*
ગુજરાતી ભાષાની સર્વપ્રથમ સ્વરચિત કાવ્યોની આ વેબસાઈટ – શબ્દો છે શ્વાસ મારા ~ www.vmtailor.com – આજે સત્તર વર્ષ પૂરાં કરી રહી છે…
ગીત, ગઝલ, અછાંદસ, સૉનેટ, મોનોઇમેજ, મુક્તક, હાઈકુ, નઝમ, અંજનીગીત, અનુવાદ, ત્રિપદી, આકારકાવ્ય, ફ્યુઝન કાવ્ય અને બાળકાવ્ય – સાહિત્યના જેટલા પ્રકાર મારા માટે સંભવ બન્યા, એમાં યથાશક્તિ ખેડાણ કરવાની મારી વિનમ્ર કોશિશોને સદૈવ આપ સહુનો બિનશરતી પ્રેમ સાંપડતો રહ્યો છે એ જ મારું સદભાગ્ય…
૧૭ વર્ષ..
૬૫૦ થી વધુ રચનાઓ..
૧૫૦૦૦ થી વધુ પ્રતિભાવો…
આપ સહુ સ્નેહીજનો અને કવિમિત્રોની એકધારી હૂંફ અને સ્નેહ વિના આ કદી સંભવ બન્યું ન હોત… શરૂઆતથી માંડીને આજ દિન સુધી જે રીતે આપ સહુ મારી સાથે ને સાથે રહ્યાં છો, એ જ રીતે આગળ ઉપર પણ સદૈવ મારી સંગાથે જ રહેશો એ જ અપેક્ષા…
મારી લાગણી વ્યક્ત કરવા માટે આભાર શબ્દ અતિવામણો અનુભવાય છે…
દર મહિનાના પહેલા અને ત્રીજા શનિવારે વેબસાઈટની મુલાકાત લેવાનું ચૂકશો નહીં…
અસ્તુ!
*
તારી પાઘમાં જેટલા રંગ દેખાય છે એનાથી ય વધુ રંગ તેં તારી રચનાઓમાં સતત આપ્યા છે. એક એક કરીને આજે સત્તર વર્ષ થઈ ગયાં .. પાછળ વળીને જોઈએ કે આજે આ જ ક્ષણે વાંચવા બેસીએ.. તેં સાહિત્ય જગતને સતત આપ્યું છે. ઉત્તમ આપ્યું છે. *શબ્દો છે શ્વાસ મારા* નામ પ્રમાણે ગુણ સમાં અક્ષરનાં મોતી તે. કાગળ પર પાથર્યા છે. સાહિત્ય જગતને તેં આપેલી આ ભેટ અમર થવા સર્જાઈ છે એમ ઝગમગી છે ને આમજ આગળ પ્રકાશ રેલાવશે એમાં કોઈ શક નથી.
અભિનંદન પાઠવું છું… વખાણવા માટે શબ્દ કે ટહુકા ઓછા પડે એવું માતબર કાર્ય કર્યું છે.
હૃદયપૂર્વક આભાર, મીના…
સાતત્યપૂર્ણ નિષ્ઠાપૂર્વકના કામને વંદન.. ખૂબ અભિનંદન
@રાજેશ હિંગુ :
ખૂબ ખૂબ આભાર…
Khub khub abhinandan ane Pranam
@ બારિન દીક્ષિત:
આભાર