વરસે દે-માર

a2
(શમણાંઓનો સૂરજ….                                  …કેલિફોર્નિયા, મે-૨૦૧૧)

*

અંદર ને બહાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

યુગયુગનો ગોરંભો આજે અચાનક
ફાટી પડ્યો છે બેફામ;
ભીતરની ભીતરમાં ગોપવેલું એક-એક વ્રણ
તાણી જશે એ સરેઆમ,
ચારે દિશાઓના ઘુઘવાટા વચ્ચે વીજળીના શ્યામલ ઝબકાર
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

સૂક્કા દરિયાવ ચડ્યા લીલપની ભરતીએ
એક્કેક તિરાડ બની વાવ;
મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
ખેરવીને તારો અભાવ.
એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર…
આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

– વિવેક મનહર ટેલર
(૨૯-૦૮-૨૦૧૧: મળસ્કે ૨.૩૦)

*

OLYMPUS DIGITAL CAMERA
(ચારે દિશાઓમાં ઘુઘવાટા…          …એલિસ આઇલેન્ડ, ન્યૂ યૉર્ક, મે-૨૦૧૧)

24 thoughts on “વરસે દે-માર

  1. એક્કેક તિરાડ બની વાવ;
    મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
    ખેરવીને તારો અભાવ.

    વાહ!!!

  2. એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર
    અફલઆતુન્

  3. એક્કેક તિરાડ બની વાવ;
    મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
    ખેરવીને તારો અભાવ.

    વાહ!!!!!!! amara ma pan de maar varsyu aa geet….mast rachana… Kavi shree na mukhe thi sambhadva male to aur maja pade… 🙂

  4. સૂક્કા દરિયાવ ચડ્યા લીલપની ભરતીએ
    એક્કેક તિરાડ બની વાવ;
    મારી આ ડાળ ડાળ ટહુકી ઊઠી છે,
    ખેરવીને તારો અભાવ.

  5. જેમને કવિતામા રસ છે એ સહુ માટે

    આજથી શરુ થયેલી મારી કોલમ ‘કાવ્ય સેતુ’ દર મઁગળવારે દિવ્ય ભાસ્કર ‘મધુરિમા’માઁ – સ્ત્રીની સમ્વેદનાને સ્પર્શતા કાવ્યોનો રસાસ્વાદ… વાઁચશો, વઁચાવશો અને એવી કવિતાઓ મને મોકલશો તો જરૂર ગમશે. આભાર.
    લતા જ હિરાણી

  6. વાહ .ખુબ સરસ . વરસ્તા વર્સાદ નિ હેલિ .. અમને પણ ભિન્જ્વઈ ગઇ…

  7. એક યાદનું ચોમાસુ, સખી ! આવું જો હોય તો તું આવે તો થાય શું એ ધાર…
    આજ વરસે કંઈ વરસે કંઈ વરસે દે-માર

    Wah… So nice Expression…. “Two together” make a world.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *