સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !


(પાયકારા ધોધ…                                             …સપ્ટેમ્બર-05)

*

સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
ઉઘાડી મુઠ્ઠી ખોબો હાથનો કરવો પડે, યારો !

યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !

દુઃખોના જિસ્મ પરથી ચામડી જ્યારે ઉખેડી છે,
દિલે આશા, મગજમાં યાદ વસતી જોઈ મેં, યારો !

મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
કરી છે પડઘા સાથે મિત્રતા એવી અમે, યારો !

થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !

– વિવેક મનહર ટેલર

24 thoughts on “સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !

  1. મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

    Nicely said !

    D.

  2. જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
    મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

    મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

    થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
    પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

    Liked this sher’s very much….
    Nice gazal!

  3. મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

    મિત્ર વિવેક,

    બહુ જ સરસ. કહું છુ તો લાગે છે કે કંઇ કહ્યુ જ નથી મેં.

    મીના

  4. અદ્ ભૂત ગઝલ . કયો શેર વધારે ગમ્યો એ કહેવું ઘ્ણું જ મુશ્કેલ છે!
    તારી કલમમાં તાકાત છે વિવેક! થોડીક અમ્ને પણ આપને આવી અભિવ્યક્તિ કરી શકવા માટે!

    “પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
    ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !”

    ગઝલ માટે પણ સાચું છે અને જીવન માટે પણ.

  5. સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
    ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

    khub sundar chintan “

  6. વિવેક્ભાઈ,
    સુંદર રચના,
    થોડી પંક્તિઓ રચાઈ તે પ્રસ્તુત છે,
    પક્તિ
    નંબર
    ૫) મૌનનાં યારો હવે પડઘાં પડે છે,
    ને મિત્રોનાં કીધાં સૌ, મુજને નડે છે!

    ૧) પસ્તીનાં છાપા શા, છે સંબંધ સગળા,
    વીતતી હર શ્રણ થકી, એ ઓગળે છે!

    ૨) પામવું હો જો કશું, માથું નમાવો!
    પ્રેમથી યાચો સદા- પત્થર ફળે છે!

    ૩) “સાત પગલાં”; દશ દિશે ભટકે હવે,
    તે છતાં મુજ દામ્પત્ય ઝળહળે છે!

    ૪) ચામડી મનાસૂર થૈ છે, યારો મારી,
    ક્યાં નિરાશા-આશા, કો’ મુજને કળે છે!

    ૬) યાદ એની દિલને બાળે, જે શ્રણે,
    સ્વિચ થાતી ‘ઓન’ ને શબ્દો સરે છે!

    ૭) સૌ નિયમ બાજૂએ મૂકી આવ,’ચેતન’!
    દિલ હજીયે તારા માટે ટળવળે છે!…….

    જય ગુર્જરી,
    ચેતન ફ્રેમવાલા….

  7. જબરદસ્તી કશું હાંસિલ નથી, જળ પામવા માટે
    મૂઠી ખોલીને ખોબો હાથનો કરવો પડે, યારો !

    વાહ , વિવેકભાઇ.

    હવે નવા સંબંધો બાંધવા નથી મારે
    તૂટેલા ધાગાઓ સાંધવા નથી મારે. સુ.દ.

  8. અમારા અચ્છાંદસ મનોપટને ઝંઝોડી નાખતુ આ ઘણુ જ સુંદર કાવ્ય છે. આવી સુંદર અભિવ્યક્તિ સમયની કસોટી પર ચઢેલ અને સિધ્ધહસ્ત કવિ ડો ચીનુ મોદી કહેતા હતા કે ખુલ્લે હાથે સાયકલ તે જ ચલાવી શકે જે સાયકલ ચલાવવામાં નિષ્ણાત હોય બરોબર તેજ વાત ડો વિવેકે કહી
    ” પડે અપનાવવા અંતે, નિયમ હો તંગ તોયે શું ?
    ગઝલ પણ ભોગ્ય કરવા છંદમાં લખવી પડે, યારો !”

    વળી બીજી સરસ વાત કહી કવિએ કે સુખી દાંપત્ય જો જોઇતુ હોય તો સારો સાથી બનવુ પડે સારો સાથી શોધવાનો નથી. જે છે તેમને તેમ જ સ્વિકારી લો તો જ સહજીવન સુંદર બનતુ હોય છે.સપ્તપદીના ફેરા આને જ તો કહેવાય છે.
    “યથાવત્ એને અપનાવો, મથો ના આત્મવત્ કરવા,
    સુખી દામ્પત્યના સાતેય પગલાં આજ છે, યારો !”

    કવિ જ્યારે કવિતા લખતો હોય છે તે લેખીનિ પેલા ફીલ્મીકરણ પામેલ “નવરંગ” ના કવિરાજ જ્યારે જમના તુ હી હૈ મેરી મોહીની કહે છે ત્યારે જ સર્જનની માનસીક હાશ મળે છે તે વાત કહીને ડો. વિવેકે મન ને પ્રસન્નતાથી ભરી દીધુ.

    “થયા સૌ શબ્દ પૂરા એમ જ્યારે જ્યારે લાગ્યું છે,
    પડે દિલ પર ફરી વીજ એક ને કાગળ બળે, યારો !

    ઘણા બધા સુંદર સત્યો એક સાથે આપ્યા વિવેકભાઇ આભાર.
    તમારી આ કૃતિ આપની પરવાનગી સાથે http://www.gujaratisahityasarita.wordpress.com પર મુકુ છુ. આવુ ઉત્તમ સર્જન કરતા રહો તેવી વિનંતી સાથે..

  9. મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘાં સાથે મિત્રતા એવી અમે, યારો !

    Excellent!

  10. dr vivek…hamesha hoon pan kaye comment lakhvanu vicharu chu..pan kevi rite lakhu kaye khabar j nathi padti..atla mota loko nivacche kevu gujarati vaparu joyeye eni mane khabar nathi..kadach hoon ek gujarati thaye ne khotu lakhu to ..
    pan hamesha tamari gazal, kavita and chhand ( aa trane no chokkho farak to mane nathi khabar) vanchu chu.. and dil ne sparshi jay che..koik koi var badhi khabar nathi padti, pan jetli pan pade che..ema tahyela anubhav deklhay che..n for all ur mindblasting gazals..just one word ..excellent..keep the good work continue…rakesh

  11. કરી છે પડઘા સાથે મિત્રતા….
    ખૂબ સરસ.અભિનંદન વિવેકભાઇ.

  12. simply superb…………..

    I like it as, something different from routine,
    and presented with excellence……………

    સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
    ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો

    vivekbhai,
    visari gayela sambandhone khub j
    sundarata, sahajatathi ane mouliktathi
    raju karya chhe

  13. Rakeshbhai,
    chhand, rachana to presentationni vastu chhe
    agatyanu chhe Bhav, Lagani je tamara dilma chhe ane
    tamne sparshi jay chhe te ghanu ghanu chhe.

  14. મને જો મૌન દો તો બોલકું એ પણ બની બેસે,
    કરી છે પડઘા સાથે મિત્રતા એવી અમે, યારો !simply suprb.

  15. સમાચારો આ સંબંધોના એવા હોય છે, યારો !
    ઉઘાડો છાપું ને તારીખ વીતેલી પણ મળે, યારો !

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *