હું જ્યાં સુધી મરતો નથી


(તીખી નજર…                                …રણથંભોર, 03-12-2006)

*

હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
શું એટલે હું કોઈને જડતો નથી ?

હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

તારા વગરની જિંદગીની વાત છે,
લઉં શ્વાસ તો પણ લાગે છે, શ્વસતો નથી.

મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
વરસો લગી, માળો છતાં બનતો નથી.

હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

– વિવેક મનહર ટેલર

51 thoughts on “હું જ્યાં સુધી મરતો નથી

  1. આમ તો બધા જ શેર ગમી ગયા….

    પણ આ બે શેરમાં તો મજા જ આવી ગઇ….

    મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
    વરસો લગી, માળો છતાં બનતો નથી.

    હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

  2. Yes, Jay… badhaj sher saras chhe…

    હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી

    I like this sher the most!

    તારા વગરની જિંદગીની વાત છે,
    લઉં શ્વાસ તો પણ લાગે કે શ્વસતો નથી.

    vaah… very nice!

  3. થઈ પ્રાણવાયુ ના ભળે લોહીમાં શ્વાસ,
    હું જ્યારે જ્યારે શબ્દને શ્વસતો નથી.

    khuba j saras

  4. હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

    હવે તો વિવેક, તારી ગઝલોમાં ગણિત પણ આવવા માંડ્યું! શૂન્યથી ભાગાકારનો ગણિતમાં નિષેધ છે, કારણકે તેમાં ભાગ પાડવાના જ હોતા નથી અને માટે તે ક્રિયા અનંત સમય સુધી ચાલી શકે છે!
    જો કોઇ ભાગ જ ન પાડીએ (અદ્વૈત ?) તો અનંત સાથે એકરૂપતા મણાય ! પછી આપણો હું ક્યાંથી બચે? કાશ ! આપણે આવો ભાગાકાર કરી શકીએ.
    આ તો મારી ‘અંતરની વાણી’ માટે સરસ વિષય મળી ગયો.
    એકે એક શેર અફલાતૂન છે. હવે તારું પ્રથમ પુસ્તક બહાર પાડવાનો સમય પાકી ગયો છે, દોસ્ત ! આવી ગઝલો જો સ્વર બધ્ધ થાય તો સાંભળવાની કેવી મઝા આવે?
    વાહ ! બહોત ખૂબ.

  5. બહુ સરસ રચના, રાહ જોવાની સળીયો નો માળો બનાવવા ની કલ્પના દાદ માગી લે છે. શૂન્ય થી અપૂર્ણ્ ને [જીવન ને] ભાગવા ની વાત! જીગર જોઇયે, દોસ્ત ! આફરીન.

  6. હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
    શું એટલે હું કોઈને જડતો નથી ?

    હું લાશ થઈ જાઉં તો તરતો થાઉં છું,
    ડૂબતો રહું, હું જ્યાં સુધી મરતો નથી.

    Realy as deep as the Sea……

  7. I dont have gujarati font in my PC, but i can say in english. it is an excellent matter for real life. O Vivek te to jivan ni reality batavi didhi. jivan no malo kyarey puro thato nathi. ek asha puri thay tyato biji ubhi thay chhe, ane divso vahi jay chhe. Vah…. vah..

  8. મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
    વરસો લગી, માળો છતાં બનતો નથી.

    ના બને એવુ!!! ક્યાંક કશુક ખુટે છે!
    કહે છે આ – દિલ ….
    મિત્રોના વેશમા ફરતા લોકો એકલો જોઇ તને લુટ છે,
    માળો ના બને, પણ કલ્પનાની પાંખ ફુટે છે…..

    …..હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી…

    જીવનની શુન્યતાને મનમાં ના લાવ,
    એના સ્મરણથી ચીત ભરેલુ,
    શેષ કોઇ પણ બચતુ નથી,
    પણ ઝઝુમવુ ક્યાં છે સહેલુ?

    🙂

  9. મિત્ર વિવેક,

    ઘણું કહેવું હોય છે ને છતાંય મૌન પોતાનું સામ્રાજ્ય ફેલાવી દે છે.

    ઁમીના

  10. “મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
    વરસો લગી, માળો છતાં બનતો નથી.”
    This part of your poem is excellent and may apply to many.
    I really appreciate your above thought.
    All the Best!
    Regards!
    Amar J. Somvanshi,
    ASM-Sertec(RPGLS),
    Baroda.

  11. હું ‘હું’પણાની બહાર વિસ્તરતો નથી,
    શું એટલે હું કોઈને જડતો નથી ?

    this is terrific. ‘hun’ nu samrajya anek vaar ashmedh yagna karela raja nu chhe. invinsible, almost impossible to penetrate though so much inaise of one’s self. congrates. keep going

    -Dr Urvish Joshi

  12. “મેં રાહ જોવાની સળીઓ ગોઠવી
    વરસો લગી, માળો છતાં બનતો નથી.”

    બહું સરસ સમજાવી શકોછો. ખૂબ સરસ ગઝલ છે.

  13. સુંદર ગઝલ છે વિવેકભાઇ. એકેએક શેરમાં દમ છે. મને શરાબીનો પેલો ડાયલૉગ યા આવે છે જેમાં અમિતાભ ઓમ પ્રકાશને પુછે છે કે “શેરમેં યે વજન કહાં સે આતા હૈ?” મારે પણ તમને પુછવાનું મન થાય છે કે વિવેકભાઇ યે વજન કહાં સે આતા હૈ?

  14. saat janam na sarwalama,
    shu dekhaayu ajwalama ?

    ek patangu pilu-pilu ,
    kanya shodhe varmalama!

    yaatra aakhar yaatra chhe bhai,
    vaahan ma k pagpaalama!

    dariya jevi dariyo juo-
    santaayo chhe pawalama!

    pyaas didhi to paani deshe,
    shradhdha chhe ooparwalama!

    NINAD jau to kem jau ?
    atvaayo chhu vachgalama!

    NINAD ADHYARU 9374245200
    kavininadadhyarurajkot@yahoo.com

  15. પ્રિય નિનાદભાઈ,

    આપના પ્રતિભાવ અને મનભાવન શેરોની રંગછોળથી ભીંજાવું ખૂબ ગમ્યું. બધા જ શેર ઘણા જ સુંદર છે. અને ‘ધંધો ન કોઈ ગમતો, ના નોકરી ગમે છે; કે જ્યારથી અમોને એક છોકરી ગમે છે’વાળો શેર ચૌદ જાન્યુઆરીના દિવ્યભાસ્કર-રસરંગમાં ડૉ. શરદ ઠાકરની વાર્તાના શીર્ષક સ્વરૂપે તાજો જ માણ્યો હતો. અને આ આખી ગઝલ પણ બે દિવસ પહેલાં જ ‘ગઝલ ગરિમા 2002’માં વાંચી હતી. મારી અન્ય વેબસાઈટ ‘layastaro.com’ પર આપની કવિતા લઈને ટૂંક સમયમાં જ મળીશું. આભાર અને અભિનંદન !

  16. vivek…

    aatlu dard tamari gazalo ma kyathi aave chhe… ?

    dariya sudhi nadi na pahochi..
    Shuu etle j sagar ne becheni anubhavay chhe… ?

    i have vecome fan of your presenation.. good one..
    Ketki

  17. All,

    I am a person with Personnel, Admin &IR department experience of more then 17 years with various Industries in various environment with use of Advanced computerized systems.

    If u have any information pl. contact me…

    Regards.
    Mayur Baxi
    BARODA
    9825552489

  18. Dikaro e pita no hath che pan dikrai e pita nu raday che atle jyre pita dkiari parnave che tyare e dkiri ne potanu raday api de che

  19. awesome….

    જો સાચવીને બેસું, બેસું ખાલી હાથ,
    જો બેસું વાપરવા, કદી ખૂટતો નથી.

    wwwaahhh

  20. ઉધાર છે?

    દરિયો ભલે ને માને કે પાણી અપાર છે,
    એને ખબર નથી કૈં નદીનું ઉધાર છે?

    નદીઓ ભલેને માને કે પાણી જરાક છે,
    એને ખબર નથી કૈ મેઘનું ઉધાર છે?

    પર્વત ભલે ને માને કે ભવ્ય શિખર છે,
    એને ખબર નથી કૈં ધરાનું ઉધાર છે?

    સંતાન ભલે ને માને કે પોતે કંઈક છે,
    એને જીવન નથી કૈં મા-બાપનું ઉધાર છે?

    મા-બાપ ભલે ને માને કે પોતે ફરજ બજાવે છે,
    એને ખબર નથી કૈં ઉપરવાળા પાસે ઉધાર છે?
    http://wwwgaganepoonamnochandcom-rekha.blogspot.com

    -રેખા શુક્લ(શિકાગો)

  21. હું શૂન્યથી જીવનને ભાગું છું છતાં
    છે ને નવાઈ ! શેષ પણ બચતો નથી

  22. વાહ!સાહેબ,દર્દ,જખ્મ,ને હ્દય ને વીંધી નાખે એવી વેધકતાથી પૂર્ણ છે,આપના દરેક શેર!શબ્દો નથી,બસ…મૌન જાળવું છું.આભાર.અસ્તુ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *