(ચીલઝડપ…. ….સરખેજ રોજા, અમદાવાદ, ૨૭-૦૧-૨૦૦૭)
કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?
તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?
અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?
-વિવેક મનહર ટેલર
અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે
that is so nice sir
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
સાથે રહીને સિદ્ધ કરો, આજીવન છો સાથ
જીવનથી ધારદાર પછી કોણ નીકળે ?
khub sundar
તમે આમ સુન્દર ગઝલોથી જક્ડી રાખો પછી
એ શબ્દોની કેદ તોડીને બહાર કોણ નીકળે !
wow! ! ! nice one
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
તમે આમ સુન્દર ગઝલોથી જક્ડી રાખો પછી
એ શબ્દોની કેદ તોડીને બહાર કોણ નીકળે !
ડૉકટર…..
તમારી બધી જ રચનાઓનું વિહંગાવલોકન કર્યા પછી એક એવું તારણ મળ્યું કે તમારી આ રચનાઓમાં તમે પોતે જ તમારું અનુકરણ વારંવાર કરો છો.તમારી ગઝલોમાં હું, તું. વિશ્વાસ,વિરહ…..જેવી બાબતો પુનરાવર્તિત થયા કરતી લાગે છે…ગઝલ જ્યાં સુધી વ્યક્તિગત હોય ત્યાં સુધી કદાચ સમષ્તિ સુધી પહોચવામાં નિષ્ફળ નીવડી શકે…તમારે આ શબ્દોની આરપાર નીકળવાનું છે..અને….અમારા અહેસાસને અડવાનું છે….
અસ્તુ…
અડવાના ના હો તારા જો અહેસાસને કદી,
શબ્દોની આરપાર પછી કોણ નીકળે ?
very nice….
પ્રિય અનામી મિત્ર,
આપની વાત સાથે હું સહમત થાઉં છું. પોતાના અનુકરણ અને પુનરાવર્તનમાંથી કદાચ હું હજી બહાર આવી શક્યો નથી. મહાભારતના અર્જુનની જેમ કદાચ હાલના તબક્કે હું किंकर्तव्यमूढ છું અને મારા શબ્દોના ચક્રવ્યૂહમાંથી નીકળવાની મથામણમાં છું. એટલે જ બ્લૉગ પર અઠવાડિયાની બે નવી રચના આપવાને બદલે ઘણા સમયથી હું એક જ રચના આપું છું અને એ પણ મોટા ભાગે અગાઉ લખેલી જ હોય છે. વ્યક્તિથી સમષ્ટિની આ યાત્રામાં હું કેટલો સફળ થઈ શકીશ એ તો સમય જ કહેશે, પણ આપના જેવા સહૃદયમિત્રોની સમયસરની આવી ટકોર જરૂર શબ્દોની પાર થઈ આપના અહેસાસને અડવામાં મદદ કરશે…
આપનો સદૈવ ઋણી રહીશ…. અને આવી ટકોરની સદા પ્રતિક્ષા રહેશે, જે મારા અહેસાસને અડતી રહે…
“આજીવન છો સાથ” કે પછી “આજીવન સાથ છો”??
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
આ શેર ગમ્યો…
લાગે છે, મેં કાલે મારા મગજને જરા બાજુએ મુકીને આ ગઝલ વાંચી હશે, કારણ કે- બધા અશઆર (thx Hemant!) મને કાલે સમજાયા ન’હોતા…. 🙂 આજે ફરી એકવાર વાંચી તો જાણે એકદમ નવી જ, લાજવાબ અને સ-રસ લાગી!!
તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?
very nice. I love it.
શબ્દોની આરપાર કોણ નીકળે…
ગમી ગયો.અર્જુન ના તબક્કામાંથી જરૂર ને જલ્દી બહાર આવી જ શકશો.એની ખાત્રી છે
Mane laage chhe ke shabdoj tamri pase dodya aavata hashe ne pachhi kaheta hashe ke amne ghazalma zakadi ne saday tyanthi khasawa na dyo.Atalo to Vivek jaroor rakho!
એક એક શબ્દ સુંદર…!
એટલુ જ કહીશ કે…
વિવેકની ગઝલના શબ્દોમાં પણ શ્વાસ છે
આ ગઝલની બહાર, પછી કોણ નીકળે ?
-રાજીવ
સુંદર રચના
RAHUL SHAH – SURAT
Very Nice GAZAL……
it is too nice gazal.
keep it up.
it is very good.
very nice, keep it up
jeevan thi dhaardar pachi kon nikde?………..ketlu aneedaar lakho chho….vivekbhai……..tame kona sath ni vaat kari nathi jaanta pan
ammey mitro kaink to siddh karshuj……
very nice
કોરે બદન બહાર પછી કોણ નીકળે ?
વરસે તું ધોધમાર, પછી કોણ નીકળે ?
તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?
khub saras…..
તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ?
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
nice lines,
are yaar tame aatla divas kya hata
MANHAR UDAS pachi tamaro j varo che
but yaar nice poem really
Pingback: શબ્દો છે શ્વાસ મારા · વસંતપંચમી પર…
ketali saras lagani. taaro safarma saath jo kshanabharno hoy to,
lai shavas besumaar pachi kon nikale
Pingback: ગુજરાત નો મન ઝરુખો » મારા શ્વાસની શબ્દો સુધીની યાત્રા
સરસ ગઝલ.
જેમ વધુને વધુ વખત વાંચીએ એમ કવિના દિલના શબ્દો વંચાય છે.
તારો સફરમાં સાથ જો ક્ષણભરનો હોય તો,
લઈ શ્વાસ બેસુમાર પછી કોણ નીકળે ?
Wah.. ‘doobine pele paar’ ni maja..
તું ખુદ નદી થઈને અગર વહેતી હોય તો
ડૂબીને પેલે પાર પછી કોણ નીકળે ? વાહ, ખુબ સરસ!!!