રોલ-રિવર્સલની મજા…

Viv_study

જીવન એટલે મારા માટે અનવરત સ્વપ્નો જોવા અને એને સાકાર કરવાની કોશિશ કરતા રહેવાની ઘટના.  સાહિત્યમાં બેચલર ઑફ આર્ટ્સ થવાની મારી નાનપણની મહેચ્છાને આજે એકતાળીસમા વર્ષે આકાર આપી રહ્યો છું. એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં BA (Higher English)પ્રથમ વર્ષમાં પ્રવેશ લીધો છે.

આમ તો લયસ્તરોના નિમિત્તે કવિતાના અંતઃસત્ત્વ સુધી પહોંચવાની નિયમિત તક ફરજના ભાગરૂપે મળતી જ રહે છે પણ પરીક્ષા નિમિત્તે સાહિત્યનું વધુ વિગતે Dissection કરી શકાય એ ભાવનાથી આ કાર્યમાં પ્રવૃત્ત થયો છું…

મારા ઘરે આજકાલ આવા દૃશ્ય જોવા મળે છે:

“પપ્પા ! વાંચો વાંચો, પરીક્ષા આવી…. મમ્મીઇઇઇઇ જો…! આ પપ્પા વાંચવાને બદલે મોબાઇલ પર વાતો જ કર્યા કરે છે”

– આવી ઘટના કેટલાના જીવનમાં બને છે? દીકરા-દીકરી પર મા-બાપ જાસૂસી કરે એ તો ઘર-ઘરની વાર્તા છે પણ બાપ પરીક્ષા આપતો હોય અને દીકરો જાસૂસી કરતો હોય એવા ‘રોલ રિવર્સલ’માં કેટલી મજા આવે !

25/10 થી 3/11 સુધી મારી ફર્સ્ટ સેમેસ્ટરની પરીક્ષા છે.

તમે લોકો મને બેસ્ટ ઓફ લક કહી શકો છો !

થોડો સમય વેબસાઇટ પર વેકેશન જાહેર કરું છું. પરીક્ષા બાદ ફરી મળીશું…

17 thoughts on “રોલ-રિવર્સલની મજા…

  1. ઓલ ધ બેસ્ટ!! જરૂર તમે તમારા પસંદના વિષયમાં ફોર્મલી ભણીને અવ્વલ આવશો જ!

  2. તમે હવે સ્નાતક /અનુસ્નાતક વિધ્યાર્થીને ડીગ્રી આપી શકો એ ક્ક્ષાએ છો……..
    સાહિત્ય માણવાનો વિષય છે કે પ્રાપ્ત કરવાનો,એ પ્રશ્ન ઉઠે છે…..

  3. આટલાં વર્ષો પછી આપણા પછીની પેઢીની સાથે ઔપચારીક સ્વરૂપે પરીક્ષા આપવી તે ખરેખર નવા જ પ્રકારનો અનુભવ રહેશે.
    મેં ‘ઔપચારિક’ શ્બદ્પ્રયોગ એટલા માટે કર્યો છે કે, સામાન્યતઃ આપણી વ્યાવસાયિક જીંદગીમાં આપણે આપણા પછીની પેઢીઓ સાથે કામ કરવા[અથવા,તો મોટા ભાગે,કામ લેવાનો કે વ્યાવસાયિક વ્યવહારો પાર પાડવાના] પ્રસંગો આવતા રહે જ છે. આ પ્રસંગોને આપણે જીવનની સ્વાભાવિક ઘટમાળ ગણીને તેને સભાનપણે અનુભવતાં નથી.
    આમ, આ બન્ને મોરચે, સફળતાઓમાટે શુભેચ્છાઓ.

  4. BEST LUCK AND ADVANCE CONGRATULATION
    FOR SUCCESS IN THE EXAMINATION.

    With regard.

    Arvind Vora .
    Deputy Manager (Retired)
    State Bank Of India.
    Rajkot. ,Gujarat ( India )
    Mob. 94268 49718

  5. Wish you best of luck in your new venture. When studying in 1st Ll.B., my friend asked me if i had applied for a job as a clerk in F.C.I. When i said, “No” he was baffled. Did i not want any job? When i said, i am already in service. He said, then why do you study at all? For promotion/better kanya? When i said, i am already serving in a nationalised bank, already promoted as an officer, am already married and have already a son, he just asked, “Then, why on earth do you need to study? Did i studies for better/speedier further promotion/s? I said,’No, nothing of the sort. I study only out of my penchant for study. He was surprised. I do not know your calling, but i am sure, your study will surely enhance your knowledge and confidence. Do advise me your calling after your examination.

  6. અમારી અનેક અનેક શુભેચ્છાઓ અને અભિનદન એક નવી શરુઆત કરવા માટે…….

  7. I am sure you will do well. It is commendable to take on such a daunting task to reincarnate youself in a formal student entity. Wehn an English play opens here on Broadway in New york City, common practice is to say “break a leg” meaning “good luck” to actors and musicians before they go on the stage, it reflects theatrical superstition dictates saying “good luck” actually is wishing bad luck.

    No such problem in academia so I will go ahead and safely say best wishes and good luck in your examination.

  8. ‘બેસ્ટ ઓફ લક’ કહીને શુભેચ્છા પાઠવવાનો આ શિષ્ટાચાર એ આમ જોઈએ તો જરાય ખોટો નથી, પરંતુ તેનો અતિરેક અને અયોગ્ય સમય એ ચોક્કસપણે ખોટી બાબત છે. ‘બેસ્ટ ઓફ લક’ કહેવાનો વિવેક ક્યાંક અવિવેક ન થઈ જાય તેનું ધ્યાન તો રાખવું જ જોઈએ ને… !

  9. I think it is better to express your well wishes, even at the peril of over stating it, rather than not expressing it at all. My personal experience here in USA, among Indian immigrants for many decades, has been pretty dismal when it comes to being civil and expressing good wishes publicly. There is cultural issue here too. Gujarati, Marathi languages reflect lack of words due to cultural tradtion of not expressing emotions publicly as compared to western cultures and western languages. Phrases like I love you, have a nice day, you are welcome, have a nice weekend, see you tomorrow, nice meeting you, nice to see you, beg your pardon, excuse me, etc greetings are used often in social settings in English.

  10. અરે વિવેકભઈ શું વાત છે! અભિનન્દન! આપની પ્રગતિ અને પરિણામ વિશે શંકા નથી. ખૂબ આનંદ થયો, જાણીને.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *