જન્મદિવસની શુભકામનાઓ…

P5157171

પ્રિય વૈશાલી,

પૈસો ખરીદી શકે એવી કોઈ વસ્તુની તને કદી કોઈ કામના નથી રહી… એ સંદર્ભે જોવા જાઉં તો હું સાવ મુફલિસ ગણાઉં. અને એક મુફલિસ કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે? એનું દિલ નિચોવીને લખેલી આ ચાર પંક્તિઓ ?

જન્મદિવસની દિલી શુભકામનાઓ…

*

સાથે જીવી ગયા જે એ વર્ષોનો સાર છું,
હું તારા ચિત્તતંત્રનો દિલકશ ચિતાર છું;
બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,
હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…

– વિવેક મનહર ટેલર

(૦૮-૦૯-૨૦૧૧)

P5280717

50 thoughts on “જન્મદિવસની શુભકામનાઓ…

  1. સુંદર હ્રદયગ્રાહી!!!

    વૈશાલીને મારા તરફથી પણ ખૂબ ખૂબ અભિનંદન…

    – સ્નેહ

  2. વૈશાલીબેનને અમારા કુટુંબ તરફથી જન્મદિવસની શુભકામનાઓ…

    બચ્યો નથી જરાય હું મારા આ દેહમાં,
    હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું… દુનિયાની સૌથી અમૂલ્ય
    અને અદભૂત ભેટ !!

  3. સુન્દર. મને થયુ કે ૨૮ ઓગસ્ટ મારઈ જન્મતિથિએ મને જ મોકલ્યા હશે! પણ આ તો આપનેી લાડલેીને માટે છે!!!

  4. સાચે જ, એક કવિ એની પત્નીને એની વર્ષગાંઠ પર શું આપી શકે એનું એક સરસ દ્રષ્ટાંત તમે પૂરું
    પાડ્યું છે વિવેકભાઈ, પણ તમે મુફલિસ નથી તમે ખુબ સમૃદ્ધ છો, સંવેદનથી સમૃદ્ધ છો, લાગણીથી
    ભરપૂર છો. દિલ નીચોવીને ને જ આવી પંક્તિઓ લખી શકાય. વૈશાલીબેનને જન્મદિવસની
    ખુબ ખુબ શુભકામનાઓ. Marie Rayનું એક સરસ Quote યાદ આવે છે
    “No one grows old by living- only by losing interest in living.”
    તો ભરપૂર જીવો, આનંદથી જીવો,

    “કાયમ એકબીજાના
    મિત્ર રહો મજાના”
    -પ્રણવ મહેતા

  5. અભિનંદન અને શુભકામનાઓ
    રમુજમા કહેવાય છે કે …સામાન્ય રીતે જીવનમાં બે સમયે પુરુષ, સ્ત્રીને સમજી શકતો નથી, એક લગ્ન અગાઉ અને બીજો લગ્ન બાદ ત્યારે પત્નીઓ નારીસહજ છઠ્ઠી ઈંન્દ્રીયને કારણે, એ સમજીને જ લગ્ન કરે છેકે, લગ્નજીવન સુખી વિતાવવા માટે, પતિને સમજવામાં સમય વધારે ગાળવો અને પ્રેમ કરવામાં સમય ઓછો.
    અને
    જપે
    अक्ष्यौ नौ मधुसंकाशे अनीकं नौ समंजनम्।
    अंत कृणुष्व मां ह्रदि मन इन्नौ सहासति

    ત્યારે તમારી પારદર્શિતાએ વધુન્આનંદ થયો

  6. સુંદર પંક્તિઓ વિવેકભાઇ! અને ભાભીશ્રીને જન્મદિવસની અનંત શુભેચ્છાઓ.

  7. અમૂલ્ય
    અને અદભૂત ભેટ ……….!!
    વૈશાલીબેન્ ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ…

  8. વૈશાલીબહેનને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ.
    આપનું દાંપત્ય જીવન સદાયે આવું જ પ્રસન્ન રહે તેવી શુભેછા.

  9. પ્pર્aવ્િiન્aબ્aગ્ેeન્nન્ેe વ્િiન્aન્nત્િiઃ:
    સશ્hલ્ોoક્kન્ોo અaર્rય્તથ્a સ્aમ્aજ્aાaય્ોo ન્aતથ્િi.

  10. શ્રી વિવેકભાઈ તથા જન્મદીનની શુભેચ્છા પાત્ર શ્રીમતી વૈશાલીબેન,
    સંત પુજ્ય જલારામ બાપા અને સંત પુજ્ય સાંઇબાબા આપની સર્વ મનોકામના પુર્ણ
    કરે અને આપના જીવનમાં સુખ શાંન્તિ અને સમૃધ્ધિ આપે તેવી અંતરથી વંદન સહિત પ્રાર્થના. અને
    હ્યુસ્ટનના સૌ સરસ્વતી સંતાનનો અખુટ પ્રેમ કાયમ મળે તેવી વિનંતી.

    અંતરની શુભેચ્છા અને પ્રેમ સહિત
    લી.પ્રદીપ,રમા,રવિ બ્રહ્મભટ્ટના જય જલારામ.
    હ્યુસ્ટન.

  11. “હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…”
    એકમેકના બની..સુંદર જીવનની ક્ષણો માણો..એજ શુભેચ્છા..

  12. પ્રથમ તો અ.સૌ.વૈશાલીને જન્મદિન નિમિત્તે ખૂબ-ખૂબ શુભકામનાઓ અને વિવેકભાઈને સરસ ‘પ્રેમસંહિતા’ જેવા મુક્તકબદલ અભિનંદન.
    ઈશ્વર આપ બન્નેની લાગણીઓને બસ આમજ અવિરત પ્રવાહિત અને પુલકિત રાખે…..વ્હાલા..!

  13. વિવેક કુમાર ને વૈશાલીજીને અભિન’દન ઍકને સુ’દર નુક્તક માટે અને બીજાને જન્મદિન માટે

  14. શ્રીમતી વૈશાલીબેનને જન્મદિવસની શુભકામનાઓ……………..કવિશ્રી ડો. વિવેક્ભાઈને સરસ ભેટ માટે અભિનદન………….

  15. હું હું નથી, પ્રિયે ! હું તો તારા વિચાર છું…ખુબ જ સરસ………….ભાભિ mate aavu aehsas karo chho a jani ne aand thayo and thanks mara husband no birthday pan aave chhe to tamari kavita dvara hu ane shbhechcha pathvi sakish……

  16. વાહ ..ઈશ્વર આપ બન્નેની લાગણીઓને બસ આમજ અવિરત પ્રવાહિત અને પુલકિત રાખે….અંતરની શુભેચ્છા અને પ્રેમ સહિત….”વૈશાલીબેનને જન્મદિન મુબારક.”

  17. Its an endless time to enjoy on the birthday and endless life to live with the utmost please which neither can be purchased with the help of money nor can be enjoyed.
    Our all heartiest wishes and greetings to u and Bhabhi
    “Aaap Jiyo Hajaro Saal Yeh Hain Hamari Dua”
    with warm regards
    vinod and hema

  18. જન્મ દિવસની આવી ભેટ તો એક નશીબવંતા ને જ મળે………..લજવાબ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *