એકલવાયું


(ધાર્યું નિશાન…                          …કાચિંડો, મે-૨૦૦૭)

છેલ્લાં
ચાર-પાંચ દિવસથી
મારો
એકનો એક દીકરો
છ-સાત નાનાં-મોટાં સૉફ્ટ ટૉઈઝથી રમ્યા કરે છે.
નાનો હતો
-જ્યારે સૉફ્ટ ટૉઈઝ રમવાની ઉંમર હતી-
ત્યારે કદી એ
સૉફ્ટ ટૉઈઝને હાથ લગાડતો નહોતો.
હવે
એ મોટો થઈ ગયો છે.
રાત્રે સૂતી વખતે
આ બધાં રમકડાંને
પોતાની પથારીમાં
એણે કતારબંધ ગોઠવ્યા-
‘આ બધાં મારા નાનાં ભાઈ-બહેન છે !’
-અને સૂઈ ગયો…

-વિવેક મનહર ટેલર
(૧૨-૦૮-૨૦૦૭)

44 thoughts on “એકલવાયું

  1. અને કદાચ આ સત્ય જ છે. એક સંતાન હોય, અને ફ્લેટનાં બંધ વાતાવરણમાં ઉછરતાં સંતાનો આવું ન અનુભવે તો જ નવાઇ..

    સરસ રજુઆત.

  2. મને દર વખતે મળે જ છે; છતાં અહીં લખી રાખું..મારી ઈ–મેઈલ આઈડી છેઃ uttamgajjar@hotmail.com મને મોકલતા રહેશો..

    ઉપર, ઍડવોકેટ અજીતભાઈ દેસાઈ સાહેબે લખ્યું છે કે, એમની પાસે ફોન્ટ નથી.. તેથી તમારી કૃતીઓ તેઓ મીત્રોમાં વહેંચી શકતા નથી..એવા બધા મીત્રો મને લખશે તો બધા જ ફોન્ટ તથા તેને વાપરવા અંગેની સુચના અને અન્ય સામગ્રીનું ફોલ્ડર મફત મોકલી આપીશ.. કશુંય ડાઉનલોડ કરવાની આવશ્યકતા જ નહીં ! પછી તમેય આ સ્થળે મારી જેમ જ લખી શકશો..ખાતરી..કંઈ પણ તકલીફ પડ્યે મને લખજો..

    નાની વાત, નાનું નીરીક્ષણ; પણ ચોટદાર ઢબે ઓછા શબ્દોમાં મુકવા બદલ અભીનંદન..સાચો કવી એ જ, જે એકે શબ્દનો ‘બગાડ’ નથી કરતો..અને ભાવકના દીલને સ્પર્શે..

    અને વીવેકભાઈ, સૉફ્ટ ટૉઈઝને બદલે તમારા વહાલસોયા દીકરાની એકલતા, સાચા અર્થમાં તમે મીટાવી શકો તેવી શુભેચ્છાઓ..ઉત્તમ અને મધુ..સુરત..

  3. મને લાગે છે, આ એકલતા મૈત્રી કે મા-બાપની ગેરહાજરી કરતાંય ઘણી મોટી અપેક્ષાને ઝંખે છે ! જુઓ, સર્જકના શબ્દો : એકનો એક દીકરો / સાત વરસનો / નાનો હતો ત્યારે નહોતો રમતો વગેરે…!!

    આમાં જ સુચન છે કે ખરેખર હવે પછી કોઈએ આવવું રહ્યું !!

    બાળક પણ મોટાંઓને કેવું કહી જાય છે !! ( મોટાંઓ સર્જકજીવ હોય તો બેવડું દુ:ખ !)

    જો કે આમાં બે પ્રક્રીયાઓ વચ્ચે સાંધો દેખાય છે. “રમ્યાં કરે છે” અને “હાથ લગાડતો નહોતો” એ શબ્દો બતાવે છે કે આ એની કાયમી પ્રક્રીયા છે. જ્યારે કાવ્યનો અંત તત્કાલની એક પરિસ્થિતિ બતાવે છે. અહીં કાવ્યને એક જ શબ્દ પ્રયોગથી સાંધી શકાય : “એ હવે મોટો થઈ ગયો છે”
    પછી તરત જ આ શબ્દો ઉમેરી શકાય :(જુઓને આજે)
    જુઓને, આજે રાતે
    સુતી વખતે…..
    આથી કાલભેદ સ્પષ્ટ થઈ જાય છે. આટલી નાજુક સંવેદનાને ઉપસાવવા બદલ અભિનંદન !!

  4. THE FEELING BEING ALONE AND LONLY IS PAINFUL,
    LIKE A SON IN THIS POEM PLAYING WITH STUFF TOYS AND CALLING THEM BROTHER AND SISTER…..IT IS KNOWN AS REGRESSION.
    CREATING PSUDO FAMILY IS SEEN WHEN ONE MISS THEIR OWN.
    EITHER NOT HAVE IT OR AWAY FROM HOME.
    WHEN,
    THE MIND”S MANIFESTATION-THE FELLING OF LONINESS,WE SEE THE BEHAVIOR LIKE YHIS IN THE POEM.

    GOOD POEM.

  5. “જુઓને આજે”ને કૌંસમાં મુકાવાને બદલે ભુલથી આ પીળા રંગનું ભુલથી આવી ગયું છે. સુધારી લેવા વિનંતી.

  6. ના
    ગઝ્લો જેટલુ વેધક અને ચોટદાર નહીં
    સમયનાં અભાવે સર્જન ના થાય તે શક્ય ચ છે

    પણ અછંદસ એટલુ બોલકુ નથી જેટલી તમારી ગઝલો છે.

  7. ખુલ્લી આંખો, મુક્ત મન, અને કવિ હૃદયે ઝીલેલું સ્પંદન
    સાચે જે એક સજીવ કાવ્ય તરીકે ઉતરી આવ્યું છે.

    ગઝલ સિવાયના સ્વરૂપમાં સશક્ત રીતે વિહરવા માટે અભિનંદન.

  8. વિચારતા કરી મૂકે એવી વાત કરી વિવેકભાઈ! નાનકડા બાળકની એક નાનકડી અપેક્ષાને સુંદરતાથી શબ્દોમાં મૂકી છે.

  9. સુંદર અવલોકન… મારો વિશાલ પણ આજકાલ સ્વયમ્ નાં જેવું જ કરીને હિંટ્સ આપ્યે રાખે છે… એટલે No comments, Vivek… 😀

  10. એકલાં જ આવ્યાં, એકલા જ જવાનાં,
    સાથી વિના, સંગી વિના, એકલા જવાનાં………

    હા, લાખ કહો પણ, આપણે તેમનું બાળપણ
    છીનવી લીધું, એ નક્કી……

    પણ જે જિંદગી મળશે એ પણ ઉત્કૃષ્ટ જ………

    nice, appropriate theme for contemporary life style

  11. Good poem. A keen observation of child’s mental world and nice poetic presentation. I remember your earliar poem ‘divaal’ where also you have used your child’s expression.

  12. બાળ-માનસના આયામો કેટલાં માબાપ સમજી શકે છે?

    એક સંવેદનશીલ સર્જક હૃદય જ આટલી સહજ રીતે સાદીસીધી કૃતિમાં તે પ્રતિબિંબિત કરી શકે. સરસ! …. હરીશ દવે અમદાવાદ

  13. ખુબ જ સુંદર અને ઝીણવટ ભર્યુ અવલોકન કાવ્ય્મા પણ અને છબીમા પણ,
    ખુબ ખુબ અભિનંદન.

  14. rajuat sari chhe, kadach karunta pan raheli chhe.
    sachi umare umar na jivi sakya to rahi rahi ne pan te jivi levani ichchha rahe chhe, jivan ma bachpan mahatvano hoi chhe, tene yaad kari kadach aykhu aakhu vitavi sakay tetlo.
    ane aetlej ek novel ma vachhyu chhe tem,

    “balpan be vyakti ne najik lav va ma mahatva no pul bani jay chhe. ”

    hraday sparshi,
    thanx

  15. હ્રદય સ્પર્શી રચના..! સંતાનની વાત આટલી સરસ રીતે સમજીને એટલી જ સુંદરતાથી રજુ કરનારા પીતાને સલામ. દીકરાની તકલીફનો અંત ક્યારે..?!

  16. થોડી અંગત વાત કરું તો -અગિયાર વર્ષથી અહીં અમેરિકામાં અમે ખાસ તો અમારા પૌત્રોને ઉછેરવા આવ્યા.તેમની સાથે ક્યાં સમય નીકળી જાય છે તે ખબર પણ પડતી નથી.શરૂઆતમાં તો હુ તેમને સાથે સુવાડતી પણ મને સમજાવી તેમને તેમના ઓરડામાં સુવાડવાનૂં નક્કી થયું .ત્યારે વિવેકે વર્ણવ્યો છે તેવો ઝુરાપો બન્ને પક્ષે રહ્યો!મને હજુ સમજાતું નથી કે અમે તેઓને “લાડઘેલા” કેવી રીતે બનાવશું?વિવેકનો ઈ-મેલ પ્રતિભાવ આપવા આવ્યો અને
    જે તાજી,આછદસ,છતાં હ્રુદય સ્પર્શી મારી જ વાત વાંચી અને આ લખાયું.
    સાથે ચિત્રો સારા લાગે છે… એનીમેટેડ ચિત્ર રાખો તો કેમ?

  17. એનીમેટેડ ચિત્રો?

    ના…ના… હું ચિતારો તો ખરો, પણ શબ્દોનો… કલમ લઈને હું શબ્દનું શિલ્પ કંડારી શકું, પણ પીંછી લઈને ચિત્ર ન દોરી શકું. એ કામ માટે તો મારો કેમેરો જ સારો…

  18. This is good observation but not impresiv. i have received this first mail from you so, i am very happy and hope that i will receive a good peom or gazal very soon from you.

    I am realy very happy for your best try to put up the Gujarati peom/Gazal on website. keep it up. you will be get success.

    Best wishes to you,

    Regards,
    Bhavesh Joshi

  19. જનકભાઈ,
    યુનીકોડમાં લખાયેલું ન વંચાતું હોય તો view મેનુ ખોલી Encoding નો unicode(UTF-8) ઑપ્શન સીલેક્ટ કરો..મોટેભાગે તમારી સમસ્યા દુર શઈ જશે.
    If you cant read the text , select
    View—>Encoding—>Unicode(UTF- 8)

  20. Dear Vivek Bhai,

    I would request you if you can extend my above posted (comment no. 4) four lines “Shabdo nathi jadta…..”.

    Many thanks in advance.
    Raj

  21. khub j marmasparshi kavita chhe..adhunik jivan ni aa den chhe..
    sanvedanaone sachvata manse shikhavun j padashe….

  22. હુ ફરીથી રાજ ના શબ્દો વડે કહીશ કે…….. મને …” Shabdo nathi jadta….”

    આ કાવ્ય ને… વધાવવા……..

  23. મારા ભાઈના દિકરા જેવી હાલત ………………………..
    નથી તેને કાંઈ કહેવાતું …………….. તો પછી ………

  24. As I follow you since long and I know based on your past pictures you and your wife taken very special care of kid with being parents as well brother sister to him….. personally I belive that raising single child well like you do is better than having more kids….. there is equal number of similar issues in number too
    I am wring this based on father of single child and broght up as first kid among two of my parents….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *