પણ એ તો…

Saaras Beladi
(સારસ બેલડી…                              ….ઉભરાટ-સુરત રોડ, ૨૨-૦૩-૨૦૦૯)
.                             (Sarus Crane ~ Grus antigone)

*

હવાના બે ઝોકાં
સામસામેથી આવે
અને એકબીજામાં ભળી જાય
કે
બે ઝરણાં
અલગ અલગ દિશાથી આવે
અને ભેળાં થઈ જાય
ત્યારે
કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય
એવી રીતે રહેવાનું નક્કી કરીને
આપણે
પહેલા ચુંબનમાં
એકસાથે ઓગળ્યા હતા
પછી શી રીતે
એક જણ હવા
ને બીજું જણ ઝરણું બનીને રહી ગયું
કે

.  ત
.     ત
સાથે ને સાથે વહેવા છતાં
હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
ક્યારેક
પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
તો ક્યારેક
મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
પણ
એ તો એક પળ માટે જ !

-વિવેક મનહર ટેલર
(૦૬-૦૩-૨૦૦૯)

59 thoughts on “પણ એ તો…

  1. સાથે ને સાથે વહેવા છતાં
    હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?

    વાહ ……..બહુ જ સરસ્………

  2. પરપોતો બનિ ને પાનિ મા દુબકિ મારિ લે ———
    મોજુ બનિને હવા મા ઉ———–

    વાહ

  3. શ્રી વિવેકભાઇ,


    . ત
    . ત
    સાથે ને સાથે વહેવા છતાં
    હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?

    ખરેખર તો આવું આ સંસારરૂપી ઝરણાંમાં પણ આવું જ કંઇ જોવા મળે છે….
    સરસ રચના બનાવી છે.

    લી.પ્રફુલ ઠાર

  4. જો બંને ઝરણા હોય તો સાથે ઝરી શકે અને જો બેઉ હવાના ઝોકા હોય તો સાથે વહી શકે અને તો તો વળી હું ને તું પણ ક્યાં? બસ કાં તો એક વિશાળ ઝરણું અને કાં તો હવાની મીઠી લહર પણ જ્યાં એક ઝરણું અને એક હવા ત્યાં તો મળવું અને જુદા થવું. સાથે રહેવું પણ સાથે ઝરી ન શકાય. સાથે રહેવું પણ સાથે વહી ન શકાય. હા ક્યારેક મળાય અને ફરી પાછા પોતપોતાની મોજમાં. જો કાયમી મીલન જોઈએ તો કાં તો એકે હવાપણું ગુમાવવું પડે અથવા તો એકે ઝરણાનો અહંભાવ. છે આ તૈયારી? – તો સદાય નો સાથ જ છે.

  5. જય શ્રીકૃષ્ણ વિવેકભાઈ,

    સુંદર રચના,

    બે ઝરણાં
    અલગ અલગ દિશાથી આવે
    અને ભેળાં થઈ જાય
    ત્યારે
    કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય

    આદભૂત સંગમ સાથે જીવનમાં સર્જાતી ઘટના…

  6. સાથે ને સાથે વહેવા છતાં
    હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
    ક્યારેક
    પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
    પણ
    એ તો એક પળ માટે જ !

    સરસ રચના

  7. ખરેખર સુન્દર અવલોકન છે તમારું. ઘણા બધા ની જીંદગી માં આવું બનતું હોય છે. એક સાથે રહેવા છતાં સતત અલગતા નો અનુભવ થતો રહે છે. હ્રદય ને સ્પર્શી જાય તેવી પન્ક્તિઓ છે. અભિનન્દન્!!!

    બીજી એક વાત કેહવાની કે ઝવેર્ચન્દ મેઘાણી ની કવીતાઓ ને સંગીત બદ્ધ કરી હોય તેવું જો આપની જાણમાં હોય તો મહેરબાની કરી મારા ઈ મેઇલ પર જાણ કરવા આપને અને અન્ય મિત્રો વિનન્તિ છે.

  8. જિન્દગિનિ વાસ્તવિકતા સરસ રિતે રજુ કરિ
    અભિનન્દન

  9. સાથે ને સાથે રહેવા છતા એક બિજા થી અજાણ્યા હોઇયે છિયે,
    વાસ્તવીક્તા ને સરસ રિતે કહેવાણી છે.
    સરસ..

  10. તમે કવિતાના મોટા વર્તુળ્માઁ પહોઁચેી ગયા ચ્હો-આ કવિતા દ્વારા.

  11. પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું

    બહુ મજાની વાત.

  12. હવા અને ઝરણુ એ બે ક્યારેક મળી લેતા હોય છે પોતાપણું કોરણે મુંકીને…
    કદાચ એ કારણે હેતભાવ વધુ અનુભવતો હશે.જો સતત પોતાપણું અળગું મુકી
    જીવાય તો ન હવા હવા રહે અને ન ઝરણું ઝરણું રહે..
    ખરી મઝા અલગતામાં એકતાની છે, મારા મતે…
    ફાંકડો વિચાર લઈને આ કવિતા આવી છે.સ્વાગત છે…

  13. Vivekbhai,

    This is brilliant as usual – absolute paradox of life – keep it up – the equivalent figure of speech in Gujarati – could not remember it – anybody who can help me? I thought I knew it but alas could not remember it.

    Take care

    Ketan Dave
    Germantown,MD

  14. જીવન હો વસંત તો ય સદાય ટહુકા વિનાના કેમ આપણે
    સાથે રહીએ તો ય સદાય સંગ વિનાના કેમ આપણે

    ક્યારેક કોઈ પરપોટો બની જાય તો કોઈ મોજું અને એ પણ ક્ષણાર્ધ માટે..
    પણ અફ્સોસ.. એ ક્ષણે મેળવેલા પ્રેમ પર અહમ હાવી થઈ જાય છે.. અને પ્રેમ ત્યાંથી પગલું હટી જાય છે… ખરે જ અફસોસ..

  15. પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
    પણ
    એ તો એક પળ માટે જ !

    ખૂબ સરસ….

    – આવી નિરંતર પળ સદેવ મળે ……!!

  16. બહુ સરસ …..

    સાથે ને સાથે વહેવા છતાં
    હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?

    excellent …

  17. પાસ પાસ તોયે કેટલા જોજન દુર નો આપણો સાથ
    જેમ કે ગગન સાવ અડો અડ તોયે છેટાનો ભાસ….
    just like that….
    Exellant rachana with the fact of life.

  18. sir I tell u, this is d most beautiful creation of yours ……. bitter truth of life………
    alwayz together but alwayz apart………… Spice of life…….
    I must tell u….. “U ROCK” Buddy…….. Keep it up!!

  19. Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા

  20. માણસ જો પોતાનુ હું પણુ ભુલી જાય તો કવિતાનો અંત ખોટો પડે. પણ વાસ્તવમાં એવુ બનતુ નથી. કવિએ ખુબજ સરસ રીતે જિંદગીની વાસ્તવિક્તાને રજુ કરી છે.

  21. પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
    પણ
    એ તો એ ક પ ળ માટે જ
    તે સારું છે
    બાકી આદર્શ રીતે એકબીજામા સતત ઓગળવાનો પ્રયાસ કરનારને એવી તો નજર લાગે કે સદાના વિખુટા ….
    યાદ આવી
    કોઇ પાસેથી ગયાનું યાદ છે
    ને સજળ આંખો થયાનું યાદ છે

    અવસરોના તોરણોને શું કરું
    મંડપો સળગી ગયાનું યાદ છે

    તું ય તારું નામ બદલીને આવજે
    હું મને ભૂલી ગયાનું યાદ છે

    આંસુઓ મારા હશે નક્કી જલદ
    પાલવો સળગી ગયાનું યાદ છે

  22. વિવેકભઇ,

    પાસ પાસે તોયે કેટલાં જોજન દૃરનો આપણો વાસ, જેમકે ગગન સાવ અડોઅડ તોય છેટાંનો ભાસ
    -માધવ રામાનુજ ની યાદ આવી ગઇ!
    સ-રસ રચના!

  23. વિવેકભાઈ એકવાર લખાયું હતુ…
    તારાં સાનિધ્યનીં એક ક્ષણ પણ પળભર મળે જો પ્રિયતમ ! તો તેમાં જ ડુબી જાઊં…આ જગત આખ્ખાનું સામ્રાજ્ય બાપુ ! તારે જેને આપવું હોય તેને આપ !
    અહિં લખાયું છે…
    પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
    પણ
    એ તો એક પળ માટે જ !
    વિરહનીં વેદના ઈશ્વરને નહિં થતી હોય ?
    અદભુદ રચના…ખુબ ખુબ અભિનંદન !

  24. yes it is truely applicable to many of us lives. Liked the picture very much as it’s a perfect fit for the poem.

  25. પ્રેમ અને પોતાપણાની તો એક પળ પણ અનેક જન્મો સમાન છે.
    એ માટેય નસીબ જોઇયે.. એક બહુજ જુની રચના..
    …………………………….
    મને એક ફરીયાદ હતી
    કેમ્ હુ બહુ દુર છુ તમારાથી?
    જાણે કીનારા બે સામસામે
    વાત કઈક એમ હતી
    વહેતુ હતુ કઈક વચ્ચે
    કહોને બે કિનારા વચ્ચે બે મિશ્ર તરસ
    મારી અને તમારી તરસ
    શ્વાસ પણ અને અવ્યક્ત લાગણીનો ઘુઘવાટ પણ
    બસ એક જ આસ,
    કેમ કરીને નજીક જઈએ..

    એક મુર્ખતા કરી,
    બાંધી શકાતા સેતુની કલ્પના છોડીને
    વહેતી તરસને ઉલેચતા
    પાસ, પાસ અને વધુ પાસ..
    લો હવે તો સ્થુળ સ્પર્શમા ઓગળી ગયા,
    શુ થયુ!!
    બે કીનારા એક થઈ ગયા,
    વચ્ચે વહેવા કશુ નથી બચ્યુ
    ઘુઘવાટ બંધ અને શ્વાસ પણ બંધ,
    તમારી ને મારી તરસ સુકાઈ ગઈ
    વિસ્મરણનુ ઉનુ રણ કહે વાર્તા,
    એક ‘હતા’ બે કીનારા !!!
    ….
    ને હવે પણએક ફરીયાદ છે
    વહેતી તરસ મા વહી કેમ ના ગયા?

  26. Dear Vivekbhai,

    Thank you for your mail. I have already received your post because of i am subscriber of your blog and i am always waiting for your new poem. very often i submit my comments on your blog. one thing i would like to tell you that when ever i received your mail personally i feel really very happy. i like the photographs of saras crane and i saved it on my desktop. Here in my office premises i very often send your poem( which i like most) to my friends and colleague as it.

    Thanks to you,

    Warm regards,
    Bhavesh Joshi

  27. સુંદર રચના. હવે એકબીજામાં ઓગળાતું જ નથી … સહજીવનની કરુણતા દર્શાવે છે. ભલે સ્વતંત્ર અસ્તિત્વ રહે પણ કમ સે કમ ઓગળવાની ઘટના અટકવી ન જોઈએ. એ તો પાયો છે, એના વિના ઇમારત ન બને.
    નદી અને સમુદ્રનું મિલન થાય છે ત્યારે નદી દરિયામાં સમાઈ ગઈ હોય એવું લાગે છે. પણ ખરું જોતાં તો બંને પોતપોતાની રીતે પોતાની ઓળખ જાળવી રાખે છે. એકમેકમાં મળ્યાં અને ભળ્યાં છતાં પોતપોતાની અલગ પહેચાન અને સ્વતંત્રતા જાળવી રાખવામાં જ સહજીવનનો ખરો મર્મ રહેલો છે.
    મને યાદ આવે છે – મારું ગમતું વાક્ય –
    પ્રેમ એટલે એકમેકની સામે જોવું તે નહીં પણ બંને મળી એક દિશા તરફ જોવું તે.
    “Love does not mean looking at each other but looking together in same direction.”
    આશા રાખીએ સહુનું સહજીવનનું અભિસરણ એવું સુસંગત બને, સાથે રહેવાની ઘટનાને અર્થસભર બનાવે.

  28. kehvu pade sir, tamari kalpanane ……..
    Jivan ni sachhai ketli saralta thi vanvi chhe……
    heads off sir…………..

  29. સાથે ને સાથે રહેવા છતા આપણે એક્બીજાને ઓળખી શક્તા નથીની અભિવ્યક્તિ ખુબ અસરકારક રીતે રજુ કરી અભિનદન ડો.વિવેકભાઈ, સારસ બેલડીનો ફોટોગ્રાફ પણ ઘણુ બધુ કહી જાય છે, ખુબ સરસ રચના……..

  30. બે ઝરણાં
    અલગ અલગ દિશાથી આવે
    અને ભેળાં થઈ જાય
    ત્યારે
    કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય

    ખુબ સરસ ગઝલ

    પણ એ તો

  31. બે ઝરણાં
    અલગ અલગ દિશાથી આવે
    અને ભેળાં થઈ જાય
    ત્યારે
    કોણ કયું એ નક્કી કરવું અશક્ય બની જાય

    ખુબ સરસ ગઝલ

  32. કવિતા તો સુંદર, સ-રસ છે જ પણ સોનામા સુગંધ છે આટલા રોચક પ્રતિભાવ.

    બહુ આનંદ થાય થયો.

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમ્વલા

  33. શુ લખુ..બધુ જ તમારી કવિતા કહે છે..ખુબ સુન્દર અભિવ્યક્તિ..!

  34. સરળ છતાં સુન્દર રચના.હરપળ સાથે હોવા છતાં એકબીજામાં ઓગળાતું નથી એ તો એક પ્રશ્ન છે એ તો જીવનની વાસ્તવિકતા છે.

  35. ખૂબ સરસ.
    કદાચ સંબંધોની આ જ તો કરૂણતા છે.
    પ્રેમ જ્યારે સંબંધ બને છે ત્યારે આવુ બધુ બનતું જ હોય છે
    પણ તેની આવી સરસ અભિવ્યક્તિ વાંચવાનો મોકો તો ભાગ્યે જ મળે
    વિવેકની રચનામાં કલાત્મકતાના દર્શન થયા………

  36. વિવેકભાઈ,

    ખુબ સરસ.

    અભિનન્દન્.

    દિલીપ ચેવલી.

  37. એક તરફ કોણ કયું તે નક્કી કરવું અશક્ય બને એ હદે ભળી જવાની તમન્ના,અને બીજી તરફ
    એકમેકમાં ન ઓગળી શકાયાના વાસ્તવનો અહેસાસ.
    આવું કેમ બન્યું એ પ્રશ્ન તટસ્થ વિચાર પ્રેરે.
    પણ પછી કાવ્યાંતે કયારેક એકાદ પળ માટે જ પરપોટા કે મોજાં રૂપે સ્પર્શી રહેવાની વાત
    દેખીતા આશ્વાસન રૂપે એવી રીતે આવી છે કે એની પાછળ ડોકાતી વેદનાના ઘેરા રંગનો લસરકો આખા
    કાવ્ય પર ફરી વળે છે.
    કલ્પન,વિચાર અને સંવેદન બહુ સરસ રીતે વણાઈ ગયા લાગ્યા.યાદ રહી જાય એવું એક સુંદર કાવ્ય.
    ઘણી બધી જીવંત કૉમેન્ટ્સ છે તે વાંચવાની મજા પડી.ફોટો પણ સરસ છે.અભિનંદન.

  38. સાથે ને સાથે વહેવા છતાં
    હવે એકબીજામાં ઓગળાતું જ નથી ?
    ક્યારેક
    પરપોટો બનીને પાણીમાં ડૂબકી મારી લે છે હવા
    તો ક્યારેક
    મોજું બનીને હવામાં ઊછળી પણ લે છે ઝરણું
    પણ
    એ તો એક પળ માટે જ !

    સરસ રચના

  39. નમસ્કાર ડૉક્ટર સાહેબ
    ખરેખર જીવનની વાસ્તવિક્તાની પ્રતિતિ કરાવી !
    ખુબખુબ ધન્યવાદ…..
    મનિષ

  40. સ્થૂળ રૂપે હોય ભલે અલગતા ;
    સુક્ષ્મ રૂપે જરૂરી છે .એકતા

  41. અનુસંધાન…હજી પણ મીણબત્તીની જેમ એક્મેકમાં ઓગળી શકાય
    પણ પેલી આગ ક્યાંથી લાવવી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *