(એક રણ ભીતર પણ… ….મરૂભૂમિ, જેસલમેર-2004)
*
એક સૂકાયેલા રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.
ઝૂલ્ફના ચિત્તા સમા ગર્જન થકી,
દિલના થીજી ગ્યાં હરણની વાત છે.
મસ્ત નેણાના નકારે પાશ થઈ
બાંધી દીધેલાં ચરણની વાત છે.
‘પણ’ કહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.
આંસુના સિક્કા, ગમોની નોટ છે,
પ્યારના નવલા ચલણની વાત છે.
શબ્દનું ડગ એક ને મંજિલ આ લ્યો….
હોઠ ત્યાં થઈ ગ્યા કળણની વાત છે !
– વિવેક મનહર ટેલર
કેવી અસરકારક વાત છે,’એક સૂકાયેલાં રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.’
વિચારો ના રણ મા મન થાકૂયુ …
વળૅ તી શાન્તિ;
ત્યા ..આવી યાદો નિ આન્ધિ
ને..અડ્ગ મ ન રુપિ સુર્ય પ ણ થ્યો ઝાખો
એક એક મિલન નિ સ્મ્રુતિ રુપ રજ થિ ગ્યો દટાય્
….ઈના પ્રેમ મા,,,,,,,,,,,,
દિલ માથિ તરિ યાદ ભુલાવિ નથિ શક્તો;
ફક્ત ઈજ પાનુ પ્રેમ નુ હુ ઉથલાવિ નથિ શક્તો.
સરશ્ ખુબ સરશ્,
જ્યરે મન્વિ નિ લગ્નિઓ સમય ન અન્તે મ્રુગ્જલ બનિ ચલ્કય જતિ હોય અવિ અનુભિિ કરવિ દિધિ
અરે સાહેબ ગમે તે કહો પન દિલ થિ લખેલિ “મસ્ત વાત છે”
વા…હ….
ખુબ જ સરસ ઉત્ત્તમ ખુબ સરસ
‘પણ’ કહીને જ્યાં તમે અટકી ગયાં,
આંસુંભીની એ જ ક્ષણની વાત છે.
આંસુના સિક્કા, ગમોની નોટ છે,
પ્યારના નવલા ચલણની વાત છે.
– વાહ, સુંદર શેર !!!
એક સૂકાયેલા રણની વાત છે,
એક મડદાના મરણની વાત છે.
……… આહ!!!