તરબતર ચાલ્યા…!

P5136867
(કંઈ તમા વગર ચાલ્યા…             …બુશકીલ ફૉલ્સ, પેન્સિલવેનિયા, મે-2011)

*

માર્ગમાં હતી મંઝિલ પણ ઇધરઉધર ચાલ્યા,
રાહબર કે નક્શાની કંઈ તમા વગર ચાલ્યા.

ચાલવું હતું નક્કી, ક્યાંક માપસર ચાલ્યા,
ક્યાંક ઝંખના પેઠે થઈ સટરપટર ચાલ્યા.

અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

ભાગ્ય ને પ્રયત્નો સૌ  હાથમાં હતા કાયમ,
મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા.

આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!

કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?

– વિવેક મનહર ટેલર
(૩૧-૦૭-૨૦૧૧)

*

P5198415
(એક અકેલા…                  …સાનફ્રાનિસિસ્કો, મે-2011)

29 thoughts on “તરબતર ચાલ્યા…!

  1. વાહ!!! મજા આવી ગઈ…

    ભીતર ચાલવાની મસ્તીનો આનંદ તો જે ભીતર ચાલી જાણે એ જ જાણે…. ખૂબ કહી..

  2. ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
    આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

    ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમાં હતા કાયમ,
    મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા….amazing……

  3. ખુબજ સરસ રચના,
    ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમા હતા કાયમ,
    ાને અસ્ત્રિબંધ અહેસાસો,સરસ.
    જો કે આખી રચના જ સરસ,કઈ વધુ ગમી તે કહેવુજ અઘરુ છે.

  4. અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
    બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

    શબ્દોની વર્ષાથી તરબતર કરતી ગઝલ.

  5. અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં …બી થઈ જાશે ,
    મને ઊઠાડવાને માટે મથશે તું , નહીં ઊઠું !
    (ના ના સાહેબ, ઘણું જીવો)
    facebook.com/hitesh.jhala

  6. આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
    ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…! મસ્ત મસ્ત….

  7. મઝાની ગઝલ
    આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
    ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા…!

    કેમ જાણ્યું કે જે ગઝલ મેં કહી, હતી મારી ?
    આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?
    વાહ્

  8. સાચે જ સુંદર અભિવ્યક્તિ વિવેકભાઈ…
    આ બે શેર વિશેષ ગમ્યા….
    અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
    બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

    ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
    આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

  9. આજ વાદળાંય નથી, વૃષ્ટિની વકીય નથી,
    ક્યાં જઈને આવ્યા છો ? આમ તરબતર ચાલ્યા વાહ વિવેકભાઈ સરસ ગઝલ્….ભીતરની વાત ગંમી
    સપના

  10. અસ્ત્રીબંધ અહેસાસો ખળભળી ગયા સઘળા,
    બે’ ક શ્વાસ અળવીતરા જ્યાં લઘરવઘર ચાલ્યા.

    અફ્લાતૂન અભિવ્યક્તિ.

  11. સુંદર રચના.
    ભીડભાડ દુનિયાની અમને તો કદી ન નડી,
    આપણે તો મસ્તીથી આપણી ભીતર ચાલ્યા.

    ભાગ્ય ને પ્રયત્નો સૌ હાથમાં હતા કાયમ,
    મારમાર આજીવન તોય દરબદર ચાલ્યા…..ગમ્યુ .

  12. ભાઈ શ્રી હું તમારી કવિતા નામ સાથે ફેસબૂક ઉપર મુકું છુ ……. કોઈ પ્રોબ્લેમ હોય તો જણાવશો ….. હું નઈ મુકું

  13. @ વિશાલ: મારા નામ સાથે અને આ સાઇટની લિન્ક સાથે કવિતા મૂકશો તો મને વાંધો નથી…

  14. આપની જ વાત હતી, આપ બેખબર ચાલ્યા ?

    સુંદર રચના ! સુંદર અભિવ્યક્તિ !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *