(નાવડી… …..ગોવા, મે-૨૦૦૪)
બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !
તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
– વિવેક મનહર ટેલર
સુંદર શબ્દરચનાઓ સાથે સુંદર છબિકલાનો સુમેળ
સિદ્ધાર્થ
હૈયામાં તારા કેટલી ચીસો ભરી છે, શંખ ?
એક ફૂંક પાછી કેટલા પડઘા પડી મળી !
વાહ, શું વાત છે.
મને જને ને બૌ અનન્દ થ યો કે તમે અત્લુ સરુ પન લખિ સકો ચો.
જિંદગિ નિ સફર મા તુ બે ખબર મળિ ; જાણયા છતા બે ફિકર મળિ…….
બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી…awesome
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
આને ગઝલદોષ ન કહેવાય?
@ ચિંતન: મને સમજાયું નહીં… કઈ જગ્યાએ દોષ જણાયો એ જણાવશો તો વાત સાફ કરી શકાશે…
થોડા સમય પહેલાં તમે શ્રેી અનિલ ચાવડાની ગઝલ વિશે કમેન્ટ કરી હતી એનાં સંદર્ભ માં કહું છું,,
@ ચિંતન:
બે-ચાર શ્વાસની આ મને નાવડી મળી,
સાગર મળ્યો અફાટ ને બસ, બે ઘડી મળી.
મારા ગયા પછીથી કદર આવડી મળી,
વાંચીને ગઝલો બોલ્યું કોઈ: “ફાંકડી મળી.”
આખી ઉમર પ્રતિક્ષા હતી એ ઘડી મળી,
સંવેદના સકળ મને જડ-શી ખડી મળી.
– તમે રદીફની વાત કરો છો? પ્રસ્તુત ગઝલમાં આ ત્રણે શેર મત્લાના શેર ગણાય. પહેલો શેર ઉલા મત્લા અને બાકીના બંને શેર સાની મત્લા ગણાય…
નાવડી, ઘડી. આવડી, ફાંકડી, ઘડી, ખડી – આ બધા કાફિયા સાથે ‘મળી’ રદીફ છે…
આ ખુલાસા પછી પણ કોઈ દોષ નજરે ચડે છે, મિત્ર ?
સાહેબ શ્રી મને તો ત્યાં પણ દોષ ન’તો દેખાતો..
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
આ ગમ્યું…..
સંબંધમાં આ દિલ કશે આગળ ના જઈ શક્યું,
જે પણ ગલી મળી એ ઘણી સાંકડી મળી.
અને
તું શ્વાસ થઈને મારી ભીતર શબ્દને અડી,
કાવ્યોને મારા જાણે પવન-પાવડી મળી.
ખુબ જ ભાવનાત્મક અભિન’દન