બિચારી યુનિવર્સિટીએ સાડા ત્રણ મહિના જેટલો લાં…બો સમય પરિણામ આપવા માટે લીધો… દુનિયાની આ પહેલી યુનિવર્સિટી હશે જે ચાર મહિનાના સેમેસ્ટરમાં સાડા ત્રણ મહિના સુધી પરિણામ જ ન આપે… આવનારી પરીક્ષા વચ્ચે ફક્ત પચ્ચીસ દિવસ બચ્યા છે અને તોય હજી બધા પરિણામ આ યુનિવર્સિટી આપી શકી નથી…
કોઈ પરીક્ષાનું પરિણામ ૨૧% છે તો કોઈનું ૨૭%, કોઈનું ૪૨% તો કોઈનું ૭૦%… જે વિદ્યાર્થીઓ નાપાસ થયા છે, એ સહેજે સમજી શકાય છે કે નબળા છે માટે જ નાપાસ થયા છે… એ લોકોને પરીક્ષાના ત્રણ અઠવાડિયા પહેલાં માંડ માંડ ખબર પડે છે કે કયા કયા વિષયમાં અને કેટલા કેટલા વિષયમાં એમણે નવા સેમેસ્ટરના બધા વિષયની સાથોસાથ મહેનત કરવાની છે… વાહ ! એકવાર નાપાસ થાવ તો બીજીવાર પાસ થઈ જ ન શકાય એવી જડબેસલાક પદ્ધતિ આપણી યુનિવર્સિટીએ તો શોધી કાઢી છે…
એની વે, ચોથા સત્રની પરીક્ષાઓ ઢૂકડી આવી ઊભી હોવાથી એક નાનકડું વેકેશન ભોગવી લેવાનું મન થાય છે…
પરીક્ષા પતે પછી ફરી મળીશું…
All the best …… 🙂
મેટ્રીકે માંદા પડ્યા , બી.એ થયાં બેહાલ
એમએ મરણપથારીએ હૈયું ફીબ્રીલેશનમા !
એમ ડી થવું સહેલું છે પણ ‘બા’ થવા રાહ જોવી પડે.
યાદ આવે અમારા દાદીમા !ગમે તેટલું ભણેલો હોય પણ એક સવાલ તો પૂછે કે તે મૅટ્રીક થયો છે કે કેમ?
હવે તો એસ એસ સીના જમાનામા અમારા દાદીમાની …
રમુજ સાથે શુભેચ્છાઓ
પરીણામ આપવું પડે છે એટલે આપશે પણ એમનું ચાલતું હોત તો હજુ પણ લંબાવે જાત જેમ કોર્ટોમાં મુદતો પડે છે. બહુ સરસ લગે રહો.