હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

OLYMPUS DIGITAL CAMERA
(હવે એવો વરસાદ…                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

*

તને ભીંજવીને કરે તરબતર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
પડે તો ગજાથી વધુ માતબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

-વિવેક મનહર ટેલર
(૨૦૦૮ થી ૧૦-૦૯-૨૦૧૧)

*

OLYMPUS DIGITAL CAMERA
(તરબતર…                                 ….અરુણાચલ પ્રદેશ, ૧૫-૧૧-૨૦૧૦)

40 thoughts on “હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  1. કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
    પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
    simply superb…….

  2. વાહ ખૂબ સરસ વરસાદી ગઝલ..છ્તાં વરસાદી નહી….એવો વરસાદ ક્યા પડે છે?
    ખરી વાત…

  3. વરસાદ તો પહેલા જેવોજ પડૅ છે, આપણે જ પહેલા હજેવા નથી રહ્યા.

  4. કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
    પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    આ વધુ ગમી..
    સરસ..
    લતા

  5. મને સૂર્ય બાળે ને વાદળ બનાવે, પવન તારી શેરી સુધી લાવી ઠારે,
    ટીપુ થઈ પલાળે તને, તારું ઘર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    ખુબ સરસ…

  6. સરસ વરસાદી મોહોલ બનાવતુ વાતાવરણ અહી કેનેડામા અનુભવવા મળ્યુ, સુંદર ગઝલ માણવા મળી……………….

  7. સમયસારણીથી ઉનાળો પ્રજાળે, સ્મરણ રાત-દિ મન ચહે ત્યારે બાળે,
    બધું ઠારી દઈને કરે બેઅસર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    ખરએખર મન તરબતર થાય એવો વરર્સાદજ કયા પડએ છે. ન ઘરમા ન ઘર બહાર.

  8. હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
    પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    Great one Vivek, keep it up.

  9. ભાવ,અભિવ્યક્તિ,સુંવાળપ,સહજતા અને સજ્જ્તા બધું જ મૂશળધાર વરસ્યું છે અહીં,
    છતાં…. હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
    સુંદર કવિકર્મ વિવેકભાઇ…
    અભિનંદન.

  10. સરસ !
    જતાં જતાં ય શબ્દ રૂપે વરસાદ ભીંજવી ગયો.
    સુંદર કવિકર્મ વિવેકભાઇ…

  11. વરસાદ તો આજે પણ એવો જ વરસે છે..પણ વરસાદને માણનાર માનવીઓ ઘટતા જાય છે એનું શું ? આવરણ વિના વરસાદને માણવાની મજા…
    સરસ મજાનું કાવ્ય.. શબ્દરૂપી વરસાદમાં ભીના થવાની મજા આવી..

  12. કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
    પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    ખૂબ સુંદર…

  13. સુન્દર… સુન્દર લય ….. ( આક્ળ વિક્ળ ભાનસાન વ્રરસાદ ભીન્જ્વે.. – યાદ આવ્યુ)

  14. વાંચતા વાંચતા જાણે ગાતા હોઇએ તેમ આંગળીઓ ઝુમવા માંડે અને શિર ડોલવા લાગે એવી સરસ લયબધ્ધ ઝરમરતી ગઝલ.

  15. ગઝલ તરબતર કર્ી ગઇ.

    સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
    વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

  16. ગઝલ ગમી.
    શ્રી ગણેશ કરીશ થોડા દિવસોમાં એક નવા ગુજરાતી પુસ્તકના સર્જનના. http://www.girishparikh.wordpress.com બ્લોગની મુલાકાત લેતા રહેવા વિનંતી.
    –ગિરીશ પરીખ મોડેસ્ટો કેલિફોર્નિયા
    E-mail: girish116@yahoo.com

  17. શ્રી ગણેશ કર્યા છે આજે સપ્ટેમ્બર ૨૭, ૨૦૧૧, મંગળવાર ને નવરાત્રિના પ્રથમ
    દિવસે ‘વિવેકના શેરોનો આનંદઃ ડો. વિવેક મનહર ટેલરના શેરો વિશે રસમય વાંચન’
    પુસ્તકના સર્જનના. મારું ‘આદિલના શેરોનો આનંદઃ આદિલ મન્સૂરીના ૭૨ શેરો
    વિશે રસમય વાંચન’ પુસ્તક ગુજરાત ફાઉન્ડેશન તરફથી પ્રગટ થનાર છે. ‘વિવેકના
    શેરોનો આનંદ’ એ પછીનું શેરોના આનંદ વિશેનું બીજું પુસ્તક થશે.
    http://www.girishparikh.wordpress.com બ્લોગ પર વાંચો પ્રથમ પોસ્ટઃ ‘વિવેકની ‘વરસાદી’ ગઝલનો શેર (‘વિવેકના શેરોનો આનંદ’)’

    –ગિરીશ પરીખ

  18. તમારી આ ગઝલ કેરુ ફોરું અમારા દીલને અને આંખોને ભીંજવી ગયું.

  19. ‘ખોવાઇ ગયેળલી ક્ષણ નો ‘ વરસાદ પછી યુગો સુધી પાછૉ નથી મળતો !
    સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
    વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?….બહુ સરસ.

  20. હવે એ પડે છે તો છત્રી બનીને યા ટોપી કે જેકેટ, ગમશુઝ બનીને,
    પડે તો બધા આવરણની વગર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?

    -વિવેક મનહર ટેલર

    વાહ !! સર…

  21. બહુ જ સરસ…!

    મેં તો વરસાદ ની જગ્યા એ પ્રેમ વાંચ્યો…!

    કારણ કે હવે એવો પ્રેમ પણ ક્યા જડે છે..?

    કશુંક ક્યાંક કાયમ રહી જાય કોરું, ખૂણાખાંચરાઓ ચહે એક ફોરું,
    પરંતુ કણેકણની રાખે ખબર જે હવે એવો વરસાદ”(પ્રેમ)” પણ ક્યાં જડે છે ?

    વાંચી જૂઓ મિત્રો પછી કહો હું ખોટી હોઉં તો…!

  22. સદાથી, કદીથી, અટલથી, યદિથી, મને ભીંજવે જે ક્ષણોથી, સદીથી,
    વળોટી રહે કાળની સૌ સફર જે હવે એવો વરસાદ પણ ક્યાં પડે છે ?
    વાહ… સુંદર શેર !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *