ક્યારેક આ રીતે પણ પ્રસિદ્ધિ મળી જાય છે…

(આખરી પાનાંનો અહેવાલ… …સંદેશ:18-09-2006)

ક્યારેક આ રીતે પણ અખબારની અડફેટે ચડી જવાય છે. પૂર પછી સુરતમાં કયો રોગચાળો ફેલાયો એ કદાચ ખુરશીને જ સર્વસ્વ સમજતા સત્તાધીશો કદી શોધાવા નહીં દે, પણ ઘણા બધા દર્દીઓ અકારણ આકસ્મિક મૃત્યુને ભેટ્યા છે એ પણ નકારી ન શકાય એવી હકીકત છે. સર્જનને ત્યાં દાખલ થયેલા એક દર્દીની સારવારમાં વચ્ચેથી જોડાયા પછી એ દર્દીની હાલત કથળતાં બીજી હૉસ્પિટલમાં ખસેડતીવેળાએ સારવારનો સઘળો બોજ મારા ખભા પર મૂકાઈ ગયો અને શહેરના અલગ-અલગ ક્ષેત્રના નામાંકિત તબીબોની નિગરાની હોવા છતાં ફક્ત 32 વર્ષની છોકરીએ અજાણ્યા તાવના કારણે DIC (Disseminated Intravascular Coagulation) થઈ જવાથી માત્ર ચોવીસ કલાકમાં જ દેહ છોડ્યો… કારણ શોધવાની તો કોઈને તમા નથી, પણ અકારણ બધા જ સ્થાનિક અખબારોમાં પ્રસિદ્ધિ મળી ગઈ…

ઘણા વર્ષો પહેલાં પ્લેગ ફાટી નીકળ્યો હતો એ વખતે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના પ્રતિનિધિએ સીવીલ હૉસ્પિટલમાં રસ્તામાં આંતરી લીધો હતો ત્યારે પણ આવી જ રીતે ટાઈમ્સના પહેલા પાનાં પર ચમકવાનો મોકો મળ્યો હતો એ વાત યાદ આવી ગઈ…

(Please click twice on the photograph to see enlarged view)

4 thoughts on “ક્યારેક આ રીતે પણ પ્રસિદ્ધિ મળી જાય છે…

  1. વિવેકભાઈ

    આપની ટ્રાન્સ્પેરન્સી માટે અહોભાવ થાય છે..આમાં આપના માટે તો બે દુઃખ ભેગા થયાં…
    ૧. ડોક્ટર તરીકેનો પ્રોફેશનલ અફસોસ અને
    ૨. કવિ હ્રદયનો એક તીવ્ર આઘાત

    કદાચ માત્ર ડોક્ટર જ હોત તો આ પ્રસિધ્ધી ના પામ્યા હોત!
    પણ એક કવિ-ડોક્ટર ..દર્દી સાથે છેવટ રહે…અને છાપે ચડે પણ સ્વાભાવીક જ છે.

    આ બધાની વચ્ચે પણ તમારું તાટસ્થ્ય ઉદાહરણ રૂપ છે.

  2. Vivekbhai,

    Can you do something about such situation? Can you try to convince government to initiate a compulsory procedure to follow in certain cases like this? E.g. some basic tests must be done to the patient. I think, some routines enforced by law should be very helpful for the betterment of the society.

    Thank you for sharing a shocking incident with us all.

    Regards,
    Chirag
    http://swaranjali.wordpress.com

  3. Vivek,

    I read this news on your blog and certainly it seems that in the post flood time there were certain cases of unknown most likely viral hemorrhagic fever. I hope in this particular case the serum must have been sent for detailed viral assay.

    During my residency in USA, I encountered a young male with splenectomy who within a short span of 3 hours turned completely hemorrhagic in front of my eyes and expired, He was just 25. We all thought it could be Meningococcemia and took appropriate prophylaxis, but blood culture which was meticulously taken was negative and subsequent viral assay were negative, so the cause is still unknown. But such a rapid course was really worrisome.

    There are lots of things that human has not understood yet and never will.

    Siddharth Shah
    http://drsiddharth.blogspot.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *