થાઈલેન્ડ – કેમેરાની આંખે

‘ફોર અ ચેઈન્જ’ આજે કોઈ કવિતા નહીં કે નહી કોઈ પ્રકાશિત રચના… આજે જરા જુદી જ વાત માંડવી છે અને એ પણ મારે નહીં,મારા કેમેરાએ…. ગયા મહિને પટ્ટાયા, થાઈલેન્ડ ફરી આવેલ મારા કેમેરાનો લેન્સ આપ સહુ સાથે કેટલીક વાતો કરવા તલપાપડ છે… એ આંખોથી કહે છે, આપ આંખોથી સાંભળજો… (૨૦ થી ૨૫ ઑગસ્ટ, ૨૦૦૮)

P1011562

(પટ્ટાયાનો શ્વેત રેતી અને ભૂરાં પાણી અને છમ્મલીલાં કિનારાવાળો લગભગ મોજાંરહિત સમુદ્ર તટ)

*

P1011432

(મારા રૂમની બારીમાંથી રિસોર્ટનું વિહંગાવલોકન)

*

P1011434

(આ જાળાં યાદ અપાવે મને હિંદુસ્તાનની…)

*

P1011585

(વોટર સ્પૉર્ટ્સ… પટ્ટાયાની મુખ્ય લાક્ષણિક્તા)

*

P8221743

(કોઈ પણ એક ફૂલનું નામ બોલો તો…)

*

P8221749

(ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી…)

*

P1011550

(લેડી-બૉય દ્વારા થતો વિશ્વવિખ્યાત અલ્કાઝાર શૉ)

*

P1011560

(રોયલ ક્લબ બીચ રિસૉર્ટનો એક ભાગ અને મારી જિંદગીનો બીજો હિસ્સો)

*

P8231850

(ના…ના… હવે ઘરે પાછાં તો નથી જ જવું…)

પટ્ટાયા, બેંગકોક અને અલ્કાઝાર શૉના બાકીના ઘણાબધા ભાતીગળ ફોટોગ્રાફ્સ જોવા ઈચ્છતા મિત્રોનું અહીં સ્વાગત છે:

http://vmtailor.spaces.live.com/photos/

48 thoughts on “થાઈલેન્ડ – કેમેરાની આંખે

  1. વિવેકભાઈ આપની ભૂલ થતી લાગે છે તસ્વીર બયાન કરવામાં.
    એ બધા વ્યન્ઢળો નથી પણ અંગ્રેજીમાં જેને લૅડી બૉય અર્થાત્ સ્ત્રી છોક્રરા છે. દેખાવે આબેહૂબ સ્ત્રી જેવાજ લાગે પણ જાતીય અંગ પુરુષનુંજ હોય છે. અને સ્તનો ક્રુત્રિમ રીતે વિકસાવેલા હોય છે. અહીં ટી.વી.માં એમને લગતા ઘણા કાર્યક્રમો જોવા મળે છે. થોડા વખત પહેલાં અહીં નજીકમાં માન્ચેસ્ટરમાં એમનો કાર્યક્રમ યોજાય ગયો હતો.
    આરર્વિંદભાઈ પટેલ.
    બોલ્ટન-લેંકેશાયર્.

  2. તમારા બન્ને બ્લોગથી આ જગતમાં પ્રવેશ કર્યો.ભરપેટ માણ્યાં.બને ત્યાં સુધી સારી વાતની જ કોમેન્ટ આપવી છતાં કોઈક વાર કડવાટ પણ પાયો.અહીં હેકટીક જીવનમાં સાંભળવાનો વખત ઓછો હોય ત્યાં મનની વાતો કહેવાનો અવસર મળી ગયો.સમય ઓછો પડવા માંડ્યો.તેમાંથી મધુર ગીતો,શાયરી વિ. સાંભણવાનો ચસ્કો લાગ્યો.ઘણાનાં કહેવા પ્રમાણે પીલ્લક જગવ્યું અને ગાજરની પપૂડી જેવો-નીરવ રવે શરુ કર્યો.તેમાં ચિત્રો મૂકવાની મદદ મળી રહી અને ડો.ધવલે તો યુ ટ્યુબમાં ગીત પણ મૂકી આપ્યું.
    હવે તમે એકદમ ગમી જાય તેવી વાત લઈને આવ્યાં તેવું પણ પીલ્લક જગવવાની ઈચ્છા થાય છે.
    તમારી પાસે પણ અપેશા વધે છે કે આવા કોઈકવાર એનીમેટેડ ફૉટાઓનો કાવ્ય પંક્તીથી પરિચય કરાવો!

  3. તમે તો શુ શુ છો? ડોક્ટર,કવિ, ચિત્રકાર,દરજી(માફ કરજો) અને હવે ફોટોગ્રફર! મારા હર્દિક અભિનન્દન

  4. અરવિંદભાઈ,

    આપની વાત સાચી જ છે… મારી જ સમજફેર થઈ હતી… સુરતમાં જબરદસ્ત વીજળી થવાના કારણે કાલે આખો દિવસ ઇન્ટરનેટ ભગવાન ભરોસે ચાલુ-બંધ થતું રહ્યું હોવાના કારણે ભૂલ સુધારી શકાઈ નહોતી. આજે સુધારી લીધી છે…

    …આપ જેવા સ્નેહી મિત્રોની આવી બાજ-નજર જ મારું સાચું ઈનામ છે…

  5. મોટા ભાગના ફોટાઓ કાવ્યસભર છે !

    હવે તમે, વિવેક, આ હંધાય ફોટા ઉં ઉપર્ય એક એક ગઝલ ટટકારી દ્યો એટલે હાંઉં !!
    તમારી ડૉક્ટરી, તમારી શાયરી, ને હવે આ ફોટુંગ્રાફરી !!! ઘણી ખમ્મા, ને સાબ્બાશ સૌદર્યના જીવ.

  6. સરસ!

    ઘેર બેઠાં થાઈલેન્ડ દર્શન કરાવ્યું આપના કેમેરાએ!

  7. કુરૂપતા ક્યાય જોઇ નથી,સૌદર્યના સોગન્દ.
    બધુ સુન્દર નિરખનારા નયનોને લઇને આવ્યા છો.

    …………………..મનોજ ખંઙેરિયા એ કદાચ તમારા માટે જ લખ્યુ હશે.

  8. વિવેકભાઇ
    સંપૂર્ણ ચિત્ર દર્શન માણવાની મઝા પડી. જાણે તમારી સાથે પ્રવાસ કર્યો.
    સુંદર કેમેરા વર્ક.
    આભાર.

    -હર્ષદ જાંગલા
    એટલાન્ટા, યુએસએ

  9. કોણે કહ્યું કે વાર્તાલાપ શબ્દો થકી જ થાય?
    એક એક તસ્વીર ને પોતાની વ્યક્તાવલી છે…..
    જરા નિરખીને જૂઓ…… અને…. ધીમે..ક થી ઈર્શાદ બોલો….રંગો ય મુશાયરો માંડીને બેઠાં છે….મહાશય !

  10. ઘનુ સરસ
    આપે દુનિયા નુ દર્સન કરવ્યુ ધયવાદ આપને
    આર. કે.

  11. Thank you Shri Vivekbhai, for tour to Thailand, BEAUTIFUL PHOTOGRAPHS, Photography is also an ART as they say, it is with you, Keep it up!!!!!!!
    You and family is invited for photography of nature to CANADA, you will enjoy more with photography.

  12. આ તો ઘેર બેઠા થાઈલૅન્ડ પધાર્યુ…!!
    ચાલો… થાઈલૅન્ડની ટિકીટનાં પૈહા બચી ગ્યા…! 🙂

  13. Dear Vivek bhai,
    seen your thailand photos.beautiful photos and country too.I am visiting Thailand next month on 2nd oct. I would like some sugestions from you for the tour .what to do and what not to do,there.I am staying at a city near your Surat, I am at Ankleshwar,working as a surgeon in a charity hospital.I read your poems often through fun for amadavadi mails, very good one and your blog is very good for who are interested in gujarati liturature.
    thanks,sincerely yours ,
    harish

  14. વિવેક ભાઈ, આપના લેન્સ કે આપના બે માંથી એક ના વખાણ કરવા એ બીજી કલાનુ અપમાન ગણાય….બન્ને માં આપ માસ્ટર ચ્હો…. હેટ્સ ઓફ્ફ્….

  15. anokhu man….anokha vicharo…..anokhu vyaktitva……ane have anokhi aankho!!!!!

    sundar chitro joine kahevanu man thai gayu ke
    sundarta to jonar ni aankho ma j hoye chhey…….!
    khub jeevo kalakar……………………………………….

  16. Your lenswork is awesome which works for a cherished day. Your penwork is for all seasons. But a combination of the two is what is rejuvinating.Keep up the passions and move ahead with full steam. Thanks for sharing the file with us.The funny thing about Thailand is that there is a lot of serenic beauty yet people are so obsessed with thighs that they miss this.Paradoxical yet true.
    Keep it up.

  17. વિવેકભઈ તમે તો અમને પણ ફોટોગ્રાફો દ્વારા થાઈલેન્ડ લઈ ગયા….સરસ ટ્રીપ બાદ સુરત આવી ગયાની ખુશી…..હવે કોઈ વાર ચંદ્રપૂકાર પર પધારજો..જય શ્રી કૃષ્ણ !

  18. બધાજ આલ્બમ્સ બહુજ ગમ્યા… જાણે તમારી સાથે અમે પણ માણ્યુ થાઈલેન્ડ દર્શન!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *