(ભલે શૃંગો ઊંચા…. ….સાંગલા, કિન્નૂર વેલી, નવે.,૨૦૦૭)
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.
-વિવેક મનહર ટેલર
(૨૬-૦૩-૨૦૦૮)
છંદ-વિધાન : ગાલગાગા | ગાલગાગા | ગાલગા
મઝાની ગઝલ.એકે એક શેર પર ડેજાવુ જેવો ગણગણાતટ્
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
જાણે…
કાળજા કેરો કટકો મારો,ગાંઠથી છુટી ગ્યો,
મમતા રુએ જેમ વેળુમાં,વીરડો ફુટી ગ્યો.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
હોઠ ઉપર છે -ખુદા હાફિઝ ! છતાં
દિલમાં કૈં કૈં થાય છે, રોકાઈ જાવ!
પગલાં ચાલી નીકળ્યાં,પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?
એકેક વ્હેંત ઊંચાં બધાં ચાલતાં હતાં,
તારી ગલીમાં કોઈના પગલાં પડ્યાં નહીં.
ના— ના ,આ તો ઈશ્વર-સંકેત!
તારા મુશ્કેલી સમયમાં જે પગલાંની જોડ દેખાય છે
એ તારી નથી મારી છે.એ વખતે મેં તને તેડી લીધેલો.’
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
નદી એ બની ગઇ રડીને રડીને.
પછી શુષ્ક થઇ એ વહીને વહીને!
ગુર્જરીના આભમાં ડોકાઈ જ્યાં
કે ગઝલ ચોમેરથી પોંકાઈ ગઈ.
હો ગુર્જરીની ઓથ કે ઉર્દૂની ઓ ‘મરીઝ’,
ગઝલો ફક્ત લખાય છે દિલની ઝબાનમાં.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
સરસ શેર…કયારેક મારા ગધ્યમાં વાપરી શકું ને ? અત્યાર સુધી મારી ડાયરીના પાનામાંથી કે મનના માળિયામાંથી યાદ કરીને પંક્તિઓ લખતી હતી…અને કમનશીબે કયા ક્વિની છે તે નામ લખવાનું રહી ગયેલ. તેથી એ કવિઓની ક્ષમાયાચના સાથે લખું છું. પણ હવે તો જે વાંચુ છુ તેમાં કવિનું નામ સૌ પ્રથમ લખું છું. તેથી હવે એવો પ્રશ્ન નહી થાય.
યાદશક્તિના અભાવે તમે કહેલ શેરમાં ” ઘેલુ ” શબ્દ રહી ગયો છે. બાકીના હપ્તાઓમાં એવું કશું થયું છે કે ?
“પોંકાઈ” શબ્દ નવો જાણ્યો. કદાચ “પોંખાઈ” ગઈ છે? જણાવશો…
આ શેર વધુ ગમ્યોઃ
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
બન્ને શેર ગમ્યા……….
કાળજામાં લોક એ બસ રઇ શક્યાં,
ઘાવ સૂળીનાં જે લોકો સહિ શક્યાં.
જે ખરે ટાણે શબદ ખૂટી ગયાં.
જડ શબદ ચેતન ગઝલ નાં થઇ શક્યાં.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
સરસ શેર
ખીલાની વેદના તો તેં સહી લીધી હશે
કાંટા ગુલાબના તને ખટ્ક્યા છે ખરા
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ
મને ખુબ ગમેલ શેર
કાળજામા કાળના ભોઁકાઇ ગઇ ! વાહ કવિ !
સરસ રચના!
n0 comment!!!!!
સંસ્કૃત प्रोक्ष् > प्रोक्ख् > पोक्ख् > पोंक्(वुँ)/पोंख्(वुँ) એમ વ્યુત્પત્તિ છે એટલે પોંકવું અને પોંખવું બન્ને વિભાષારૂપો માન્ય છે. જોડણી મુજબ અન્ત્ય ઈ દીર્ઘ હોય છતાં આ ગઝલની મઝા લેવી હોય તો -આઈ ગઈ એ શબ્દજૂથ -આઇ ગઇ એમ હ્રસ્વ ઇ ઉચ્ચારવા જ પડે! પરિણામે એક જ વાત દોહરાવવાનું પ્રાપ્ત થાય છે કે છન્દ અને જોડણીની સઙ્ગતિ કરવી છોડી દઈને જરૂર મુજબ ગુરુ-લઘુ ઉચ્ચાર કરીને પદ્યનો આસ્વાદ લહીએ!
નિશીથ ધ્રુવ
નિશીથભાઈ,
આપને મારા બ્લૉગની મુલાકાતે વારંવાર આવવાનું આમંત્રણ આપવાની લાલચ રોકી શકાય એમ નથી… આભાર…
સરસ ગઝલ વિવેકભાઈ! આ શેર ખાસ ગમ્યાં:
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
દર વખતે તો વળી કેવી કોમેન્ટ આપવી?
CONGRATULATIONS !!
વાહ્…
કાળજામાં કાળના ભોંકાઈ ગઈ,
શૂળી પર જે શખ્સિયત ઠોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
બન્ને શેર ગમ્યા……….
કાળજામાં લોક એ બસ રઇ શક્યાં,
ઘાવ સૂળીનાં જે લોકો સહિ શક્યાં.
જે ખરે ટાણે શબદ ખૂટી ગયાં.
જડ શબદ ચેતન ગઝલ નાં થઇ શક્યાં.
Sundeep Kharadi Baroda
અદભૂત ગઝલ. શબ્દો ના સાથીયા.
Mukesh Patel
Vadodara.
‘સંસ્કૃત प्रोक्ष् > प्रोक्ख् > पोक्ख् > पोंक्(वुँ)/पोंख्(वुँ) એમ વ્યુત્પત્તિ છે એટલે પોંકવું અને પોંખવું બન્ને વિભાષારૂપો માન્ય છે’.નિશીથ ધ્રુવની વિદ્વતા સભર વાત શોધવા પ્રયત્ન કર્યો તો નીચેનુ પરિણામ આવ્યું
प्रोक्ष् prokṣ (prokṣitHerea) asperger d’eau sacrée;consacrer.
प्रोक्ष prokṣa [prokṣ]aspersion.
प्रोक्षण prokṣaṇa [prokṣa-na] n. soc.consécration par aspersion d’un animal destiné au sacrifice
એસ્પરજર સિન્ડ્રોમ સંસ્કૃતિ અને ભાષાના બંધનોની પાર ઉદભવે છે.તે સ્ત્રીઓ કરતાં પુરૂષોને અધિક અસર કરે છે. એસ્પરજર સિન્ડ્રોમ વાળી સ્ત્રીઓની સામાજીક મુશ્કેલીઓ પારખવાનું લોકોને મુશ્કેલ લાગે છે.સામાન્ય વસ્તી કરતાં એસ્પરજર સિન્ડ્રોમ વાળા લોકોમાં ડિસ્લેક્સિઆ, ડિસ્પ્રાક્સિઆ,પાચન શક્તિની સમસ્યાઓ અને માનસિક સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓનો સંભવ વધુ હોય છે…
તેથી તેમની આ વાત વધુ અનુકૂળ લાગે છે-“છન્દ અને જોડણીની સઙ્ગતિ કરવી છોડી દઈને જરૂર મુજબ ગુરુ-લઘુ ઉચ્ચાર કરીને પદ્યનો આસ્વાદ લહીએ!”
પ્રભુ ખુબ સરસ લખો ચો.
આ પન્કતિ વાચિ ને લાગ્યુ કે બસ હવે કૈ કેહ્વ જેવુ રહ્યુ જ નથિ.
ખુબ જ સરસ રચ્ન ચે.
PAGALA CHALI NIKLYA, PAG TYANA TYAN,
AAVI PAGTHI KAI RITE TOKAI GAI KE “DOKAI” GAI
I like your GHAZAL as usual but also remembered Avinash Vyas, who also wrote as
KOYAL UDI RE GAI NE PAGALA PADI RE RAHYA,
SUNA SAROVAR NE SUNA AAMBALIONE
ANA PANDADE PANDADE RADI RE RAHYA,
AAYAKHU BETHINE PAN PILU RE THYAU
MADINI AANKHOMAN AANSU NA RAHYU
VAN NI PIYARIYU SUNU RE PADYU
ENA TAHUKA JADI NA RAHYA
It gives the same UDASI & VIRAH bhav for us.
I also like it vry much!!!!!!!!!!!!!!!!!!!!
good one
મિત્રના અવાજમાં સાંભળવાની આદત સમયના સમાંતરે પોષાતી રહે એવી ઇચ્છા વધ્યા કરે છે.
ahi tamaro thrijo sher mane gamyo.
matla ma tame je ‘thokaai’ kriyapad vaparyu chhe a mane thodu kathyu etla mate k kavita ne a maare chhe, evu mane lage chhe.
pan tame thrija sher ma je vaat lavya a mane bahu gami.
parantu bija badha shero jota ghazal ma matla ane thrijo sher j nodhvalayak kahi shakay.
chotha sher ma to ula misra ma tame aasha janmavi ane sani misra ma koi chamatkar na jova malyo etle nirash thavayu. tem chhata tamari biji kavita o karta aa kavita ma 2 sher gamya. fari samay malta biji kavita o vanchish.
mane kavita o mokalva badal aabhar.
jalal mastan ‘jalal’
Khub j saras.
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ.
હોઠે આવી વાત જે રોકાઈ ગઈ,
એજ ગઝલોમાં પછી ડોકાઈ ગઈ.
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ?
એક નદી કાંઠાઓ પાછા તોડવા
નીકળી’તી ને વળી રોકાઈ ગઈ….
waaaahhh
પગલાં ચાલી નીકળ્યાં, પગ ત્યાંના ત્યાં…
આખી પગથી કઈ રીતે ટોકાઈ ગઈ ? waah !! sir …
waw,sir this is ammazing poem …..
i like this poem very much……………
i wish please you are write many poems….
you are very brilliant person………
thank you,sir
——————-.