શનિવારે સવારે મારી વેબસાઈટ પર મારી નવી રચના માણવા આવનાર વાચકમિત્રોને આજે ફરી એકવાર ધરમ-ધક્કો… આજે ફરી મારી એક પ્રકાશિત રચના જ અહીં મૂકું છું. નાની નાની સફળતાઓના આ નાના નાના આનંદને આપ સહુ સાથે વહેંચ્યા વિના આગળ વધવાનું ગમતું નથી. મારી કાવ્ય-યાત્રામાં જેટલો હું મારી સાથે રહ્યો છું, આપ સહુ પણ એટલા જ મારી સાથે શરૂઆતથી રહ્યા છો. મારી એક-એક કવિતાને મિત્રોનો જેટલો સાથ અને સદભાવ સાંપડ્યો છે એટલો ભાગ્યે જ કોઈ અન્ય કવિને સાંપડ્યો હશે અને એના માટે ઇન્ટરનેટના આ માધ્યમનો પણ જેટલો આભાર માનું એટલો ઓછો છે.
(‘કવિલોક’ ….. ….તંત્રી: શ્રી ધીરુ પરીખ)
(આ ગઝલ અને એના વિશે મિત્રોના પ્રતિભાવ આપ અહીં માણી શકો છો.)
નવાં ગીતો સુણાવ્યા હોત મેં પણ પ્યારના…
સુન્દર !
અભીનંદન..મીત્ર..!
સુંદર ગઝલ માણવાની ફરી મઝા આવી
વહાલા વીવેકભાઈ,
‘દુઆઓની કીધા કરવાની મારે વાવણીઓ ફક્ત’.. આ ‘કીધા કરવાની’ શબ્દપ્રયોગ બહુ ગમ્યો.. બીજા પ્રયોગોઃ ‘દદડવાની’ છે આદત આંસુને.. ‘આશામાં જીવે છે લાશ’.. ‘હું સુક્કો એટલો !..’
છેલ્લી ચાર પંક્તી તો અદ્ ભુત અને વીશીષ્ટ..!
‘ધધકતાં કષ્ટ’ (સહેજે ‘કાષ્ટમાં ધધકતા અગ્ની’ની યાદ આપે)
ઘણું લખી શકાય.. સશક્ત રચના.. અને ક્યાં આ જુની થઈ ગઈ ?
હજી તો આ માર્ચ–એપ્રીલે ‘કવીલોક’માં પ્રગટી..! વાચકને ધરમ–ધક્કો નહીં જ થાય !
હવે સાવ નાની છાપભુલોની વાતઃ
‘તરત તૂટી ગયું એ પણ, ઊઠાવ્યું મેં જો સૂક્કું પર્ણ;
હું સૂક્કો એટલો, જોઈ મને લાજી મરી પીળાશ’
નીયમ પ્રમાણે ‘સુક્કું’માં ‘સુ’ હ્રસ્વ આવે..(ઉંઝાજોડણી પ્રમાણે નહીં; પણ સાર્થ પ્રમાણે); બે સ્થળે તે વપરાયો છે.. ‘સૂકું’ આમ; પણ ‘સુક્કું’ આમ. તેવી જ રીતે ખીસું–ખિસ્સું; લૂખું–લુખ્ખું…વગેરે..
અને ‘ઊઠાવ્યું’માં ‘ઉ’ હ્રસ્વ આવે (વળી, આ પણ ઉંઝાજોડણી પ્રમાણે નહીં; સાર્થ પ્રમાણે !)
મને ખાતરી છે કે તમે મોકલેલ હસ્તપ્રતમાં આ ભુલો ન જ હોય; કારણ તમે ભારે ચીવટ દાખવો છો અને એ મને ગમે પણ છે… પણ આ ‘ઈ–ઉ’ની માયા ભલભલા મુછાળાઓને પણ હંફાવે..! મને પણ..! ધીરુભાઈ પરીખને પણ..
ફરી સબળ રચના બદલ અભીનંદન.. પણ જો જો, વીરહ, વીસામણ, વ્યાધી, વીષાદ, વેદના, વ્યથા, વ્યાકુળતા, વગેરે ભાવોના કવી એટલે ’વીવેક’ એવું લેબલ ન લાગી જાય ! .. શુભેચ્છાઓ..
..ઉત્તમ અને મધુ.. સુરત.. uttamgajjar@hotmail.com
it was so nice …………………..
ધરમ-ધક્કો ગમ્યો
યાદ આવ્યો-ગાંધીજીનો ધક્કો…
ગાંધીજીને ધક્કો માર્યો, લાત મારી અને પગથી ઉપરથી ઉતારી મૂક્યા.
આ અચાનક હુમલાથી ગાંધીજી ચમક્યા. ઊભા થઈને તેઓ સિપાઈનો જવાબ લેવા જતા હતા ત્યાં સામેથી આવતો એક ઘોડેસવાર બોલી ઊઠ્યો, “ગાંધી, આ બધું મેં જોયું છે. એના ઉપર કેસ કરવો હોય તો હું સાક્ષી પૂરીશ.”
આ ઘોડેસવાર એક ગોરો હતો અને ગાંધીજીનો મિત્ર હતો. ગાંધીજીએ જવાબ આપ્યો, “ના રે ભાઈ, એમાં કેસ શો માંડવો ? એ તો અમારા બીજા બધા લોકોની સાથે વર્તતો હશે તેમ મારી સાથે પણ વર્ત્યો.”
મિત્ર બોલ્યો, “નહીં, નહીં. એવા માણસને તો પાઠ શીખવવો જ જોઈએ.”
ગાંધીજીએ સમજાવ્યું, “બધા જ ગોરાઓ અમને ‘કુલી‘ ગણીને તિરસ્કાર કરે ત્યાં બિચારા આ અજ્ઞાન સિપાઈનો શો વાંક ?”
પછી તો આ ગોરા મિત્રે સિપાઈને સમજણ પાડી ત્યારે તેણે જઈ ગાંધીજીની માફી માગી.
અસ્તુ
અરેૢ વિવેકભાઇ આટલી દાદ તો અમે બધા દઇએ છીએ..હવે તો ઢગલો એક ગીતો થવા જ જોઇએ…
જોકે એ થશે જ એમાં શંકાને કોઇ સ્થાન નથી જ.
કોઇ એકાદ શેર બહુ ગમ્યો એમ લખી શકાય તેમ નથી… દરેક શેર માણવાની મજા આવી.
અભિનંદન …
તમારામાતમારા દરેક કવન કે ગઝલને હન્મેશા દાદ આપીજ છે પીળા પાદડામા લીલાશ ઊઘડે એવી અભ્યર્થના તમારામા રૂવે રૂવે કવિત-ગઝલ ઊગી નીકળે-દીલીપ્
વિવેકભાઈ !
જુનું એટલું સોનું-આજે ફરી એકવાર સાબિત થયું!
સુંદર ગઝલ લખાઈ છે.
એમાંય-
ધધક્તાં કાષ્ટ……. એ પંક્તિ ખરેખર પર્દાફાશ જેવી જ છે!
અભિનંદન.
રાજકોટથી આ કદાચ લાસ્ટ કોમેન્ટ,હવે તો કેલિફોર્નીયાથી મળવાનું થશે!
આ કાવ્ય સર્વાઁગસુઁદર છે ,તેથી અભિનઁદન !
બહોત અચ્છે…..
પ્રકાશિત રચનાઓનો કાવ્ય સંગ્રહ… જલ્દી મળશે ને ?…
જય ગુર્જરી,
ચેતન ફ્રેમવાલા
ખુબ જ સુંદર અને ભાવસભર રચના…!
વાહ! વિવેકભાઇ ખૂબ જ સુંદર વાત કરી!
આ ગઝલનો પ્રથમ શેર મને ખૂબ ગમ્યો.
નિત નવી નવી ભાવનાઓ જન્મે છે આ લોહીમાં,
પણ હૃદયની સીમિતતા આડી આવે છે, તેને બહાર આવવું છે,
પણ અવકાશ નથી. દરેકના દિલની ઊર્મીઓને કેટલી સુંદર રીતે
વ્યક્ત કરી છે.દરેક શેરનો વિષય અલગ અલગ છે,
છતાં ય દરેક શેરનો મિજાજ તેની ઊચ્ચતાએ પહોંચ્યો છે.
ખૂબ ખૂબ અભિનંદન!
રચના સરસ છે પણ “મને શી જાણ…તોજ પાશ”વાળો શેર કંઈક કઠ્યો. કાં’તો પુરો સમજાયો નહી એટલે થીંગડુ જેવો લાગ્યો.
આદરણીય ઉત્તમભાઈ,
ગુજરાતી ભણતા હતા ત્યારે શાળામાં તમારા જેવા એકે શિક્ષક કેમ ન મળ્યા એ પ્રશ્ન આજે ફરી-ફરીને થાય છે. ધીરુ પરીખની ભૂલ નથી, ભૂલ મારી જ છે. સુક્કું, ઉઠાવ્યું – આ શબ્દોની જોડણી મેં જ ખોટી કરી હતી અને મને એની જાણકારી પણ નહોતી. આભાર, ઉત્તમભાઈ…
…અને હા… કવિતા લખતી વખતે હું વિચારતો નથી કે વિરહ, વેદના કે વિમાસણના કાવ્યો લખું છું… જે અંદર હોય છે એ બહાર આવી જાય છે… કોઈ લેબલની ચિંતા કરતો નથી. દુનિયા જે રીતે મને ઓળખવા ઈચ્છે, ઓળખી શકે છે….
પ્રિય ચેતનભાઈ,
સંગ્રહ જરૂર આવશે…. પણ એમાં આ વેબ-સાઈટ જેટલી કૃતિઓ તો નહીં જ હોય… હાલ પૂરતું આ વેબ-સાઈટને જ મારો પહેલો સંગ્રહ ગણીને ચાલીએ…
આપની સતત સહૃદય પૃચ્છા બદલ આભાર…
પ્રિય રમેશભાઈ,
“મને શી જાણ” વાળા શેર વિશે થોડી સ્પષ્ટતા અહીં કરી છે….
https://vmtailor.com/archives/198#comment-5194
વિવેકભાઈ…સંગ્રહ જરુર આવશે એ વાત પહેલીવાર તમે લખી..આનંદ થયો. ૨૦૦૮ પુરું થવાને હજી છ મહીના છે..થઈ જશે, ખરુંને ? ૨૦૦૮ એ એક ભાવક તરીકે આપેલી સ્નેહપુર્વકની ડેડલાઈન છે.
બહુ આન’દ થયો, કવિતા,ગઝલ નો ચાહક છુ’ મને મેઇલ કરતા રહેજો. મારુ’ બીજૂ ઇમેઇલ છે:
dipvjoshi@gmail.com
-Deepak V. Joshi
સરસ ગઝલ છેલ્લા ત્રણ શેર વધુ ગમ્યા
બહુ સરસ ગઝલ!
ખૂબ જ પ્રેમપૂર્વક હેપી ડૉક્ટર્સ ડે !
સહ્કુટુઁબ સુખી રહો એવી શુભેચ્છા !
બહુ સરસ ગઝલ!
ખૂબ જ પ્રેમપૂર્વક હેપી ડૉક્ટર્સ ડે !
સહ્કુટુઁબ સુખી રહો એવી શુભેચ્છા !