છઠ્ઠી વર્ષગાંઠ- શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે…!

OLYMPUS DIGITAL CAMERA

*

૦૨-૦૨-૨૦૦૫ના રોજ લગભગ પંદર વર્ષ લાંબી શીતનિદ્રા બાદ “વૃક્ષ” ગઝલસ્વરૂપે મારું પહેલું રિ-અવેકનિંગ થયું. અને એ જ વર્ષની ૨૯મી ડિસેમ્બરના રોજ “શબ્દો છે શ્વાસ મારા” નામે મારો બ્લૉગ શરૂ કર્યો એ મારું બીજું રિ-અવેકનિંગ ગણી શકાય. મારી પુનર્જાગૃતિને સતત સજીવન રાખવામાં મારી પોતાની સર્જકતા કરતાં પણ આ બ્લૉગ અને એ નિયમિતપણે અપડેટ કરવાની મારી કટિબદ્ધતા અને પ્રતિભાવ સ્વરૂપે મળતા આપ જેવા દિલકશ મિત્રોએ વધુ અગત્યનો ફાળો ભજવ્યો. એક-એક કરતાં છ વર્ષ પૂરાં થઈ ગયાં અને સાડી ત્રણસોથી વધુ રચનાઓ અહીં પૉસ્ટ થઈ ગઈ જેના પર મિત્રોએ લગભગ સાડા નવ હજાર જેટલા લેખિત પ્રતિભાવો આપ્યા.   સાઇટ મીટર ચાલુ કર્યા પછી છેલ્લા સડા ત્રણ વર્ષમાં એક લાખથી વધુ યુનિક વિઝિટર્સ અને અઢી લાખથી વધુ ક્લિક્સ… આપના આ પ્રેમલ પ્રતિસાદનો પ્રતિઘોષ આપી શકવા માટે હું સાવ વામણો છું, દોસ્તો…

આ વર્ષમાં મારા બે પુસ્તકો- “શબ્દો છે શ્વાસ મારા” (ગઝલસંગ્રહ) તથા “ગરમાળો” (કાવ્યસંગ્રહ) અને ઑડિયો સીડી “અડધી રમતથી”નો સેટ પ્રકાશિત થયો. જેને આપ સહુનો સ્નેહભર્યો પ્રતિસાદ પણ સાંપડ્યો. (કોઈ મિત્રોને આ સેટ મેળવવાની ઇચ્છા હોય તો અહીં ક્લિક કરે)

દર શનિવારે vmtailor.com પર મારાથી શક્ય હશે ત્યાં સુધી આપણે સતત મળતા રહીશું… હું દર શનિવારે આપની રાહ જોતો રહીશ.

અંતે, જે મેં આગળના વર્ષે કહ્યું હતું એ જ ફરીથી કહીશ:

આ સાઇટને જેટલી મેં ઘડી છે એથી વધુ એણે મને ઘડ્યો છે…

સહુ દોસ્તોનો હૃદયપૂર્વક આભાર…

મળતા રહીશું, શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે !

વિવેક

*

અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:

1

(ફૂલછાબ (રાજકોટ), ગુલછાડી…          …મધુકાન્ત જોષી, 18-09-2009)

*

2

(દિવ્ય ભાસ્કર ‘વુમન ભાસ્કર’…   …કાજલ ઓઝા-વૈદ્ય, 21-12-2010)

*

3

(દિવ્ય ભાસ્કર, કળશ…                          ….મનોજ શુક્લ, 26-01-2011)

*

4

(સંદેશ (સુરત)…                                   …મેહુલ દેસાઈ, 19-12-2010)

*

5

(ગુજરાત સમાચાર ‘શતદલ’…    …જય વસાવડા, 09-11-2011)

*

6

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…     ….ક્ષિતિજ નાયક, 26-04-2011)

7

(મુંબઈ સમાચાર, ‘મેટ્રો’…      …પ્રિયંકા વિસરીયા-નાયક, 17-05-2011)

(શ્રી જવાહર બક્ષી જેવા સિદ્ધહસ્ત કવિનો અતિલોકપ્રિય શેર ટાંકતી વખતે લેખકને મારું નામ યાદ આવે એને મારે શું ગણવું? )

*

8

(દિવ્ય ભાસ્કર, રણમાં ખીલ્યું ગુલાબ’…  …ડૉ. શરદ ઠાકર, 24-07-2011)

*

9

(દિવ્ય ભાસ્કર, ‘ડૉક્ટરની ડાયરી’…     …ડૉ. શરદ ઠાકર, 21-09-2011)

*

10

(ગુજરાત મિત્ર, 14-07-2011)

*

11

ફૂલછાબ (રાજકોટ)…       … સ્નેહા પટેલ, 13-07-2011)

68 thoughts on “છઠ્ઠી વર્ષગાંઠ- શબ્દોના રસ્તે, શ્વાસોને સરનામે…!

  1. દોસ્ત તું વામણો નથી જ…..

    પ્રેમાળ લોકો તને મળ્યા તો એ પ્રેમનો જાદુગર તો તું જ છે…. તારી આ સફરને કોઈ લંબ (દરિયાનું પાણી માપવાની દોરી) ની જરૂર નથી…

    શુભસ્નેહ

  2. Pingback: લયસ્તરો » ગુજરાતી ગઝલમાં ‘મૃત્યુ’ :કડી ૦૪ – વિવેક મનહર ટેલર

  3. કોન્ગ્રેચ્યુલેશન્સ!!!! શબ્દો છે શ્વાસ મારા ૬૦મી વર્ષગાંઠ મનાવે તેવી આગોતરી શુભેચ્છાઓ!

  4. અભિનંદન….!

    આશા રાખીએ કે અમને હવે પછીના ૬૦૦૦૦ વર્ષ સતત ગઝલની ઝરમર માણવા મળે….!

    “વેચાઇ જવા કરતાં વહેંચાઇ જવામાં લિજ્જત છે”…… એટલે માત્ર આપણા સુધી ન રાખતાં એને સૌ માં વંહેચવાની લિજ્જત કંઇ ઓર જ છે.

  5. ખૂબ ખૂબ અભિનંદન…
    અગામી વર્ષોમાં પણ આમ જ પ્રગતિ કરતા રહો એવી શુભેચ્છાઓ.

  6. અચાનક વધી ગયું છે કામ અમારું શબ્દો થી નથી થતું અભિવાદન તમારું
    તમારી કાવ્યો રૂપી ઉચ્છવાસ બની રહેશે અમારા સંવેદનો ની અભિવ્યક્તિ
    જરૂર પડશે ત્યારે માંગી લઈશું તમારા શબ્દો ની ક્યારી

  7. પ્રિય શ્રીડૉક્ટરસાહેબ,

    આપને ખૂબ-ખૂબ શુભેચ્છાઓ,આપના પર માં સરસ્વતીની કૃપા છે અને બની રહે તેવી કામના સહ.

  8. શબ્દો છે શ્વાસ તમારા
    તેથી જ કહું શ્વસતા રહેજો
    અને ગઝલ સ્વરુપે સદા હસતા રહેજો
    ખુબ ખુબ અભિનંદન્

  9. Dear Doctor Vivekbhai,

    I really extremely like “ZINGTHING”
    Please aavu lakhata rahejo

    Khub j sundar chhe, there r no words to praise it,
    with all the best regards,

    vinod gundarwala

  10. પ્રિય વિવેકભાઈ,

    ખૂબ ખૂબ અભિનંદન. તમારા શબ્દો ફક્ત તમારા જ નહીં, અનેકોના શ્વાસ છે. એક નવી કેડીને રાજમાર્ગ બનતો જોવાની મજા કંઈક ઓર જ હોય છે. અને એ કેડી કંડારવા આપ ખૂબ ખૂબ અભિનંદનના અધિકારી છો.

    ખૂબ શુભકામનાઓ…

    જિજ્ઞેશ અધ્યારૂ

  11. શ્રી વિવેકભાઇ,

    કૈંક પામ્યાનો મળે સંતોષ મુજને
    રોજ તારી બે ગઝલ વાંચી શકુ જો

    તમને તુંકારાનુ સંબોધન આપવું કઠી રહ્યું છે, પરંતુ ગઝલના મીટરને ધ્યાનમાં લઈને સંબોધું છું. માણસ હંમેશા મન વાંચવાનું ભુલીને ચહેરાઓજ વાંચે છે. તમે એમાં અપવાદ છો એનો મને ખ્યાલ છે.

    પ્રણામ

    રાજેશ

  12. ખૂબ ખૂબ અભિનંદન..શુભેચ્છાઓ…દુવાઓ…

    તમે કવિતા લખતા રહો..અમે તમારી કવિતાઓ અમારા લેખોમાં વાપરતા રહીએ… !!!

  13. શબ્દો છે શ્વાસ મારા….ને સાતમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે હાર્દિક અભિનંદન અને શતાયુ ભવ….ની શુભકામનાઓ વિવેકભાઈ,
    કોઇપણ સિદ્ધિ ક્યારેય અમસ્તી તો નથી મળતી….એના માટે જરૂરી તમામ “ઉપકરણો”(!)
    ઈશ્વરે તમને ઉપલબ્ધ અને હસ્તગત કરી આપી અનન્ય કૃપા વરસાવી છે.
    સંબંધો બંધાય તો ઘણાં પણ સરળ અને સહજ નમ્રતાપૂર્વક નિભાવી કેટલા જાણે છે આજે?
    તમારી પાસેથી એ શિખવા જેવું છે મારી દ્રષ્ટિએ…
    અહીં મારા એક-બે શેર ટાંકવાનું મન થાય છે,

    નીતરતી ચાંદનીમાં વદ વિચારે છે
    મનુષ્યો, હદ વિષે અનહદ વિચારે છે

    બધા સંબંધનો ઈતિહાસ છે સરખો
    બધા, સંબંધની સરહદ વિચારે છે !

  14. Bhai Shree Vivek,
    Congratulations,
    Not able to type in Gujarati but Read my couple of sentences in gujarati just for U!!!

    ‘Nathi malyo kadi chhata tu kharo dost maro
    akrutio kadach bhulashe, pan nahi tuj premno sarvaro’

    Love you and
    mara ASHIRVAD,
    Harshad Mistry cincinnati,oh

  15. વિવેકભાઈઃ હાર્દિક અભિનંદન કાપેલી મજલો માટે. સંનિષ્ઠ શુભેચ્છાઓ ભવિષ્યની શબ્દ-ફસલો માટે. … ચોભેટે ફરી ક્યાંક ભટકાઈ જઈએ એ આશા સહિત એક નાનકડી શબ્દભેટઃ

    બહેલાવે અનેક દિલ શબ્દપિપૂડી છેડતો
    જીવો શતમ્ કવિ શબ્દોમાં શ્વાસ રેડતો …

  16. વિવેક વામણા નહીં પણ વીરાટ છે — શબ્દોના શ્વાસ તો અનંતને આંબી શકે!
    “અન્ય સર્જકો અને કોલમિસ્ટૉની અડફેટે ચડી ગયેલા મારા કેટલાક શેર આપ સહુ માટે:”
    ઉપર જણાવેલા વિવેકના શેરોનું રસપૂર્વક પઠન કર્યું. આ લખનારને પણ વિવકના પચાસ શેરો અડફટે ચડ્યા અને એનો આનંદ એણે એના શબ્દોના શ્વાસ દ્વારા વ્યક્ત કર્યો છે “વિવેકના શેરોનો આનંદ” પુસ્તકમાં. ૨૦૧૨માં યોગ્ય પ્રકાશક મળતાં પુસ્તક પ્રગટ થાય અને લાખ્ખોની સંખ્યામાં વેચાય એવી ઇચ્છા છે.
    –ગિરીશ પરીખ

  17. શબ્દ જેવો તમને મળ્યો છે, સૌને નથી મળતો; તમને જેવો ફળ્યો છે, સૌને નથી ફળતો.

    શબ્દસંધાન અને લક્ષ્યપ્રાપ્તિ બન્ને અલગ છે. તમે આ વર્ષોમાં બન્નેને મેળવ્યાં–સાચવ્યાં છે. એનું સાતત્ય અને અવિરપણું ઇચ્છું છું.

    અભિનંદન.

  18. Congrats and best wishes for continued success. As far as
    your gazals are concerned, the brilliance is self-evident and rest
    of us mortals are zelous, not because we cannot think the way you do but because we do not fathom how you can be so good and so prolific at the same time.

  19. ખુબ અભિનંદન, વિવેકભાઇ…ગુજરાતી સાહિત્ય-જગતનું ગૌરવ છો તમે. દિલની શુભેચ્છા.

  20. તમારી શબ્દ યાત્રા નવી નવી ઉંચાઈઓ સર કરતી રહે…..ખુબ ખુબ શુભેચ્છાઓ.

  21. શ્રિ વિવેક ભાઇ ને બ્લોક સબ્દો છે શ્વાશ મારાના ૬ વરસ પુરાકરિ સાતમા વર્સ નિ મન્ઝિલ નિ શરુવાત ના અવસર પર હાર્દિક અભિન્દન,શુભેછા.અને મારા તરફ થિ સદભાવ્ના. આપના કવ્યો અને ચિનતન નો લાભ ગુજરાતિ ભાશાને સદા મલતો રહે એવિ પ્રાથના કરુછુ.

  22. Many congratulations and thank you for thinking continuing this passion for 6 years. I am Fortunate enough to become part of subscriber and Wish you keep continuing so long.

    I really enjoy the Shabdo as well Photos you share with the poem. Your poem is one of the part of my life. As well like the philosophy “Gamtu Male to alya Gunje na Bharie ne Gamta no Karie Gulal”

    wish you all the best.

    Jignesh

  23. વિવેકભાઈ ખુબ ખુબ અભિનન્દન,તમારો આ લખવા નો ક્રમ નિરન્તર ચાલ્યા જ કરે એવી પ્રભુ ને પ્રાર્થના

  24. ખુબ ખુબ અભિનંદન આપની શબ્દ યાત્રા હજુ વધુ ને વધુ માઈલ સ્ટોન સર કરતી રહે તેવી શુભ કામના. આપનું ‘કચ્છ તારી માંડીને કરવી શી વાત ‘ એ કાવ્ય કચ્છમાં જ્યાં જ્યાં ગાઉ છી કે વાત કરું છું લોકો ખુબ જ વખાણ કરે છે. દરમ્યાનમાં એક બહેનને એ કાવ્યની નકલ વાંચવા આપી તો તેમણે બહુ સારી વાત કરી એક આપના પિતાશ્રીએ ધરતીકંપ સમયે શ્રી રમણીકભાઈ સોમેશ્વર મારફતે કચ્છને મદદ મોકલેલી આ બંને બાબતોએ કચ્છ આપના પિતાશ્રી તથા આપનું ઋણી રહેશે. મેં તો માન. મુખ્ય મંત્રીશ્રીને કચ્છમાં હવે યોજાનાર સદભાવના મિશનમાં ગાવા માટે મેં અનુમતિ માગેલ છે. ફરીને અભિનંદન.

  25. હ્રુદય થિ ખુબ ખુબ અભિનન્દન
    આમ જ તમે લખતા રહો અને અમે વાચતા રહિએ.

  26. શ્રી ગિરીશ પરીખને

    https://vmtailor.com/archives/1268 લિંક પર આપશ્રીએ નીચે પ્રમાણે બે વાર લખ્યું હતું.

    Girish Parikh on September 24, 2011 at 11:40 pm

    ગઝલ ગમી.
    શ્રી ગણેશ કરીશ થોડા દિવસોમાં એક નવા ગુજરાતી પુસ્તકના
    સર્જનના.http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકાત લેતા
    રહેવા વિનંતી.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com

    Girish Parikh on September 28, 2011 at 12:20 am

    શ્રી ગણેશ કર્યા છે આજે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ
    દિવસે ‘વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન’
    પુસ્તકના સર્જનના. મારું ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો
    વિશે રસમય વાંચન’ પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. ‘વિવેકના
    શેરોનો આનંદ’ એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.
    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચો પ્રથમ પોસ્ટઃ
    ‘વિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’)’

    –ગિરીશ પરીખ

    “શબ્દો છે શ્વાસ મારા” અહીં આ સાઇટ પર સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, થી એક સરખી ઉપર લખાયેલ મુજબની આ જ વાત જણાવતી જાહેરાત આપ શ્રી કરી રહ્યા છો. મિત્ર વિવેકની દરેક રચનાના સંદર્ભના જવાબરૂપે તમારા લેખની જાહેરાત કરવી હવે ટાળશો તો રસક્ષતિ ટળે.
    તમે પહેલીવાર આ ઉપર લખેલું જણાવી દીધું એ પૂરતું હતું. પણ સતત લગભગ દરેક કૃતિના જવાબમાં આવી જાહેરાતને લીધે… વિવેકની કૃતિની ગંભીરતા જરાય જળવાતી નથી.

    મહેરબાની કરીને આવું અહીંયા હવે પછી ન થાય એની તકેદારી રાખશો એવી આશા રાખું છું.

  27. અઢળક હાર્દિક અભિનંદન……………………………..
    (બીજા નવાં નવાં શબ્દો કાયમ ક્યાંથી લાવવા?)

  28. I wish you, your literary talent and the present web site many more successes and achievements. I wish so, not because it would/may matter or may/may not make any difference to you. I wish because it gives me a great pleasure to enjoy your web site presentation.

  29. ડ્ેeઅaર્ િiવ્ેeક્kબભ્aૈi, ંMઅaન્nય્ ોoન્nગ્gર્aય્ત્ુuલ્aત્િiઓoન્ ફ્ોoર્ ય્ોoઉuર્ અacચ્િiએeવ્ેeમ્ેeન્nત્tસ વ્િiતથ્ અaલ્lલ્ તથ્ેe બ્ેeસ્sત્ ર્ેeગ્aર્rદ્dસ્s ળ્ોoવ્ેe ય્ોoઉu અaન્nદ્ આAસશ્િiર્rવ્aદ્d ઋRઅaમ્ેeસશ્ Bહ્aત્tત્ aન્aદ્a

  30. છટ્ઠી વર્ષ-ગાંઠ નિમિત્તે હાર્દિક અભિનંદન!
    ભવિષ્ય માટેની અઢળક શુભેચ્છાઓ!
    સુધીર પટેલ.

  31. અભિનંદન..આ કાંઈ નાનીસુની સિધ્ધી નથી. અને આ કાંઈ સંપૂર્ણ સિધ્ધી પણ નથી. એટલે આને સરસ શરુઆત ગણી.કુચ ચાલુ રાખો.

  32. ૬ ઠ્ઠી વર્ષગાંઠ અને વર્ષ ૨૦૧૨ ના અભિનંદન
    વિચાર વાણી અને વર્તન ની એકવાક્યતા થાકી,
    માં સરસ્વતી ની કૃપા
    અને વાંચક વર્ગ નો જે આપ પર છે વિશ્વાસ છે
    તે જાળવી રાખજો..
    અસ્તુ,

    Shailesh Mehta
    +91 94084 91925

  33. સહુ મિત્રોનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર…

    આપ સહુની શુભકામનાઓ જ મારી સાચી તાકાત છે…

    મળતા રહીશું, શબ્દોના રસ્તે…

  34. વિવેકભાઈ અભિનંદન અને પ્રેમ વહેચવા માટે ક્યારેય મોડા નથી પડતા..મારી હાર્દિક શુભેચ્છાઓ અને દુઆઓ આપની સાથે…આપને શિકાગોમા મળીને ખૂબ આન્ંદ થયેલો….ફરી મુલાકાત થશે ઈનશાલ્લાહ્..
    સપના

  35. ડ્Dર્ ઉu હ્aવ્ેe વ્wર્િiત્tત્ેeન્ અaસ્ પ્ેeર્ ય્yર્ ન્aમ્ેe ીIૅE ઍEક્ષ્xેeલ્lલ્aન્nત્ Wર્િiત્tત્ેeન્n

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *