेदी बनी गयो! हवे आ चारनी गुणवृद्धि उत्तरोत्तर थती रहे ए ज शुभेच्छा.
    युनिकोड भारतीय भाषाओ माटे आशीर्वाद समान बनी रह्यो छे. मारी पासे 20थी वधारे नयनरम्य बिन-युनिकोड फ़ॉन्ट्स छे. मारे एमने युनिकोडमां रूपान्तरित करीने गुजराती जनताने चरणे धरवा छे. पण एने माटे आवश्यक सॉफ़्टवेर विषयक ज्ञान नथी. आ साइटना मुलाक़ातीओमांथी कोईक सहाय करवा आगळ आवे तो आभारी थईश. आ काम सेवारूपे ज करवानुं छे – एमांथी कोई आर्थिक लाभनी अपेक्षा नथी. जणावशो ने?

  6. ડૉ. વિવેકભાઇ

    એક ત્રૂતિયાઁશ ‘તપ’ પુરૂ કર્યુઁ તે કૈઁ નાની સુની વાત નથી.અમને પણ તમારી નજીક લાવનાર આ શબ્દસમુહ જ છે ને!

    ખૂબ ખૂબ અભિન્ઁદન…. લગે રહો!

  7. શ્રી વિવેકભાઈ….
    ચાર વર્ષ અને એના અનુસંધાને તમારા હૈયામાંથી જે ઊભરાયું એ ય મને તો કવિતા જેવું લયબધ્ધ અને લાગણીઓથી તરબતર આંખોના પલળેલા ખૂણેથી ચશ્માના કાચ સુધી આવી પહોંચેલ ભીનાશ સાથે ભળેલા કેટલાય સંસ્મરણ વચ્ચેથી લખાયું હોય એવું ,હર્ષ રોમાંચ જેવી લાગણીથી ગદ્ગદીત લાગ્યું………..અલબત્ત,
    લાગણીની અભિવ્યક્તિના ઉભરાને ઝીલીને આગળ વધવાનું જ કર્મ, કવિ હ્રદયનું…..!
    જીવનમાં કવિતાના લય અને સ્તર બન્નેને અગ્રીમતાના લૅન્ડમાર્ક તરીકે સ્થાપિત થવા તરફ ઈશ્વર આપને સતત સહાયક રહો એજ અભ્યર્થના.
    અને હા,અભિનંદન પણ ખરા જ…….દિલથી…..!

  8. હાર્દિક અભિનન્દન વિવેક ભાઈ … આપના શબ્દો ફક્ત આપના જ નહેી વાચકમિત્રોના પણ શ્વાસ બની ગયા હવે તો …!

  9. પ્રીય વીવેકભાઈ,
    ખુબ ખુબ અભિનંદન્..
    ઘણુ લખતા રહો, અમે વાંચતાજ રહીએ,
    તમને શબ્દો મળતા જ રહે,
    અને સંવેદનાઓ પ્રગટ થતી રહે,
    તેવી શુભેછાઓ સાથે..

  10. વિવૅકભાઈ,

    હાર્દિક અભિનંદન. ” તમન્ના યહી સાથ ચલતૅ રહૅ, ન બિતૅ કભી યહ સફર”

  11. પ્રિય મિત્ર,

    આ ચાર વર્ષમાં તારી પ્રગતિને આંકડાઓમાં વાંચીએ તો અધધધ… સરસ લાગે. પણ સચ્ચાઈ જણાવું તો આ આંકડાઓમાં તું કે તારી પ્રગતિ જેટલી ડોકાય છે એના કરતાં કેટલાય ગુણાંકમાં તું ને તારું મન મૈત્રીરૂપે, કવિરૂપે તારા વાચકગણના હૃદયમાં સ્થાન પામ્યું છે. આ આંકડાઓ તો એની સામે સીમિત સંખ્યા માત્ર છે.
    સ્નેહ 🙂

  12. આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે
    ………

    પણ આપે ઘણા બધાને સાહિત્યિક દૃષ્ટીથી ઘડવામાં ફાળો આપ્યો છે તે વિસરાય તેમ નથી.
    આપે આપની બેનૂમન ગઝલ અને આત્મિયતાના ભાવથી સૌને ઝૂલાવ્યા છે.
    બ્લોગ જગતને પ્રતિભાવથી પ્રોત્સાહિત કર્યા છે.ઈ મેલનો જવાબ આપના કવિ તરીકેના સૌજન્યનો
    અહેસાસ મેં સદા અનુભવ્યો છે.
    અંતરથી આપને અભિનંદન .
    રમેશ પટેલ(આકાશદીપ)

  13. ખોબો ભરિ ને મન અને વિચર મેલવ્યા બ્લોગ થિ ગુજરતિ પના નુ અભિમન ચ્હે આવા વિચરો થિ
    અભિનન્દન પ્રદ્યુમન

  14. Dear Vivekbhai,

    Congratulations for the past four years and the excellent rewards that you have received from your website. I wish you many more rewards in the coming years and best of health, wealth, happiness and fulfillment and deep satisfaction from your website and your poems.

    Dinesh O. Shah, Founding Director, Shah-Schulman Center for Surface Science and Nanotechnology, DDU, Nadiad, Gujarat, India

  15. શ્રિ વિવેકભાઇ
    ઘણા અભિનન્દન! જિયો હઝારો સાલ હમારી યેહિ આરઝુ, હેપિ બર્થ ડે ટુ યુ.

  16. અભિનન્દન્,

    શ્બ્દો ના સહારે આમ જ આગલ વધતા રહો એવિ અમારિ શુભકામ્ના.

  17. sorry for the gujarati spelling and grammer. still trying to figure out the fonts. Congrats and wish you a happy, healthy and creative New year.

  18. ખૂબ ખૂબ અભિનંદન !
    હર શ્વાસે આપને નવા શબ્દ ને સંવેદનની સવિતા મળે
    ને અમને પરોઢ જેવી સુંદર કવિતા મળે એ જ પ્રાર્થના !

  19. ડૉ.શ્રી વિવેકભાઇ,
    તમારી ચાર વર્ષની યાત્રા બદલ અભિનંદન અને જન્મો જન્મ લખતા રહો એવી શુભેચ્છા !
    લી.પ્રફુલ ઠાર…

  20. વિવેકભાઈ,

    મનઃપૂર્વક અભિનંદન. મને બ્લૉગ બનાવવાની પ્રેરણા આપની સાઈટ જોઈને જ મળી. મને ખાતરી છે કે આ રીતે તમે ઘણા લોકોને બ્લૉગજગતમાં પ્રવેશવાની પ્રેરણા આપી છે.

    આમ જ બધા માટે પ્રેરણાસ્રોત બની રહો એ જ આશાસહ,

    આપનો,
    હેમંત

  21. તમારા સતત ચાલી રહેલા શબ્દોના શ્વાસ ખૂબ જ પ્રેરણા આપી રહ્યા છે. એ શ્વાસ સદાય ચાલતા રહે એવી પ્રભુને પ્રાર્થના.
    –ગિરીશ પરીખ

  22. વિવેકભાઇ
    આપે આપ્યો એનાથી અનંત આનંદ ,અને સ્નેહ આપને
    આપના સુંદર કાર્યથી સાંપડો એજ પ્રાર્થના.
    સુન્દર ગીતો, સરસ ફોટોગ્રાફ,બધુંજ સુન્દરતમ.
    ખુબ ખુબ ભિનંદન.

    પ્રેમોર્મિ (રમેશ પટેલ)

  23. Dear Dr. Tailor,

    For a moment i thought 29th Dec. is your birth day.
    So happy to learn about your website which has progressed well because of your sincere efforts. Best Wishes to you.
    Happy 2010

  24. પ્રિય ડો. વિવેક,

    આપને ખુબ ખુબ હાર્દિક અભિનંદન…! અને સાથે સાથે ગુજરાતી કાવ્યપ્રેમીઓને પણ હાર્દિક અભિનંદન…!

    મને પુરો વિશ્વાસ છે કે આ તો ફક્ત શરુઆત જ છે અને આપની આ કાવ્ય, ગઝલ અને અન્ય સાહિત્યથી સભર કુચ હજી તો આગામી વરસોના વરસ સુધી ચાલતી રહેશે…! ગુજરાતી કાવ્ય અને ગઝલને નવા માધ્યમ દ્વારા નવી ઉંચાઈઓ સુધી પહોચાડવા બદલ ખુબ ખુબ ખુબ અભિનંદન…!

    રાજીવ

  25. શબ્દોનિ સાથે સાથે તમે લિધેલા અદભુત photos શ્વાસમા રહેલ oxygen જેવા .

  26. sarjan ane samvadita no aavo samanvay bhagyej male che. tame samarpit cho ane karyane chaho cho atle aa sakya che. congrats.keep it up.

    anil parikh-78
    vice president senior citizen mandal-ghatkoper

  27. અભિનંદન..હાર્દિક વધાઇ..ધન્યવાદ…. શુભેચ્છાઓ….

    ચારના ચાલીસ થશે ત્યારે અભિનંદન આપવા અમે તો સદેહે નહીં હોઇએ..પરંતુ ત્યારે યે ઉપર બેસીને તમારી રચનાઓ માણીશું જરૂર..અને તમે યુવાન વૃધ્ધની ભૂમિકામાં…તરોતાજા ગઝલો પીરસતા રહો…એવી પ્રાર્થના સાથે..

    ત્યારે વિસ્મય પણ આમ જ લખતો હશે ? પણ એ તો ગુજરાતીમાં નહીં લખે ને ? અને વૈશાલી બાપ, દીકરા બંનેને વાંચતી રહેશે..ચશ્મા ચડાવીને ઝીણી આંખે…..!!!!!!

  28. પ્રિય વિવેકભાઈ.

    તમારી e-highway પરની કાવ્યયાત્રા અનેક મિત્રો માટે પ્રેરણારૂપ બનશે.

    ખૂબ ખૂબ અભિનંદન…

    -સંદીપ

  29. લો, વિવેકભાઈ હું તો મોડો પડ્યો..આપને અભિનંદન આપવામાં. માફ કરશો. આપના જેવા કવિ-સાહિત્યરસિક જીવને કારણે ગુજરાતી હોવાનો વધુ ગૌરવ થાય છે.
    આપે કવિનાને, ગિતોને એક આગવી કેડીએ લઈ શણગાર્યા છે. મારા જેવાઓ એના પરથી ઘણુ શિખ્યા પણ છે.
    ધન્ય છે આપને..
    અભિનંદન

  30. હિ ! થ્ન્ક્ષ ૪ મૈલ્સ્.. અરે વ મેીતિન ઓન ૩ર્દ જનુ ? વિથ ઘઝલ્સ ? ઇ’મ લોૂકિન્ગ ૪વર્દ ૨ અ ને ગેત ૨ગથ્ર્.. હપ્પ્ય નુ ય્ર્….

  31. ચાર વર્ષ સફળતા પૂર્વક પૂરા કરવા બદલ હાર્દિક અભિનંદન અને સતત આ યજ્ઞ શરુ રહે એવી શુભકામનાઓ!
    સુધીર પટેલ.

  32. વિવેકભાઈ,
    આ વેબસાઈટની પ્રગતિ હજુ પણ ઉત્તરોત્તર થતી રહે એવી દિલી શુભકામનાઓ.નવું વર્ષ મુબારક .અને તમારો જે વિકાસ થતો રહ્યો છે તે હજુ પણ તેનો દર જાળવી રાખે તેવું ઈચ્છું છું .

  33. SCSMની ચોથી વર્ષગાંઠ પર શુભેચ્છા પાઠવનાર તમામ મિત્રોનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું…

    આપની શુભેચ્છા અને મીઠી નજર વિના આ યાત્રા ચાર વર્ષ તો શું, ચાર દિવસ ચાલવી પણ શક્ય નહોતી…

    એક વાત શ્રી નિશીથભાઈના પ્રતિભાવ માટે:

    આપે જે રીતે મારા વખાણ કર્યા છે એને માટે કોઈ ખૂણેથી હું લગીરે લાયક નથી અને નથી મારી પાસે એવા ખભા જે આ સરપાવનો બોજ ઉઠાવી શકે… ગાલિબનો એક શેર યાદ આવે છે:

    તુ ફરિશ્તોં કે તસવ્વુર મેં મેરે પાસ ન આ,
    મૈં હૂઁ ઇંસાઁ, તેરી નજરોં સે ઉતર જાઉંગા…

  34. શબ્દો છે શ્વાસ મારા ની આ સફરમાં શબ્દ અને શ્વાસ બન્ને સતત ચાલતા રહે !
    ગુજરાતી ભાષામાંથી હ્રસ્વઇ અને દિર્ઘાવાલુ કાઢી નાખવાના વીચાર બાબતે તમારો શો અભીપ્રાય છે ?
    ઉપરના લખાણમાં જાણી જોઇને આ પ્રયોગ કરેલ છે !

  35. જબ રાસ્તા કોઈ ન થા એક કદમ કે બાદ
    કુછ લોગ ચલતે રહે મેરે હર કદમ કે સાથ

    આપની આ યાત્રા માટે આથી વિશેષ શું લખું?

    ગિરીશ જોશી

  36. સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર…

    સુરેશભાઈ કુબાવતને ખાસ કહેવાનું કે ઉંઝા જોડણી વિશે નેટ પર ખૂબ લડાઈઓ થઈ ચૂકી છે.. હું ઉંઝાનો વિરોધી છું અને આ મારી કવિતાઓની અંગત સાઇટ છે… અહીં કદાચ આ ચર્ચા અસ્થાને છે.

  37. તારેી કવિતાઓ આજ રેીતે આજેીવન માણવા મળતેી રહે ઍ જ શુભકામના……….અને તારા આ સફર મા તુ સતત પ્રગતિ કરતો રહે એ જ મારેી અને શિમોલિ, પ્રહર્શ્,પ્રશાન્ત નેી શુભ્કામના.

  38. શ્વાસે-શ્વાસે શબ્દો નિતરે
    શબ્દે-શબ્દે ચિંતન ઉગડે
    પુસ્તકનાં પ્રગટાવો દિવા
    એવું ચેતન હરદમ ઝંખે.

    અભિનંદન………….

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  39. ખુબ અભિનંદન! ઘરના ચાર ખુણામા પાચમો ખુણો ઉમેરી શ્વસતો રાખવામા આપની અનેક રચનાઓનુ યોગદાન છે આથી પાચમુ વર્ષ અને એના પછીના દરેક વર્ષો.. બસ લખતા રહો અને શબ્દોમા શ્વાસ ભરી ભરી દરેક ચાહકોને શ્વસાવતા રહો એવી અંતરમનથી અભિલાષા.

  40. ખૂબ ખૂબ અભિનન્દન,ચાતકને પૂછો જલબિન્દુની પ્રતીક્ષા,મારે મન આ સ્થળ તીર્થ સમાન થઈ ગયુન્ છે.મારા જેવા અનેક અભિભાવકની અન્તરર્ની શુભેચ્છાઓ વિવેક, તારી સાથે છે.સમ્વેદનાઓનો અવિરત પ્રવાહ આમ જ વહેતો રહે.

  41. અભિનંદન
    અને
    ધન્યવાદ
    તમારી ટીકાઓ સહન કરવાની શક્તીને
    અને
    કેટલીવાર
    અહો રુપં
    અહો ધ્વની !
    જેવી વાતમા ફુલાઈ ન જવા માટે!
    બાકીનું તો તમારી રચનાઓ જ બોલે છે-

    બોલશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *