दस का दम…! ના…આ ટી.વી. પર આવતા સલમાનખાનના બહુચર્ચિત ગેમ-શૉની વાત નથી.. આ વાત છે છેલ્લા થોડા સમયમાં અલગ-અલગ સામયિકોમાં પ્રગટ થયેલી પણ નેટ-ગુર્જરી પર પીરસવાની રહી ગયેલી મારી દસ પ્રકાશિત રચનાઓની. આજે શનિવાર, તા. ૧૩-૦૯-૨૦૦૮થી શરૂ કરીને પ્રતિદિન એક પ્રકાશિત ગઝલ આ જ પૉસ્ટ પર અપલોડ કરતો રહીશ જેથી પ્રતિદિન આ સાઈટની મુલાકાત લેનાર મિત્રને એક જ નવી પ્રકશિત રચના સાથે ભેટો થાય. ટૂંકમાં, આ દસ કા દમ નહીં પણ મારા દસ કદમ છે જેમાં કદમ-કદમ પર આપનો સાથ-સંગાથ અનુભવવાનું મને ગમશે…
(1-2)
(“શબ્દસૃષ્ટિ”, સપ્ટેમ્બર, 2008…. ….તંત્રી શ્રી હર્ષદ ત્રિવેદી)
*
(3)
(“કવિતા”, જુન-જુલાઈ, 2008….. …..તંત્રી શ્રી સુરેશ દલાલ)
*
(4)
(“કવિ” (સુરતના કવિઓનો વિશેષાંક), ઑગસ્ટ,2008… …તંત્રી શ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(5)
(“પ્રિયજન”, ઑગસ્ટ, 2008… …તંત્રી શ્રી: દોસ્ત મેર)
*
(6)
(“બુદ્ધિપ્રકાશ”, ઑગસ્ટ, 2008…… ….તંત્રી શ્રી મધુસૂદન પારેખ)
*
(7)
(“કવિ”, એપ્રિલ-2008…. …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(8)
(“કવિ”, એપ્રિલ-2008…. …તંત્રીશ્રી પ્રો. મનોજકુમાર શાહ)
*
(9-10)
વિવેકભાઈ,
કોમેન્ટ બદલ આભાર.
હજુ આ રસ્તે પાપા પગલી છે .. ઘણું શીખવાનું બાકી છે.
બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી રસ્તામાં સીધું ચઢાણ છે ..
અને
સિદ્ધાર્થમાંથી હરક્ષણે … કલમમાં પ્રયાણ છે
ખૂબ સરસ.
આ પંક્તિઓ તો તમારા બ્લોગ પર ત્રણેક વર્ષ પહેલા માણી ત્યારથી ગમે છે
સિદ્ધાર્થમાંથી હર ક્ષણે ગૌતમ બનું છું હું,
લોહીનું શબ્દે-શબ્દે કલમમાં પ્રયાણ છે.
બે-ચાર શ્વાસ સુધીની તકલીફ છે બધી,
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે.
આ અંગે મીઠા પ્રતિભાવનો મીઠો ઉતર પણ યાદ છે!
‘પછી’ ના સ્થાને ‘ભલે’ મૂકવાથી આખા શેરનો અર્થ જ શું બદલાઈ નથી જતો?
આગળ પછી આ રસ્તામાં સીધું ચઢાણ છે એમ કહીએ ત્યારે આગલી પંક્તિમાંથી આ જિંદગી જ એક તકલીફ છે અને મરણ પછીની શાંતિ અને ઉર્ધ્વગમનનો ઈશારો થઈ રહ્યો છે. જ્યારે આગળ ભલે આ રસ્તામાં સીધું ચઢાણ છે એમ કહીએ ત્યારે આગલી પંક્તિમાંથી અર્થ મરી જતો લાગે છે અને મારી દ્રષ્ટિએ શેર એની શેરિયત ગુમાવી બેસે છે. વળી ‘આગળ ગયા પછી’ એ આપણો સામાન્ય ભાષાપ્રયોગ છે. અને મેં આ શેરમાં એ ભાવાર્થ સાથે જ એનો શબ્દપ્રયોગ પણ કર્યો છે.
કદાચ એટલે જ વધુ ગમી હશે?
અને આ પંક્તીઓનું સુરતીપણાનુ હજુ એવું જ આકર્ષણ છે!
ઓઢીને સુરતીપણું ખુલ્લા ફરે છે શબ્દ સૌ,
ચેતજો ! આગળ ગઝલમાં શક્ય છે, ગાળો મળે.
આગળ ગઝલમાં શક્ય છે ગાળો મળે
ફૂલે ખુશ્બૂને કહ્યું શું ગેલમાં ?…..પંક્તિ ગમી.
કાષ્ટ્ને મહોર્યા વગર છુટ્કો છે
બહુજ ગમી આ પંક્તિ
અભિનંદન(૧૦)
ખૂબ ખૂબ અભિનંદન..
પગલા ચાલી નીકળ્યાં, પગ ત્યાં ના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ?
……………………………………………
વાચ્યા અને અનેક વખત વાચ્યા, વખતો વખત વાચ્યા છતા દર વખતે નુતન કઈક કળાતુ રહે..
આઠ કે દસ બુંદોથી તો કેમ વળે આ !
આર્દ્ર બનતી શબ્દતરસ છલકાઈ રહી…
અનેક અભિનંદન વિવેકભાઈ.