(ઠસ્સો… …રણથંભોર, 03-12-2006)
(Rufous Treepie – Dendrocitta vagabunda)
*
પત્રમાં વંચાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ને ભીતર પ્રગટી જે ક્ષણ એ કોણ છે લ્યા, તું કે હું ?
સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ખૂન, ચોરી, લાજ લૂંટવું રોજ છાપે વાંચે તોય
એનું એ રાખે વલણ એ કોણ છે લ્યા, તું કે હું ?
સિગ્નલે થોભેલી ગાડી જૂના કપડાથી લૂછી
હાથ થઈ લંબાતો જણ એ કોણ છે લ્યા, તું કે હું ?
લોહી લાવે વિશ્વના ગળફામાં જે એ જંતુના
ચેપનું વધતું ચલણ એ કોણ છે લ્યા, તું કે હું ?
આ ગઝલમાંથી સૂરજ, રણ, ઓસ, ઝંઝા દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?
-વિવેક મનહર ટેલર
વ્રણ એટલે ?
તમારી આ ગઝલ સમજવામાં થોડી અઘરી લાગી….
5-6 વાર વાંચી, પછી હવે થોડી થોડી સમજાય છે…
રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?
આ શેર જરા વધારે ગમી ગયો… !!
વ્રણ એટલે (૧) જખમ, ઘા. (૨) પાકી ગયેલો ઘા, ઘારું, નારું.
ઈચ્છાને આકાર દે, તું સપનાંને સાકાર કર
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?
I liked this sher’s very much!!!
very nice gazal…. as always!
excellent ghazal………………….
it take some time for understanding but when i understood its meaning drop of tear comes out of my eye.
i will try to send this ghazal to each and every gujaratis
really nice ghazal
ગઝલોમાંથી આયના, ઝાકળ, સૂરજ, રણ દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?
સરસ
સમજવી અઘરી પણ માણવી ગમે તેવી
Really a nice one…. i like it… Keep it up Doc.
Can not read squar squar language.Send pdf file
Wonderful Gazal-I always like your subjects and style- I also read Urmisagar-Jayshree and Vijay-You all seem to be a wonderful rising stars with “Navi Tarah”
hello sir, my name is hitesh. everytime when i visit ur website or whenever i read ur e-mail, i could not read ur ghazal. i only see the question marks in ur every ghazal, why so? is there any other way to read ur ghazal? please help me out. i want to read ur ghazals as i have heard a lot about these. i will be very thankful to you. my e-mail address is hitesh_tripleh@yahoo.com
ઈચ્છાને આકાર દે, તું સપનાંને સાકાર કર
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
રોજ જેની શક્તિ પામે ક્ષય ને રથનું પૈંડુ પણ
રોજ પામે છે કળણ એ કોણ છે લ્યા, તું કે હું ?
વિવેક્ભાઈ,
ગઝલ સંગ્રહની પૂરી તૈયારી છે , તો વિલંબ શાને?
શબ્દોને આકાર દૈ ,સાકાર કરતો,
શબ્દોમાં જે શ્વાસ નાખે, લ્યા, તું કે હું?
છે ગઝલ પોથી ની, તૈયારી પૂરી
તોય એને રોજ ટાળે, લ્યા તું કે હું ?
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
One of the nicest ghazal.Liked the depth of every lines.
dear Vivekbhai,
….again a nice one !
what is the meaning of “kaLaNa”??(in 6th line)
…..abhaar in advance.
…sasneh,
Narendra
Gandhinagar
કળણ એટલે પગ મૂકતાં કળી જવાય તેવી નરમ માટીવાળી ભીની જમીન… કર્ણની શક્તિઓ જ્યારે ખરી જરૂર ઊભી થાય ત્યારે ઓસરી જશે એવો એને શ્રાપ હતો અને અંત સમયે એના રથનું પૈડું કળણમાં ખૂંપી જતા શ્રીકૃષ્ણના કહેવાથી અર્જુને એનો વધ કર્યો હતો એ સંદર્ભ અહીં લેવાની કોશિશ કરી છે…
Respected vivek sir
aapni gazal khub j sundar chhe.ane tema khub j gahanta chhe.
bas aavi j rachna ao aapta raho tevi prarthna
anjali dave
tamari gazal bahu j saras 6. it can touch anyonce heart . keep it up verry nice
tamari gazal bahu j saras 6. it can touch anyonce heart . keep it up verry nice so i dont have so much words to say about ur gazal but seriously its very fine
Really very nice gazals.
I like it very much. Please forward to me gazals through Email.
Komal Patel
વિવેકભાઈ
સરસ રચના છે.
આ ગઝલમાંથી સૂરજ, રણ, ઓસ, ઝાકળ દૂર કર
તોય ના પામે મરણ એ કોણ છે લ્યા, તું કે હું ?
આ પંક્તિ સુંદર છે.
સપના
સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
awesome…….great……
સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
ઘા-નું તો એવું જ… ઘા આપનાર પોતે જ અને પોતાના જ હોય…
પણ ઘા આપવાની વાતને અહીં જે રીતે તાદ્દશ કરી છે… એ જ અનોખી ખૂબી છે..
કોણ છે લ્યા, તું કે હું ?
વાહ સરસ સુરતિ ભાશા લાગે ચ્હે…નાહિ..?
સ્વપ્નને સાકાર કર, ઇચ્છાને તું આકાર દે-
એમ કહી જન્માવે વ્રણ એ કોણ છે લ્યા, તું કે હું ?
સમજાયાની ક્ષણ પછી ફરી વાંચવાની મજા …
તમે જે રીતે ગઝલ ને કોમેન્ટ માં સમજાવી દયો છો ને ,અમારા માટે ઘણું સરળ થઇ જાય છે.