(શીશમહેલ, મહેરાનગઢ…. …જોધપુર, ૨૦૦૪)
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.
આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે ?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.
-વિવેક મનહર ટેલર
(૨૪-૦૬-૨૦૦૭)
શનિવાર સુધી તડપ્યાં પછી નવી રચના માણવાની અલગજ મજા છે.
અગાઉની ગઝલો કરતાં કદાચ થોડા જુદા પ્રકારની ગઝલ. બીજા બધા અશઆરથી મક્તાનો શેર ખૂબ જુદો પડે છે. કોઇ કાવ્યાત્મક વ્યંજનાથી ભરપૂર!
Dear Vivek Ji,
Phari e j ” Shabdo nahi jadta”………….
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
The perfect one……..
thanks a lot
raj
ખુબ મજા આવી…….
ગુજરાતી ભાશા ને આપણે જીવતી રાખવી છે……
ફક્ત વેદના ને જ વાચા ન આપો ….
કઈક પત્ની આથવા પતી ને કહેવા જેવુ શ્ર્રુઅંગર મય પણ લખો……..
માર મતે ગુજરાતી કવિતા મા* થી યુવાનો ને ………
give some positive writting… not for this poem…
every up to 80 percent of our poem is about…વેદના …જુદાઇ….etc..etc…
please think about present love attitude…
i am not talking about this poem.. but in general…
Panakaj bhai !
I agree with you…………
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
જરા અલગ તરી આવતી છતાં સુંદર રચના.
nice. “…મજા પડી, હોં…” 🙂
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
Verry welldone…………..
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
Verry welldone Vivekbhai…….
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
વિવેક,મને તો લાગે છે એજ પ્રેમ છે.
જેમાં પ્રેમાસ્પદની મરજી તેની મરજી હોય,
તેની જ હામા હા હોય…
તેરી રજાભી કબુલ તેરી કઝાભી કબુલ.
————————
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
એ યાદનાં સિક્કાો નીત્ય વર્ધમાન છે!
વાપરો છૂટથી તેમ તેમ વધશે!
——————–
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
…પ્રેમ પંથમાં તો …
તિરાડમાંથી જ પ્રેમીને મળવા જવાનું છે!
એટલી સાંકડી જગ્યા…
…ગોયા,દૂસરા નહીં હોતા!
—————————–
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
જે દિ શોધી શકશે તે દિ દોડાદોડા બંધ થઈ જશે.
“નથી નાર ત્યજી વન સચરતા
મળે ન આપ ન ખોળે…”
————————-
ચિત્ત, આંખો, દિલ- બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
કાશ, એ “હુ” નીકળૅ
—————————
વહી ગયેલાં પાણી ભરવાં શક્ય છે?
તું ગઝલ લખ, છોડ પદ નરસિંહના.
…હા,ચોક્કસ સામાન્ય વિજ્ઞાન પણ કહે છે
તેનૂ બાષ્પિભવન થઈ વહી ગયેલાં પાણી
પણ ફરી આવશે…અને ભલા,ગઝલ પણ
ચિત્કારની નહીં પણ અવચર્નિય પ્રેમ વર્ણવાનો
પ્રયાસ જ છે –
…ને એમાં છોડવાનું નથી,
માફ કરજો “ટેલર”ની જેમ જોડવાનૂં છે!
સહજતાથી લખાઈ ગયું…
વ્યંજનાથી ભરપૂર સુંદર રચના માણી.
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
– સરસ !
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
PERSON LISTENING “YES” CAN ANSWER THIS QUESTION.
OR
ONE WHO SAYS “YES” CAN ONLY EXPLAIN WHY “YES”.
ખરેખર શબ્દો છે શ્વાસ “તમારા”
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
bahu saras!
Excellent words.
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
સુંદર…
……………………………….
જનમ જનમ નો સાથ માંગુ છુ
પ્રેમ તણી હું પ્યાસ માંગુ છું
ઊંડા અંતરની આશ માંગુ છું
પ્રણય પંથનો સંગાથ માંગુ છું
—————this is also very good……….just like romentic,,,,,,,,,,
khub j sundar abhivyakti…
nice picture with nice creation..as usual…
મારા વ્હાલા મામા,
તમે આટલી સરસ કવિતા લખો છો એ મને પણ નથી ખબર. આ કવિતા તમે જાતે લખી છે એ કોઈ ન માની શકે. તમારા શબ્દો સાચે જ બીજાના શ્વાસ અને ધડ્કનને આકર્ષિત કરે છે. તમે આમ કવિતા અને ગઝલો લખ્યા કરો અને મને અને બીજા બધાને આમ ખુશ કરતા રહો. મારી શુભકામના તમારી સાથે છે.
તમારી વ્હાલી ભાણજી ,
શિમોલી..
તમારી કવિતાઓ વાંચીને એવુ લાગે છે કે તમે તમારા જીવનમાં ખુશ નથી અને તમને પ્રેમમાં મોટી નિષ્ફળતા મળી છે જે હવે કવિતા સ્વરૂપે પ્રગટ થઈ રહી છે.
યાર, કોઈ સારા વિષય પર મજા આવી જાય એવુ લખો. પ્રફૃતિગીત, બાળગીત, પ્રેમગીત, પ્રભુગીત કેટલા બધા સુંદર વિષયો છે પણ તમે તો વેદનાને જ વાચા આપો છો.
વ્રજેશ
બધાના અભિપ્રાયો વાંચતા એમ લાગે છે કે મહદ અંશે
” ખીસાના સિક્કા ” સૌને ગમે છે..!!!!!!( હળવી મજાક )
આ થોડી જુદા પ્રકારની ગઝલ લાગી, વિવેકભાઇ…
હું કશું પણ કહું તો એ કહેશે કે, ‘હા’,
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
Excellent
Ketan
છે હજી તુજ યાદ સિલ્લક,
મારી તો છે એજ મિલ્કત.
એના સહારે જીવું છું હું,
છે હજી, જીવન છે દિલકશ.
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
Great Poem.
વિવેકભાઈ,
મને તો હાંસિલે-કાવ્ય પંકિતઓ આ લાગી:
“આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં”
ખુબ સંદર રચના.
-જયદીપ.
ખૂબ સરસ… અલગ જ રજુઆત લાગે છે.
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
Positive attitude… [:)]
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
Excellent blend of arranging the word…….
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
આયના, તડકો – ઉભયના ભાસમાં
હું મને શોધી શક્યો ન જાતમાં.
ONE WHO FINDS WHO IS THE SELF REALIZED SOAL.
YOUR GAZAL-POEM HAS WARDS THAT TOUCHES MIND -BODY AND SPIRIT.
આજે આપની ઇ-મેલ મળી. આભાર !
જોધપુરના આયના જેવી ગઝલ વાંચી.ખૂબ જ ખુશી ઊપજી
આ પંક્તિ તો બહુ ગમી :.
“હું મને શોધી શક્યો ન જાતમાં ” વાહ રે વાહ વિવેકભાઇ !
Simply superb brother.
Exact truth
thank You
Keep sending
the master of his art
peeping out from closed door
ખૂબ સરસ મજા પડી
આભાર વિવેકભાઈ
Very nice….
Specialy ……………….
“સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.”
shwas to jivavaj bane che ne e bane to apdu jivan jivay che tame khubaj saru lakho cho
સુંદર ગઝલ…
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
માત્ર એક ખિસ્સામાં એ થોડા માં’ય?!! એને માટે તો આખી બેંક જ ખોલવી પડે… 😀
ખીસામાં જે સિક્કા છે
જે ખરચવા છતાંય ખૂટતા નથી
તેથી જ તો જીવન હર્યું ભર્યું ભાસે છે
ખૂબ કહી——–
Sikka ni Aa Jaat che, Bachpan ma Ma-Baap na Prem ni aa vaat che, Javani ma Bhega Karvani aa Vaat che, Budhapa ma, Sikka mate Tarchodvani aa vaat che, bhai aa to Sikka ni vaat che……………. Laxman
વાહ, ખુબ જ સરસ કહ્યું!
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
ના બદલે –
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું વાપરવાં.
કેવું રહે?
આવા સગપણને હવે ક્યાં રાખવા ?
સાથે પણ પ્રાસ બેસે, જો કે મારું જ્ઞાન અધુરું અને અપુરતું છે, એટલે કદાચ બુમ-રેંગ થવાનો પણ અવકાશ છે!
દીપ્તિ ‘શમા’
પ્રિય દીપ્તિ,
આપનો વિચાર રોચક છે પણ છંદ તૂટે છે. બીજું આ ગઝલ હમરદીફ-હમકાફિયા ગઝલ છે એટલે અહીં કાફિયાનો આધાર પોતે જ રદીફ પણ છે. અહીં શબ્દાંતે આવતો ‘આ’ આકારાંત કાફિયો રચે છે… કામમાં લેવું શબ્દપ્રયોગથી પણ ભાવ ભાવક સુધી પહોંચી જાય છે અને છંદ જળવાય છે એટલે એ મારી દૃષ્ટિએ યોગ્ય છે. આપના સૂચન બદલ આભાર…
સિક્કા ખિસ્સામાં છે તારી યાદના,
રોજ થોડા-થોડા લઉં છું કામમાં.
બંધ કરતામાં થશે ભેળાં છતાં,
તું તિરાડ જ જો, હું જોઉં બારણાં.
ઝાંઝવા, તડકા, અરીસામાં રહ્યો,
હું મને શોધી શક્યો ન જાતમાં.
આંખ, હૈયું, મન – બધું બારીએ છે,
આ જે ઘરમાં છે, શું હું છું ? ના રે ના…
Awesome…..