(An apple a day… …Chennai, September-04)
*
મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રૂસણું તું જૂઠું.
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં ?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઉઠાડવા માટે તું મથશે, હું નહીં ઊઠું.
– વિવેક મનહર ટેલર
સરાણ=ધાર કાઢવાનું યંત્ર.
પર્ણાય આ ઠૂંઠું – આકર્ષક અભિવ્યક્તિ.
{સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.}—- ક્યા બાત હૈ?
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
મને અંગત રીતે વાંચવામાં -માટે– આગળ સહેજ ખટકો લાગ્યો…પણ સંવેદન એટલું ધારદાર છે કે .. પઠનના કાકુમાં એને સકેલાથી નરમ (લઘુ) કરી શકાય.
આમ તો પોતિકી વાત એ પોતિકી…છતાં આવું કૈંક થઈ શકે ખરું?
(મને ઊઠાડવાને કાજ મથશે તું, નહીં ઊઠું.)
(ઘણું મથશે મને ઊઠાડવાને તું, નહીં ઊઠું.)
“kadi koi mausam ma nahi parnai aa thuthu”
Not able to get this line…plz explain.
Poem shows emotional blackmail but in very innocent way.I liked it.
દિવાલો ફાડીને પીપળો ઊગી શકે છે !
બિલકુલ સાચી વાત કરી ડૉ.સાહેબ !
(સપન બેઠો લાગે છે હોં !)
ક્ષમા ! સપન નહીં……સ્વપન !
વિવેક,
શબ્દ જ નહી પણ મૌન પણ ચૂપ છે તને વાંચીને..
……….
મીના
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
– શબ્દ-શ્વાસ શ્રેણીનો એક વધારે સુંદર શેર !
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
i like this one most
મિત્રોની અંગત વાતોનો પોતીકો જવાબ:
પ્રિય પંચમ,
ગઝલને આટલી ચીવટાઈથી વાંચવા બદલ આભાર… આ લાગણી આપની ગઝલ માટેની સતર્કતા અને સમર્પણ દર્શાવે છે.
લગાગાગા / લગાગાગા / લગાગાગા / લગાગાગા
મને ઊઠા / ડવાને મા / ટે મથશે તું/ નહીં ઊઠું.
મક્તાના શેરમાં ‘માટે’ આગળ થોડો થડકો જરૂર લાગે છે, પણ છંદ તૂટતો નથી… મેં “ઊઠાડવા” શબ્દને “ગાગાલગા”ના યથાવત બંધારણમાં જ લીધો છે. છતાં રઈશભાઈનું માર્ગદર્શન જરૂરથી લઈશ…
પ્રિય સનાજી,
સામાન્યરીતે ઠૂંઠું એટલે મરી ગયેલું વૃક્ષ…પણ આશા અમર છે… જો નિર્જીવ દિવાલ ચીરીને પીપળો ઊગી શક્તો હોય તો મારા સૂકા લાકડા પર શું કદી કોઈ પર્ણ નહીં આવે?
પ્રિય મનવંતભાઈ,
સફરજનની ઉપર જે છોકરો બેઠો છે, એ “સ્વયમ” છે, સ્વપન નહીં… મારું હૃદય!
અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
Excellant …
વિવેક્ભાઈ,
ખુબ સુંદર ગઝલ અને અતિસુંદર અભિવ્યક્તિ.
દિવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !
** ** ** ** **
યાદનો કો’ પીપળો ઊગ્યો દિવાલે,
ફૂટી કુંપળ આજે “ચેતન”નાં હ્રદયમાં.
&&&&&&&&&&&&&&&&&&&&&&&&&
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
** ** ** ** ** ** **
આટલી લાંબી થઈ છે ઊંઘ આજે!
જીંદગી “ચેતન” , વિતી ઊજાગરામાં!
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા.
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઊઠાડવાને માટે મથશે તું, નહીં ઊઠું.
If I keep this in mind for more then 2 mins.. Surely I will start crying anytime..
Your words has excellent power..!!
ઓ…..ડૉ.સાહેબ 1
હવે સુધારી લઊં…….સ્વયમ……
આપણું હૃદય……….SWAYAM….
ક્ષમાયાચના…………………
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર…
VIV, u r getting really sharper…
First of All Nice Sculpture Photography!!
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
Over Rough Cover of Human Being soft kinda memories are living in soul ..Awsome expression!!
દિવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું? !
Hope Forever…..Philosophy of Life !!
I think so its a Gazal of the Month..
Thanks Vivekbhai..
It is very noteworthy……
I am very charmed to read your poem……
Good excellent colections
DEAR VIVEK,
I READ YOUR GAZAL.
YOU ARE AN ARTIST.
YOUR WORDS ARE DUE TO YOUR “NADA.”
I WOULD LIKE TO KNOW,
WHO WILL PUT YOU BACK WITH US?
HOPE,YOU BLOGGER WILL KEEP US BUSY ON THE INTERNET.
KEEP UP YOUR GOOD WORK.
Khub Saro Sabd Sangra Chhe…..
vaah vinay bhai mane tamari kavitao gami lage che ke tame khubaj undan purvak vicharine kavitao lakhi che.thank you tamaro ek navoj mitra (friend)rajiv
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠું.
……………………………………………….
શ્વાસની સરાણ, ધાર કઠાયેલા શબ્દો અને માટે જ મરણતોલ ચોટ કરી જતા કાવ્યો… કતલખાનુ ચલાવો ને સૌથી વધુ ઘરાકી રહે તે તો આ જ…….
કતલખાનું…!!! વાહ.. વાહ… વાહ… આભાર, ભાવનાબેન !
hey doc! great ! my gujarati is not that much good still this one is for u.
“CHHU JAWANI NO HU SAATHI PREAM N PAN MITRA CHHU
MEET MAANDI NE ROOP PAN JOYA KARE E CHITRA CHHU
E HASHE KISMAT NI LEELA K PACHHI MRI J KALA
MENKA NE PAN NACHAVE E VISHVAMITR CHHU”
I HAD READ THIS ONE SOME WHERE, I THINK YR ALL GAZALS R JUST LIKE THIS.
વાહ્…
આ તો મસ્ત મજાની ગઝલ !!
ભૂલી પણ જવાયેલી ?
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
ઉઘાડો તો ખબર પડશે છે પાનાં યાદનાં કેવાં ?
ઉપર તો માત્ર દેખાશે સદા બરછટ, કઠણ પૂંઠું.
દીવાલો ફાડીને જો પીપળો ઊગી શકે છે તો
કદી શું કોઈ મોસમમાં નહીં પર્ણાય આ ઠૂંઠું ? !..awesome….
actually wwwaaahhh for whole ghazal:):):)
..અને એકાદ દિવસે ઊંઘ થોડી લાં…બી થઈ જાશે,
મને ઉઠાડવા માટે તું મથશે, હું નહીં ઊઠુ.
touchy !!!!!
awesome 1 !
‘પર્ણાય’ – પર્ણ નુ નામધાતુ મનનિય…અમને પણ ગમી જ.
આભાર !
ખૂબ સુંદર ગઝલ. એકે એક શેર હ્રદયસ્પર્શી છે. અભિનંદન.
સીધી હ્રદય માં ઉતરી ગઈ
ધારદાર ગઝલ..
અને એકાદ દિવસે ઉઘ થોડી લા…બી……વાહ વિવેક્ભાઈ..
આભાર, દોસ્તો…
મનાવી ના શકે તું એ રીતે ક્યારેય નહિ રૂઠું,
છતાં માનું નહીં તો માનજે એ રૂસણું તું જૂઠું.
સરાણે શ્વાસની કાયમ અમે શબ્દોની કાઢી ધાર,
ફકત એ કારણે કે કાવ્ય કોઈ ના રહે બૂઠુ.
waah..maja padi
ડો. સા’બ ! એકોએક શે’ર ખુબ સરસ થયા છે.
આખી ગઝલ કમ્મ્માલ બની છે. અભિનંદન.