સાલ મુબારક…

IMG_0749

નૂતન વર્ષાભિનંદન !

*

ફૂલ ને ખુશબૂની પાસે આટલું શીખું તો બસ,
એ જ મારું છે હું જેને પાસે રાખી ના શકું !

*
સહુ મિત્રોને નવા વર્ષની હાર્દિક શુભકામનાઓ…! થોડા દિવસો માટે ગોવા-કર્ણાટકના પ્રવાસે જઈ રહ્યો હોવાથી આ બ્લૉગ પર બે અઠવાડિયાનું એક નાનકડું વેકેશન લઈ રહ્યો છું…

*

આપણને ગમતી વસ્તુ અન્યને પણ ગમી જાય ત્યારે એ વસ્તુ હોય એનાથીય વધુ વહાલી લાગે છે. આ ગઝલનું પણ કૈંક એવું જ થયું. મુંબઈથી મિત્ર મીના છેડાનો ફોન આવ્યો કે તારી ગઝલનો રશીદ મીરે આસ્વાદ કરાવ્યો છે ત્યારે ગુજરાત સમાચાર શોધવાનું કામ હાથ ધરવું પડ્યું. કઈ ગઝલ હતી અને શું આસ્વાદ હતો એ તો આપ જાતે જ જોઈ લ્યો, દોસ્તો! આભાર, ડૉ. રશીદભાઈ!

Gilchhadi
(“ગુજરાત સમાચાર” – સહિયર પૂર્તિ…..                 …૨૧-૧૦-૨૦૦૮)

17 thoughts on “સાલ મુબારક…

  1. ચિત્ર નીચે બિચારી ગઝલ દબાઇ ગઇ.બાકીઆસ્વાદયોગ્ય ગઝલ છે

  2. વાહ!
    સરસ ગઝલ,અને એવો જ અર્થાભિષેક…!
    અભિનંદન….
    અને હા !
    હર્નિશભાઈની વાત સાચી પણ છે અને “સાબિત” પણ છે જ….
    પણ,છાપુ એ છાપુ-શું સમજયા!!!!!!!!

  3. ડો.રશીદ મીરે
    કળશ કોના ઉપર ઢળશે સમય સમજી ગયો મનમાં
    તમે આખું ચમન માગ્યું, ફકત મેં ગુલછડી માગી !
    અને મઝાનો રસાસ્વાદ કરાવ્યો

  4. વાહ… આ ગઝલ ફરીથી વાંચવાની મઝા આવી…
    અને એ પણ આસ્વાદ સાથે… આ હા હા… !!

  5. અભિનંદન… અભિનંદન… અભિનંદન…!
    અભિનંદન… અભિનંદન… અભિનંદન…!

    (હુ કરું દોસ્ત? બીજા કોઈ શબ્દો જ નથી મારી પાહે…)

  6. અભિનંદન …… !!
    જો કે સવારે ચા પીતાં પીતાં એ જ દિવસે આસ્વાદ માણેલો,
    અને એનાં પહેલાનાં અઠવાડિયે ગૌરાંગભાઈ ઠાકરની ગઝલનો આસ્વાદ માણ્યો.

  7. કેમ છો… મજામાં,
    ગુજરાતી ભાષા અને ગુજરાત વિશેની દરેક ગુજરાતીની લાગણીઓ નેટ જગતમાં છલકી રહી છે, લાગે છે હવે તે ટુંક સમયમાં ઉભરાઇ જશે, આવીજ એક લાગણી સાથે એક નાનકડી વેબસાઇટ http://www.wahgujarat.com નવા રંગ-રૂપ અને આપની મદદથી રજુ કરેલ છે, તો http://www.wahgujarat.com ” ગુજરાતી સાયબર વિસામો ” બની રહેશે કે કેમ ? તે વીશે આપના બ્‍લોગ પર એક પોસ્‍ટ ત્‍થા લીંક મુકવા વિનંતી.
    ( સંજય બાપુ, અમરેલી. )

  8. એક તો આ રણ વિશાળ છે, ઉપરથી ઝાંઝવા
    ખુદમાં ડૂબી ગયેલાને ક્યાંથી તરાવવા ?

    … ખુદમાં (આત્મામાં) ડૂબેલા તો તરી ગયેલાં જ હોય છે .. એ તો આપણને તારે એટલે એમને ક્યાંથી તરાવવા … આવો સુંદર અર્થ પણ પંક્તિઓમાં ડૂબેલો છે.

    સુંદર રસદર્શન.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *