ઘરનો રસ્તો નથી


(નિરાંતનો કસ…                  ….સાંગલા ગામ, હિ.પ્ર., નવેમ્બર-૨૦૦૭)

શરીરોમાં માણસ આ વસતો નથી,
સમય પણ લગીરે ય ખસતો નથી.

તું પણ પહેલાં જેવું વરસતો નથી,
અને હું ય એવું તરસતો નથી.

અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

મળો તો મળો હાથ બે મેળવી,
મળો તે છતાં એ શિરસ્તો નથી.

હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

સદી આખી ખંડેર મોંહે-જોના,
મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)

છંદ-વિધાન: લગાગા | લગાગા | લગાગા | લગા

38 thoughts on “ઘરનો રસ્તો નથી

  1. સુંદર છંદબધ્ધ ગઝલ
    એકે એક શેરે જાણે નવુ ગુંજન થયું
    અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
    ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
    વાહ
    માનવી જન્મ્યા પછી તરત જ રડે.
    તો મરતાં પહેલાં હસતો કેમ નથી?
    મળો તો મળો હાથ બે મેળવી,
    મળો તે છતાં એ શિરસ્તો નથી.
    સોલીનો સાદ સંભળાયો
    કોકવાર આવતાં ને જાતાં મળો છો એમ,
    મળતા રહો તો ઘણું સારું
    હોઠ ના ખૂલે તો હવે આંખોથી હૈયાની
    વાતો કરો તો ઘણું સારું
    અને ગણગણાટ્
    તમે સાંજે મળો તો મને એકલા મળો
    કે મારા દિવસ આખાને વળે હાશ :
    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
    વાહ વાહ
    આપણી સંસ્કૃિતમાં તો ઘરમાંથી રસ્તો જાય !
    ફરી ભણકારા થયા…
    જીવનની વેદનાનો એટલો રસ્તો નથી મળતો,
    બધાની સાથ કંઇ દિલની બધી વાતો નથી થાતી.
    કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો,
    અડગ મનના મુસાફરને રસ્તો નથી નડતો.
    હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
    … હું તો સદા
    જીત પર હસતો રહ્યો ને હાર પર હસતો રહ્યો .
    ગઝલમાં સૌ વિચારો મારા દર્શાવી નથી શકતો

  2. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    છ્ંદ પણ મજાનો અને ભાવને અનુરૂપ લાગ્યો.

  3. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

    આ બે શેર વધુ સ્પર્શી ગયા. લાં……બા સમય પછી ગઝલનુ આગમન ગમ્યું.

  4. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

    આ બે શેર ખૂબ ગમી ગયા!

  5. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
    ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

    આ બે શેર ખૂબ જ ગમ્યા… સ-રસ ગઝલ!

  6. સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

    તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    સ-રસ મજા આવી ગઈ !!

  7. મને તો આ એક શેર ખૂબ ગમ્યો..

    અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
    ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’

  8. ભલે જ્યાં જોઈએ ત્યાં માનવીનો મેળો
    છતાંય સુણ માનવ કદીયે સસ્તો નથી

    ખૂબ સુંદર શેર વાંચ્યા.
    મેં તો માત્ર મારા મનનો ભાવ જણાવ્યો.

  9. મકાનો તો છ્રે……ઘરનો રસ્તો નથેી !
    તુઁ પણ પહેલાઁ જેવુઁ વરસતો નથેી…..
    શબ્દોને વખાણવા જરૂરેી લાગે છે ? કવિ ?

  10. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.
    ……………………………………..
    સુંદર શેર!!!
    સદાય પીડ્યા કરતો આ વ્યથા ભાવ બહુ જુનો છતાય શબ્દોના શ્વાસથી તાજો તરબતર થઈને આવ્યો કે નજીકથી માણવો ખુબ ગમ્યો!!!
    …………………………………….
    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
    ……………………………………
    આ શેર ના અંતમા પુર્ણવિરામને બદલે પ્રશ્નાર્થ મુકીએ તો લય બધ્ધતા અને અસર વધુ આવે તેમ મને સહેજ લાગ્યુ.

  11. સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.

    Wah Wah Wah Vivek Bhai Kya Gazal Hai…..
    This is the reality of this 21st century….

    Ajay Nayak

  12. શબ્દ એ સ્વસ તમારા
    ગઝલ એ લોહિ તમારુ
    after long time i remember Sloi Kapadia

    thank you very much

    i just love this

  13. Excellent

    In the busy schedule of March, this seems to
    be the stopping of rains in the monsoooon….
    to roam around .. … …

    Dear Vivekbhai keep it up
    thanks for your “Taro Taza Gajalz”
    “Ame Ema Bhinjay Ne Pulkit Thay Jaye Chhiye”
    thanks once again

    with warm regard
    vinod

  14. વાહ્… સુન્દર ભાવના અને ખુબજ રમણીય રીતે માનવ મન ને ચિતર્યુ છે… આ વાચીને મને મારી રચના યાદ આવી ગઇ….. ( સરખામણી તો નથી કરી .. પરન્તુ ભાવ કાઇક એવો છે )

    “મા” નવી મળશે અહી,
    પણ માનવી મળશે નહી,
    સ્વાર્થાન્ધતા છે આ જગ મહી,
    શોધ્યો ત્યાગ પણ મળશે નહી

    અવનવા રૂપો ધરી ને,
    ભજવી વેશ એ થાકે નહી
    અન્તર ના દવ ને ઢાકવા
    કોઇ ચાલ ને મૂકશે નહી

    અન્તરવ્યથા ને કોઇ ની
    સમજવા સમર્થ છે ક્યા કોઇ
    એક બિજા ને ઉતારી
    આગળ ધપે છે હરકોઇ
    “હુફ” “લાગણી” “સાથ” આ
    શબ્દો બની શોભી રહ્યા
    આવા અનેકો નામ પણ્
    શબ્દકોષો મહી ખોઇ ગયા……

    ભરત દવે….

  15. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.
    ……………………………………..
    સુંદર શેર!!!

    ….નરેન્દ્

  16. dear Vivekbhai,
    …you are a good photographer too!..nice and appropriate picture to suit the poem, which has touched our souls!

    …Narendra
    scientist
    institute for plasma research
    Gandhinagar
    Gujarat

  17. બધાજ શેર સરસ્
    તરો તાજા અને વાંચવા ગમે..
    માણવા ગમે
    અને ગણગણવા ગમે
    તેટલા સહજ અને સરળ્
    સવાર સુધરી ગઈ વિવેકભાઈ..

  18. અરીસાએ ભીતરથી નીકળી કહ્યું:
    ‘થયું શું, તું વરસોથી હસતો નથી ?’
    સુંદર શેર..
    **********************
    મળો તો મળો હાથ બે મેળવી,
    મળો તે છતાં એ શિરસ્તો નથી.

    બસીર બદ્ર નો એક શેર યાદ આવ્યો..થોડી ભૂલ સાથે…..
    હમસે તુ દિખાવે કિ દોસ્તી ના નિભા,
    ગલે નહીં લગતા, તો હાથ ભી ના મિલા
    *****************************
    હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

    સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
    ક્યા બાત હૈ…..

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા

  19. વાહ વિવેકભાઈ!
    આખી ગઝલ તમારી બધી રચનાઓની જેમ સરસ જ છે પણ,આ પંક્તિમાં જે ખોંખારો ખાઈને થોભ! કહેવાયું છે એ જમાવટ કરી ગયું.
    -અભિનંદન !
    હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.

  20. નવી પેઢીલના જે ગઝલકારોથી હું આકર્ષાયો છું, તેમાં બે ડોફટર પણ છે, -મહેશ રાવલ ને બીજા વિવેક ટેલર. વિવેક ભાઈની આ ગઝલ અત્યંત સુંદર છે. અભિનંદન

  21. malo to malo hath be melvi
    malo chanta e shirasto nathi, Dr. Vivekbhai, you are very
    near to reality of LIFE and this
    sher touches me lot……………
    GREAT!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!!
    Suparb…………..

  22. WOW……………………

    Welcome back Dr avivek Tailor

    Ghana lambaa samay pachhii aaje kaik maaaaaaaaaaast lakhaayu chhe…..

    somthing like Vivek Tailor’s brand…..

    ek e ek sher mate ” વાહ !!! ” nikadi gayu ……

    etlu mast lakhi naakhyu chhe k comment lakhya vagar rahevayu j nahi

    khub sundar….

    આ જ રીતે વરસતા રહો………. ઃ)

  23. પ્રિય વિવેક,

    સ્મઁબન્ધે બન્ધાયેલા રહેશુ!

    શરીરોમાં માણસ આ વસતો નથી,સમય પણ લગીરે ય ખસતો નથી.
    તું પણ પહેલાં જેવું વરસતો નથી,અને હું ય એવું તરસતો નથી.

    રાજેન્દ્ર,બોસ્ટન
    અઁધજન મડળ,વસ્ત્રાપુર,અમદાવાદ

  24. kem sangaru tamari gazal ne
    mara hath ma guldasto nathi………

    hoon tara irada jaanu chhu
    hoon sasto nathi amasto nathi………bahuj saras

    jiyo

  25. ahi kavi a bhare prayatna-poorvak ghazal lakhvani mathamann kari chhe, pan ghazal k kavita temne vari nathi a spast joee shakay chhe. Kavi chhand-vidhan aape chhe ane ene valgee rehva mathe chhe, kafiya bhare prayatna-poorvak besade chhe, chhand ne jaalavavani mathamann hova chhatan chhand toote chhe: aa badhu jota aa ek saav saadharan kavya thi upar uthi shake evi pankti o nathi.
    aatlu ochhu hoy m kavi na shabdo ma saralta pan nathi. satho-sath kavi ne kavita ni sathe picture pan mukvu pade chhe! vastav ma shabd ma j ek chitra ubhu karvani je taqat chhe a kavi potana shabd ma pragtavi shakya nathi. ahi kavi shu kehva mage chhe a anek var vanchava chhata samjee shakatu nathi. vali, koi sher matlaa thi makta sudhi evo nathi malto k je sasmarano ma qayam rahi jaay. etle aa kavya, mari drasti a, saav sadharan kavya thi upar uthi shaktu nathi.
    mane aapni kavita o mokalva badal aabhari chhu. me aapne javab ma kahelu k samay malta hu pratibhav aapish. anukulta a aapni biji kavita o na pan pratibhavo aapto rahish. aap ni kavita o ne baju par muki dayeeye pan aap Gujarati bhasha ni j seva karo chho ene joiye to a uttam ane saday yaad rahe evi chhe a kaboolvu pade. maja ma hasho. aapne sada mate mari shubhechchao chhe.
    aapno saradayee- jalal mastan ‘jalal’

  26. તું પણ પહેલાં જેવું વરસતો નથી,
    અને હું ય એવું તરસતો નથી.

    તમે પણ કાયમ ગઝલોના શે’ર વરસાવતા રહો એવી પ્રભુને પ્રાથૅના.

  27. It’s just that the scary bits tend to come from the most progressive types on the left, and the most anti-progress ones on the right, so it’s probably for the best that the pro-farmer sorts making the news are also the ones the least likely to hold forth on what they really think about Mexicans. ,

  28. ઘણું બધું મળી ગયું ગઝલ અને કોમેન્ટ્સ બધુજ અફલાતૂન …….

  29. સદી આખી ખંડેર મોંહે-જોના,
    મકાનો તો છે, ઘરનો રસ્તો નથી.
    Waaahhhh

  30. હું તારા ઈરાદાઓ જાણું છું, થોભ !
    હું સસ્તો નથી, હું અમસ્તો નથી.
    -વિવેક મનહર ટેલર
    (૨૪-૦૬-૨૦૦૭) kyaa baat he…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *